ઘણા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી, તમારા પોર્ટફોલિયો માટે યોગ્ય સ્ટૉક પસંદ કરવો એક પડકાર બની શકે છે. સ્ટૉક ખરીદતી વખતે મૂળભૂત નિયમ તમારા નાણાકીયલક્ષ્યાંકોને ધ્યાનમાં રાખવાનો છે. કેટલાક વિકાસની શોધ કરી શકે છે, જ્યારે કેટલાક ડિવિડન્ડ આવક શોધી શકે છે. આગામી તર્કસંગત પગલું એક સ્ટૉક રિસર્ચ કરવાનું છે. કંપનીના ઈન્કમ સ્ટેટમેન્ટ, રોકડ પ્રવાહ સ્ટેટમેન્ટ, બૅલેન્સ શીટ, મેનેજમેન્ટની ભવિષ્યની યોજનાઓ, ઋણ આંકડા વગેરેને જુઓ. એકવાર તમે માહિતી એકત્રિત કર્યા પછી ડેટાનું વિશ્લેષણ કરો. જો EPS ( શેર દીઠ કમાણી) સારી છે, તો તેનો અર્થ એ છે કે કંપની શેરદીઠ નફો મેળવી રહી છે. બજારમાં એવા શેરોની પ્રશંસા થાય છે જેમના ઈપીએસનો વિકાસનું વલણ દર્શાવે છે. તમે ઉદ્યોગ અથવા સેક્ટર જેવા કોઈપણ માપદંડના આધારે સ્ટૉક્સની સૂચિને મર્યાદિત કરવા માટે સ્ક્રીનરનો ઉપયોગ પણ કરી શકો છો. સ્મોલ–કેપ કંપનીઓને ટાળો અને મિડ–કેપ અને લાર્જ કેપ કંપનીને પસંદ કરો. તમે ઑનલાઇન ઉપલબ્ધ ઇન્સ્ટ્રુમેન્ટ અને ચાર્ટ્સનો ઉપયોગ કરી તકનીકી વિશ્લેષણ પણ કરી શકો છો. જો તમારે વધુ માર્ગદર્શનની જરૂર હોય, તો એન્જલ બ્રોકિંગ જેવા સ્ટૉકબ્રોકરનો સંપર્ક કરો જે તમને શ્રેષ્ઠ સ્ટૉક્સ પસંદ કરવા માટે માર્ગદર્શન આપશે.
સેબી શું કરે છે?
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટ માટેની નિયમનકારી સંસ્થા છે. સરળતાપૂર્વક કામકાજ કરવા માટે નિયમો દ્વારા ઈન્વેસ્ટમેન્ટ માર્કેટનું નિયમન કરવું જરૂરી છે. સેબી સ્ટૉક માર્કેટના સરળ કાર્યને સુનિશ્ચિત કરે છે અને રોકાણકારો, ઈશ્યુઅર્સ અને સ્ટૉકબ્રોકર્સ જેવા હિતધારકોને સુરક્ષાઆપે છે. સેબી કારોબારી અને વૈધાનિક નિયમનોના સ્વ–નિયમન દ્વારા છેતરપિંડી અને ભાવો સાથે ચેડા કરે તેવી પ્રવૃત્તિને અટકાવવામાં મદદ કરે છે.. તે તે આચારસંહિતા ઘડે છે, જેને બેંકર્સ, બ્રોકર્સ, અંડરરાઇટર્સ વગેરે દ્વારા અનુસરવાની રહેશે. તે શેર બદલીના કાયદાને પણ મંજૂરી આપે છે અને જો જરૂરી હોય તો તેમાં સુધારો પણ કરે છે. સેબી નાણાંકીય મધ્યસ્થીઓ અને સ્ટૉક એક્સચેન્જના ખાતાંના હિસાબી ચોપડાની તપાસ કરે છે. તે ટ્રેડિંગમાં પ્રાઇસ રિગિંગ અને પ્રતિબંધ ચેક કરે છે. તે રોકાણકારોને નફાકારક સિક્યોરિટીઝનું મૂલ્યાંકન કરવા અને ખરીદવા માટે પણ પ્રશિક્ષિત કરે છે.
મને સ્ટૉક સંબંધિત માહિતી ક્યાં મળશે?
તમને બ્રોકરની ટ્રેડિંગ સાઇટ પરથી મોટાભાગની આવશ્યક માહિતી મળશે. બ્રોકર્સની સાઇટ પર ટ્રેડિંગ ઇન્ટરફેસ ચાર્ટ્સ દ્વારા રિયલ–ટાઇમ સ્ટૉક ક્વોટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમાં નવીનતમ સ્ટૉક માર્કેટ ટ્રેન્ડસ ઉપરાંત વેલ્થ સંબંધિત માહિતીનો પણ સમાવેશ થાય છે જેથી તમે ટ્રેડિંગ દરમિયાન વધુ માહિતીસભર નિર્ણય લઈ શકો. ઑનલાઇન ઇન્ટરફેસ ટોચના પરફોર્મિંગ સ્ટૉક્સ, કુલ નફા અને નુકસાન, ડિવિડન્ડ્સ, શેરહોલ્ડરના લાભો વગેરેની માહિતી પણ આપવામાં આવે છે. વધુમાં, તમને બ્રોકરની ટ્રેડિંગ સાઇટ પર તમારી ખરીદી/વેચાણ ટ્રાન્ઝૅક્શનના સ્ટૉકને લગતી માહિતી પણ મળશે. તે સંશોધન સાધનો અને તકનીકી વિશ્લેષણ ઉપલબ્ધ કરાવે છે,, આ માહિતીના આધારે તમને સંપત્તિનું સર્જન કરવાતમને નાણાંકીય ભવિષ્ય ઘડવામાંમદદ કરે છે.
હું સ્ટૉક ક્યાંથી ખરીદી શકું છું?
તમે બ્રોકરના ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા અથવા સીધા કંપની પાસેથી ડાયરેક્ટ સ્ટૉક પર્ચેઝ પ્લાન્સ (ડીએસપીપી) દ્વારા સ્ટૉક્સ ખરીદી શકો છો, જોકે કેટલીક કંપનીઓ ડીએસપીપીનો વિકલ્પ ધરાવે છે. કોઈ રોકાણકાર બ્રોકરેજ એકાઉન્ટમાં સ્ટૉક અથવા રોકડ જમા કરીને એકાઉન્ટ ખોલી શકે છે. તમે ફુલ–સર્વિસ બ્રોકર અને ડિસ્કાઉન્ટ બ્રોકર પૈકી પસંદ કરી શકો છો. સંપૂર્ણ–સર્વિસ બ્રોકર નિષ્ણાતની સલાહ આપે છે અને તમારા એકાઉન્ટનું સંચાલન કરે છે, પરંતુ તેમની સેવાઓ ઉચ્ચ કિંમત પર આવે છે. બીજી તરફ, ડિસ્કાઉન્ટ બ્રોકર્સ સસ્તા છે, પરંતુ ઓછામાં ઓછું વ્યક્તિગત ધ્યાન આપે છે. જો તમે ઇન્ટરનેટ દ્વારા પોતાની રીતે ટ્રેડ કરવા માંગો છો, તો ખાતરી કરો કે તમે ટર્મિનોલોજી અને સ્ટૉક માર્કેટના કાર્ય સાથે સારી રીતે અનુભવ કે માહિતી ધરાવો છો. તમારા નાણાંકીય લક્ષ્યોના આધારે સ્ટૉક્સની યોગ્ય પસંદગી કરો અને તે લક્ષ્યોને પહોંચી વળવા માટે શ્રેષ્ઠ ટ્રેડિંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરો.


