Skip to main content

F&O ટ્રેડિંગમાં લીવરેજના ફાયદા અને ગેરફાયદા

6 min readUpdated on 31st Jul, 2026by Angel One
F&O ટ્રેડિંગમાં લીવરેજ ટ્રેડર્સને માર્જિનનો ઉપયોગ કરીને મોટી પોઝિશન લેવાની સુવિધા આપવામાં આવે છે, જેથી સંભવિત ફાયદાઓ અને જોખમો બંનેમાં વધારો થાય છે.
Share

F&O ટ્રેડિંગમાં માર્જિન જમા કરીને ઉપલબ્ધ કેપિટલ કરતાં મોટી પોઝિશન લેવાની ક્ષમતાને લીવરેજ કહેવામાં આવે છે. તે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગનું એક મૂળભૂત પાસું છે અને સીધો રિસ્ક એક્સપોઝર અને નફાની સંભાવનાને સીધી અસર કરે છે. ભારતમાં, એક્સચેન્જો અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા માર્જિન જરૂરિયાતો દ્વારા F&O ઇન્ડસ્ટ્રીમાં લીવરેજને મેનેજ કરે છે, જેથી સિસ્ટમ સાથે જોડાયેલા રિસ્કને કંટ્રોલ કરી શકાય.

મુખ્ય બાબતો

  • લીવરેજની મદદથી ટ્રેડર્સ ઓછી મૂડી સાથે મોટા હોલ્ડિંગ્સને કંટ્રોલ કરી શકે છે.
  • F&O ટ્રેડિંગ સંપૂર્ણ કોન્ટ્રેક્ટ વેલ્યૂના બદલે માર્જિન પર આધારિત હોય છે.
  • SEBI વધુ પડતા લીવરેજને રોકવા માટે અગાઉથી માર્જિન કલેક્શનનો નિયમ લાગૂ કરે છે.
  • લીવરેજ્ડ ટ્રેડ્સમાં નુકસાન મૂળ માર્જિન કરતાં વધિ શકે છે.

ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) શું છે?

ફ્યુચર્સ એવા કરાર છે જે બંને પક્ષોને ચોક્કસ ભાવિ તારીખે નિર્ધારિત કિંમત અન્ડરલાઇંગ એસેટ ખરીદવા અથવા વેચવા માટે ફરજ પાડે છે. બીજી બાજુ, ઓપ્શન્સ ખરીદનારને એક્સપાયરી ડેટ અથવા તે પહેલાં નિશ્ચિત કિંમત અન્ડરલાઇંગ એસેટ ખરીદવા અથવા વેચવાનો અધિકાર આપે છે પરંતુ જવાબદારી આપતું નથી. આ ઓપ્શન્સને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે: કોલ ઓપ્શન્સ અને પુટ ઓપ્શન્સ.

કોલ ઓપ્શનનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે અન્ડરલાઇંગ એસેટના ભાવમાં વધારો થવાની ધારણા હોય, જ્યારે પુટ ઓપ્શનનો ઉપયોગ ત્યારે થાય છે, જ્યારે કિંમત ઘટવાની ધારણા હોય. લીવરેજ એ F&O ટ્રેડિંગની એક ખાસ વિશેષતા છે કારણ કે આ કોન્ટ્રેક્ટમાં આખી કોન્ટ્રેક્ટ વેલ્યૂને બદલે ફક્ત માર્જિનની જરૂર પડે છે, જેનાથી વધુ માર્કેટ એક્સપોઝર મળે છે.

લીવરેજ શું છે?

લીવરેજનો અર્થ થાય છે માર્જિનનો ઉપયોગ કરીને પોતાના ટ્રેડિંગ કે ડીમેટ એકાઉન્ટમાં ઉપલબ્ધ ફંડ કરતાં મોટી પોઝિશન લેવી. તે સામાન્ય રીતે તમારા ડીમેટ એકાઉન્ટમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ વાસ્તવિક રકમ અને ટ્રેડિંગની સીલિંગ લિમિટની વચ્ચેનો ગુણોત્તર છે. તમે કેટલી હદ સુધી ટ્રેડ કરી શકો છો તે સેબી દ્વારા નિર્ધારિત નિયમો અને કાયદાર પર આધારિત છે. સપ્ટેમ્બર 2021માં નિર્ધારિત નિયમો અનુસાર, ઇક્વિટી ઇન્ટ્રાડે ટ્રેડ્સ માટે મહત્તમ લીવરેજ 5x છે.

ભારતમાં લીવરેજને સેબીના પીક માર્જિન સ્ટ્રક્ચર દ્વારા કડક રીતે રેગ્યુલેટ કરવામાં આવે છે, જે અંતર્ગત બ્રોકર્સને માટે જરૂરી છે કે, તેઓ કોઈપણ ટ્રેડ પૂર્ણ કરતા પહેલા કુલ માર્જિન (SPAN + એક્સપોઝર) ના 100% હિસ્સો એકત્રિત કરે. તેનાથી નક્કી માર્જિનથી વધુ ઇન્ટ્રાડે લીવરેજ મળવાની શક્યતા ખતમ થઈ જાય છે.

આ સિસ્ટમ હેઠળ ક્લિયરિંગ કોર્પોરેશન્સ દિવસ દરમિયાન ઘણી વખત પોઝિશન્સ ચકાસે છે. કોઈપણ સમયે જરૂરી મહત્તમ માર્જિનને પીક માર્જિન કહેવામાં આવે છે, અને ટ્રેડર્સે આ રકમ જાળવવી જરૂરી છે, ભલે તેઓ પછીથી પોતાની પોઝિશન ઘટાડે અથવા ક્લોઝ કરે.

F&O માટે SEBIના પીક માર્જિન નિયમો અનુસાર SPAN + એક્સપોઝર માર્જિનના 100% હિસ્સો પહેલા જ જમા કરવાનો હોવો જોઈએ, જેથી લિક્વિડ ઇન્ડેક્સ ફ્યૂચર્સ પર લગભગ 3-5 ગણું લીવરેજ મળે છે, જે અન્ડરલાઇંગ કોન્ટ્રાક્ટની SPAN જરૂરિયાતો પર નિર્ભર કરે છે. ઇક્વિટી ઇન્ટ્રાડે ટ્રેડ્સ માટે, લીવરેજ 5x નક્કી કરવામાં આવી છે.

આ અગાઉના તે સમયગાળા કરતાં નોંધપાત્ર રીતે ઓછું છે જ્યારે પીક માર્જિન લિમિટ નક્કી થાય તે પહેલાં વધુ લીવરેજ ઉપલબ્ધ હતું. આ ઉપરાંત, NSE જેવા એક્સચેન્જ વધારાના માર્જિન લાગુ કરી શકે છે, જેમ કે, જો અમુક F&O ઇક્વિટીઝમાં કન્સન્ટ્રેટેડ પોઝીશન ‘માર્કેટ વાઇડ પોઝીશન લિમિટ’ (MWPL) જેવા નિર્ધારિત ક્રાઇટેરિયા સુધી પહોંચે છે, તો તેમના પર 15% નો વધારો શામેલ છે.

એકંદરે, લીવરેજમાં F&O માર્કેટની સ્થિરતા સુનિશ્ચિત કરતી વખતે અનુચિત જોખમને રોકવા માટે ટ્રેડિંગને નજીકથી નિયંત્રિત કરવામાં આવે છે.

લીવરેજના ફાયદા

લીવરેજ ઓપ્શન્સ લેવાના કેટલાક નોંધપાત્ર ફાયદા નીચે મુજબ છે:

1. ઓછી મૂડીની જરૂરિયાત

લીવરેજનો એક મુખ્ય ફાયદો એ છે કે તમે માર્કેટમાં મોટી પોઝિશન લઈ શકો છો, ભલે તમારી પાસે પૂરતા પૈસા ન હોય. જો ટ્રેડ તમારી અપેક્ષાઓ મુજબ ચાલે તો તે તમને વધુ નફો કમાવવાની સંભાવના આપે છે. આમ, જો તમારી પાસે મોટી ટ્રેડિંગ કેપિટલ ન હોય તો પણ તમે ટ્રેડ કરી શકો છો.

2. વધારે નફો

લીવરેજ તમને વધુ નફો મેળવવાની શક્યતા આપે છે જે ઘણો વધારે છે. ફાઇનાન્સિયલ લીવરેજની ચર્ચાના ફાયદા અને ગેરફાયદામાં પર ચર્ચામાં આ એક સૌથી મોટો ફાયદો છે.

3. મોટું એક્સપોઝર

પૈસાની અછત હોવાને કારણે તમને કોઈ કોલ કે પુટ ઓપ્શનના એક અથવા અમુક લોટ લેવાથી પોતાની રોકવાની જરૂર નથી. લીવરેજની મદદથી તમે તે ઇન્ડેક્સ કે સ્ટોકમાં વધુ મોટું એક્સપોઝર લઈ શકો છો, જેના ઓપ્શન કે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ લેવાનું તમે પ્લાનિંગ કરી રહ્યા છો.

લીવરેજના ગેરફાયદા

અહીં અમે તમને લીવરેજના ગેરફાયદા સમજાવીશું. જે નીચે મુજબ છે:

1. વધારે નુકસાન

લીવરેજનો ફાયદો વધુ નફો છે, પરંતુ જો ટ્રેડ તમારી અપેક્ષા મુજબ ન થાય તો શું? ગેરલાભ એ છે કે જો તમે લીવરેજનો ઓપ્શન પસંદ ન કર્યો હોત તો તમે જે ગુમાવ્યું હોત તેના કરતાં ઘણું વધારે ગુમાવશો. ટ્રેડિંગમાં લીવરેજના ફાયદા અને ગેરલાભોના એનાલિસિસમાં આ એક મુખ્ય ગેરલાભ છે.

2. માર્જિન કોલ

જો તમારું માર્જિન જરૂરી લેવલથી નીચે જાય, તો તમારા બ્રોકર વધુ નુકસાન અટકાવવા માટે તમારી પોઝિશનને આપમેળે સ્ક્વેર-ઓફ કરી શકે છે. જરૂરી માર્જિન રીસ્ટોર કરવા અને પેનલ્ટીઝ ટાળવા માટે તમારે ફંડ્સ ટોપ અપ કરવાની અથવા પાત્ર સિક્યોરિટીઝ ગીરવે મુકવાની પણ જરૂર પડી શકે છે.

3. ખર્ચ Vs લાભ

જો તમારી પોઝિશન રાતોરાત અથવા ટૂંકા ગાળા માટે હોય, તો તે ટ્રેડ ચાલુ રાખવાનો ખર્ચ તમારી પોઝિશનને સ્ક્વેર ઓફ કરતાં તમને મળતા કુલ લાભ કરતાં ઘણો વધિ શકે છે. આમ, ટ્રેડર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ લાંબા સમય સુધી તેમની પોઝિશન રોલઓવર ન કરે અને માર્જિન ટ્રેડિંગમાં તેને જલદી જ સ્ક્વેર ઓફ કરી લે.

F&O ટ્રેડિંગમાં લીવરેજનો સુરક્ષિત રીતે ઉપયોગ કેવી રીતે કરવો

તમે લીવરેજનો સુરક્ષિત રીતે ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે અહીં જણાવ્યું છે:

  • પર્યાપ્ત માર્જિન જાળવો: ટ્રેડિંગ એકાઉન્ટમાં પૂરતું માર્જિન મેઇન્ટેઇન કરવાથી માર્કેટ વોલેટિલિટી એબ્ઝોર્વ કરવામાં મદદ મળે છે અને માર્જિન કોલનું જોખમ ઘટાડે છે.
  • નિયમિત ધોરણે પોઝિશન્સને મોનિટર કરો: લીવરેજ્ડ ટ્રેડિંગમાં ઓપન પોઝિશન્સ ટ્રેક કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભાવમાં વધઘટ એકંદર એક્સપોઝરને ઝડપથી અસર કરી શકે છે.
  • રીસ્ક મેનેજમેન્ટ ટૂલ્સનો ઉપયોગ કરો: અણધારી બજાર પરિસ્થિતિઓમાં, સ્ટોપ-લોસ ઓર્ડર જેવા ટૂલ્સ સંભવિત નુકસાન ઘટાડવામાં મદદ કરી શકે છે.
  • અતિશય લીવરેજ ટાળો: ઉપલબ્ધ કેપિટલની તુલનામાં ઓછું લીવરેજ કિંમતોમાં પ્રતિકૂળ ફેરફારોની અસર ઘટાડે છે.
  • કોન્ટ્રાક્ટની વિશિષ્ટતાઓ સમજો: લોટ સાઇઝ, એક્સપાયરી ડેટ અને માર્જિનની જરૂરિયાતોને સમજવાથી તમને લીવરેજ્ડ પોઝિશન્સનું વધુ કાર્યક્ષમ રીતે સંચાલન કરવામાં મદદ મળે છે.

નિષ્કર્ષ

F&O ટ્રેડિંગમાં લીવરેજની સીધી અસર રોકાણ કરેલી મૂડી અને માર્કેટમાં ઉતારચઢાવ પ્રત્યે પોઝિશનની સંવેદનશીલતા પર છે. માર્જિન મલ્ટીપ્લાયર ઇફેક્ટના કારણે કિંમતોમાં સામાન્ય ફેરફારની પણ એકંદર પરિસ્થિતિ પર નોંધપાત્ર અસર થઈ શકે છે.

ભારતીય ડેરિવેટિવ્ઝ માર્કેટમાં, જ્યાં દરેક કોન્ટ્રાક્ટ માટે માર્જિનની જરૂરિયાતો અને અસ્થિરતા અલગ અલગ હોય છે, ત્યાં F&O ટ્રેડિંગના પરિણામોનું વિશ્લેષણ કરવા માટે લીવરેજ પોઝિશનની સાઇઝ, માર્જિન જરૂરિયાતો અને કિંમતોમાં ફેરફાર સાથે કેવી અસર થાય છે તે જાણવું મહત્વપૂર્ણ છે.

FAQs

F&O ટ્રેડિંગમાં લીવરેજનો ઉપયોગ કરવાથી કયા જોખમો સંકળાયેલા છે?

લીવરેજ લાભ અને નુકસાન બંનેને વધારે છેતેથી એક નાનો નકારાત્મક ફેરફાર પણ કેપિટલને ખતમ કરી શકે છેમાર્જિન કોલને ટ્રિગર કરી શકે છે અથવા નીચા ભાવે લિક્વિડેશનની ફરજ પાડી શકે છેસેબીના ડેટા અનુસારમોટાભાગના રિટેલ F&O ટ્રેડર્સ મુખ્યત્વે ઓવરલિવરેજિંગટ્રાન્ઝેક્શન કોસ્ટ્સ અને અલ્ગોરિધમિક ઇન્સ્ટીટ્યૂશનલ ટ્રેડર્સ સામે સ્પર્ધાને કારણે નાણાં ગુમાવે છે.

F&O ટ્રેડિંગમાં લીવરેજનો ઉપયોગ કરવાના ફાયદા શું છે?

લીવરેજ તમને મીનિમલ ફંડ્સ સાથે નોંધપાત્ર પ્રમાણમાં જોખમનું સંચાલન કરવાની મંજૂરી આપે છેમૂડી કાર્યક્ષમતામાં વધારો કરે છે અને વિનિંગ ટ્રેડ્સ પર સંભવિત રીવોર્ડ્સ આપે છેતે ઇન્ડેક્સ અથવા સ્ટોક ડેરિવેટિવ્ઝના ઉપયોગ દ્વારા કોસ્ટ-ઇફેક્ટિવ પોર્ટફોલિયો હેજિંગ માટે પણ મંજૂરી આપે છે.

શું F&O ટ્રેડિંગમાં મહત્તમ લીવરેજ લિમિટ છે?

હા, સેબીની પીક માર્જિનની આવશ્યકતાઓ ખરેખર લીવરેજને મર્યાદિત કરે છે, કારણ કે તેના માટે SPAN + એક્સપોઝર માર્જિનના 100% હિસ્સો અગાઉથી જ જમા કરાવવો પડે છે. જેના પરિણામે લિક્વિડ ઇન્ડેક્સ/સ્ટોક ફ્યુચર્સ પર 3-5x અને જોખમી ઇક્વિટી પર તેનાથી ઓછું લીવરેજ મળે છે. એક્સચેન્જો માર્જિન વધારી શકે છે, જે ઉપલબ્ધ લીવરેજને વધુ ઘટી શકે છે.

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers

+91

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers
+91