સ્ટૉક એક્સચેન્જ પર ઘણા અલગ–અલગ શેરો લિસ્ટેડ હોય છે. તે બધા સમાન ટ્રેન્ડ્સને અનુસરતા નથી, જોકે ઉદાહરણ તરીકે, મહામારી જેવા સંકટની સ્થિતિમાં રોકાણ કરવા માટે તમે સારા સ્ટૉક્સ શોધી રહ્યા હોય ત્યારે તમે તેની નોંધ કરી હશે. સામાન્ય રીતે, આર્થિક અસ્થિરતાના સમયે, બજાર નીચે જવાની પ્રવૃત્તિ વલણ ધરાવે છે, જ્યારે સમૃદ્ધિ અને સ્થિર પરિસ્થિતિઓના સમયેમાં બજાર સારી રીતે કામ કરે છે.
જોકે આ ફક્ત વ્યાપક દૃષ્ટિકોણ છે. ખરાબ રીતે પ્રદર્શન કરનાર બજારનો અર્થ એ નથી કે લિસ્ટેડ તમામ શેરો ઘટાડા તરફી છે. એવી જ રીતે, એક સારી અને સારા વળતરનો અર્થ એ નથી કે તમામ શેર તેજીમય વલણ પર છે. અહીં છે જ્યાં નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સની કલ્પના આવે છે. ચાલો વિગતો જોઈએ અને જાણીએ કે નૉન–સાઇક્લિકલ સ્ટૉકની વ્યાખ્યા શું છે અને કેટલાક નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સના ઉદાહરણો શું છે.
નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સની વ્યાખ્યા: નૉન–સાઇક્લિકલ સ્ટૉક શું છે?
બિન–ચક્રીય સ્ટૉક્સને ડિફેન્સિવ સ્ટૉક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? સારું, તેનું કારણ છે કે તેઓ આર્થિક મંદી દરમિયાન પણ સારી રીતે કામ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે સુરક્ષા આપવા માટે કામ કરે છે, જ્યારે આર્થિક મંદી ચાલુ હોય ત્યારે પણ સામાન્ય બજારની ગતિવિધિનો સામનો કરે છે.
હવે જ્યારે આપણે નૉન–સાઇક્લિકલસ્ટૉકની વ્યાખ્યા જોઈ છે, ત્યારે ચાલો શેરબજારના આ ભાગમાં કયા કારોબાર સાથે આ શેરો જોડાયેલા છે તે સમજવા માટે કેટલાક નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સ (બિનચક્રિય શેરો)ને લગતા ઉદાહરણો પર એક નજર નાખીએ. સામાન્ય રીતે, જ્યારે અર્થવ્યવસ્થા સારી રીતે કામ કરી રહી છે, ત્યારે ગ્રાહકો કાર્સ, મોંઘા ગેજેટ્સ અને વિદેશી મુસાફરી જેવી લક્ઝરી વસ્તુઓને વધારે છે. જોકે, જ્યારે મંદી હોય, ત્યારે આ લક્ઝરી માલની માંગ ઘટે છે. તેના બદલે, લોકો માત્ર મૂળભૂત આવશ્યકતા જેમ કે ખાદ્ય, પાણી, આશ્રય અને અન્ય આવશ્યકતા માટે તેમની તમામ ખર્ચની ક્ષમતાને નિર્દેશિત કરે છે.
બિન–ચક્રીય શેરો તે કંપનીઓ સાથે સંબંધિત છે જે આ આવશ્યક અનેજ રૂરિયાતો રજૂ કરે છે. બિન–ચક્રીય શેરો ઉદાહરણોમાં કંપનીઓના ઉત્પાદન અને ઝડપી ગતિશીલ ગ્રાહક માલસામાન, પેટ્રોલ અથવા વીજળીના વેચાણનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો અર્થવ્યવસ્થાના રાજ્યને ધ્યાનમાં લીધા વિના માંગમાં ચાલુ રહે છે, કારણ કે લોકોને આ ઉત્પાદનો અથવા સેવાની દૈનિક અથવા નિયમિત ધોરણે જરૂર છે.
આ આવશ્યક સામાન ઉપરાંત, નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સના ઉદાહરણોમાં તમાકુ અથવા આલ્કોહોલ જેવી વસ્તુઓ પણ શામેલ છે. અહીંપણ, મંદી હોય કે નહીં તેને ધ્યાનમાં લીધા વિના, આ પ્રોડક્ટ્સ સામાન્ય લોકોની માંગમાં ચાલુ રહે છે. પરિણામે, આવી કંપનીઓના સ્ટૉક્સ સામાન્ય રીતે ચક્રિય રીતેશેરો કરતાં ગનબળી સ્થિતિમાં અર્થવ્યવસ્થામાં વધુ સારી રીતે આગળ વધે છે
નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સના ફાયદા
તેથી, આપણે નૉન–સાઇક્લિકલ સ્ટૉકની વ્યાખ્યા જોઈ છે અને નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સ ઉદાહરણો જોયા છે. હવે, ચાલો નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સ દ્વારા ઑફર કરવામાં આવતા લાભો જોઈએ..
સ્થિર વળતરની સંભાવના
નોન–સાઇક્લિકલ સ્ટૉક્સ એવી કંપનીઓ સાથે સંકળાયેલા છે જેની પ્રૉડક્ટ્સ અથવા સેવા ચોક્કસ માંગ જળવાઈ રહે છે, અથવા હંમેશા માટે માંગ જળવાઈ રહે છે, માટે તે રોકાણકારને સ્થિર વળતર આપે છે. આ શેરની કિંમતમાં કોઈ વધઘટ થશે નહીં. તે વધઘટ કોઈ પણ શેર માટે અફરા-તફરીનો ભાગ છે. જોકે, વ્યાપક રીતે જોઈએ તો, બિન–ચક્રીય શેરો તેમના સમકક્ષો દ્વારા ઑફર કરવામાં આવતા કરતાં સ્થિર વળતર રજૂ કરે છે, એટલે કે રોકાણકારોને કંઈક હસ્તક સારું વળતર આપે છે.
ઓછી અસ્થિરતા અને સરળ અંદાજ
નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સનું પ્રદર્શન હંમેશા સારું હોવાથી, તે સ્વાભાવિક રીતે ઓછી અસ્થિરતાને દર્શાવે છે. આ પ્રકારના શેરો સાથે જોડાયેલ ઉત્પાદનો અથવા સેવાઓ સામાન્ય રીતે કોઈ પણ મુખ્ય સ્થિતિ દ્વારા અસરગ્રસ્ત નથી, જે નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સની કિંમતોને ઓછી અસ્થિર અને વધુ અનુમાનજનક બનાવે છે. બજારની વધઘટ અનુસરવા સાથે ચક્રીય સ્ટૉક્સ સાથે, સ્ટૉક કેવી રીતે ફેરફાર ધરાવે તેની આગાહી કરવા માટે બજારની ચાલને પણ સમજવી જરૂરી છે. આ નૉન–સાઇક્લિકલ સ્ટૉક્સ સાથે જોડાયેલ બાબત નથી, તે એકંદર બજારની વધઘટને નજીકથી અનુસરતા નથી.
તારણ
માટે, હવે તમે જાણો છો કે નૉન-સાઇક્લિકલ સ્ટૉક્સ શું છે, રોકાણકાર તરીકે તમે જે આગામી પ્રશ્ન અંગે વિચાર કરી રહ્યા છો તે આ હોઈ શકે છે – શું તમારે નૉન-સાઇક્લિકલ સ્ટૉક્સમાં રોકાણ કરવું જોઈએ? સારું, તે તમારા ફાઇનાન્શિયલ લક્ષ્યોઅને તમારી ઇન્વેસ્ટરની પ્રોફાઇલ પર આધાર ધરાવે છે. જો તમે એક શરૂઆતકર્તા છો જેમણે હજુ સુધી માર્કેટ ટ્રેન્ડ વાંચવાની સૂક્ષ્મતાઓને સમજી નથી, તો તમને લાગશે કે નૉન-સાઇક્લિકલ સ્ટૉક્સની આગાહી કરવી સરળ છે, કારણ કે તે કોઈ પણ મોટી વધઘટને આધિન નથી. આ ઉપરાંત, જો તમારી પાસે જોખમની ઓછી ક્ષમતા હોય, તો તમને આ સ્ટૉક્સમાંથી સ્થિર રિટર્ન મળશે જે તમારી ફાઇનાન્શિયલ અપેક્ષાઓને પૂર્ણ કરે છે.
તેમ છતાં, તમે આ સ્ટૉક્સમાં રોકાણ કરવાનું પસંદ કરો છો, પર્યાપ્ત સંશોધન કરવું અને તમે જે કંપનીમાં રોકાણ કરી રહ્યા છો તેને સમજવું હંમેશા એક સારો વિચાર છે.