લીડ(સીસ)ની કિંમત

1 min read
by Angel One

પરિચય

લેખમાં, આપણે લીડ(સીસાં)ના ઉપયોગો અંગે તપાસ કરશું અને લીડની  બજાર કિંમતોને લગતી માહિતીને વધુ ઉંડાણપૂર્વક જોશું.

આજે લીડની કિંમતો તપાસતા પહેલાં, ચાલો તેના ઉપયોગો પર એક નજર કરી લઈએ. લીડ એક વજનદાર ધાતુ છે, મોટાભાગના સામાન્ય  મટેરિયની તુલનામાં તે એક ઘટ્ટ ધાતુ છે. તે નરમ અને ટીપીને યોગ્ય આપી શકાય તેવા ગુણધર્મ ધરાવે  છે. ઉપરાંત, તે બહુવિધ  મિકેનિકલ ગુણધર્મો ધરાવે છે જેમ કે ઉચ્ચ ઘનતા, સંબંધિત જડત્વ, નીચુ ગલનબિંદુ અને વળી શકવાની ક્ષમતા.

ઉપયોગો

ઉપયોગી ગુણધર્મોને લીધે, લીડ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. લીડનો ઉપયોગ તકનીકી ઉપકરણોમાં કરવામાં આવે છે અને બુલેટ બનાવવામાં કરવામાં આવે છે. બાંધકામ ઉદ્યોગમાં, લીડનો રૂફિંગ મટેરિલયલ તરીકે વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. લીડ ધાતુ માટે અન્ય સામાન્ય ઉપયોગ લીડએસિડ બૅટરીમાં કરવામાં આવે છે, તે લીડ સલ્ફેટ અને લીડ ડાયોક્સાઇડના સ્વરૂપમાં ઉપયોગમાં લેવાય છે.

કિંમતોનું વિહંગાવલોકન

આપણે લીડ (સીસા) ધાતુના બહુવિધ ઉપયોગોને જોયા બાદ હવે આપણે લીડની બજાર કિંમત પર એક નજર કરશું.  ભૌતિક બજાર માંગમાં ભારે ઘટાડો થવાને લીધે લીડનો વાયદો (ફ્યુચર્સ) 15 પૈસા ગગડી પ્રતિ કિલો રૂપિયા 156 પહોંચ્યો છે.  એવી જ રીતે નવેમ્બર મહિના માટે લીડ કોન્ટ્રેક્ટની ડિલિવરી કિંમત પાંચ પૈસા એટલે કે 0.03 ટકા ઘટી પ્રતિ કિલો રૂપિયા 157 પહોંચી છે.  

નિષ્કર્ષ

સંશોધન પ્રમાણે, સ્પોટ માર્કેટ અથવા રોકડ બજારમાં બેટરી નિર્માતાઓ પાસેથી લીડની માંગમાં એક ઘટાડો થયો છે, જેમાં ફાયનાન્સિયલ કોમોડિટીઝ તાત્કાલિક વિતરણ માટે વેપાર કરવામાં આવે છે. તે ભારતમાં ભવિષ્યના વેપાર બજારમાં લીડની કિંમતોમાં ઘટાડા માટે  યોગદાન આપી શકે છે.