Skip to main content

પીએમ કિસાન યોજના: શું પતિ અને પત્ની બંને લાભ મેળવી શકે છે?

4 min readUpdated on 8th Aug, 2026by Angel One
પીએમ કિસાન યોજનામાં પરિવાર દીઠ માત્ર એક જ વ્યક્તિને લાભ મળી શકે છે. પતિ અને પત્ની બંને લાભનો ક્લેમ કરી શકતા નથી, ભલે જમીન સંયુક્ત રીતે હોય કે અલગ રીતે માલિકીની હોય.
Share

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પતિ અને પત્ની બંને એક જ જમીન માટે અલગ-અલગ લાભનો દાવો કરી શકતા નથી. આ યોજના પરિવાર દીઠ માત્ર એક જ પાત્ર લાભાર્થીને ચુકવણીની મંજૂરી આપે છે, ભલે ખેતીની જમીન સંયુક્ત માલિકીની હોય.

કી ટેકવેઝ

  • પીએમ કિસાનનો લાભ પરિવાર દીઠ માત્ર એક સભ્ય સુધી મર્યાદિત છે.
  • પતિ અને પત્ની એક જ ઘર માટે બંને લાભનો દાવો કરી શકતા નથી.
  • ખોટા અથવા ડુપ્લિકેટ ક્લેમને કારણે નાણાંની વસૂલાત થઈ શકે છે.

આ પણ વાંચો: પીએમ કિસાન Yojana માટે કેવી રીતે અરજી કરવી?

પીએમ કિસાન યોજનાની પાત્રતા સમજો

પીએમ કિસાન એ કેન્દ્ર સરકારની આવક સહાય યોજના છે જે પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6,000 પ્રદાન કરે છે, જે ₹2,000 ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ લાભ વ્યક્તિગત ખેડૂત દીઠ નહીં, પરંતુ પરિવાર યુનિટ દીઠ આપવામાં આવે છે.

આ યોજના હેઠળ "પરિવાર" માં નીચેનાનો સમાવેશ થાય છે:

  • પતિ
  • પત્ની
  • સગીર બાળકો

યોજના સ્પષ્ટ જણાવે છે કે નાણાકીય સહાય પરિવાર દીઠ એક સભ્ય સુધી મર્યાદિત છે, પછી ભલે ખેતી સાથે પરિવારના ગમે તેટલા લોકો સામેલ હોય.

વધુ વાંચો: પીએમ કિસાન પાત્રતાના માપદંડો

સંયુક્ત જમીન માલિકીના કિસ્સામાં શું થાય છે?

ઘણા ઘરોમાં, ખેતીની જમીન પતિ અને પત્નીની સંયુક્ત માલિકીની હોય છે. આવા કિસ્સાઓમાં પણ, પીએમ કિસાનનો લાભ તે જમીન માટે માત્ર એક જ વાર આપવામાં આવે છે. હપ્તા મેળવવા માટે પરિવારે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક પાત્ર સભ્યને નોમિનેટ કરવાના રહેશે.

જો બંને પાર્ટનર્સ સમાન જમીનના રેકોર્ડનો ઉપયોગ કરીને અલગ-અલગ અરજી કરે છે, તો એક અરજી રીજેક્ટ થવાની અથવા ચકાસણી દરમિયાન ફ્લેગ થવાની શક્યતા છે. ડુપ્લિકેટ દાવાઓને કારણે ખોટી રીતે જમા થયેલી રકમની વસૂલાત પણ થઈ શકે છે.

યોજના હેઠળ ઇનકમ ટેક્સ પેયી એલિજીબિલીટી

આવકવેરો ભરનાર ખેડૂત અથવા તેમના પાર્ટનર આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર નથી. જો પરિવારના કોઈ સભ્યએ છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ચૂકવ્યો હોય, તો વ્યક્તિગત જમીન માલિકી અથવા ખેતીની પ્રવૃત્તિને ધ્યાનમાં લીધા વગર સમગ્ર પરિવાર યોજનાના લાભો મેળવવા માટે ગેરલાયક ઠરે છે.

એવી પરિસ્થિતિઓ જ્યાં બંને લાભનો દાવો કરી શકતા નથી

  • ખેતીની જમીનની સંયુક્ત માલિકી
  • પતિ-પત્ની બંને એક જ જમીન માટે ખેડૂત તરીકે લિસ્ટેડ હોય
  • જમીનના એક જ ભાગ માટે અલગ-અલગ લાભનો દાવો કરવાનો પ્રયાસ

આ તમામ પરિસ્થિતિઓમાં, માત્ર એક જ ક્લેમને મંજૂરી આપવામાં આવે છે.

આ પણ વાંચો: પીએમ કિસાન Yojana માટે જરૂરી દસ્તાવેજો

અલગ-અલગ નામ પર જમીનની માલિકી

જો પતિ અને પત્ની સ્વતંત્ર રીતે અલગ-અલગ ખેતીની જમીન ધરાવતા હોય, તો પણ નિયમ એ જ રહે છે. પીએમ કિસાન યોજના ઘરને એક ફેમિલી યુનિટ ગણે છે. જો જમીનના રેકોર્ડ અલગ હોય તો પણ, માત્ર એક જ સભ્ય લાભ મેળવી શકે છે.

ચોક્કસ જમીન રેકોર્ડ અને આધાર લિંકિંગનું મહત્વ

પીએમ કિસાનની ચુકવણી આધાર, જમીનના રેકોર્ડ અને બેંક એકાઉન્ટની માન્યતા દ્વારા કડક ચકાસણીને આધીન છે. અસંગતતાઓ અથવા ડુપ્લિકેટ એન્ટ્રીઓને કારણે ઘણીવાર ચુકવણીમાં વિલંબ અથવા રીજેક્ટ થાય છે. પરિવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જમીનની માલિકીની વિગતો અપડેટ કરે અને ખાતરી કરે કે ઘર દીઠ માત્ર એક જ એક્ટિવ લાભાર્થી એપ્લિકેશન અસ્તિત્વમાં છે.

પરિવારમાં લાભાર્થી કેવી રીતે બદલવો?

જો જરૂરી હોય તો પરિવારો નામાંકિત લાભાર્થીને બદલી શકે છે. આમ નીચેના માધ્યમો દ્વારા કરી શકાય છે:

  • પીએમ કિસાન ઓફિશ્યલ પોર્ટલ
  • લોકલ એગ્રીકલ્ચર ઓફિસ અથવા સીએસસી કેન્દ્ર

આવા ફેરફારો માટે અપડેટ કરેલ જમીનના રેકોર્ડ અને આધાર વિગતો સહિતના યોગ્ય દસ્તાવેજોની જરૂર પડે છે.

ખોટા ક્લેઇમ્સ માટે પેનલ્ટી

જો પતિ અને પત્ની બંને ખોટી રીતે પીએમ કિસાનના લાભો મેળવે છે, તો સરકાર રીકવરીની કાર્યવાહી શરૂ કરી શકે છે. જમા થયેલી વધારાની રકમ રિફંડ કરવી પડી શકે છે અને ભવિષ્યના હપ્તા બંધ થઈ શકે છે.

નિષ્કર્ષ

પીએમ કિસાન યોજના હેઠળ, પતિ અને પત્ની બંને એક જ પરિવાર માટે અલગ-અલગ લાભ મેળવી શકતા નથી. આ યોજના હેઠળ ખેડૂત પરિવાર દીઠ માત્ર એક જ લાભાર્થીને મંજૂરી મળે છે, પછી ભલે તે સંયુક્ત હોય કે અલગ જમીનની માલિકી હોય. રીજેક્શન અથવા ફંડ રીકવરી ટાળવા માટે પરિવારોએ કાળજીપૂર્વક એક જ પાત્ર સભ્યને નોમિનેટ કરવા જોઈએ.

FAQs

જો જમીન સંયુક્ત માલિકીની હોય તો શું પતિ અને પત્ની બંને પીએમ કિસાન માટે અરજી કરી શકે?

નાપીએમ કિસાન  પરિવાર દીઠ માત્ર એક જ લાભાર્થીને મંજૂરી આપે છેભલે જમીન પતિ અને પત્નીની સંયુક્ત માલિકીની હોય. 

શું પત્ની પતિને બદલે પીએમ કિસાન મેળવી શકે?

હાજો પતિને બાકાત રાખવામાં આવ્યો હોય અને પત્ની પાત્રતાના ધોરણો પૂરા કરતી હોયતો તે નામાંકિત લાભાર્થી બની શકે છે. 

જો ભૂલથી બંનેએ પીએમ કિસાન ના હપ્તા મેળવ્યા હોય તો શું?

વધારાની રકમની વસૂલાત કરવામાં આવશે અને ચકાસણી પછી ભવિષ્યના હપ્તા બંધ થઈ શકે છે. 

શું લાભાર્થીને પછીથી બદલી શકાય છે?

હામાન્ય દસ્તાવેજો સાથે પીએમ કિસાન  પોર્ટલ અથવા લોકલ ઓથોરિટીઝઓ દ્વારા લાભાર્થીને બદલી શકાય છે 

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers
+91