CALCULATE YOUR SIP RETURNS

ઇક્વિટી ડેરિવેટિવ્ઝ શું છે: અર્થ, લાભો અને પ્રકારો

1 min readby Angel One
Share

શેર માર્કેટ બેઝિક્સની વાત કરીએ તો ઇક્વિટી એ કોઈ રોકાણકારની માલિકીની કોઈ ચોક્કસ કંપનીનો શેર છે, જે તેમને તે જ નફો અને સફળતાનો આનંદ માણવાનો અધિકાર આપે છે જે કંપનીના માલિક ને મળે છે.

ઇક્વિટી એટલે  એસેટ 

તમારી પાસેના શેર, જે ઇક્વિટી સિક્યોરિટીઝ છે, તે અંતર્ગત એસેટ તરીકે કાર્ય કરી શકે છે જે ડેરિવેટિવ્ઝ તરીકે ઓળખાતા આર્થિક સાધનોને મૂલ્ય આપે છે..  એસેટમાં બોન્ડ્સ, કમોડિટીઓ અને સિક્યોરિટીઝ શામેલ છે  જેનું મૂલ્ય ભારતીય શેર બજારના સ્ટોક્સની કિંમતના વધઘટ અને કંપનીઓ દ્વારા કમાયેલ નફા પર આધારિત છે. શેરનું મૂલ્ય શેર કિંમત દ્વારા માપવામાં આવે છે.

ડેરિવેટિવ્સ

ડેરિવેટિવ એક સુરક્ષા કરાર છે બે અથવા બે થી વધુ સંસ્થાઓની વચ્ચે ભવિષ્યમાં એસેટ  ખરીદવા અથવા વેચવા માટે ઉપયોગી હોય છે. કરારને કોન્ટ્રેક્ટ કહેવામાં આવે છે. રોકાણકારો તે  એસેટના ભાવિ  મૂલ્યની આગાહી કરીને નફો કમાવે  કરે છે.

ડેરિવેટિવ્સના લાભો

રિસ્ક મેનેજમેન્ટ:

એસેટ સાથે સંકળાયેલા જોખમોને સ્થળાંતર અથવા રૂપાંતરિત કરવા માટે રોકાણકારો ઇક્વિટી ડેરિવેટિવ્સનો વેપાર કરે છે. આમાં ભારે જોખમ લેનાર વ્યક્તિઓ સોદા ખરીદે છે અને પેલા વેચનાર જોખમથી સુરક્ષિત થઇ જાય છે. 2. ફિઝીકલ  

સેટલમેન્ટ:

ઘણા રોકાણકારો, લાંબા ગાળા સુધી તેમના શેરોને જાળવી રાખે  જેથી, ટૂંકા ગાળાના  કિંમતના ઉતાર- ચઢાવનો  લાભ મેળવી શકે . આને ફિઝીકલ સેટલમેન્ટ કહેવાય, જે તમારા નિષ્ક્રિય શેરમાંથી પણ વળતર અપાવે

ફ્લક્ચ્યુએશન (વધઘટથી) સામે સુરક્ષા:

હેજિંગની પ્રક્રિયામાં એસેટના ભાવમાં થતા વિપરીત ફેરફારનું જોખમ ઘટાડવા સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરવું જરૂરી  છે. આ તમને તમારી માલિકીના શેરના ભાવોના ઘટાડાથી બચાવશે અને તમે ખરીદવા માંગતા હો એવા શેરના વધતા ભાવ સામે સલામતી આપશે.  

આર્બિટ્રેજ ટ્રેડિંગ:

આર્બિટ્રેજ ટ્રેડિંગમાં એક બજારમાં એસેટ ખરીદાય અને તેજ સમયે બીજા બજારમાં વેચાય જેથી તે બે કિંમતો વચ્ચેના તફાવતનો નફો મેળવી શકાય.. ભારતમાં, બે બજારો નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ NSE) અને બોમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ BSE) છેઆમા નફો થાય કારણ કે શેરની કિંમત એક બજારમાં વધુ હોય છે અને બીજામાં સસ્તી હોય છે. 

માર્જિન ટ્રેડિંગ:

કોન્ટ્રાક્ટ ટ્રેડિંગ પર વેપાર કરતી વખતે, તમે ફક્ત માર્જિન ચૂકવો છો અને આખી રકમ નહીં, જે કેટલીક વખત મોટી રકમ હોય છે. આ તમે સચોટ આગાહીથી  મેળવેલ ઉતક્ર્ષ્ટ નફો છે જેનો પરિણામે તીવ્ર વૃદ્ધિ થાય છે. ..

ડેરિવેટિવ  કોન્ટ્રાક્ટના પ્રકારો

  • વાયદા (ફ્યુચર્સ) એવો કરાર છે જેમાં જણાવાયું  છે કે કોઈ રોકાણકારે ચોક્કસ કિંમતે ચોક્કસ સમયે સંપત્તિ ખરીદવી અથવા વેચવી જ જોઈએ. વાયદા (ફ્યુચર્સ)  કરારોની પ્રકૃતિ એ છે કે વેપાર પ્રવૃત્તિથી અમર્યાદિત લાભ અને નુકસાન થાય છે.
  • ઓપ્શન્સ, વાયદાથી જુદા હોય છે જેમ કે કરારની શરતો રાખવા માટે ખરીદદારની  કોઈ ફરજ નથી હોતી બીજી તરફ, વિક્રેતા, કરારનું પાલન કરવા માટે જવાબદાર છે, , તેને શેર વેચવા જ જોઈએ  ઓપ્શન્સ માર્કેટ ટ્રેડિંગમાં અમર્યાદિત લાભ છે પરંતુ મર્યાદિત નુકસાન છે.
Open Free Demat Account!
Join our 3 Cr+ happy customers