ભારતમાં નાણાંકીય વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટી એક મહત્વનું પાસું છે, જે મિલકતની ખરીદીથી લઈને શેરબજારના ટ્રેડીંગ સુધીની તમામ બાબતો પર અસર કરે છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવતી આ ડ્યુટી તેમની આવકનો એક મોટો ભાગ છે. જો તમે કોઈ ચોક્કસ નાણાંકીય કે કાયદાકીય વ્યવહારો કરવા માંગતા હોવ, તો સ્ટેમ્પ ડ્યુટી અંગે સમજવું જરૂરી છે, ખાસ કરીને તેની ચૂકવણી ન કરવા ના પરિણામોને ધ્યાનમાં રાખીને. આ લેખમાં આપણે સ્ટેમ્પ ડ્યુટી, તેનો હેતુ અને એવા અલગ-અલગ પ્રકારની લેવડ-દેવડ અંગે વિસ્તૃત જાણશું, જેની પર આ ખાસ કર લાગે છે.
મુખ્ય બાબતો
- સ્ટેમ્પ ડ્યુટીનું સંચાલન ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ, 1899 અને જે-તે રાજ્યના સ્ટેમ્પ એક્ટ દ્વારા કરવામાં આવે છે.
- રાજ્યના કાયદા હેઠળ ચૂકવણીની વિવિધ પદ્ધતિઓ જેમ કે ઈ-સ્ટેમ્પિંગ, ફ્રેન્કિંગ, સ્ટેમ્પ પેપર્સ અને એડહેસિવ સ્ટેમ્પ માન્ય છે.
- જામીનગીરીઓ માટે સ્ટેમ્પ ડ્યુટીના દરો સમગ્ર દેશમાં એકસમાન છે, જ્યારે મિલકત પરની સ્ટેમ્પ ડ્યુટી અલગ-અલગ વિસ્તારો અનુસાર બદલાય છે.
- ખોટી અથવા અપૂરતી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાથી દંડ થઈ શકે છે અને તે દસ્તાવેજ કાયદાકીય કાર્યવાહીમાં અમાન્ય ઠરી શકે છે.
સ્ટેમ્પ ડ્યુટી શું છે અને તે શા માટે વસૂલવામાં આવે છે?
સ્ટેમ્પ ડ્યુટી એક પ્રકારનો પરોક્ષ કર છે, જે ભારતમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર ચોક્કસ નાણાંકીય અને કાયદાકીય લેવડ-દેવડ પર વસૂલે છે. દસ્તાવેજને કાયદેસર માન્ય અને અદાલતમાં સ્વીકાર્ય બનાવવા માટે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી અનિવાર્ય છે. દસ્તાવેજોને પ્રમાણિત કરવા ના પ્રાથમિક હેતુ ઉપરાંત, સ્ટેમ્પ ડ્યુટી સરકારો માટે આવકનો એક મુખ્ય સ્ત્રોત પણ છે. ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ, 1899 સ્ટેમ્પ ડ્યુટી લાદવા અંગેના નિયમો અને કાયદાઓનું સંચાલન કરે છે. આ ઉપરાંત ભારતીય સંઘના દરેક રાજ્યનો પોતાનો રાજ્ય સ્તરનો સ્ટેમ્પ એક્ટ છે, જે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીના દર અને વસૂલાતનું નિયમન કરે છે.
સ્ટેમ્પ ડ્યુટીના પ્રકારો
ભારતમાં સ્ટેમ્પ ડ્યુટીનું વર્ગીકરણ વ્યવહારના પ્રકાર અને તેમાં સામેલ દસ્તાવેજના આધારે કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં નીચેના સમાવેશ થાય છે:
- મિલકત સ્ટેમ્પ ડ્યુટી: સ્થાવર મિલકતના વેચાણ, હસ્તાંતરણ અથવા લીઝ (ભાડાપટ્ટા) પર વસૂલવામાં આવે છે.
- નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ ડ્યુટી: કરારો, એફિડેવિટ (સોગંદનામા), ડીડ્સ અને નાણાંકીય દસ્તાવેજોને આવરી લે છે.
- જ્યુડિશિયલ સ્ટેમ્પ ડ્યુટી: અદાલત સંબંધિત કાગળો (દવાઓ, અરજીઓ અને અન્ય કાનૂની ફાઇલિંગ સહિત)ને કાયદાકીય માન્યતા આપવા માટે સંબંધિત છે.
ઘણા રાજ્યો મિલકતના હસ્તાંતરણ, મોર્ગેજ (ગિરવી) અને જંગમ અસ્કયામતો જેવી કે શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓના ટ્રાન્સફર પર પણ સ્ટેમ્પ ડ્યુટી વસૂલે છે. કેટલાક રાજ્યો સ્થાનિક વિકાસ અથવા કલ્યાણકારી યોજનાઓ માટે ભંડોળ પૂરું પાડવા સ્ટેમ્પ ડ્યુટી પર વધારાનો સરચાર્જ કે સેસ લાદે છે. આ વિવિધતાઓને કારણે કોઈપણ કાયદાકીય કે નાણાંકીય દસ્તાવેજો પર સહી કરતા પહેલા વ્યક્તિઓએ રાજ્ય-વિશિષ્ટ સ્ટેમ્પ કાયદાઓની તપાસ કરવી જરૂરી છે.
કેવા પ્રકારના વ્યવહારો પર સ્ટેમ્પ ડ્યુટી લાગે છે?
ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ, 1899 અને વિવિધ રાજ્ય સ્તરના સ્ટેમ્પ કાયદાઓ તે વ્યવહારોની યાદી સ્પષ્ટપણે દર્શાવે છે, જેના માટે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી અનિવાર્ય છે. અહીં કેટલાંક મુખ્ય વ્યવહારોની વિગત આપવામાં આવી છે, જેના પર સ્ટેમ્પ ડ્યુટી લાગે છે:
- જમીન કે મકાન જેવી સ્થાવર મિલકતનું વેચાણ અથવા હસ્તાંતરણ
- નાણાંકીય જામીનગીરીઓ જેવી કે સ્ટોક્સ (શેર), બોન્ડ્સ, ડિબેન્ચર્સ, કોમોડિટીઝ અને ડેરિવેટિવ્ઝનું વેચાણ કે હસ્તાંતરણ
- રહેણાંક, કોમર્શીયલ અને ઔદ્યોગિક મિલકતો માટેના ભાડા અને લીઝ કરારો
- કાનૂની દસ્તાવેજો, જેમ કે એફિડેવિટ, પાવર ઓફ એટર્ની, પાર્ટનરશિપ ડીડ (ભાગીદારી દસ્તાવેજ) અને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વગેરે
- લોન કરાર, મોર્ગેજ ડીડ (ગિરવીખત) અને પ્રોમિસરી નોટ્સ (વચનચિઠ્ઠી)
બોન્ડ્સ શું છે અને તે કેવી રીતે ઉપયોગી છે તે વિશે વધુ વાંચો.
સ્ટેમ્પ ડ્યુટી શા માટે મહત્વની છે?
સ્ટેમ્પ ડ્યુટી એટલા માટે જરૂરી છે, કારણ કે તે નાણાંકીય અને વેપારી કરારોને કાયદાકીય માન્યતા આપે છે, જેનાથી તેમને અદાલતમાં લાગૂ કરી શકાય છે. જે દસ્તાવેજો પર યોગ્ય રીતે સ્ટેમ્પ ન લગાવવામાં આવ્યો હોય, તેને અમાન્ય ગણવામાં આવી શકે છે અથવા પુરાવા તરીકે સ્વીકારવામાં આવતો નથી.
સ્ટેમ્પ ડ્યુટી વ્યવહારોનો વિશ્વસનીય રેકોર્ડ રાખીને છેતરપિંડી સામે રક્ષણ પણ પૂરું પાડે છે. અ ઉપરાંત, તે રાજ્ય સરકારો માટે આવકનો મોટો સ્ત્રોત છે, જે જાહેર માળખાકીય સુવિધાઓ, સામાજિક કાર્યક્રમો અને વહીવટી સેવાઓ માટે ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે.
સ્ટેમ્પ ડ્યુટી કોણે ચૂકવવી જોઈએ?
મિલકતના હસ્તાંતરણ સાથેના મોટાભાગના નાણાંકીય વ્યવહારો માટે અસ્કયામતના ખરીદનાર અથવા ટ્રાન્સફરી પર સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે છે. જોકે, વસિયતનામા દ્વારા મિલકતના હસ્તાંતરણના કિસ્સામાં ટ્રાન્સફરીએ મિલકત પર કોઈ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની રહેતી નથી. કેટલીક એવી નાણાંકીય લેવડદેવડ પણ હોય છે, જ્યાં ખરીદનાર (અથવા ટ્રાન્સફરી) અને વેચનાર (અથવા ટ્રાન્સફરર) બંને પર સ્ટેમ્પ ડ્યુટી લાદવામાં આવે છે. તેથી સ્ટેમ્પ ડ્યુટી સાથે સંકળાયેલા કોઈપણ નાણાંકીય વ્યવહારમાં પ્રવેશતા પહેલાં આ પાસાને સ્પષ્ટ કરી લેવું મહત્વપૂર્ણ છે. મોટાભાગના કાયદાકીય વ્યવહારો અને કરારો માટે કરાર કે દસ્તાવેજનો અમલ કરનાર પક્ષ સામાન્ય રીતે સરકારને સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ ચૂકવવા માટે જવાબદાર હોય છે.
સ્ટેમ્પ ડ્યુટી કેવી રીતે ચૂકવાય છે?
સ્ટેમ્પ ડ્યુટી વિવિધ રીતે ચૂકવી શકાય છે. ચાલો ડ્યુટી ચૂકવવાની કેટલીક સૌથી લોકપ્રિય પદ્ધતિઓ જોઈએ:
સ્ટેમ્પ પેપર્સ ખરીદીને
ભારતમાં સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાનો સૌથી સામાન્ય રસ્તો નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર્સ ખરીદવાનો છે. આ પેપર્સ વિવિધ મૂલ્યોમાં ઉપલબ્ધ હોય છે, જે તમને લગભગ કોઈપણ રકમની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં સક્ષમ બનાવે છે. નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર્સ પર વિગતો પ્રિન્ટ કરવા અથવા લખવા માટેની જગ્યા પણ હોય છે.
ઈ-સ્ટેમ્પિંગ દ્વારા
ઈ-સ્ટેમ્પિંગ તમને સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઇન ચૂકવવા અને ઈલેક્ટ્રોનિક સ્ટેમ્પ પ્રમાણપત્ર જનરેટ કરવાની સુવિધા આપે છે. જરૂરી ડ્યુટી ચૂકવવામાં આવી છે તે દર્શાવવા માટે આ પ્રમાણપત્ર દસ્તાવેજ સાથે જોડવું આવશ્યક છે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે મોટાભાગના રાજ્યોમાં ઈ-સ્ટેમ્પિંગની કામગીરી સંભાળવા માટે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી છે.
એડહેસિવ સ્ટેમ્પનો ઉપયોગ કરીને
એડહેસિવ સ્ટેમ્પ એ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે અધિકૃત વિક્રેતાઓ પાસેથી ખરીદવામાં આવતા ભૌતિક સ્ટેમ્પ છે. આ સ્ટેમ્પ દસ્તાવેજ પર ચોંટાડવામાં આવે છે અને પછી ડ્યુટી ચૂકવાઈ ગઈ છે તે દર્શાવવા માટે તેના પર ક્રોસ માર્ક અથવા સહી કરીને તેને કેન્સલ કરવામાં આવે છે.
ફ્રેન્કિંગ દ્વારા
ફ્રેન્કિંગ એ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની એક પદ્ધતિ છે. આ પ્રક્રિયામાં દસ્તાવેજ પર જરૂરી ડ્યુટી ચૂકવાઈ ગઈ છે તે દર્શાવવા માટે ખાસ ફ્રેન્કિંગ મશીનનો ઉપયોગ કરીને સિક્કો અથવા છાપ મારવામાં આવે છે.
શેરબજારના વ્યવહારો પર સ્ટેમ્પ ડ્યુટી
શેરબજારના વ્યવહારોના કિસ્સામાં પણ સ્ટેમ્પ ડ્યુટી લાદવામાં આવે છે, જ્યાં નાણાંકીય જામીનગીરી એક રોકાણકારથી બીજા રોકાણકારને ટ્રાન્સફર કરવામાં આવે છે. સ્ટોક એક્સચેન્જ દ્વારા નિયુક્ત ક્લિયરિંગ કોર્પોરેશનો શેરબજારના વ્યવહારો પર સ્ટેમ્પ ડ્યુટી લાદવા અને વસૂલવા માટે જવાબદાર સંસ્થાઓ છે. હસ્તાંતરિત કરવામાં આવતી નાણાંકીય જામીનગીરીના સ્વરૂપના આધારે સ્ટેમ્પ ડ્યુટીનો દર અને તેની લાગૂ કરવાની ક્ષમતા બદલાય છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ માટે લાગૂ પડતા સ્ટેમ્પ ડ્યુટીના દરો દર્શાવતું કોષ્ટક નીચે મુજબ છે:
| નાણાકીય જામીનગીરી | સ્ટેમ્પ ડ્યુટી દર (વ્યવહારના કુલ મૂલ્ય પર લાગુ) | કોના દ્વારા ચૂકવવાપાત્ર |
| ડિબેન્ચર્સ સિવાયની નાણાંકીય જામીનગીરી જે ડિલિવરીના આધારે ટ્રાન્સફર થાય છે | 0.015% | ખરીદનાર |
| ડિબેન્ચર્સ સિવાયની નાણાંકીય જામીનગીરી જે નોન-ડિલીવરી (ઇન્ટ્રાડે/ડેરિવેટિવ્ઝ) ના આધારે ટ્રાન્સફર થાય છે | 0.003% | ખરીદનાર |
| ડિબેન્ચર ટ્રાન્સફર | 0.0001% | ખરીદનાર |
| ઇક્વિટી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ | 0.002% | ખરીદનાર |
| ઇક્વિટી ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ | 0.003% | ખરીદનાર |
| કોમોડિટી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ | 0.002% | ખરીદનાર |
| ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ અને કરન્સી ડેરિવેટિવ્ઝ | 0.0001% | ખરીદનાર |
| કોર્પોરેટ બોન્ડ્સ, કોમર્શિયલ પેપર્સ, સિક્યોરિટાઇઝ્ડ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ | 0.0001% | ખરીદનાર |
| રેપો વ્યવહારો | 0.00001% | ઉધાર લેનાર |
| સરકારી જામીનગીરીઓ | શૂન્ય | શૂન્ય |
| ટેન્ડર ઓફર ફોર ટેકઓવર, ઓફર ફોર સેલ, બાયબેક અથવા ડીલિસ્ટિંગ દ્વારા ડિલિવરીના આધારે ટ્રાન્સફર થતી ડિબેન્ચર્સ સિવાયની નાણાકીય જામીનગીરી | 0.015% | વેચનાર |
સમગ્ર ભારતમાં સ્ટેમ્પ ડ્યુટીના દરો
ભારતીય સંઘના રાજ્યો દ્વારા પસાર કરાયેલા વિવિધ સ્ટેમ્પ કાયદાઓ તે રાજ્યોની અંદર થતા વ્યવહારો માટે વસૂલવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટીના દર નક્કી કરે છે. દા.ત, કર્ણાટક સ્ટેમ્પ એક્ટ, 1957 મુજબ કર્ણાટકમાં સ્થાવર મિલકતના હસ્તાંતરણ માટે સ્ટેમ્પ ડ્યુટી મિલકતના કુલ બજાર મૂલ્યના 5% છે. જ્યારે ગુજરાતમાં સ્થાવર મિલકતના હસ્તાંતરણ માટે સ્ટેમ્પ ડ્યુટી મિલકતના કુલ બજાર મૂલ્યના 6% (મૂળભૂત અને વધારાની ડ્યુટી મળીને) છે.દરો એક રાજ્યથી બીજા રાજ્યમાં ભિન્ન હોવાથી તમે જે રાજ્યમાં નાણાંકીય અથવા કાયદાકીય વ્યવહાર કરવા માંગતા હોવ, ત્યાં તમારી જવાબદારી નક્કી કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
વિવિધ રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટીના દરો
| રાજ્ય | સ્ટેમ્પ ડ્યુટી દર |
| આંધ્ર પ્રદેશ | 5% |
| આસામ | પુરુષ: 8.25%, સ્ત્રી: 7.75% |
| છત્તીસગઢ | પુરુષ: 7%, સ્ત્રી: 6% |
| તેલંગાણા | 5% |
| ગુજરાત | 4.9% (મૂળભૂત દર) |
| ઝારખંડ | 4% |
| ઓડિશા | પુરુષ: 5%, સ્ત્રી: 4% |
| હરિયાણા | પુરુષ: 7%, સ્ત્રી: 5% |
| કર્ણાટક | 5% (₹35 લાખથી વધુ), 3% (₹21–35 લાખ), 2% (₹20 લાખથી ઓછી) |
| પંજાબ | પુરુષ: 7%, સ્ત્રી: 5% |
| ઉત્તર પ્રદેશ | 7% |
| મહારાષ્ટ્ર | 6% |
| કેરળ | 8% |
| તમિલનાડુ | 7% |
| પશ્ચિમ બંગાળ | ₹40 લાખ સુધી: 7%, ₹40 લાખથી વધુ: 8% |
| મધ્ય પ્રદેશ | 7.5% |
| બિહાર | 6% |
| રાજસ્થાન | પુરુષ: 6%, સ્ત્રી: 5% |
| ઉત્તરાખંડ | 5% |
નિષ્કર્ષ
સ્ટેમ્પ ડ્યુટી ભારતની નાણાંકીય અને કાયદાકીય બંને પ્રણાલીઓનો એક અભિન્ન હિસ્સો છે. દસ્તાવેજોને માન્ય કરવા માટે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી જરૂરી છે અને તે સરકારો માટે આવકનો મોટો સ્ત્રોત છે. આ ડ્યુટી વ્યવહારના ખર્ચમાં વધારો કરતી હોવાથી કોઈપણ વ્યવહાર કરતી વખતે તમારે હંમેશા સ્ટેમ્પ ડ્યુટીને ધ્યાનમાં લેવી જોઈએ, ખાસ કરીને જો ચૂકવણીનો બોજ તમારા પર હોય.

