Skip to main content

બ્લોક ડીલ્સ Vs બલ્ક ડીલ્સ: તફાવત જાણો

6 min read•Updated on 31st Jul, 2026•by Team Angel One
શેરબજારમાં બ્લોક ડીલ્સ (Block Deals) અને બલ્ક ડીલ્સ (Bulk Deals) વચ્ચે રહેલા મુખ્ય તફાવતો, તેને કેવી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવે છે અને ટ્રેડર્સ તેમજ ઇન્વેસ્ટર્સ પર તેની શું અસરો થાય છે તે અંગે વિગતવાર જાણો.
Share

શેરબજાર એ એક એવી જગ્યા છે જ્યાં અનેક લોકો શેર ખરીદે અને વેચે છે. રિટેલ ઇન્વેસ્ટર્સ ઉપરાંત, તેમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, હેજ ફંડ્સ, પેન્શન ફંડ્સ, ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (FIIs), હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ અને કંપનીના પ્રમોટર્સ જેવી મોટી સંસ્થાઓ પણ સામેલ હોય છે. આવા સંસ્થાકીય રોકાણકારો અને HNIs પાસે મોટું ફંડ (ડીપ પોકેટ્સ) અને કંપનીઓ તથા માર્કેટ અંગેની વિગતવાર માહિતી હોય છે, જે સામાન્ય રીતે રિટેલ ઇન્વેસ્ટર્સ પાસે નથી હોતી. પરિણામે, આ મોટા રોકાણકારોની ટ્રેડિંગ પેટર્ન રિટેલ ઇન્વેસ્ટર્સ કરતાં અલગ હોય છે.

મોટા અને સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવતા બે સામાન્ય પ્રકારના ટ્રાન્જેક્શન એટલે બ્લોક ડીલ્સ અને બલ્ક ડીલ્સ. જો કે, આ બંને નામ સાંભળવામાં સરખા લાગે છે, પરંતુ હકીકતમાં તેઓ એકબીજાથી બિલકુલ અલગ છે.

મુખ્ય મુદ્દાઓ 

  • બ્લોક ડીલ્સ એ ખાસ વિન્ડોમાં કરવામાં આવતા મોટા ટ્રાન્જેક્શન્સ હોય છે, જેની શેરના ભાવ પર વધારે અસર પડતી નથી.
  • બલ્ક ડીલ્સ માર્કેટના સામાન્ય કલાકો દરમિયાન થાય છે અને તે દરેકને દેખાય છે, જેથી તે શેરના ભાવને તરત અસર કરી શકે છે.
  • બ્લોક ડીલ્સ પ્રાઇવસી આપે છે, કારણ કે ટ્રેડિંગ દરમિયાન તેને રિટેલ ઇન્વેસ્ટર્સ જોઈ શકતા નથી. જો કે, આ પ્રાઇવસી માત્ર એક્ઝીક્યુશન દરમિયાન જ હોય છે, માર્કેટ બંધ થયા પછી તેના વિશે તમામ વિગતો જાહેર કરવી ફરજિયાત છે.
  • આ બંને પ્રકારની ડીલ્સ માર્કેટને લિક્વિડિટી પૂરી પાડે છે, જેમાં બ્લોક ડીલ્સ સંસ્થાકીય એટલે કે ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેડ્સ માટે વધુ અનુકૂળ છે અને બલ્ક ડીલ્સ તાત્કાલિક માર્કેટ ઇન્ટરેસ્ટ દર્શાવે છે.

બ્લોક ડીલ 

બ્લોક ડીલ એટલે ખાનગી રીતે વાતચીત કરીને કરવામાં આવતું એક મોટું ટ્રાન્જેક્શન છે, જેમાં બે પાર્ટી મોટી બલ્કમાં શેર ખરીદે અથવા વેચે છે અથવા તો ઓછામાં ઓછા 5,00,000 શેર અથવા ₹25 કરોડથી વધુ કિંમત ધરાવતી ડીલ્સ સામેલ છે. આ ટ્રેડ્સ એક અલગ 'બ્લોક ડીલ વિન્ડો' દ્વારા કરવામાં આવે છે, જેથી માર્કેટ પ્રાઇસિસ પર તેની ઓછામાં ઓછા અસર થાય.

શેરબજારમાં બ્લોક ડીલ માત્ર આ ખાસ વિન્ડો દરમિયાન જ થાય છે અને તે રિટેલ ટ્રેડર્સને દેખાતા નિયમિત વોલ્યુમ ચાર્ટ પર દેખાતી નથી. SEBI એ બ્લોક ડીલ કરવા માટે ચોક્કસ નિયમો બનાવ્યા છે. આ ડીલ દિવસમાં બે વાર, માત્ર 15-15 મિનિટના બે ખાસ સેશન્સમાં એક સવારે અને એક બપોરે જ થઈ શકે છે.

આ ઓર્ડર્સ 'બ્લોક રેફરન્સ પ્રાઇસ' દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદિત પ્રાઇસ રેન્જની અંદર જ મુકવાના રહે છે, જે શેરની અગાઉની ક્લોઝિંગ પ્રાઇસ અથવા ચોક્કસ સમયગાળાના વોલ્યુમ-વેઇટેડ એવરેજ પ્રાઇસ (VWAP)ના આધારે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. જો કોઈ બાય કે સેલ ઓર્ડર મેચ ન થાય, તો તે કેન્સલ કરવામાં આવે છે અને તેને આગામી સેશનમાં ફોરવર્ડ કરી શકાતો નથી.

બ્લોક ડીલ્સના ફાયદા:

  • નિયમિત બજાર ભાવને પ્રભાવિત કર્યા વગર અથવા અચાનક વોલેટિલીટી લાવ્યા વગર મોટા ટ્રાન્જેક્શન્સ કરવાની મંજૂરી આપે છે.
  • બે પક્ષો વચ્ચે ખાનગીમાં શરતો નક્કી થતી હોવાથી વધુ સારી પ્રાઇસ ટ્રાન્સપરન્સી અને કાર્યક્ષમતા મળે છે.
  • મોટી ડીલ્સને સામાન્ય ટ્રેડિંગ કલાકોની બહાર રાખીને બજારની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે.
  • પ્રમોટર્સ, ઇન્સ્ટિટ્યૂશન્સ અને હાઈ-નેટ-વર્થ ઇન્વેસ્ટર્સ તેમની હોલ્ડિંગ્સ સરળતાથી એડજસ્ટ અથવા રીબેલેન્સ કરવામાં મદદ કરે છે.

બલ્ક ડીલ્સ 

બલ્ક ડીલ એટલે એવો ટ્રાન્જેક્શન જેમાં કોઈ ઇન્વેસ્ટર સિંગલ ટ્રેડિંગ સેશનમાં કંપનીના કુલ લિસ્ટેડ શેરના 0.5% અથવા તેથી વધુ શેર ખરીદે કે વેચે છે. બ્લોક ડીલથી વિપરીત, બલ્ક ડીલ્સ નિયમિત માર્કેટ અવર્સ દરમિયાન થાય છે અને તે તમામ ટ્રેડર્સ જોઈ શકે છે. આ ડીલ્સ ઓપન માર્કેટમાં થતી હોવાથી વોલ્યુમ ચાર્ટ પર દેખાય છે અને રિયલ ટાઇમમાં શેરના ભાવની મૂવમેન્ટને અસર કરી શકે છે. ટ્રાન્સપરેન્સી જાળવવા માટે, બ્રોકર્સે બલ્ક ડીલ્સની ડિટેઇલ્સ સ્ટોક એક્સચેન્જને રિપોર્ટ કરવી ફરજિયાત છે.

જો બલ્ક ડીલ્સ બ્લોક ટ્રેડની જરૂરી શરતો પૂરી કરે છે, તો તેને બ્લોક ડીલ વિન્ડોમાં પણ એક્ઝિક્યુટ કરી શકાય છે. આથી રોકાણકારોને તેઓ આ ડીલ્સ સ્પેશિયલ વિન્ડો દ્વારા પ્રાઇવેટમાં કરવા માંગે કે નોર્મલ માર્કેટ અવર્સ દરમિયાન કરવા માંગે તે નક્કી કરવા માટે વિકલ્પ મળે છે.

જ્યારે ગુપ્તતા મહત્વની હોય ત્યારે ઇન્વેસ્ટર્સ બ્લોક વિન્ડો પસંદ કરી શકે છે, જ્યારે જે માર્કેટની વિઝિબિલિટીથી કમ્ફર્ટેબલ હોય તેઓ બલ્ક ડીલ તરીકે ટ્રાન્જેક્શન કરવા પસંદ કરે છે.

બલ્ક ડીલ્સના ફાયદા:

  • લાઇવ માર્કેટ દરમિયાન તમામ લોકોને ટ્રેડ દેખાતા હોવાથી પારદર્શિતા વધે છે.
  • મોટા રોકાણકારોને કોઈ ખાસ વિન્ડો કે વાતચીત કર્યા વગર મોટી માત્રામાં શેર ખરીદવા કે વેચવાની સુવિધા આપે છે.
  • તે મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટ દર્શાવે છે, જે ટ્રેડર્સને ચોક્કસ સ્ટોકની માંગ કે સપ્લાય સમજવામાં મદદ કરે છે.
  • એક જ સેશનમાં મોટું વોલ્યુમ ટ્રેડ થતું હોવાથી માર્કેટને લિક્વિડિટી પૂરી પાડે છે.
  • રોકાણકારોને પ્રતિબંધિત ટ્રેડિંગ વિન્ડોની રાહ જોયા વિના તકોનો ઝડપથી લાભ લેવાની મંજૂરી આપે છે.

બ્લોક ડીલ્સ VS બલ્ક ડીલ્સ: ઓવરવ્યૂ

ફીચર  બ્લોક ડીલ્સ (Block Deals)  બલ્ક ડીલ્સ (Bulk Deals) 
મિનિમમ સાઇઝ  5,00,000 શેર અથવા ₹25 કરોડ  કંપનીના કુલ લિસ્ટેડ શેરના 0.5% 
ટ્રેડિંગ વિન્ડો  ખાસ બ્લોક ડીલ વિન્ડો (સવારે 8:45 થી 09:00 અને બપોરે 2:05 થી 2:20)  રેગ્યુલર ટ્રેડિંગ અવર્સ 
વિઝિબિલિટી   રિટેલ ઇન્વેસ્ટર્સ જોઇ શકતા નથી  માર્કેટના તમામ લોકોને દેખાય છે 
ભાવ પર અસર  નિયમિત કલાકોની બહાર થતી હોવાથી મર્યાદિત અસર થાય છે  રિયલ ટાઇમમાં સ્ટોકના ભાવને અસર કરી શકે છે 
ઓર્ડર મેચિંગ  અનમેચ્ડ ઓર્ડર કેન્સલ થાય છે  ઓર્ડર પૂર્ણ ન થાય ત્યાં સુધી અસરકારક રહે છે 
ડિસ્ક્લોઝર  ડીલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડિટેઇલ્સ જાહેર થતી નથી  દિવસના અંતે એક્સચેન્જને ડિટેઇલ્સ રિપોર્ટ કરવામાં આવે છે 
પ્રાઇવસી  સામેલ પાર્ટીઝને વધુ પ્રાઇવસી આપે છે  ઓછી પ્રાઇવસી મળે છે, કારણ કે ડિટેલ્સ પબ્લિકલી ઉપલબ્ધ થાય છે 
બ્લોક વિન્ડો એક્ઝીક્યુશન  ફરજિયાત છે  વૈકલ્પિક છે 

શેરના ભાવ પર બલ્ક અને બ્લોક ડીલ્સની અસર

બલ્ક અને બ્લોક ડીલ્સ એ કોઈ ચોક્કસ સ્ટોકમાં મોટા રોકાણકારોનો રસ વધ્યો છે કે ઘટી રહ્યો છે તેનો સંકેત આપી શકે છે. જો કે, ટ્રેડિંગનો નિર્ણય લેતા પહેલાં આ સંકેતોનો બારીકાઈથી અભ્યાસ કરવો જોઈએ અને તેને અન્ય ટ્રેન્ડ્સ તથા ઇન્ડિકેટર્સ સાથે મેચ કરવો જોઈએ.

માત્ર એક બલ્ક ઓર્ડર થવાનો અર્થ એ નથી કે તે સ્ટોક તે જ દિશામાં આગળ વધશે. જો કે, જો કોઈ ચોક્કસ સ્ટોકમાં એક જ દિશામાં (ખરીદી કે વેચાણ તરફ) વારંવાર બલ્ક ટ્રાન્ઝેક્શન થતા હોય, તો તે સ્ટોકમાં તે દિશાનો રસ અથવા મોમેન્ટમ દર્શાવી શકે છે.

નિષ્કર્ષ 

બ્લોક ડીલ્સ અને બલ્ક ડીલ્સ એ સંસ્થાકીય રોકાણકારો, મોટા ફંડ્સ અને HNIs દ્વારા શેરબજારમાં મોટા પ્રમાણમાં સોદા કરવા માટે ઉપયોગમાં લેવાતા બે પ્રકારના ટ્રાન્જેક્શન્સ છે. બંને પોતાના આગળના ફીચર્સ અને ફાયદા ધરાવે છે. બલ્ક ડીલ્સ નિયમિત માર્કેટ અવર્સ દરમિયાન થતી હોવાને કારણે દરેકને દેખાય છે, જ્યારે બ્લોક ડીલ્સ ખાસ વિન્ડોમાં થતી હોવાને કારણે પાર્ટીઝને વધુ પ્રાઇવસી આપે છે.

જોકે, બલ્ક ડીલ્સની માહિતી પણ દિવસના અંતે એક્સચેન્જોને આપવી પડે છે અને તે પબ્લિક માટે ઉપલબ્ધ બને છે. રોકાણકારો તેમની ટ્રેડિંગ સ્ટ્રેટેજીમાં બલ્ક અને બ્લોક ડીલ્સના ડેટાનો ઉપયોગ એક ઇન્ડિકેટર તરીકે કરી શકે છે, કારણ કે તે મોટા કોર્પોરેટ ઇન્વેસ્ટર્સનો રસ દર્શાવે છે. છતાં, આ ડેટાનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ કારણ કે કેટલીકવાર તે ગેરમાર્ગે દોરનારી શકે છે.

FAQs

બ્લોક ડીલ એટલે એવા મોટા ટ્રાન્જેક્શન્સ જેમાં ટ્રેડ થયેલા શેરની સંખ્યા 5 લાખથી વધુ અથવા તેની કિંમત રૂ. 25 કરોડથી વધુ હોય. આ ટ્રેડ્સ ખાસ ટ્રેડિંગ વિન્ડોમાં થાય છે અને રિટેલ રોકાણકારોને લાઇવ માર્કેટમાં દેખાતા નથી.

સામાન્ય રીતે, રિટેલ ઇન્વેસ્ટર્સ બ્લોક ડીલ્સમાં ભાગ લઈ શકતા નથી કારણ કે આ ટ્રાન્જેક્શન્સમાં ખૂબ મોટું વોલ્યુમ હોય છે અને તે સામાન્ય રીતે સંસ્થાકીય રોકાણકારો અથવા HNIs વચ્ચે અગાઉથી નક્કી થયેલા હોય છે. 

હા, બ્લોક ડીલ્સે સ્ટોક એક્સચેન્જ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે, જેમાં મિનિમમ ક્વોન્ટિટી કે વેલ્યૂની મર્યાદા સામેલ છે, અને ડીલ્સ પૂર્ણ થયા પછી તરત જ એક્સચેન્જોને તેની જાણ કરવી પડે છે. 

હા, જો બલ્ક ડીલ્સ બ્લોક ટ્રેડ માટેના જરૂરી માપદંડો પૂરી કરતી હોય, તો તેને બ્લોક ડીલ વિન્ડો દરમિયાન એક્ઝિક્યુટ કરી શકાય છે. 

કંપનીઓ અને રોકાણકારો બ્લોક ડીલ્સ એટલા માટે પસંદ કરે છે, જેથી તેઓ શેરના ભાવમાં વધારે અસ્થિરતા લાવ્યા વગર મોટી ડીલ્સ કરી શકે અને ઓપન માર્કેટ ટ્રેડ્સની સરખામણીમાં તેમના ટ્રેડિંગના ઈન્ટેન્શન્સને વધુ ગુપ્ત રાખી શકે. 

બલ્ક ડીલ્સ નિયમિત ટ્રેડિંગ કલાકો દરમિયાન સીધા એક્સચેન્જ પ્લેટફોર્મ પર થાય છે. બ્લોક ડીલ્સ એક અલગ બ્લોક ડીલ વિન્ડોમાં થાય છે જ્યાં મોટા ટ્રેડ્સ નિર્ધારિત પ્રાઇસ રેન્જની અંદર ખાનગી રીતે મેચ કરવામાં આવે છે. 

બ્લોક ડીલ્સ માત્ર સ્ટોક એક્સચેન્જના ઇક્વિટી સેગમેન્ટમાં જ કરી શકાય છે. તેઓ એક્સચેન્જ દ્વારા નિર્ધારિત ટાઇમ સ્લોટ્સ દરમિયાન ખાસ બ્લોક ડીલ વિન્ડોમાં જ એક્ઝિક્યુટ થવા જોઈએ. 

Open Free Demat Account!

Join our 3.8 Cr+ happy customers
+91