ઇનકમ ટેક્સ એક્ટ, 1961 ની કલમ 143(1) હેઠળનું ઇન્ટિમેશન એ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસ થયા પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતો એક ઓટોમેટેડ કમ્યુનિકેશન છે. આ ઇન્ટિમેશન મળવાનો અર્થ એ નથી કે તમારા રિટર્નમાં કોઈ ગેરરીતિ છે. આ ફાઇલિંગ પછીની પ્રોસેસનો એક સામાન્ય ભાગ છે. ટેક્સપેયર્સને સામાન્ય રીતે આ નોટિસ ઈમેલ અથવા એસએસએસ દ્વારા મળે છે, અને તેને ઇન્કમ ટેક્સના ઈ-ફાઇલિંગ પોર્ટલ પરથી પણ એક્સેસ કરી શકાય છે.
આ લેખ કલમ 143(1) હેઠળના ઇન્ટિમેશન, તેનો અર્થ, તે કરવા પાછળના કારણો, તેને કેવી રીતે ડાઉનલોડ કરવું અને ત્યારબાદ લેવાના પગલાંઓ વિશે વિગતવાર સમજાવે છે, જેથી યુઝર્સને આ ઇન્ટિમેશન વિશે ક્લિઅર સમજ મળે અને તેઓ યોગ્ય પ્રતિભાવ આપી શકે.
કી ટેકવેઝ
- કલમ 143(1) હેઠળનું ઇન્ટિમેશન એ રિટર્ન પ્રોસેસ થયા પછી ટેક્સપેયર્સે ફાઇલ કરેલા રિટર્નની સરખામણી ડિપાર્ટમેન્ટની ગણતરી સાથે કરતો ઇનકમ ટેક્સ વિભાગનો એક ઓટોમેટેડ સમરી છે.
- આ કમ્યુનિકેશન એ પુષ્ટિ કરે છે કે પ્રોસેસ થયેલા રિટર્નના પરિણામે ટેક્સ રિફંડ બને છે, નવી ટેક્સ ડિમાન્ડ ઊભી થાય છે, અથવા કોઈ મિસમેચ નથી.
- ટેક્સ પેયર્સે આ ઇન્ટિમેશનની સમીક્ષા કરવી આવશ્યક છે અને જો ટેક્સ ડિમાન્ડ ઊભી થઈ હોય, તો કાં તો રકમ ચૂકવવી જોઈએ અથવા જો તેઓ આ ફેરફારો સાથે અસંમત હોય તો કલમ 154 હેઠળ ઓનલાઈન રેક્ટિફિકેશન રિકવેસ્ટ ફાઇલ કરવી જોઈએ.
કલમ 143(1) હેઠળનો ઇન્ટિમેશન લેટર શું છે?
જ્યારે આઇટીઆર પ્રોસેસ થાય છે ત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી મળતો એક ફોર્મલ લેટર એટલે કલમ 143(1) હેઠળનું ઇન્ટિમેશન. ઇન્કમ ટેક્સ સેક્શન 143(1) ઇન્ટિમેશન અનુસાર, આ પત્રમાં પ્રારંભિક ચકાસણી દરમિયાન કરવામાં આવેલા કોઈપણ એડજસ્ટમેન્ટ અથવા તારણોનો સારાંશ હોય છે.
સરળ શબ્દોમાં કહીએ તો, સેક્શન 143(1) ઇન્કમ ટેક્સ ઇન્ટિમેશન એ તમારા દ્વારા દર્શાવવામાં આવેલા આંકડા અને સિસ્ટમ દ્વારા ગણતરી કરાયેલા આંકડા વચ્ચેનો તફાવત દર્શાવતો રિટર્નની સમરી છે. જો કોઈ તફાવત ન હોય, તો આ માત્ર તમારા રિટર્નનો સ્વીકાર છે.
આવકવેરા કાયદા, 1961 હેઠળ, સેન્ટ્રલાઇઝડ પ્રોસેસિંગ સેન્ટરને આ કાયદાની કલમ 143(1) હેઠળ મેથેમેટિકલ એક્યુરેસી ચકાસવા, તેને ફોર્મ 26AS અને એઆઇએસ સાથે સરખાવવા અને આ પ્રોસેસમાં કોઈપણ વિસંગતતાને હાઇલાઇટ કરવાની સત્તા આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કરદાતાઓનું રિટર્ન ઊંડી તપાસ થાય તે પહેલાં સાચું હોય.
નોંધનીય છે કે ઇન્કમ ટેક્સ સેક્શન 143(1) હેઠળના આ ઇન્ટિમેશનનો અર્થ નોટિસ નથી. આ એક કમ્પ્યુટર-જનરેટેડ સ્ટેટમેન્ટ છે, કોઈ તપાસ કે ઓડિટ માટેનું આહ્વાન નથી, અને તેથી તેમાં કોઈ તપાસ કે ઓડિટની જરૂર હોતી નથી.
કલમ 143(1) હેઠળ થતા એડજસ્ટમેન્ટના પ્રકારો
ઇનકમ ટેક્સ એક્ટની કલમ 143(1) હેઠળ, સેન્ટ્રલાઇઝડ પ્રોસેસિંગ સેન્ટર એક્યુરેસી અને કમ્પ્લાયન્સ સુનિશ્ચિત કરવા માટે ઇન્કમ ટેક્સ રિટર્નની પ્રોસેસ દરમિયાન ઓટોમેટિક એડજસ્ટમેન્ટ કરી શકે છે. આ કાયદાની કલમ 143(1) હેઠળ સૌથી સામાન્ય એડજસ્ટમેન્ટના પ્રકારો નીચે મુજબ છે:
- એરિથમેટિક એરર્સ: આમાં કુલ આવક, ડિડક્શન અથવા ટેક્સ લાયબિલિટીની ગણતરીમાં થતી ભૂલોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, જો વિવિધ સોર્સમાંથી મળેલી આવકનો સરવાળો ખોટો થયો હોય અથવા સ્લેબ મુજબ ટેક્સની ગણતરી ખોટી થઈ હોય, તો સીપીસી પ્રોસેસિંગ દરમિયાન આ મિસમેચને આપમેળે સુધારી લેશે.
- ખોટા ક્લેમ્સ: સીપીસી એવી કપાતો અથવા મુક્તિઓને ઓળખે છે જે આવકવેરા કાયદા હેઠળ માન્ય નથી. ઉદાહરણ તરીકે: નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરતી વખતે જૂની વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનનો દાવો કરવો અથવા નિયત ડિડક્શન લિમિટ કરતાં વધુ ક્લેમ કરવો. જો રિટર્નમાં અમાન્ય ખર્ચાઓ એડજસ્ટ કરવામાં ન આવ્યા હોય, તો સીપીસી ઉપલબ્ધ ઓડિટ રિપોર્ટ્સ અથવા રિટર્ન ડેટાના આધારે તેને સુધારે છે.
- ફોર્મ 26AS કે એઆઇએસ સાથે મિસમેચ: આઇટીઆર માં દર્શાવેલ ટીડીએસ, એડવાન્સ ટેક્સ અથવા સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સ અને ફોર્મ 26AS અથવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં રહેલી માહિતી વચ્ચેની વિસંગતતાના પરિણામે ઓટોમેટિક એડજસ્ટમેન્ટ થાય છે. ટેક્સની યોગ્ય ગણતરી નક્કી કરવા માટે સીપીસી આ આંકડાઓને કન્ફર્મ થયેલા ડેટા સાથે મેચ કરે છે.
આ તમામ ફેરફારો પારદર્શક હોય છે અને ટેક્સપેયર્સની તેમની ઇન્કમ ટેક્સ સેક્શન 143(1) એક્ટ ઇન્ટિમેશન પીડીએફમાં સરળતાથી તફાવત જોઈ શકે છે. જો કોઈ વિસંગતતા અંતિમ ટેક્સ ગણતરીને અસર કરતી હોય, તો ટેક્સપેયર્સને આગળની કાર્યવાહી અથવા સમીક્ષા માટે આ ઇન્ટિમેશન દ્વારા જાણ કરવામાં આવે છે.
કલમ 143(1) હેઠળ ઇન્ટિમેશન મળવાના સામાન્ય કારણ
ઇનકમ ટેક્સ એક્ટ 1961 ની કલમ 143(1) હેઠળ ઇન્ટિમેશન મળવાનો અર્થ એ નથી કે તમે કંઈક ખોટું કર્યું છે. આ તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસ થયા પછી જારી કરાતો એક ઓટોમેટેડ કોમ્યુનિકેશન છે. આ થવા પાછળના કેટલાંક કારણો હોઈ શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ટીડીએસ અથવા ટીસીએસ ડેટામાં મિસમેચ: આવું ત્યારે થઈ શકે છે જ્યારે તમારા એમ્પ્લોયર, બેંક અથવા અન્ય ડિડક્ટરે ફોર્મ 26AS, AIS કે ફોર્મ 16 માં રિપોર્ટ કરેલા આંકડા તમે તમારા રિટર્નમાં જાહેર કરેલા આંકડા કરતાં અલગ હોય.
- આવકની ખોટી માહિતી આપવી: વ્યાજ, કેપિટલ ગેઈન, ડિવિડન્ડ, ભાડું અથવા અન્ય કોઈ સોર્સેમાંથી થતી આવક છૂટી ગઈ હોય અથવા ખોટી રીતે દર્શાવવામાં આવી હોય. ટેક્સ ડિપાર્ટમેન્ટની સિસ્ટમ વિવિધ સોર્સ (જેમ કે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા રજિસ્ટ્રાર) માંથી ડેટાને ક્રોસ-વેરિફાય કરે છે અને તફાવતો દર્શાવે છે.
- ડિડક્શન અથવા મુક્તિઓમાં વિસંગતતા: 80C, 80D, 80G, એચઆરએ/ એલટીએ પર વધુ પડતી અથવા નિર્ધારિત મર્યાદાથી બહારની ડિડક્શનનો ક્લેમ કરવો અથવા એઆઇએસ/26AS માં મેળ ખાતા રેકોર્ડ વગર ક્લેમ કરવાથી એડજસ્ટમેન્ટ ટ્રિગર થઈ શકે છે.
- આઇટીઆર વેરિફાય કરવામાં નિષ્ફળતા: તમારું રિટર્ન ફાઇલ થઈ ગયું હોય તો પણ, તેને વેરિફાય કરવું જરૂરી છે (આધાર ઓટીપી, નેટ બેંકિંગ અથવા આઇટીઆર-વી સબમિશન દ્વારા). જો નિયત સમયગાળામાં વેરિફાય કરવામાં ન આવે, તો પણ સિસ્ટમ તેને પ્રોસેસ કરે છે પરંતુ વિસંગતતાઓ ફ્લેગ કરે છે, જેનાથી ઇન્ટિમેશન ટ્રિગર થાય છે.
- ટેકનિકલ એડજસ્ટમેન્ટ અથવા સિસ્ટમ-આધારિત રી-કોમ્પ્યુટેશન: જો વ્યાજ, લેટ ફી અથવા રિબેટની ગણતરી (જેમ કે કલમ 87A, 234A/B/C હેઠળ) ડિપાર્ટમેન્ટ દ્વારા ગણતરી કરાયેલા મૂલ્યો કરતાં અલગ હોય તો પ્રોસેસિંગ સિસ્ટમ તેને ઓટો-કરેક્ટ કરી શકે છે.
કલમ 143(1) હેઠળનું ઇન્ટિમેશન કેવી રીતે ડાઉનલોડ કરવું?
જો કોઈ ટેક્સપેયર્સ ઇનકમ ટેક્સ એક્ટ, 1961 ની કલમ 143(1) હેઠળ ઇન્ટિમેશન જનરેટ થયું હોવાનો ઈમેલ અથવા મેસેજ મળ્યો હોય, તો તેને ઓફિશ્યલ ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલ પરથી સીધું ડાઉનલોડ કરી શકાય છે. તે આ રીતે કરી શકાય:
- ઓફિશ્યલ ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લો.
- તમારા આધાર અથવા પાન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો.
- “ઇ-ફાઇલ” હેઠળ, “ઇનકમ ટેક્સ રીટર્ન્સ” -> “વ્યૂ ફાઇલ્ડ રીટર્ન્સ” પર ક્લિક કરો.
- જે રિટર્ન માટે તમને સેક્શન 143(1) એક્ટ ઇન્ટિમેશન મળ્યું છે તે શોધો.
- તેની વિગતો હેઠળ, “ડાઉનલોડ ઇન્ટીમેશન ઓર્ડર (u/s 143(1))” પર ક્લિક કરો. આ ફાઇલ પાસવર્ડ-પ્રોટેક્ટેડ પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે સેવ થશે.
- તમારું નામ, પાન, એસેસમેન્ટ યર, આઇટીઆર એકનોલેજમેન્ટ નંબર, ફાઇલ કરેલી આવક અને કપાતની સાથે ગણતરી કરેલી આવક અને કપાત તપાસો, અને જુઓ કે કોઈ ટેક્સ ડિમાન્ડ છે કે રિફંડ છે.
- જો કોઈ ફેરફાર કે અસંગતતા ન હોય, તો આગળ કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી.
- જો કોઈ ટેક્સ ડિમાન્ડ અથવા એડજસ્ટમેન્ટ હોય તો:
- તમે પોર્ટલ દ્વારા સીધો જવાબ આપી શકો છો અથવા ચૂકવણી કરી શકો છો.
- જો તમે ગણતરી સાથે અસંમત હોવ, તો તમે લાગુ પડતી પરિસ્થિતિ મુજબ “રેક્ટિફિકેશન રિક્વેસ્ટ u/s 154” અથવા રિવાઇઝ્ડ રિટર્ન u/s 139(5) ફાઇલ કરી શકો છો.
- વૈકલ્પિક એક્સેસ (ઇ-પ્રોસિડિંગ્સ દ્વારા):
- જો આ કમ્યુનિકેશન તે ચેનલ દ્વારા જારી કરવામાં આવ્યું હોય, તો તમે તેને “પેન્ડિંગ એક્શન્સ” → “ઇ-પ્રોસિડિંગ્સ” → “કમ્પ્લીટેડ પ્રોસિડિંગ્સ” હેઠળ પણ શોધી શકો છો.
- જો રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હોય તે નાણાકીય વર્ષના અંતથી 9 મહિનાની અંદર કોઈ ઇન્ટિમેશન જનરેટ ન થાય, તો આઇટીઆર એકનોલેજમેન્ટને જ કલમ 143(1) હેઠળનું ઇન્ટિમેશન ગણવામાં આવે છે.
નોંધ: જો તમને એસએમએસ/ઈમેલ મળ્યા પછી પણ “ડાઉનલોડ ઇન્ટિમેશન” ની લિંક દેખાતી ન હોય, તો તમે ઈ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો અથવા સીપીસી બેંગલુરુનો સંપર્ક કરી શકો છો.
ઇન્ટિમેશન જોવા માટેની લોગ ઇન પ્રોસેસ
ઇન્ટિમેશન સુરક્ષિત રીતે વાંચવા માટે:
- ઓફિશ્યલ પોર્ટલ પર જાઓ અને 'લોગીન' પર ક્લિક કરો.
- આધાર નંબર/પાન નંબર, પાસવર્ડ અને કેપ્ચા નંબર દાખલ કરો.
- ત્યાં પછી, “ઇ-ફાઇલ → ઇનકમ ટેક્સ રિટર્ન્સ → વ્યૂ ફાઇલ્ડ રીટર્ન્સ” સેક્શન ઓપન કરો.
- જરૂરી એસેસમેન્ટ યર પસંદ કરો.
- પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો.
આ ફાઇલ પાસવર્ડથી સુરક્ષિત રાખવામાં આવે છે. તેને પાન(નાના અક્ષરોમાં/લોઅર કેસ) + જન્મ તારીખ (DDMMYYYY) સાથે ખોલી શકાય છે, એટલે કે જો તમારો પાન 'ABCDE1234F' હોય અને જન્મ તારીખ 15 જુલાઈ 1990 હોય, તો તમારો પાસવર્ડ `abcde1234f15071990` હશે.
આ એક વધારાનું પ્રોટેક્શન લેવર ઉમેરે છે જેથી જો ઈમેલ કોઈ બીજાને ફોરવર્ડ થાય અથવા કોઈ અન્ય દ્વારા એક્સેસ થાય, તો પણ કોન્ફિડેન્સિયલ ટેક્સ ઇન્ફોર્મેશન હંમેશા સુરક્ષિત રહે.
કલમ 143(1) હેઠળ ઇન્ટિમેશન મળ્યા પછી શું કરવું
એકવાર ઇન્ટિમેશન ડાઉનલોડ થઈ જાય અને ઓપન થઈ જાય, પછી આગળની કાર્યવાહી ડોક્યુમેન્ટના પ્રકાર પર આધારિત રહેશે. સામાન્ય રીતે, ઇન્ટિમેશન ત્રણ પરિણામોમાંથી એક દર્શાવશે:
- રિફંડ ડ્યુ
- ટેક્સ પેયેબલ
- કોઈ વિસંગતતા નથી
દરેક કિસ્સામાં શું કરવાનું રહે છે તે અહીં છે:
જો રિફંડ બાકી હોય
જો ઇન્ટિમેશન દર્શાવે છે કે તમે રિફંડ માટે પાત્ર છો, તો તપાસો કે તમારું બેંક એકાઉન્ટ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર પ્રી-વેલિડેટ છે કે નહીં. આ કરવા માટે:
- “પ્રોફાઇલ → માય બેંક એકાઉન્ટ” પર જાઓ.
- એકાઉન્ટ વેરિફાય કરો અને એકાઉન્ટને પાન સાથે લિંક કરો.
- એનએસડીએલ રિફંડ સ્ટેટસ પોર્ટલ પર અથવા ઈ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા રિફંડ સ્ટેટસ ટ્રૅક કરો.
સિસ્ટમ દ્વારા કલમ 143(1) હેઠળનું ઇન્ટિમેશન સ્વીકારવામાં આવ્યા પછી સામાન્ય રીતે 20 થી 45 દિવસની અંદર રિફંડ પ્રોસેસ થઈ જાય છે.
જો ટેક્સ ચૂકવવાપાત્ર હોય:
જો ઇન્ટિમેશનમાં ડિમાન્ડ ઊભી કરવામાં આવી હોય:
- ઈ-ફાઇલિંગ ઇન્ટરફેસ પર લોગ ઇન કરો અને "પેન્ડિંગ એક્શન્સ” -> “રિસ્પોન્સ ટૂ આઉટસ્ટેન્ડિંગ ડિમાન્ડ" પેજ પર જાઓ.
- તમામ વિગતો ધ્યાનપૂર્વક તપાસો. કેટલીકવાર આ ટીડીએસની અસંગતતા અથવા ખોટી માહિતી દાખલ કરવાને કારણે હોઈ શકે છે.
- જો તમે ડિમાન્ડ સાથે સહમત હોવ, તો ઇ-પે ટેક્સ સર્વિસ દ્વારા ચલાન નં. 280 → “ટેક્સ ઓન રેગ્યુલર એસેસમેન્ટ(400)” નો ઉપયોગ કરીને બાકી રકમ ચૂકવો.
- જો તમે અસંમત હોવ, તો તેને સપોર્ટ કરતા પુરાવા સાથે કલમ 154 હેઠળ રેક્ટિફિકેશન રિકવેસ્ટ ફાઇલ કરો.
- જો ભૂલ તમારા ઓરિજિનલ આઇટીઆર માં હોય, તો રેક્ટિફિકેશન રિકવેસ્ટના બદલે (માન્ય સમયમર્યાદામાં) રીવાઇઝ્ડ રીટર્ન ફાઇલ કરો.
નહીં ચૂકવેલ ટેક્સ ડિમાન્ડ પર કલમ 234B અને 234C હેઠળ વ્યાજ અકત્ર થાય છે, અને શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા જરૂરી છે.
જો કોઈ વિસંગતતા ન હોય:
જો ફિગર્સના બંને સેટ સમાન હોય, તો તે દર્શાવે છે કે રિટર્ન કોઈપણ ફેરફાર વિના સ્વીકારવામાં આવ્યું છે. આ ઇન્ટિમેશન માત્ર એક સ્વીકૃતિ છે, અને આગળ કશું કરવાની જરૂર નથી. પીડીએફ કોપી ભવિષ્યના સંદર્ભ માટે અથવા લોન/વીઝા એપ્લિકેશન માટે સુરક્ષિત રીતે રાખી શકાય છે.
કલમ 143(1) હેઠળના ઇન્ટિમેશનનો જવાબ કેવી રીતે આપવો?
જો ઇન્ટિમેશનમાં કોઈ ભૂલ હોય, જેમ કે એવી અસંગતતા જે સંપૂર્ણપણે કોઈના નિયંત્રણ બહારની હોય, તો ટેક્સપેયર્સ કલમ 154 ના ભાગ રૂપે ઓનલાઈન રેક્ટિફિકેશન રિકવેસ્ટ દ્વારા જવાબ આપી શકે છે.
જવાબ આપવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ:
- ઈ-ફાઇલ એકાઉન્ટમાં લોગ ઇન કરો.
- સર્વિસિઝ-> રિસાઇટીફિકેશન પર નેવિગેટ કરો.
- યોગ્ય એસેસમેન્ટ યર પસંદ કરો.
- સિસ્ટમની ભૂલોના કિસ્સામાં 'ઓન્લી રીપ્રોસેસિસ ધ રીટર્ન' પસંદ કરો, અથવા વાસ્તવિક સુધારાઓના કિસ્સામાં 'રેક્ટિફાઇ મિસ્ટેક' પસંદ કરો.
- જો જરૂરી હોય તો સુધારેલી એક્સએલએલ/જેસોન ફાઇલ અપલોડ કરો.
- સબમિટ કરો અને વ્યૂ ફાઇલ્ડ રીટર્ન્સનો ઉપયોગ કરીને રેક્ટિફિકેશન સ્ટેટસ જુઓ.
આ ફીચર ટેક્સ ઓફિસ ગયા વિના કોઈપણ સંભવિત અજાણતા થયેલી અસંગતતાઓનો ઝડપી ઉકેલ લાવે છે.
નિષ્કર્ષ
કલમ 143(1) હેઠળનું ઇન્ટિમેશન એ પુષ્ટિ તરીકે કામ કરે છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટેમેન્ટે ટેક્સપેયર્સનું રિટર્ન સફળતાપૂર્વક પ્રોસેસ કર્યું છે. આ ઇન્ટિમેશનના હેતુને સમજવો, તેના કન્ટેન્ટ્સનું સચોટ અર્થઘટન કરવું અને યોગ્ય પગલાં લેવા તે નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે અને તણાવ ઘટાડે છે.
ટેક્સપેયર્સે વિસંગતતાઓ ઘટાડવા માટે સબમિશન પહેલાં તેમના આઇટીઆરને ફોર્મ 26AS અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ સાથે ક્રોસ-ચેક કરવું જોઈએ. ઓર્ગેનાઇઝ્ડ રેકોર્ડ અને એકનોલેજમેન્ટ જાળવી રાખવા પણ મહત્વપૂર્ણ છે, કારણ કે નાણાકીય વેરિફિકેશન અથવા ભવિષ્યના સંદર્ભ માટે આની જરૂર પડી શકે છે. આ ઇન્ટિમેશન કોઈ નોટિસ કે ડિમાન્ડ નથી; તે ફાઇલિંગ સ્ટેટસની ઓટોમેટેધ સ્વીકૃતિ છે.

