Skip to main content

ઈપીએફઓમાં ઓનલાઈન બેંક એકાઉન્ટ કેવી રીતે બદલવું: કર્મચારીઓ માટે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

6 min readUpdated on 26th Aug, 2026by Team Angel One
પીએફના વ્યવહારો સરળતાથી થાય તે માટે કર્મચારીઓ યુએએન પોર્ટલ પર કેવાયસી વેરિફિકેશન પૂરું કરીને અને એમ્પ્લોયરની મંજૂરી મેળવીને ઈપીએફઓમાં પોતાની બેંક એકાઉન્ટની વિગતો અપડેટ અથવા બદલી શકે છે.
Share

પ્રોવિડન્ટ ફંડ ઉપાડવા, એડવાન્સ મેળવવા અને ક્લેમના સેટલમેન્ટમાં કોઈ અડચણ ન આવે તે માટે ઈપીએફઓમાં બેંક એકાઉન્ટ કેવી રીતે બદલવું તે જાણવું કર્મચારીઓ માટે ખૂબ જ જરૂરી છે. જો બેંકની વિગતો ખોટી કે નિષ્ક્રિય (ઇન-એક્ટિવ) હશે, તો પીએફ પ્રોસેસિંગમાં વિલંબ થઈ શકે છે અથવા ટ્રાન્ઝેક્શન ફેલ થઈ શકે છે. કર્મચારીઓ યુએએન મેમ્બર પોર્ટલ દ્વારા કેવાયસી વેરિફિકેશન પૂરું કરીને અને ઈપીએફઓની પ્રક્રિયા મુજબ જરૂરી હોય, ત્યાં એમ્પ્લોયરની મંજૂરી મેળવીને ઓનલાઈન પોતાની બેંક વિગતો અપડેટ કરી શકે છે.

કી ટેકવેઝ

  • ઈપીએફઓ મેમ્બર્સ યુએએન મેમ્બર પોર્ટલ દ્વારા ઓનલાઈન બેંક એકાઉન્ટની વિગતો અપડેટ કરી શકે છે.
  • સફળ વેરિફિકેશન માટે આધાર-લિંક્ડ કેવાયસી અને સાચી બેંક વિગતો હોવી જરૂરી છે.
  • નવું બેંક એકાઉન્ટ એક્ટિવ થાય તે પહેલાં એમ્પ્લોયરની મંજૂરી જરૂરી હતી, પરંતુ એપ્રિલ 2025થી હવે તેની જરૂર નથી.
  • ખોટી બેંક વિગતો, નામમાં વિસંગતતા અથવા ખોટો આઈએફએસસી કોડ હોવાને કારણે પીએફ ક્લેમ અને સેટલમેન્ટમાં વિલંબ થઈ શકે છે.

બેંક ખાતાની વિગતો બદલતા પહેલાની પૂર્વશરતો

ઈપીએફઓ પોર્ટલ પર બેંક એકાઉન્ટની વિગતો અપડેટ કરતા પહેલાં કર્મચારીઓએ કેટલીક મૂળભૂત જરૂરિયાતો તૈયાર રાખવી જોઈએ.

  1. પ્રથમ, તમારું યુએએન (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) ઈપીએફઓ મેમ્બર પોર્ટલ પર એક્ટિવ હોવું જોઈએ.
  2. બીજું, તમારો આધાર નંબર તમારા યુએએન સાથે લિંક અને વેરિફાઈડ હોવો જોઈએ.
  3. ત્રીજું, વેરિફિકેશનમાં કોઈ સમસ્યા ન આવે તે માટે તમારા બેંક એકાઉન્ટમાં જે નામ હોય તે જ નામ ઈપીએફઓના રેકોર્ડમાં પણ હોવું જોઈએ.

નોંધ: એપ્રિલ 2025થી ઈપીએફઓમાં બેંક એકાઉન્ટ સીડિંગ (લિંક) કરવા માટે એમ્પ્લોયરની મંજૂરીની હવે જરૂર નથી. યુએએન પોર્ટલ દ્વારા સબમિટ કરવામાં આવેલી બેંક વિગતો હવે સીધી NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા વેરિફાઈ કરવામાં આવે છે. એકવાર NPCI દ્વારા વેરિફાઈ થઈ ગયા પછી એમ્પ્લોયરની કોઈપણ કાર્યવાહી વિના બેંક એકાઉન્ટ પીએફ ટ્રાન્ઝેક્શન માટે એક્ટિવ થઈ જાય છે.

આ પણ વાંચો: EPF શું છે?

ઈપીએફઓમાં બેંક ખાતું ઓનલાઈન બદલવાના સ્ટેપ્સ

કર્મચારીઓ નીચેના સ્ટેપ્સ ફોલો કરીને ઈપીએફઓ મેમ્બર પોર્ટલ દ્વારા તેમના બેંક એકાઉન્ટની વિગતો અપડેટ અથવા બદલી શકે છે.

  1. સ્ટેપ 1: સૌથી પહેલા ઈપીએફઓના ઓફિશિયલ મેમ્બર પોર્ટલ પર જાઓ અને તમારા યુએએન અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
  2. સ્ટેપ 2: લોગિન કર્યા પછી, ડેશબોર્ડ પર આપેલા “મેનેજ” સેક્શનમાં જાઓ.
  3. સ્ટેપ 3: મેનૂમાં ઉપલબ્ધ “કેવાયસી” ઓપ્શન પર ક્લિક કરો.
  4. સ્ટેપ 4: કેવાયસી સેક્શનમાં બેંક ઓપ્શન સિલેક્ટ કરો અને તમારો નવો બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ એન્ટર કરો.
  5. સ્ટેપ 5: આપેલી વિગતો બરાબર ચેક કર્યા પછી ડિક્લેરેશન ચેકબોક્સને સિલેક્ટ કરો.
  6. સ્ટેપ 6: ઓટીપી એન્ટર કરો અને રિક્વેસ્ટ સબમિટ કરવા માટે “સેવ” ઓપ્શન પર ક્લિક કરો.
  7. સ્ટેપ 7: સબમિટ કર્યા પછી આ રિક્વેસ્ટ વેરિફિકેશન માટે એમ્પ્લોયર પાસે જશે.

આ પણ વાંચો: તમારું યુએએન કેવી રીતે શોધવું?

અપડેટ પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?

રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી, નવી બેંક વિગતોમાં “પેન્ડીંગ ફોર એમ્પ્લોયર એપ્રૂવલ” (એમ્પ્લોયરની મંજૂરી માટે બાકી) એવું દેખાશે. એમ્પ્લોયરે આ વિગતો ડિજિટલી વેરિફાઈ કરીને અપ્રૂવ કરવાની રહેશે. એકવાર એમ્પ્લોયર રિક્વેસ્ટ અપ્રૂવ કરી દે, એટલે ઈપીએફઓ સિસ્ટમ બેંક વિગતો વેરિફાઈ કરે છે અને એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન માટે એક્ટિવ થઈ જાય છે. બેંક વિગતો સબમિટ કર્યા પછી એનપીસીઆઈ સીધું જ એકાઉન્ટ વેલિડેટ (વેરિફાઈ) કરે છે. આ વેરિફિકેશનમાં સામાન્ય રીતે 3થી 5 કામકાજના દિવસો લાગે છે, જે પછી પોર્ટલ પર બેંક એકાઉન્ટનું સ્ટેટસ બદલાઈને 'વેરીફાઈડ' થઈ જાય છે.

નોંધ: ઈપીએફઓ જણાવે છે કે ફોર્મ-19, 10C અને 31 જેવા ઓનલાઈન ક્લેમ કરવા માટે મેમ્બર્સ પાસે એક્ટિવ અને એમ્પ્લોયર દ્વારા અપ્રૂવ થયેલું બેંક કેવાયસી હોવું ફરજિયાત છે.

આ પણ વાંચો: પીએફ એકાઉન્ટ કેવી રીતે ખોલવું?

ઈપીએફઓમાં બેંક એકાઉન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

બેંક એકાઉન્ટ અપડેટ કરવાની રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી કર્મચારીઓએ ચેક કરી લેવું જોઈએ કે વિગતો અપ્રૂવ થઈ ગઈ છે અને પીએફ એકાઉન્ટ સાથે સક્સેસફુલી લિંક થઈ છે કે નહીં. આથી ઉપાડ અથવા ક્લેમ સેટલમેન્ટ વખતે થતો વિલંબ ટાળી શકાય છે.

ઈપીએફઓમાં બેંક વિગતો કેવી રીતે અપડેટ કરવી અને યુએએન પોર્ટલ દ્વારા તેનું અપ્રૂવલ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે અહીં આપેલું છે:

  1. તમારા યુએએન અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈપીએફઓ મેમ્બર ઈ-સેવા પોર્ટલ પર લોગિન કરો.
  2. “મેનેજ” ટેબ ઓપન કરો અને મેનૂમાંથી “કેવાયસી” સેક્શન સિલેક્ટ કરો.
  3. કેવાયસી પેજ પર વેરિફિકેશન માટે સબમિટ કરેલી બેંક એકાઉન્ટની વિગતો શોધો.
  4. બેંક એન્ટ્રીની બાજુમાં જે સ્ટેટસ દેખાય છે તે ચેક કરો.
  5. “પેન્ડીંગ ફોર અપ્રૂવલ” નો અર્થ એ છે કે રિક્વેસ્ટ હજી એમ્પ્લોયર અથવા ઈપીએફઓ વેરિફિકેશન માટે બાકી છે.
  6. “અપ્રૂવ્ડ” અથવા “ડિજીટલી અપ્રૂવ્ડ કેવાયસી” કન્ફર્મ કરે છે કે બેંક એકાઉન્ટ સક્સેસફુલી વેરિફાઈ થઈ ગયું છે અને લિંક થઈ ગયું છે.
  7. જો સ્ટેટસ ઘણા દિવસો સુધી પેન્ડિંગ રહે, તો કર્મચારીઓએ આગળની પ્રોસેસ માટે તેમના એમ્પ્લોયરનો સંપર્ક કરવો પડી શકે છે.

આ પણ ચેક કરો: ઈપીએફઓ કેવાયસી અપડેટ ઓનલાઇન

બેંક વિગતો અપડેટ કરતી વખતે થતી સામાન્ય સમસ્યાઓ

જો સબમિટ કરેલી વિગતો ઓફિશિયલ રેકોર્ડ સાથે મેચ ન થાય, તો ઈપીએફઓ પોર્ટલમાં બેંક એકાઉન્ટની વિગતો અપડેટ કરતી વખતે કર્મચારીઓને વિલંબ અથવા રિજેક્શનનો સામનો કરવો પડી શકે છે. નાની ભૂલો પણ વેરિફિકેશન પ્રોસેસને અસર કરી શકે છે અને પીએફ ઉપાડ કે સેટલમેન્ટ અટકાવી શકે છે.

  • ઈપીએફઓના રેકોર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો વચ્ચે નામમાં વિસંગતતા (નામ અલગ હોવું) હોવાને કારણે કેવાયસી રિજેક્ટ થઈ શકે છે.
  • ખોટો બેંક એકાઉન્ટ નંબર અથવા આઈએફએસસી કોડ એન્ટર કરવાથી વેરિફિકેશન ફેલ થઈ શકે છે.
  • પીએફ વ્યવહારો માટે નિષ્ક્રિય (ઇન-એક્ટિવ) અથવા બંધ થયેલા બેંક એકાઉન્ટ અપ્રૂવ થઈ શકતા નથી.
  • એમ્પ્લોયર તરફથી મંજૂરી મળવામાં વિલંબ થવાને કારણે રિક્વેસ્ટ ઘણા દિવસો સુધી પેન્ડિંગ સ્ટેટસમાં રહી શકે છે.
  • કેન્સલ ચેક અથવા પાસબુકની કોપી જેવા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ અસ્પષ્ટ અથવા અમાન્ય હોય, તો વેરિફિકેશનમાં સમસ્યા આવી શકે છે.
  • ઈપીએફઓના વર્તમાન નિયમો મુજબ આધાર વિગતો યુએએન સાથે લિંક અને વેરિફાઈડ ન હોય તો કેવાયસી પ્રોસેસિંગ અટકી શકે છે.

ઈપીએફઓમાં બેંક ખાતું અપડેટ કરવા શા માટે મહત્વપૂર્ણ છે?

ઈપીએફઓ પોર્ટલમાં બેંક એકાઉન્ટની વિગતો અપડેટ રાખવાથી પ્રોવિડન્ટ ફંડના વ્યવહારો કોઈપણ વિલંબ કે વેરિફિકેશનની સમસ્યા વગર પૂરા થાય છે. કમ્પોઝિટ ક્લેમ જેવા ઘણા પીએફ સંબંધિત ઓનલાઈન ક્લેમ સંપૂર્ણપણે બેંકની સાચી વિગતો પર નિર્ભર હોવાથી અપડેટેડ વિગતો રાખવાના ઘણા મહત્વના ફાયદા છે:

  • પીએફ ઉપાડ અને એડવાન્સ ક્લેમના પૈસા સીધા રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટમાં જમા થાય છે.
  • ખોટી કે નિષ્ક્રિય એકાઉન્ટ વિગતોને લીધે ટ્રાન્ઝેક્શન ફેલ થઈ શકે છે અથવા સેટલમેન્ટમાં વિલંબ થઈ શકે છે.
  • ઈપીએફઓ કેવાયસી અપડેટ બેંક એકાઉન્ટની પ્રોસેસ પૂરી કરવાથી યુએએન સાથે લિંક થયેલો સાચો કેવાયસી રેકોર્ડ જળવાઈ રહે છે.
  • વેરિફાઈડ બેંક વિગતો ઓનલાઈન ક્લેમ પ્રોસેસને ઝડપી બનાવે છે અને ક્લેમ રિજેક્ટ થવાની શક્યતાઓ ઘટાડે છે.
  • નોકરી બદલ્યા પછી પણ અપડેટેડ એકાઉન્ટ વિગતો કર્મચારીઓને પીએફ ટ્રાન્સફર અને સેટલમેન્ટ વધુ સરળતાથી મેનેજ કરવામાં મદદ કરે છે.

ઈપીએફઓમાં બેંક ડીટેલ્સ રીજેક્શનના સામાન્ય કારણો

જો સબમિટ કરેલી માહિતી ઓફિશિયલ રેકોર્ડ સાથે મેચ ન થાય અથવા વેરિફિકેશન ચેકમાં ફેલ થાય, તો ઈપીએફઓ પોર્ટલમાં બેંક એકાઉન્ટ અપડેટ કરવાની રિક્વેસ્ટ રિજેક્ટ થઈ શકે છે. જે કર્મચારીઓ ઈપીએફઓમાં બેંક એકાઉન્ટ કેવી રીતે બદલવું તે જાણવા માંગે છે, તેમણે અપ્રૂવલમાં વિલંબ કરાવતા સામાન્ય કારણો વિશે પણ જાણવું જોઈએ.

  • વેરિફિકેશન દરમિયાન ઈપીએફઓ રેકોર્ડ અને બેંક એકાઉન્ટ વચ્ચે નામમાં મિસમેચ હોવાને કારણે કેવાયસી રિજેક્ટ થઈ શકે છે.
  • ખોટો એકાઉન્ટ નંબર કે આઈએફએસસી કોડ બેંક વિગતોનું સક્સેસફુલ વેલિડેશન થતા અટકાવી શકે છે.
  • પીએફ ક્લેમ પ્રોસેસિંગ માટે બંધ, નિષ્ક્રિય કે ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ સ્વીકારવામાં આવતા નથી.
  • આધાર વિગતો યુએએન સાથે પ્રોપરલી લિંક ન હોય તો કેવાયસી અપ્રૂવલ પ્રોસેસ અધવચ્ચે અટકી શકે છે.
  • એમ્પ્લોયર તરફથી અપ્રૂવલમાં વિલંબ થવાને કારણે રિક્વેસ્ટ લાંબા સમય સુધી પેન્ડિંગ રહી શકે છે.
  • કેન્સલ ચેક કે પાસબુકની કોપી જેવા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ અસ્પષ્ટ કે અમાન્ય હોવાને કારણે રિજેક્શન આવી શકે છે.
  • જો જોઈન્ટ બેંક એકાઉન્ટ હોય અને તેમાં કર્મચારી પ્રાઈમરી એકાઉન્ટ હોલ્ડર (મુખ્ય ખાતાધારક) ન હોય, તો તે એકાઉન્ટ કદાચ સ્વીકારવામાં ન આવે.

સબમિટ કરતા પહેલાં બધી વિગતો ધ્યાનથી ચેક કરી લેવાથી વેરિફિકેશનની સમસ્યાઓ ઘટાડી શકાય છે અને ઈપીએફઓ પોર્ટલમાં અપડેટ કરેલી બેંક વિગતોનું ઝડપી અપ્રૂવલ મેળવી શકાય છે.

નિષ્કર્ષ

ઈપીએફઓ પોર્ટલમાં બેંક એકાઉન્ટની વિગતો અપડેટ કરવી એ પીએફના સરળ ઉપાડ, ક્લેમ સેટલમેન્ટ અને એકાઉન્ટ વેરિફિકેશન સુનિશ્ચિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ સ્ટેપ છે. કર્મચારીઓએ ચોક્કસ બેંકિંગ માહિતી કાળજીપૂર્વક એન્ટર કરવી જોઈએ, જરૂરી કેવાયસી પ્રક્રિયા પૂરી કરવી જોઈએ અને નિયમિતપણે અપ્રૂવલ સ્ટેટસ મોનિટર કરવું જોઈએ. બેંકની વિગતો અપડેટેડ રાખવાથી ટ્રાન્ઝેક્શનમાં થતો વિલંબ ઘટે છે અને ઈપીએફઓની પ્રક્રિયા મુજબ પીએફ સંબંધિત સર્વિસીસનો અવિરત લાભ મળતો રહે છે.

ઇન્વેસ્ટ કરવા માંગો છો? એન્જલ વન સાથે ડિમેટ એકાઉન્ટ ખોલો અને એકદમ સરળતાથી ટ્રેડિંગ શરૂ કરો.

FAQs

હા, કર્મચારીઓ તેમના યુએએન લોગિનનો ઉપયોગ કરીને ઈપીએફઓ મેમ્બર પોર્ટલ દ્વારા ઓનલાઈન તેમના બેંક એકાઉન્ટની વિગતો અપડેટ અથવા બદલી શકે છે.

હા, નવી બેંક વિગતો એક્ટિવ થાય તે પહેલાં એમ્પ્લોયર દ્વારા વેરિફાઈ અને અપ્રૂવ થવી જરૂરી છે.

આ પ્રોસેસમાં સામાન્ય રીતે થોડા દિવસો લાગે છે, જેનો આધાર એમ્પ્લોયર રિક્વેસ્ટને કેટલી ઝડપથી અપ્રૂવ કરે છે તેના પર રહેલો છે.

ના, ઈપીએફઓ પોર્ટલમાં રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટ વેરિફાઈ થયા પછી જ પીએફ ઉપાડની પ્રોસેસ કરવામાં આવે છે.

ના, ઈપીએફઓ કેવાયસીના સક્સેસફુલ અપ્રૂવલ માટે સામાન્ય રીતે આધાર વેરિફિકેશન અને મેચ થતી બેંક વિગતો હોવી જરૂરી છે.

Open Free Demat Account!

Join our 3.8 Cr+ happy customers
+91