Skip to main content

શું છે ગોલ્ડ ફંડ્સ અને કોણે તેમાં રોકાણ કરવું જોઈએ?

6 min readUpdated on 6th Aug, 2026by Angel One
ગોલ્ડ ફંડ્સમાં રોકાણ કરવાથી ગોલ્ડની કિંમતોનો લાભ લેવાનું સરળ બને છે, કારણ કે તમારે તેને ફિઝીકલી સ્ટોર કરવાની જરૂર નથી. ગોલ્ડ ફંડ્સ ડાયવર્સિફિકેશન અને લિક્વિડિટી પણ આપે કરે છે, પરંતુ નફો પ્રાઇસિસ અને ફી પર આધારિત છે.
Share

સોનાનો ઉપયોગ પ્રાચીન સમયથી મૂલ્યના સંગ્રહ તરીકે કરવામાં આવે છે, પરંતુ તેનું ફિઝીકલ ગોલ્ડ કેટલીક મર્યાદાઓ ધરાવે છે. અહીં ગોલ્ડ ફંડ્સ કામ આવે છે. રોકાણકારો આવા ફંડ્સમાં રોકાણ કરીને સંગ્રહ અને પ્યોરિટી લેવલ્સની મુશ્કેલીઓનો સામનો કર્યા વિના ગોલ્ડમાં એક્સપોઝર મેળવી શકે છે. આ ફંડ્સ કાં તો સોનાની કિંમતને ટ્રૅક કરે છે અથવા તેના ડેરિવેટિવ્સને, જેનાથી રોકાણકારો માટે સોનાના રોકાણનો લાભ લેવાનું સરળ બને છે.

કી ટેકવેઝ

  • ગોલ્ડફંડ્સ ફિઝીકલ ઓનરશિપ વગર સોનામાં રોકાણની તક આપે છે, જે આધુનિક રોકાણકારો માટે લિક્વિડિટી, ડાયવર્સિફિકેશન અને સુવિધા પૂરી પાડે છે.
  • રીટર્નસોનાના ભાવમાં ફેરફાર, વૈશ્વિક પરિબળો અને ફંડના ખર્ચ પર આધારિત છે, તેથી તેનું પ્રદર્શન બાહ્ય આર્થિક પરિસ્થિતિઓ પ્રત્યે સંવેદનશીલ છે.
  • ઇટીએફ અને ફિઝીકલ ગોલ્ડની સરખામણીમાં, ગોલ્ડ ફંડ્સ સ્ટોર કરવાની સમસ્યાઓને દૂર કરે છે પરંતુ તેમાં વધુ ખર્ચ સામેલ થઈ શકે છે.
  • તેડાયવર્સિફિકેશન, ફુગાવા સામે રક્ષણ અને ટેક્ટિકલ એલોકેશન માટે યોગ્ય છે, પરંતુ સ્લેબ રેટ મુજબ ટેક્સેશન રીટ્રનને ઘટાડે શકે છે.

ગોલ્ડ ફંડ શું છે?

ગોલ્ડ ફંડ્સ એ મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે ગોલ્ડ સાથે સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણના ઓપ્સન્સ ધરાવે છે. આ ઇન્વેસ્ટમેન્ટ્સ ગોલ્ડની માલિકી, સોના સંબંધિત ઇટીએફ ખરીદવા અથવા ગોન્ડ માઇનિંગ કે પ્રોસેસ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવેલા શેર ખરીદવા જેવી વિવિધ રીતો દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ થઈ શકે છે. રોકાણકારોએ રોકાણ કરવા માટે સોનું ખરીદવાની જરૂર નથી, તેના બદલે, તેઓ ફંડના યુનિટ ખરીદે છે. સોનાના ભાવમાં ફેરફારના આધારે યુનિટ્સનું મૂલ્ય વધશે કે ઘટશે.

ગોલ્ડ ફંડ્સ કેવી રીતે કામ કરે છે?

તેની ઇન્હેરન્ટ વેલ્યૂ અને સ્ટેબિલિટીના કારણે, ખાસ કરીને આર્થિક અનિશ્ચિતતાના સમયમાં, સોનું સદીઓથી લોકપ્રિય રોકાણ રહ્યું છે. ગોલ્ડ ફંડ્સ સ્ટોક્સ અને બોન્ડ્સ જેવા પરંપરાગત રોકાણોનો એક ઓપ્શન પૂરો પાડે છે અને તેનો ઉપયોગ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે કરી શકાય છે. નીચેની પ્રોસેસ દ્વારા સમજો કે ગોલ્ડ ફંડ્સ કેવી રીતે કામ કરે છે:

  1. ફંડ મેનેજર વિવિધ સોર્સમાં નાણાં એકત્ર કરે છે અને તેને એક ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં જોડે છે.
  2. ફંડ મેનેજર એકત્રિત નાણાંનો ઉપયોગ ફિઝીકલ ગોલ્ડ ખરીદવા અથવા સોના સાથે જોડાયેલા નાણાકીય સાધનો, જેમ કે ગોલ્ડ ફ્યુચર્સ અથવા ગોલ્ડ માઇનિંગ સ્ટોક્સમાં રોકાણ કરવા માટે કરે છે.
  3. સોનાના ભાવના આધારે, ગોલ્ડ ફંડની વેલ્યૂ બદલાય છે. સોનાની કિંમતમાં વધારા સાથે ફંડની વેલ્યૂ વધે છે અને સોનાની કિંમતમાં ઘટાડા સાથે તે ઘટે છે.
  4. રોકાણકારો સ્ટોકની જેમ એક્સચેન્જ પર ગોલ્ડ ફંડના શેર ખરીદી અને વેચી શકે છે. અંડરલાઇંગ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટની વર્તમાન વેલ્યૂ શેરના ભાવ નક્કી કરે છે.
  5. ફંડને મેનેજ કરવા અને સોનાનું રોકાણ ખરીદવા અને વેચવા માટે, રોકાણકારો ઘણીવાર ફંડ મેનેજરને ફી ચૂકવે છે.

ભારતમાં ગોલ્ડ ફંડ્સ પર ટેક્સ

સોનામાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડ્સને ટેક્સની બાબતમાં "સ્પેસિફાઇડ મ્યુચ્યુઅલ ફંડ્સ" ગણવામાં આવે છે અને તે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સથી મુક્ત છે.

બજેટ 2024ના સુધારા (નાણાકિય વર્ષ 2025–26થી અસરકારક) પછી, ગોલ્ડ ફંડ્સ હવે કલમ 50AA હેઠળ 'સ્પેસિફાઇડ મ્યુચ્યુઅલ ફંડ્સ' તરીકે ક્લાસિફાઇડ નથી. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાંથી થતા નફા પર હવે એલટીસીજી તરીકે 12.5% (ઇન્ડેક્સેશન વિના) ટેક્સ લાગે છે જો તે 24 મહિનાથી વધુ સમય માટે રાખવામાં આવ્યા હોય, અથવા જો 24 મહિનાથી ઓછા સમય માટે રાખવામાં આવ્યા હોય તો રોકાણકારના લાગુ સ્લેબ રેટ મુજબ એસટીસીજી તરીકે ટેક્સ લાગે છે.

નવા રોકાણો માટે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સેશનના અગાઉના લાભો નાબૂદ કરવામાં આવ્યા છે. ઇન્ડેક્સેશન, જે તમને ફુગાવા માટે તમારી ખરીદ કિંમતને એડજસ્ટ કરવાની મંજૂરી આપતું હતું, તે હવે ઉપલબ્ધ નથી. જો કે, જો તમે 1 એપ્રિલ, 2023 પહેલા ખરીદેલા યુનિટ્સ ધરાવો છો, તો તે હજુ પણ 12.5% એલટીસીજી ટેક્સ (ઇન્ડેક્સેશન વિના) માટે પાત્ર થઈ શકે છે, જો તે 24 મહિનાથી વધુ સમય માટે રાખવામાં આવ્યા હોય.

વિશેષતા  ગોલ્ડ ફંડ્સ  ગોલ્ડ ઇટીએફ 
એસેટ એક્સપોઝર  સોનું, ઇટીએફ, સંબંધિત સિક્યોરિટીઝ  મુખ્યત્વે ફિઝીકલ સોનું 
એક્સપેન્સ રેશિયો  મેનેજમેન્ટને કારણે વધુ  પેસિવ સ્ટ્રક્ચરને કારણે ઓછો 
ઇન્વેસ્ટમેન્ટ મથોડ  મ્યુચ્યુઅલ ફંડ રૂટ દ્વારા ખરીદાય છે  સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થાય છે 
લિક્વિડિટી  દિવસના અંતે એનએવી ટ્રાન્ઝેક્શન  શેરનું રિયલ-ટાઇમ ટ્રેડિંગ 
મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ  નાની રકમથી શરૂ કરી શકાય  માર્કેટ લોટ સાઈઝ પર આધારિત 
ડીમેટ જરૂરિયાત  જરૂરી નથી  જરૂરી છે 

ગોલ્ડ ફંડ્સ અને ઇટીએફ બંનેનો ઉદ્દેશ્ય સોનાના ભાવને ટ્રૅક કરવાનો છે, પરંતુ તેમનું સ્ટ્રક્ચર અને એક્સેસ અલગ છે. ભારતમાં સોનામાં રોકાણ કરવા માટે ગોલ્ડ ઇટીએફ વધુ કોસ્ટ-ઇફેક્ટિવ અને લિક્વિડ રસ્તો છે, જ્યારે ગોલ્ડ ફંડ્સ એક્ટિવ મેનેજમેન્ટ અને ડાયવર્સિફિકેશનનો લાભ આપે છે. રોકાણકારો એવો રોકાણ ઓપ્શન પસંદ કરી શકે છે જે તેમના રોકાણના ઉદ્દેશ્યો અને રિસ્ક પ્રોફાઇલ સાથે મેચ થતો હોય.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ vs ફિઝીકલ ગોલ્ડ

વિશેષતા  ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ  ફિઝીકલ ગોલ્ડ 
સ્ટોરેજ  સ્ટોર કરવાની જરૂર નથી  સુરક્ષિત સ્ટોરેજની જરૂર છે 
શુદ્ધતાની ચિંતા  કોઈ સમસ્યા નથી  શુદ્ધતા તપાસવી આવશ્યક છે 
લિક્વિડિટી  રીડીમ કરવું સરળ છે  ખરીદનારની ઉપલબ્ધતા પર આધારિત છે 
ખર્ચ  એક્સપેન્સ રેશિયો લાગુ પડે છે  મેકિંગ ચાર્જિસ, સ્ટોરેજ ખર્ચ 
ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ  નાની રકમ શક્ય છે  સામાન્ય રીતે, ઊંચો પ્રારંભિક ખર્ચ 
સુરક્ષા  ચોરીનું કોઈ જોખમ નથી  નુકસાન કે ચોરીનું જોખમ 

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ ફિઝીકલ ગોલ્ડ સાથે જોડાયેલી ઘણી વ્યવહારુ સમસ્યાઓ દૂર કરે છે. તે એવા રોકાણકારોને અનુકૂળ આવે છે જે સુવિધા અને ટ્રૅક કરવામાં સરળતા પસંદ કરે છે.

વધુ વાંચો: Gold ETF vs SGB vs Physical Gold

ગોલ્ડ ફંડ્સમાં કોણે રોકાણ કરવું જોઈએ?

ભારતમાં વિવિધ પ્રકારના રોકાણકારો માટે ગોલ્ડ ફંડ્સમાં રોકાણ કરવું યોગ્ય હોઈ શકે છે. અહીં એવા રોકાણકારોની કેટેગરીઝ છે જે તેને ધ્યાનમાં લઈ શકે છે:

  1. ડાયવર્સિફિકેશન શોધનારા: રોકાણકારો જે તેમના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને પરંપરાગત ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી આગળ વધારવા માંગે છે. સોનું ઘણીવાર શેરબજાર સાથે ઓછો અથવા નકારાત્મક સંબંધ ધરાવે છે, જેનો અર્થ છે કે તે માર્કેટ ક્રેશ દરમિયાન એકંદર પોર્ટફોલિયોની અસ્થિરતા ઘટાડવા માટે ગાદી તરીકે કામ કરી શકે છે.
  2. ઇન્ફ્લેશન હેજર્સ: રોકાણકારો જે તેમની બચત પર વધતી કિંમતોની અસર વિશે ચિંતિત છે. ઐતિહાસિક રીતે સોનાએ લાંબા ગાળે તેની ખરીદશક્તિ જાળવી રાખી છે, જે તેને રોકડની તુલનામાં ફુગાવા સામે વિશ્વસનીય રક્ષણ બનાવે છે.
  3. સુવિધા અને શુદ્ધતા શોધનારા: ફિઝીકલ ગોલ્ડથી વિપરીત, ગોલ્ડ ફંડ્સ વ્યક્તિની જરૂરિયાત અથવા ચોરીની ચિંતા વગર 24-કેરેટ શુદ્ધતા આપે છે. એસાઇપી દ્વારા નિયમિતપણે નાની રકમનું રોકાણ કરવા માંગતા લોકો માટે યોગ્ય છે.
  4. ટેક્ટિકલ ઇન્વેસ્ટર્સ: રોકાણકારો જે ગ્લોબલ ઇકોનોમિક્સ કન્ડિશન્સ અથવા ભૌગોલિક રાજકીય તણાવનો લાભ લેવા માંગે છે જે સામાન્ય રીતે સોનાના ભાવમાં વધારો કરે છે. કારણ કે ગોલ્ડ ફંડ્સ ખૂબ જ લિક્વિડ હોય છે અને ડીમેટ એકાઉન્ટ વિના સરળ પ્રવેશ અને બહાર નીકળવાની મંજૂરી આપે છે, તેથી તે ભૌતિક દાગીના કરતા વધુ કાર્યક્ષમ છે.
  5. લાંબા ગાળાના રોકાણકારો (સાવચેતી સાથે): સોનું એક લાંબા ગાળાની બેસ્ટ એસેટ હોવા છતાં, રોકાણકારોએ નોંધવું જોઈએ કે હવે નફા પર વ્યક્તિગત ઇનકમ ટેક્સ સ્લેબ રેટ્સ મુજબ ટેક્સ લાગે છે. 8 વર્ષ કે તેથી વધુનો સમયગાળો ધરાવનારાઓ માટે, સોવરેઇન ગોલ્ડ બોન્ડ્સ વધુ ટેક્સ-એફિશિએન્ટ હોઈ શકે છે, જોકે જેમને કોઈપણ સમયે તેમના પૈસા પાછા ખેંચવાની ફ્લેક્સિબિલિટીની જરૂર હોય તેમના માટે ગોલ્ડ ફંડ્સ શ્રેષ્ઠ છે.

ગોલ્ડ ફંડ્સમાં રોકાણ કરવાના ફાયદા

જો તમે ગોલ્ડ ફંડ્સને ઓપ્શન તરીકે ધ્યાનમાં લેવા માંગતા હોવ, તો તેમાં રોકાણ કરવાના કેટલાક ફાયદા અહીં છે:

  1. પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન: ગોલ્ડ ફંડ્સની મદદથી રોકાણકારનો પોર્ટફોલિયો ડાયવર્સિફાઇડ બની શકે છે. કારણ કે ગોલ્ડનો ઇક્વિટી અને બોન્ડ્સ જેવી અન્ય એસટ્સ સાથે ઓછો સંબંધ હોય છે, તે બજારમાં મંદી દરમિયાન જ્યારે અન્ય એસેટ્સ વેલ્યૂ ગુમાવી રહી હોય ત્યારે સ્થિરતા લાવનાર રીતે કાર્ય કરે છે.
  2. પ્રોફેશનલ મેનેજમેન્ટ: ભારતમાં ગોલ્ડ ફંડ્સનું મેનેજમેન્ટ નિષ્ણાત ફંડ મેનેજરો દ્વારા કરવામાં આવે છે જે ગ્લોબલ ગોલ્ડ રેટ્સ, ચલણના વધઘટ અને મેક્રોઇકોનોમિક ડેટા પર દેખરેખ રાખે છે જેથી જાણકાર નિર્ણયો લઈ શકાય. તેઓ ફંડના ઉદ્દેશ્યો અને રિસ્ક ટોલેરન્સને મેનેજ કરે છે, જે વ્યક્તિગત રોકાણકાર પાસેથી ડેઇલિ માર્કેટ ટ્રૅકિંગનો બોજ દૂર કરે છે.
  3. સેફ હેવન એસેટ: ગોલ્ડને સેફ હેવન એસેટ ગણવામાં આવતું હોવાને કારણે, તે ભૌગોલિક રાજકીય તણાવ, ઊંચા ફુગાવા અથવા વૈશ્વિક આર્થિક અસ્થિરતાના સમયગાળા દરમિયાન રક્ષણ આપે છે, જે માર્કેટ અસ્થિર હોય ત્યારે કેપિટલ સાચવવામાં મદદ કરે છે.
  4. હાઇ લિક્વિડિટી: ગોલ્ડ ફંડ્સ ખૂબ જ લિક્વિડ હોય છે કારણ કે યુનિટ્સને પ્રવર્તમાન નેટ એસેટ વેલ્યુ પર ઓનલાઇન રીડીમ કરી શકાય છે. આથી રોકાણકારો માટે તેમના નાણાં મેળવનું સરળ બને છે, ફિઝીકલ જ્વેલરી વેચવા કરતાં જેમાં વારંવાર શુદ્ધતા તપાસની જરૂર પડે છે અને તેમાં રીસેલ ડિડક્શન પણ શામેલ હોઈ શકે છે.
  5. રોકાણમાં સરળતા: ગોલ્ડ ફંડ્સ રોકાણકારોની વિશાળ રેન્જ માટે સુલભ છે. ફિઝીકલ ગોલ્ડથી વિપરીત, જેમાં મોટા ઇનિશિયલ પેમેન્ટની જરૂર હોય છે, રોકાણકારો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ દ્વારા દર મહિને ₹100 કે ₹500 જેટલી ઓછી રકમથી શરૂઆત કરી શકે છે.
  6. સુરક્ષા અને શુદ્ધતા: ગોલ્ડ ફંડ્સમાં રોકાણ કરવાથી ચોરીના જોખમો અને મોંઘા બેંક લોકરની જરૂરિયાત દૂર થાય છે. આ ઉપરાંત, દરેક યુનિટ પરોક્ષ રીતે 99.5% શુદ્ધ 24-કેરેટ સોના દ્વારા સમર્થિત છે, જે મેટલની ક્વોલિટી અથવા ઓથેન્સિટી અંગે કોઈ ચિંતા રહેતી નથી તેની ખાતરી કરે છે.
  7. કોઈ મેકિંગ ચાર્જિસ કે જીએસટી નથી: ગોલ્ડ જ્વેલરીથી વિપરીત, જેમાં મેકિંગ ચાર્જિસ (3%–25%) અને ખરીદી પર 3% જીએસટી લાગે છે, ગોલ્ડ ફંડ્સમાં કોઈ મેકિંગ ચાર્જિસ નથી અને તે જીએસટી ફ્રી છે, જે ખાતરી કરે છે કે તમારા નાણાં સીધા રોકાણમાં જાય છે.

ગોલ્ડ ફંડ સાથે સંકળાયેલા જોખમો

રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ કે તમામ રોકાણોની જેમ ગોલ્ડ ફંડ્સમાં પણ જોખમો સામેલ છે. ગોલ્ડ ફંડ્સ સાથે સંકળાયેલા કેટલાક સંભવિત જોખમો નીચે મુજબ છે:

  1. માર્કેટ રિસ્ક: વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ, જીયોપોલિટીકલ ડેવલપમેન્ટ્સ અને પુરવઠા તથા માંગમાં ફેરફાર સહિતના ઘણા પરિબળો ગોલ્ડના ભાવમાં વધઘટનું કારણ બની શકે છે. વધુમાં, સોનાના ભાવ યુએસ ડોલરમાં હોવાથી, યુએસડી-આઇએનઆર એક્સચેન્જ રેટમાં વધઘટ ભારતીય રોકાણકારો માટે રીટર્નને અસર કરી શકે છે.
  2. ફુગાવાનું જોખમ: લાંબા ગાળે સોનું ફુગાવા સામે રક્ષણ આપતું હોવા છતાં, તે મધ્યમ ફુગાવા અથવા ઊંચા વ્યાજ દરોના સમયગાળા દરમિયાન ઇક્વિટી જેવી અન્ય એસેટ ક્લાસ કરતા ઓછું પ્રદર્શન કરી શકે છે, જેના કારણે રોકાણકારો માટે વાસ્તવિક વળતર ઓછું મળે છે.
  3. ટ્રૅકિંગ એરર રિસ્ક: આ એવું જોખમ છે કે ફંડનું પ્રદર્શન સોનાના સ્થાનિક ભાવને બરાબર પ્રતિબિંબિત કરી શકતું નથી. આ ફંડના આંતરિક ખર્ચ, રીડેમ્પશન માટે રાખવામાં આવેલ કેશ બેલેન્સ અને અંડરલાઇંગ એસેટ્સ ખરીદવા કે વેચવામાં સમયના અંતરાયને કારણે થાય છે.
  4. મેનેજમેન્ટ અને કોસ્ટ રિસ્ક: લિક્વિડિટી અને એસેટ એલોકેશન અંગે ફંડ મેનેજરો દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પ્રદર્શનને અસર કરે છે. એન્યુઅલ એક્સપેન્સ રેશિયો અને સંભવિત એક્ઝિટ લોડ્સ સમય જતાં ફંડના એકંદર ચોખ્ખા વળતરને ઘટાડી શકે છે.
  5. ટેક્સેશન રિસ્ક: ભારતીય ટેક્સ કાયદામાં છેલ્લા ફેરફારોએ ગોલ્ડ ફંડ્સ માટે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ અને ઇન્ડેક્સેશન લાભો દૂર કર્યા છે. તમામ નફા પર હવે તમારા ઇન્ડિવિડ્યુઅલ ઇનકમ ટેક્સ સ્લેબ રેટ મુજબ ટેક્સ લાગે છે, જે ઊંચા ટેક્સ બ્રેકેટમાં રોકાણકારો માટે ટેક-હોમ પ્રોફિટને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.
  6. કાઉન્ટરપાર્ટી રિસ્ક: મોટાભાગના ભારતીય ગોલ્ડ ફંડ્સ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે, જે ફિઝીકલ ગોલ્ડ દ્વારા સમર્થિત છે. જોકે સેબીના નિયમો મુજબ આ ફંડ્સ સુરક્ષિત વૉલ્ટમાં રાખવામાં આવેલા 99.5% શુદ્ધ ફિઝીકલ ગોલ્ડ દ્વારા સમર્થિત હોવા જોઈએ, તેમ છતાં કસ્ટોડિયન અથવા ગોલ્ડની સુરક્ષા માટે જવાબદાર ત્રીજા પક્ષ દ્વારા ડિફોલ્ટ થવું એ સૈદ્ધાંતિક કાઉન્ટરપાર્ટી જોખમ દર્શાવે છે.

નિષ્કર્ષ

ગોલ્ડ ફંડ્સ વ્યક્તિના પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન માટે એક સારું ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, ખાસ કરીને તેમના માટે જે ફિઝીકલી મેનેજ વગર સોનામાં એક્સપોઝર મેળવવા માંગે છે. જ્યારે ગોલ્ડ ફંડ્સ સુવિધા અને રોકાણ કરવા માટે નાણાંની રકમની બાબતમાં ફ્લેક્સિબલ ઓપ્શન્સ પૂરા પાડે છે, ત્યારે રોકાણ પરનું વળતર બજારમાં ગોલ્ડના ભાવના ટ્રેન્ડ્સ પર આધારિત રહેશે. એક વધુ વ્યવહારુ અભિગમ એ સોનાને અન્ય ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ માટે પૂરક રોકાણ તરીકે ધ્યાનમાં લેવાનો હશે.

FAQs

ગોલ્ડ ફંડ્સ શું છે?

મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ જે સોના સંબંધિત એસેટ્સમાં રોકાણ કરે છે તેને ગોલ્ડ ફંડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં, આ મુખ્યત્વે "ફંડ ઓફ ફંડ્સ" છે જે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરે છે, જે 99.5% શુદ્ધ ફિઝીકલ ગોલ્ડ દ્વારા સમર્થિત છે. કેટલાક વૈશ્વિક ફંડ્સથી વિપરીત, ભારતીય ગોલ્ડ ફંડ્સ સટ્ટાકીય માઇનિંગ સ્ટોક્સ કે ડેરિવેટિવ્સમાં રોકાણ કરવાને બદલે ફિઝીકલ ગોલ્ડના સ્થાનિક ભાવને ટ્રૅક કરવા પર ફોકસ કરે છે.

ગોલ્ડ ફંડ્સમાં રોકાણ કરવાના ફાયદા શું છે?

ફુગાવા સામે હેજ, સેફ-હેવન એસેટ સુધી પહોંચ અને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન એ ગોલ્ડ ફંડ્સના ફાયદા છે. ઉપરાંત, તેઓ રોકાણકારોને ડીમેટ એકાઉન્ટ્સ કે ફિઝીકલ સ્ટોરેજની જરૂરિયાત વગર સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ દ્વારા નાની રકમથી શરૂઆત કરવાની મંજૂરી આપે છે, અને તે હાઇ લિક્વિડિટી પ્રદાન કરે છે.

ગોલ્ડ ફંડ્સમાં રોકાણ કરવાના જોખમો શું છે?

ગોલ્ડ ફંડ્સનું મૂલ્ય બદલાઈ શકે છે અને તે ગ્લોબલ જિયોપોલિટીકલ ઘટનાઓ અને યુએસડી-આઇએનઆર કરન્સની વધઘટ દ્વારા ચાલતી અસ્થિરતાને પાત્ર છે. રોકાણકારોએ શોર્ટ ટર્મ માર્કેટ વોલેટિલિટી સહન કરવા તૈયાર રહેવું જોઈએ. વધુમાં, છેલ્લા ટેક્સ સુધારાને પગલે, ગોલ્ડ ફંડ્સ હવે ઇન્ડેક્સેશન લાભો આપતા નથી અને તમામ નફા પર રોકાણકારના વ્યક્તિગત આવકવેરા સ્લેબ દર મુજબ ટેક્સ લાગે છે.

ગોલ્ડ ફંડ્સ કેવી રીતે કામ કરે છે?

ગોલ્ડ ફંડ્સ વિવિધ રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરીને ગોલ્ડ ઈટીએફના યુનિટ ખરીદવાનું કામ કરે છે. ફંડનું મૂલ્ય પછી 24-કેરેટ સોનાના ડેઇલી ડોમેસ્ટિક પ્રાઇસ પર આધારિત હોય છે.

શું ગોલ્ડ ફંડ્સ એક સારું રોકાણ છે?

જવાબ વ્યક્તિના રોકાણના લક્ષ્યો અને રિસ્ક ટોલરેન્સ પર આધાર રાખે છે. સોનું ફુગાવા અને આર્થિક અનિશ્ચિતતા સામે રક્ષણ આપતું હોવા છતાં, હવે તેના પર સ્લેબ રેટ મુજબ ટેક્સ લાગે છે, જે નેટ રિટર્નને અસર કરી શકે છે. લોંગ ટર્મ હોરિઝોન (8+ વર્ષ) ધરાવનારાઓ માટે, સોવરેઇન ગોલ્ડ બોન્ડ્સ તેમના ટેક્સ-ફ્રી મેચ્યોરિટી અને એન્યુઅલ ઇન્ટરેસ્ટને કારણે વધુ સારું ઓપ્શન હોઈ શકે છે, જોકે લિક્વિડિટી માટે ગોલ્ડ ફંડ્સ શ્રેષ્ઠ રહે છે.

સોનામાં યોગ્ય એલોકેશન કેટલું છે?

આ પ્રશ્નનો કોઈ સ્પષ્ટ જવાબ નથી, પરંતુ મોટાભાગના રોકાણકારો સોનાને તેમના પોર્ટફોલિયોમાં પ્રમાણમાં ઓછી માત્રામાં રાખવાનું પસંદ કરે છે, કારણ કે તે તેમને મુશ્કેલ સમયમાં ઊભા થઈ શકે એવા જોખમોને સંતુલિત કરવામાં મદદ કરશે. વધુમાં, સોનાનો મોટો હિસ્સો જાળવવા કરતાં સોનાનો નાનો હિસ્સો હોવો વધુ સારું છે.

શું ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ સુરક્ષિત છે?

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ ચોરી અને સ્ટોરેજ જેવા જોખમોથી મુક્ત છે. તેમ છતાં, તે માર્કેટ સંબંધિત નાણાકીય સાધનો છે. ગોલ્ડ ફંડ્સની વેલ્યૂ ગોલ્ડની વેલ્યૂ સાથે જોડાયેલી છે. તેથી, ગોલ્ડ ફંડ્સનું પ્રદર્શન ઉપર-નીચે થઈ શકે છે. જોકે તે ઇક્વિટીની તુલનામાં સ્થિરતા આપે છે, પરંતુ તે જોખમો વગરના નથી.

શું હું એસઆઇપી દ્વારા ગોલ્ડ ફંડ્સમાં રોકાણ કરી શકું છું?

હા, ગોલ્ડ ફંડ્સ એસઆઇપી ઇન્વેસ્ટમેન્ટને પરમિશન આપે છે. આનો અર્થ એ છે કે વ્યક્તિ એસઆઇપી દ્વારા નાની રકમનું રોકાણ કરી શકે છે. એક સમયે મોટી રકમનું રોકાણ કરવાને બદલે, એસઆઇપી સોનાના રોકાણને સરળ બનાવે છે. ટૂંકમાં, જે રોકાણકાર ગોલ્ડ ફંડ્સમાં રોકાણ કરવા માંગે છે પરંતુ તેમની પાસે નોંધપાત્ર સંસાધનો નથી, તેઓ એસઆઇપી નો ઉપયોગ કરી શકે છે.

Grow your wealth with SIP

4,000+ Mutual Funds to choose from
+91