ઇન્ડેક્સ રિબેલેન્સિંગ એ એક સામયિક પ્રક્રિયા છે, જેનો ઉપયોગ બદલાતી બજારની સ્થિતિના આધારે સ્ટોક માર્કેટ ઇન્ડેક્સના બંધારણને અપડેટ કરવા માટે થાય છે. જેમ જેમ કંપનીઓ મૂલ્યમાં વધારો કરે છે, બજારમાં સ્થાન ગુમાવે છે, વિલીનીકરણ કરે છે અથવા પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતી નથી, ત્યારે ઇન્ડેક્સની સમીક્ષા કરવામાં આવે છે અને તે મુજબ ગોઠવણ કરવામાં આવે છે. આ સચોટ બજાર પ્રતિનિધિત્વ જાળવવામાં મદદ કરે છે અને ખાતરી કરે છે કે ઇન્ડેક્સ વર્તમાન બજાર માળખું અને કામગીરીને પ્રતિબિંબિત કરે છે.
મુખ્ય બાબતો
- ઇન્ડેક્સ રિબેલેન્સિંગ ઇન્ડેક્સને ત્યારે અપડેટ કરે છે, જ્યારે અમુક કંપનીઓ હવે જરૂરી ધોરણો અથવા બજારની સ્થિતિ સાથે મેળ ખાતી નથી.
- નિફ્ટી 50 અને સેન્સેક્સ જેવા મુખ્ય ઇન્ડેક્સની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે, જેથી બજારના ફેરફારો સાથે ઇન્ડેક્સ અપડેટ રહે.
- આ ફેરફારો ક્યારેક ટૂંકા ગાળા માટે શેરના ભાવ, ટ્રેડિંગ પ્રવૃત્તિ અને ઇન્ડેક્સ ફંડના પ્રદર્શનને અસર કરી શકે છે.
- ઇન્ડેક્સ ફંડમાં રોકાણકારોએ સામાન્ય રીતે કોઈ પગલાં લેવાની જરૂર હોતી નથી, કારણ કે ફંડ મેનેજર અપડેટ્સ સંભાળે છે.
ઇન્ડેક્સ રિબેલેન્સિંગ શું છે?
સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ એ બજારના ચોક્કસ ભાગના પ્રદર્શનને રજૂ કરવા માટે પસંદ કરાયેલી કંપનીઓનો સંગ્રહ છે. આ કંપનીઓ સામાન્ય રીતે માર્કેટ કેપિટલાઇઝેશન, ટ્રેડિંગ પ્રવૃત્તિ, લિક્વિડિટી અને સેક્ટરની હાજરી જેવા પરિબળોના આધારે પસંદ કરવામાં આવે છે. ઇન્ડેક્સ બજારની એકંદર દિશા દર્શાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને રોકાણકારો દ્વારા બજારના પ્રદર્શનને ટ્રેક કરવા માટે તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.
જેમ જેમ વ્યવસાયો વૃદ્ધિ પામે છે, ઘટે છે, વિલીનીકરણ કરે છે અથવા બજાર મૂલ્યમાં ફેરફાર અનુભવે છે, તેમ ઇન્ડેક્સના બંધારણમાં પણ ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. બજારનું સચોટ પ્રતિનિધિત્વ જાળવી રાખવા માટે ઇન્ડેક્સની નિયમિત અંતરાલે સમીક્ષા કરવામાં આવે છે અને ઇન્ડેક્સ રિબેલેન્સિંગ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા કંપનીઓને ઉમેરીને અથવા દૂર કરીને અપડેટ કરવામાં આવે છે.
ઉદાહરણો:
ભારતીય શેરબજારના કેટલાક ઉદાહરણો અહીં આપ્યા છે:
- નિફ્ટી 50: તે ભારતમાં સૌથી વધુ અનુસરવામાં આવતા ઇન્ડેક્સમાંનું એક છે. તેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર સૂચિબદ્ધ 50 મોટી કંપનીઓનો સમાવેશ થાય છે, જે ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન, લિક્વિડિટી અને એનએસઈ ઇન્ડેક્સ દ્વારા નિર્ધારિત પાત્રતાના માપદંડોના આધારે પસંદ કરવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને એચડીએફસી બેંક જેવી કંપનીઓ આ ઇન્ડેક્સનો ભાગ છે.
- સેન્સેક્સ: આ બીજો જાણીતો ભારતીય ઇન્ડેક્સ છે. તેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ 30 મોટી અને આર્થિક રીતે મજબૂત કંપનીઓનો સમાવેશ થાય છે, જે ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન, લિક્વિડિટી અને સેક્ટરના પ્રતિનિધિત્વના આધારે પસંદ કરવામાં આવે છે.
આ ઇન્ડેક્સનો ઉપયોગ ભારતીય શેરબજારના એકંદર પ્રદર્શનને ટ્રેક કરવા માટે વ્યાપકપણે થાય છે. જ્યારે સેન્સેક્સ અથવા નિફ્ટી 50 ઉપર જાય છે, ત્યારે તેનો અર્થ સામાન્ય રીતે એવો થાય છે કે મોટી ભારતીય કંપનીઓ સારું પ્રદર્શન કરી રહી છે અને બજારનો એકંદર મૂડ સકારાત્મક છે. જ્યારે આ ઇન્ડેક્સ ઘટે છે, ત્યારે તે સૂચવી શકે છે કે કંપનીઓ નબળું પ્રદર્શન કરી રહી છે અથવા રોકાણકારો અર્થતંત્ર વિશે ચિંતિત છે.
તુલના માટે વૈશ્વિક ઉદાહરણો
- યુનાઇટેડ કિંગડમમાં એફટીએસઈ 100માં લંડન સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ 100 સૌથી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.
- યુનાઇટેડ સ્ટેટ્સમાં એસ&પી 500માં સૂચિબદ્ધ 500 સૌથી મોટી કંપનીઓ આવરી લેવામાં આવી છે અને તે એસ&પી ડાઉ જોન્સ ઇન્ડેક્સ દ્વારા જાળવવામાં આવે છે.
આ ઇન્ડેક્સ ભારતમાં નિફ્ટી અને સેન્સેક્સ જે ભૂમિકા ભજવે છે, તેવી જ ભૂમિકા તેમના સંબંધિત બજારોમાં ભજવે છે.
ઇન્ડેક્સ રિબેલેન્સિંગ શા માટે મહત્વનું છે?
રિબેલેન્સિંગ ઇન્ડેક્સને નિષ્પક્ષ, સચોટ અને સુસંગત રાખે છે. તેના વિના ઇન્ડેક્સ જૂની માહિતીને પ્રતિબિંબિત કરવાનું શરૂ કરી શકે છે અથવા બજારનું ભ્રામક ચિત્ર બતાવી શકે છે. અહીં જાણો કે ઇન્ડેક્સ રિબેલેન્સિંગ શા માટે મહત્વનું છે:
- બજારના ફેરફારોને પ્રતિબિંબિત કરે છે
કેટલીક કંપનીઓ ઝડપથી વૃદ્ધિ પામે છે, જ્યારે અન્ય મૂલ્ય ગુમાવી શકે છે. રિબેલેન્સિંગ વધતી જતી કંપનીઓને ઇન્ડેક્સમાં પ્રવેશવાની મંજૂરી આપે છે, જ્યારે નબળા પ્રદર્શન કરનારને દૂર કરી શકાય છે. - નિયમો જાળવે છે
દરેક ઇન્ડેક્સ અમુક નિયમોનું પાલન કરે છે, જેમ કે માર્કેટ વેલ્યુ મુજબ માત્ર ટોચની 100 કંપનીઓનો સમાવેશ કરવો. રિબેલેન્સિંગ ખાતરી કરે છે કે આ નિયમોનું હજુ પણ પાલન થઈ રહ્યું છે. - રોકાણકારોને મદદ કરે છે
ઘણા ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ અને ઈટીએફ (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ) ઇન્ડેક્સની નકલ કરવા માટે બનાવવામાં આવ્યા છે. જો ઇન્ડેક્સ બદલાય તો આ ફંડ્સ પણ અપડેટ કરવા પડે છે. આ લોકોના રોકાણને બજાર સાથે સુસંગત રાખવામાં મદદ કરે છે.
રિબેલેન્સિંગ કેટલી વાર થાય છે?
તે ઇન્ડેક્સ પર આધાર રાખે છે.
- અર્ધ-વાર્ષિક રિબેલેન્સિંગ
નિફ્ટી 50 અને સેન્સેક્સ જેવા મુખ્ય ઇન્ડેક્સની સામાન્ય રીતે વર્ષમાં બે વાર સમીક્ષા કરવામાં આવે છે.
○ નિફ્ટી 50ની સમીક્ષા એનએસઈ ઇન્ડેક્સ દ્વારા વર્ષમાં બે વાર કરવામાં આવે છે, જેમાં છ મહિનાના સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન અને લિક્વિડિટી ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સમીક્ષા સંદર્ભ તારીખ (31 જાન્યુઆરી અને 31 જુલાઈ) પહેલાં ચાર અઠવાડિયાનો કટ-ઓફ સમયગાળો હોય છે.
○ સેન્સેક્સની સમીક્ષા એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વર્ષમાં બે વાર કરવામાં આવે છે, જે બીએસઈ લિમિટેડ અને એસ&પી ડાઉ જોન્સ ઇન્ડેક્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. સમીક્ષા સામાન્ય રીતે જૂન અને ડિસેમ્બરમાં છ મહિનાના સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન અને લિક્વિડિટી માપદંડોના આધારે કરવામાં આવે છે. - સામયિક સમીક્ષાઓ
કેટલાક ઇન્ડેક્સ વેઇટ એડજસ્ટમેન્ટ અથવા પાત્રતા તપાસ માટે વધારાની ત્રિમાસિક સમીક્ષાઓમાંથી પણ પસાર થઈ શકે છે. - વાર્ષિક રિબેલેન્સિંગ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ટેક્નોલોજીને ટ્રેક કરતા કેટલાક સેક્ટરલ અથવા થીમેટિક ઇન્ડેક્સને વર્ષમાં માત્ર એક જ વાર રિબેલેન્સ કરવામાં આવી શકે છે. નિયમિત રિબેલેન્સિંગ ઇન્ડેક્સને બદલાતા બજારના પ્રવાહો અને કંપનીના પ્રદર્શન સાથે સુસંગત રહેવામાં મદદ કરે છે.
ઇન્ડેક્સ રિબેલેન્સિંગ દરમિયાન શું થાય છે?
અહીં એક સરળ ઉદાહરણ છે કે રિબેલેન્સિંગ કેવી રીતે કાર્ય કરે છે. ધારો કે નિફ્ટી 50માં કંપની Aનો સમાવેશ થાય છે, જે એક સમયે ભારતીય ટોચની 50 કંપનીઓમાંની એક હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેનું બજાર મૂલ્ય ઘટ્યું છે. અ દરમિયાન કંપની Bનું બજાર મૂલ્ય વધ્યું છે અને હવે તે કંપની Aથી ઉપર ક્રમાન્કિત છે. રિબેલેન્સિંગ પ્રક્રિયા દરમિયાન:
- કંપની Aને નિફ્ટી 50માંથી દૂર કરવામાં આવી શકે છે.
- કંપની Bને તેની જગ્યાએ ઉમેરવામાં આવી શકે છે.
પરિણામે ઇન્ડેક્સ ભારતીય બજારની અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખે છે.
શું રિબેલેન્સિંગ શેરના ભાવને અસર કરે છે?
હા, રિબેલેન્સિંગ શેરના ભાવને અસર કરી શકે છે. જ્યારે કોઈ કંપની મુખ્ય ઇન્ડેક્સમાં ઉમેરવામાં આવે છે:
- તેના શેરની માંગ ઘણીવાર વધી જાય છે.
- આવું એટલા માટે થાય છે, કારણ કે ઘણા ઇન્ડેક્સ-ટ્રેકિંગ ફંડ્સ અપડેટ થયેલા ઇન્ડેક્સ સાથે મેળ ખાવા માટે સ્ટોક ખરીદે છે.
જ્યારે કોઈ કંપની દૂર કરવામાં આવે છે:
- તેના શેરની માંગ ઘટી શકે છે.
- આનું કારણ એ છે કે ઇન્ડેક્સ-ટ્રેકિંગ ફંડ્સ તેમના હોલ્ડિંગ્સ ઘટાડે છે અથવા વેચે છે.
પરિણામે ઇન્ડેક્સમાંથી કંપની ઉમેરવી અથવા દૂર કરવી ટૂંકાગાળામાં તેના શેરના ભાવને પ્રભાવિત કરી શકે છે.
ફેરફારોનો નિર્ણય કોણ કરે છે?
દરેક ઇન્ડેક્સ પાસે એક ટીમ અથવા સમિતિ હોય છે જે તેનું સંચાલન કરે છે. તેઓ કઈ કંપનીઓ ઇન્ડેક્સમાં રહેવી જોઈએ તે નક્કી કરવા માટે પૂર્વ-નિર્ધારિત નિયમોનું પાલન કરે છે. આ નિર્ણયો સામાન્ય રીતે નીચેના આધારે લેવામાં આવે છે:
- માર્કેટ કેપિટલાઇઝેશન (કંપનીના શેરનું કુલ મૂલ્ય)
- ટ્રેડિંગ વોલ્યુમ
- નાણાંકીય સ્વાસ્થ્ય
- અને સેક્ટરના પ્રતિનિધિત્વ જેવા અન્ય પરિબળો
ધ્યેય ઇન્ડેક્સને તેના હેતુ સાથે સુસંગત રાખવાનો છે.
ઇન્ડેક્સ રિબેલેન્સિંગના પ્રકાર
ઇન્ડેક્સ રિબેલેન્સિંગ વિવિધ રીતે થઈ શકે છે:
- પૂર્ણ રિબેલેન્સિંગ
આ પ્રક્રિયામાં ઇન્ડેક્સની તમામ કંપનીઓની સમીક્ષા કરવામાં આવે છે અને જરૂર પડ્યે અપડેટ કરવામાં આવે છે. - આંશિક રિબેલેન્સિંગ
માત્ર ઇન્ડેક્સમાં પસંદ કરેલી કંપનીઓની સમીક્ષા કરવામાં આવે છે, સામાન્ય રીતે વિલીનીકરણ અથવા અધિગ્રહણ જેવી ઘટનાઓ પછી. - વેઇટ રિબેલેન્સિંગ
કંપનીઓને ઉમેરવા કે દૂર કરવા ઉપરાંત ઇન્ડેક્સને તેમના ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન માં ફેરફારના આધારે અસ્તિત્વમાં રહેલી કંપનીઓના વજનને સમાયોજિત કરીને પણ રિબેલેન્સ કરવામાં આવે છે. આ સુનિશ્ચિત કરે છે કે મોટી કંપનીઓનો ઇન્ડેક્સ પર પ્રમાણસર વધુ પ્રભાવ હોય. - નિર્ધારિત વિ. અનિર્ધારિત
● નિર્ધારિત: ત્રિમાસિક અથવા વાર્ષિક જેવા નિશ્ચિત અંતરાલે થાય છે.
● અનિર્ધારિત: જ્યારે અણધારી રીતે કોઈ મોટી ઘટના બને છે, જેમ કે કંપની નાદાર થવી, ત્યારે થાય છે.
ઉદાહરણો
ભારતીય બજારમાં ઇન્ડેક્સ રિબેલેન્સિંગના કેટલાક ઉદાહરણો અહીં આપ્યા છે:
નિફ્ટી50માં ફેરફારો
ઓગસ્ટ 2024માં એનએસઈ ઇન્ડેક્સે જાહેરાત કરી હતી કે ટ્રેન્ટ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને નિફ્ટી50માં ઉમેરવામાં આવશે, જે દિવિસ લેબોરેટરીઝ અને એલટીઆઈમાઈન્ડટ્રીનું સ્થાન લેશે. આ ફેરફાર 30 સપ્ટેમ્બર, 2024 (27 સપ્ટેમ્બર, 2024ના બંધ)થી અસરકારક બન્યો હતો.
ઇન્ડેક્સ રિબેલેન્સિંગ શેરબજારને કેવી રીતે અસર કરે છે?
ઇન્ડેક્સ રિબેલેન્સિંગ શેરબજારના વિવિધ ક્ષેત્રોને પ્રભાવિત કરી શકે છે, ખાસ કરીને જ્યારે મુખ્ય ઇન્ડેક્સ તેમની કંપનીઓની યાદી અપડેટ કરે છે. જ્યારે કોઈ કંપનીને ઇન્ડેક્સમાં ઉમેરવામાં આવે છે અથવા દૂર કરવામાં આવે છે, ત્યારે ઇન્ડેક્સ ફંડ્સ અને મોટા સંસ્થાકીય રોકાણકારો સામાન્ય રીતે તેમના પોર્ટફોલિયોને સુધારેલા ઇન્ડેક્સ સાથે મેળવવા માટે એડજસ્ટ કરે છે. આ શેરની માંગ ટ્રેડિંગ પ્રવૃત્તિ અને ટૂંકાગાળાના બજારના હલનચલનને અસર કરી શકે છે.
- ટ્રેડ વોલ્યુમમાં ફેરફાર
ઇન્ડેક્સમાં ઉમેરવામાં આવેલી કંપનીઓમાં ઘણીવાર ખરીદીની પ્રવૃત્તિમાં વધારો જોવા મળે છે, જ્યારે ઇન્ડેક્સમાંથી દૂર કરાયેલા સ્ટોક્સ વેચાણના દબાણનો સામનો કરી શકે છે. આ એકંદર ટ્રેડિંગ વોલ્યુમને કામચલાઉ રીતે વધારી શકે છે. - બજારની અસ્થિરતા
રિબેલેન્સિંગ દરમિયાન મોટા પાયે ખરીદી અને વેચાણને કારણે અમુક સ્ટોક્સ અને સેક્ટરમાં ટૂંકાગાળાના ભાવમાં વધઘટ થઈ શકે છે. - સેક્ટર ટ્રેડિંગમાં ફેરફાર
જો કોઈ ચોક્કસ સેક્ટરની ઘણી કંપનીઓને ઉમેરવામાં અથવા દૂર કરવામાં આવે છે, તો તે સેક્ટરની અંદરની ટ્રેડિંગ પ્રવૃત્તિ પણ ટૂંકાગાળા માટે બદલાઈ શકે છે. - ફાસ્ટ ફેક્ટ
મોટાભાગના મુખ્ય સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ નિશ્ચિત સમીક્ષા સમયપત્રકનું પાલન કરે છે, જેમ કે ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક સમીક્ષાઓ. - વ્યક્તિગત રોકાણકારો માટે તેનો અર્થ શું છે
ઇન્ડેક્સ ફંડમાં રોકાણકારોએ સામાન્ય રીતે જાતે કોઈ ફેરફાર કરવાની જરૂર હોતી નથી, કારણ કે ફંડ મેનેજરો પોર્ટફોલિયો એડજસ્ટમેન્ટ આપમેળે સંભાળે છે. - મહત્વપૂર્ણ
ઇન્ડેક્સ રિબેલેન્સિંગ એ એક નિયમિત બજાર પ્રક્રિયા છે, જે ઇન્ડેક્સને સચોટ, સંતુલિત અને બદલાતી બજારની સ્થિતિ સાથે સુસંગત રહેવામાં મદદ કરે છે.
સેન્સેક્સ એડજસ્ટમેન્ટ
નવેમ્બર 2024માં, બીએસઈ એ જાહેરાત કરી હતી કે ઝોમેટો લિમિટેડને બીએસઈ સેન્સેક્સમાં ઉમેરવામાં આવશે, જે જેએસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડનું સ્થાન લેશે. આ ફેરફાર 23 ડિસેમ્બર, 2024ના રોજ અસરકારક બન્યો હતો.
તે સામાન્ય રોકાણકારોને કેવી રીતે અસર કરે છે?
જો તમે ઇન્ડેક્સ ફંડ્સ માં રોકાણ કરો છો, તો ઇન્ડેક્સ રિબેલેન્સિંગ તમારા પોર્ટફોલિયોને અસર કરે છે.
અહીં કેવી રીતે:
- તમારે જાતે કંઈ કરવાની જરૂર નથી, ફંડ મેનેજર તમારા માટે રિબેલેન્સિંગ કરે છે.
- તમારા પૈસા આપમેળે અપડેટ થયેલા ઇન્ડેક્સને અનુસરે છે.
- નવી ઉમેરવામાં આવેલી કંપનીઓના પ્રદર્શનના આધારે તમારું વળતર થોડું બદલાઈ શકે છે.
તેથી, જ્યારે તમે રિબેલેન્સિંગ થતું જોઈ શકતા નથી, ત્યારે તે તમારા રોકાણને બજાર સાથે સુસંગત રાખવા માટે બેકગ્રાઉન્ડમાં કામ કરી રહ્યું છે.
ઇન્ડેક્સ રિબેલેન્સિંગના ફાયદા અને ગેરફાયદા
| પ્રોસ (ફાયદા) | કોન્સ (ગેરફાયદા) |
| ઇન્ડેક્સને અપ-ટૂ-ડેટ રાખે છે. | શેરના ભાવમાં ટૂંકાગાળાની અસ્થિરતા લાવી શકે છે. |
| બજારનું નિષ્પક્ષ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે. | ઇન્ડેક્સ ફંડ્સ માટે ટ્રેડિંગ ખર્ચમાં વધારો કરી શકે છે. |
| કંપનીના પ્રદર્શન અને બજારના પ્રવાહોમાં ફેરફારોને પ્રતિબિંબિત કરે છે. | મોટા ફંડ હિલચાલને કારણે અસ્થાયી ખોટી કિંમત તરફ દોરી શકે છે. |
| ઇન્ડેક્સ માળખામાં પારદર્શિતા અને સુસંગતતાને સમર્થન આપે છે | રોકાણકારો ફેરફારોની આગાહી કરવાનો પ્રયાસ કરી શકે છે, જેના કારણે અચાનક ભાવમાં વધઘટ થાય છે. |
નિષ્કર્ષ
ઇન્ડેક્સ રિબેલેન્સિંગ બદલાતી બજારની સ્થિતિ સાથે સ્ટોક માર્કેટ ઇન્ડેક્સને અપડેટ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ જેમ કંપનીઓ ગ્રોથ કરે છે, ઘટે છે અથવા હવે ઇન્ડેક્સની જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી, તેમ તેમ સચોટ બજાર પ્રતિનિધિત્વ જાળવવા માટે ગોઠવણો કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઇન્ડેક્સને સમય જતાં બજારના એકંદર પ્રદર્શન અને માળખું પ્રતિબિંબિત કરવામાં મદદ કરે છે.
જ્યારે રિબેલેન્સિંગ ક્યારેક શેરના ભાવ અને ટ્રેડિંગ પ્રવૃત્તિમાં ટૂંકાગાળાના હલનચલન બનાવી શકે છે, ત્યારે તે બજારના પ્રવાહોને વધુ સારી રીતે ટ્રેક કરવામાં પણ મદદ કરે છે. ઇન્ડેક્સ-આધારિત ફંડ્સમાં રોકાણકારો માટે આ અપડેટ્સ સામાન્ય રીતે આપમેળે સંચાલિત થાય છે, જે તેમના રોકાણોને કોઈ મેન્યુઅલ ફેરફાર વિના નવીનતમ ઇન્ડેક્સ રચના સાથે સુસંગત રહેવામાં મદદ કરે છે.
રોકાણ કરવા માંગો છો? ડિમેટ એકાઉન્ટ ખોલો એન્જલ વન સાથે અને એકીકૃત રીતે ટ્રેડિંગ શરૂ કરો.
