કૉલ ઓપ્શન્સ એવા પ્રકારના ઓપ્શન છે, જેનું મૂલ્ય અંડરલાઇંગ સ્ટોકની કિંમત વધવાની સાથે વધે છે. તે ઓપ્શનનો સૌથી જાણીતો પ્રકાર છે, જે માલિકને નિર્ધારિત તારીખ સુધીમાં ચોક્કસ સ્ટોક ખરીદવા માટે કિંમત નક્કી (લોક) કરવાની મંજૂરી આપે છે. કૉલ ઓપ્શન્સ આકર્ષક છે, કારણ કે અંડરલાઇંગ સ્ટોકની કિંમતમાં નજીવો વધારો થવા છતાં તેનું મૂલ્ય ઝડપથી વધીને શકે છે. પરિણામે મોટો નફો મેળવવા માંગતા ટ્રેડર્સમાં તે ફેવરિટ છે.
મુખ્ય મુદ્દાઓ
- કૉલ અને પુટ ઓપ્શન્સ ટ્રેડર્સને સંપત્તિની માલિકી ધરાવ્યા વિના કિંમતમાં થતા ફેરફારોથી નફો કમાવાની તક આપે છે.
- જ્યારે કિંમતો વધે છે, ત્યારે કૉલ ઓપ્શનનું મૂલ્ય વધે છે, જ્યારે કિંમતો ઘટે ત્યારે પુટ ઓપ્શન નફો આપે છે.
- ખરીદદારોનું નુક્શાન માત્ર પ્રીમિયમ પૂરતું મર્યાદિત હોય છે, પરંતુ વેચનારને વધુ જોખમનો સામનો કરવો પડી શકે છે.
- સફળ ટ્રેડિંગ માટે સ્ટ્રાઇક પ્રાઇસ, પ્રીમિયમ, એક્સપાયરી અને સેટલમેન્ટ જેવી પરિભાષાઓ સમજવી અત્યંત મહત્વપૂર્ણ છે.
કૉલ ઓપ્શન શું છે?
કૉલ ઓપ્શન તમને ઓપ્શનની એક્સપાયરી (પરિપક્વતા) પર કોઈ નિશ્ચિત તારીખ સુધીમાં નિર્ધારિત કિંમતે (સ્ટ્રાઇક પ્રાઇસ) સ્ટોક ખરીદવાનો અધિકાર આપે છે, જે કોઈ બંધન નથી હોતું. કૉલ ખરીદનાર આ અધિકાર માટે પ્રીમિયમ ચૂકવે છે, જે કૉલ વેચનારને મળશે. જે સ્ટોક્સ કાયમ માટે અસ્તિત્વમાં રહી શકે છે, તેનાથી વિપરીત ઓપ્શનની એક્સપાયરી દરમિયાન કોઈ કિંમત નથી રહેતી અથવા તેનું થોડું મૂલ્ય રહેશે.
ઓપ્શનની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
- સ્ટ્રાઇક પ્રાઇસ: એવી કિંમત કે જેના પર અંડરલાઇંગ શેર ખરીદી શકાય છે.
- પ્રીમિયમ: ઓપ્શનની કિંમત, જે ખરીદનાર અથવા વેચનાર દ્વારા ચૂકવવાપાત્ર છે.
કૉલ ઓપ્શન કેવી રીતે કામ કરે છે?
કૉલ ઓપ્શન રોકાણકારને સ્ટોક સીધો ખરીદ્યા વિના તેની કિંમતમાં સંભવિત વધારાથી નફો મેળવવાની તક આપે છે. તે એક કરાર દ્વારા કામ કરે છે, જેમાં ખરીદનાર એક નાનું પ્રીમિયમ ચૂકવીને અંડરલાઇંગ એસેટને નિર્ધારિત કિંમતે ખરીદવાનો અધિકાર મેળવે છે, પરંતુ તેને ખરીદવાની મજબૂરી નથી હોતી.
જો એસેટની માર્કેટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં વધે જાય, તો કૉલ ઓપ્શન ફાયદાકારક બને છે, કારણ કે ખરીદનાર હવે લોઅર ફિક્સ્ડ કોસ્ટ (ઓછી નિર્ધારિત કિંમત) પર એસેટ ખરીદી શકે છે. ખરીદનારનો નફો માર્કેટ પ્રાઇસ અને સ્ટ્રાઇક પ્રાઇસ વચ્ચેના તફાવતમાંથી ચૂકવેલ પ્રીમિયમ બાદ કર્યા બરાબર થાય છે.
જો કિંમત સ્ટ્રાઇક પ્રાઇસથી નીચે રહે છે, તો કૉલ ઓપ્શન નકામો એક્સપાયર થાય છે, જેમાં ટ્રેડર માત્ર પ્રીમિયમની રકમ ગુમાવે છે. પરિણામે આ ઓપ્શનમાં નુક્શાનનું જોખમ ઓછું હોય છે, પરંતુ કિંમતો વધતાં નફાની કોઈ સીમા નથી.
કૉલ ઓપ્શનનું ઉદાહરણ
ધારો કે એક ટ્રેડરનું અનુમાન છે કે આગામી મહિનામાં ABC Ltd.ના શેરની કિંમત વધશે. શેર અત્યારે ₹1,000 પર ટ્રેડ થઈ રહ્યા છે અને ટ્રેડરે શેર દીઠ ₹30ના પ્રીમિયમ પર ₹1,050 ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કૉલ ઓપ્શન કોન્ટ્રેક્ટ ખરીદ્યો. દરેક કોન્ટ્રેક્ટમાં 100 શેર હોય છે, તેથી ચૂકવાયેલી કુલ કિંમત ₹3,000 (₹30 x 100) છે.
જો એક્સપાયરી પહેલા શેરની કિંમત ₹1,100 પર પહોંચે જાય, તો ઓપ્શન નફાકારક બને છે. ઇન્ટ્રિન્સિક વેલ્યુ શેર દીઠ ₹50 (₹1,100 - ₹1,050) થાય છે. ₹30નું પ્રીમિયમ બાદ કર્યા બાદ ટ્રેડરનો શેર દીઠ નફો ₹20 થાય છે, જે કુલ ₹2,000 (₹20 x 100) થાય છે. જેઓ કે જો સ્ટોકની કિંમત એક્સપાયરી પર ₹1,050થી નીચે રહે, તો કૉલ ઓપ્શન નકામો થઈ જાય છે અને ટ્રેડર ચૂકવેલ પ્રીમિયમ ગુમાવશે.
આ ઉદાહરણ દર્શાવે છે કે કેવી રીતે કૉલ ઓપ્શન્સ લેવરેજ્ડ એક્સપોઝર પૂરું પાડે છે. ટ્રેડર માત્ર પ્રીમિયમનું જોખમ લે છે, પરંતુ જો સ્ટોક સાનુકૂળ દિશામાં આગળ વધે તો મોટો નફો મળી શકે છે.
પુટ ઓપ્શન શું છે?
પુટ ઓપ્શન એ એક પ્રકારનો ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ છે, જેમાં ખરીદનાર પાસે નિશ્ચિત સમયમાં સ્ટ્રાઇક પ્રાઇસ તરીકે ઓળખાતી કિંમતે અંડરલાઇંગ એસેટ વેચવાનો અધિકાર છે, જે કોઈ જવાબદારી નથી. તે એવા રોકાણકારો માટે વ્યૂહરચના તરીકે કામ કરે છે, જે માને છે કે ભવિષ્યમાં એસેટની કિંમત ઘટશે.
જ્યારે સ્ટોકની માર્કેટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસથી નીચે જાય છે, ત્યારે પુટ ઓપ્શન વધુ મૂલ્યવાન બને છે, કારણ કે ખરીદનાર ઊંચી સ્ટ્રાઇક પ્રાઇસ પર શેર વેચી શકે છે. જો ખરીદનાર ઓપ્શનનો ઉપયોગ કરે, તો વેચનાર નિર્દિષ્ટ કિંમતે એસેટ ખરીદવા માટે બંધાયેલો છે.
જો સ્ટોકની કિંમત સ્ટ્રાઇક પ્રાઇસથી ઉપર રહે છે, તો પુટ ઓપ્શન નકામો બની જાય છે અને ખરીદનાર તેના માટે ચૂકવેલ પ્રીમિયમ જ ગુમાવે છે. આ વિશેષતા તેને સંભવિત નુક્શાન સામે હેજિંગ કરવા અથવા માર્કેટની મંદીની વધઘટ પર અટકળ લગાવવા માટે એક ઉત્તમ સાધન બનાવે છે, કારણ કે મહત્તમ નુક્શાન પ્રીમિયમની રકમ સુધી જ મર્યાદિત છે.
પુટ ઓપ્શન કેવી રીતે કામ કરે છે?
પુટ ઓપ્શન સ્ટોકની માર્કેટ પ્રાઇસ તેની સ્ટ્રાઇક પ્રાઇસની સરખામણીમાં કેવી રીતે વધઘટ થાય છે, તેના આધારે કામ કરે છે. જ્યારે કોઈ રોકાણકાર પુટ ઓપ્શન ખરીદે છે, ત્યારે તેઓ એક્સપાયરી ડેટ પહેલા નિશ્ચિત કિંમતે સ્ટોક વેચવાના અધિકારની ખાતરી આપવા માટે નાનું પ્રીમિયમ ચૂકવે છે.
જો માર્કેટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસથી નીચે જાય છે, તો ખરીદનાર ઓપ્શનનો ઉપયોગ કરવા માટે પસંદ કરી શકે છે અને ઊંચી, સંમત થયેલી કિંમતે સ્ટોક વેચી શકે છે. નફો સ્ટ્રાઇક પ્રાઇસ અને માર્કેટ પ્રાઇસ વચ્ચેના તફાવતમાંથી ચૂકવેલ પ્રીમિયમ બાદ કર્યા બરાબર થાય છે. જો માર્કેટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસથી ઉપર રહેશે, તો ઓપ્શન સામાન્ય રીતે એક્સપાયર થઈ જશે, જેમાં ખરીદનાર માત્ર પ્રીમિયમ ગુમાવશે.
બીજી તરફ વેચનારાઓ અગાઉથી પ્રીમિયમ મેળવે છે, પરંતુ જો ખરીદનાર કોન્ટ્રેક્ટનો અમલ કરે, તો ઊંચી સ્ટ્રાઇક પ્રાઇસ પર સ્ટોક ખરીદવાનું જોખમ ઉઠાવે છે. આ અભિગમ ટ્રેડર્સને મૂડીના જોખમને મર્યાદિત રાખીને ડાઉનસાઇડ રિસ્ક ઘટાડવા અથવા ઘટતા બજારો પર અટકળ લગાવવાની સુવિધા આપે છે.
પુટ ઓપ્શનનું ઉદાહરણ
પુટ ઓપ્શન કેવી રીતે કામ કરે છે, તે સમજવા માટે ધારો કે એક રોકાણકાર અંદાજ લગાવે છે કે ટૂંકા ગાળામાં ABC Ltd.ના શેરની કિંમત ₹1,000થી ઘટીને ₹900 થઈ જશે. રોકાણકાર શેર દીઠ ₹25નું પ્રીમિયમ ચૂકવીને ₹1,000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ કોન્ટ્રેક્ટ ખરીદે છે. દરેક કોન્ટ્રેક્ટમાં 100 શેર હોય છે, તેથી કુલ ₹2,500 (₹25 x 100) ચૂકવવાના રહે છે.
જો એક્સપાયરી પહેલા શેરના ભાવ ₹900 સુધી ઘટી જાય, તો રોકાણકાર ₹1,000માં શેર વેચી શકે છે અને શેર દીઠ ₹100 કમાઈ શકે છે. ₹25નું પ્રીમિયમ બાદ કર્યા પછી શેર દીઠ ચોખ્ખો નફો ₹75 છે, જે કુલ ₹7,500 (₹75 x 100) થાય છે.
પરંતુ જો શેરની કિંમત ₹1,000થી ઉપર રહેશે, તો પુટ ઓપ્શન નકામો બની જશે અને ટ્રેડર માત્ર ₹2,500નું પ્રીમિયમ ગુમાવશે. આ ઉદાહરણ દર્શાવે છે કે કેવી રીતે ઓપ્શન્સ રોકાણકારોને ઘટતી કિંમતો સામે હેજિંગ કરવામાં અથવા તેમના સંભવિત નુક્શાન ન્યૂનતમ રાખીને પ્રતિકૂળ ટ્રેન્ડ્સમાંથી નફો મેળવવામાં મદદ કરી શકે છે.
કૉલ ઓપ્શન અને પુટ ઓપ્શન વચ્ચેનો તફાવત
અહીં કૉલ ઓપ્શન અને પુટ ઓપ્શન વચ્ચેના મુખ્ય તફાવતો આપવામાં આવ્યા છે, જેમાથી ટ્રેડર્સને એ સમજવામાં મદદ મળશે કે માર્કેટની વિપરીત સ્થિતિઓમાં અ બંને કેવી રીતે કામ કરે છે:
| તફાવતનો આધાર | કૉલ ઓપ્શન | પુટ ઓપ્શન |
| ઉદ્દેશ્ય | જ્યારે રોકાણકારો સ્ટોકની કિંમત વધવાની આગાહી કરે ત્યારે ઉપયોગ થાય છે. | જ્યારે રોકાણકારો સ્ટોકની કિંમત ઘટવાની આગાહી કરે ત્યારે ઉપયોગ થાય છે. |
| આપવામાં આવતો અધિકાર | ખરીદનારને નિર્ધારિત કિંમતે અંડરલાઇંગ એસેટ ખરીદવાનો ઓપ્શન આપે છે. | ખરીદનારને નિર્ધારિત કિંમતે અંડરલાઇંગ એસેટ વેચવાનો અધિકાર આપે છે. |
| નફાની સ્થિતિ | જ્યારે માર્કેટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં વધી જાય ત્યારે નફાકારક બને છે. | જ્યારે માર્કેટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસથી નીચે જાય ત્યારે નફાકારક બને છે. |
| ખરીદનારનું જોખમ | ચૂકવેલ પ્રીમિયમ પૂરતું મર્યાદિત. | ચૂકવેલ પ્રીમિયમ પૂરતું મર્યાદિત. |
| વેચનારની જવાબદારી | જો ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે તો વેચનારે એસેટ વેચવો જ પડે. | જો ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે તો વેચનારે એસેટ ખરીદવો જ પડે. |
| માર્કેટ વ્યુ | તેજી | મંદી |
જોખમ vs રિવોર્ડ - કૉલ ઓપ્શન અને પુટ ઓપ્શન
| પાસું | કૉલ ઓપ્શન | પુટ ઓપ્શન |
| માર્કેટ આઉટલુક | ખરીદનાર કિંમત વધવાની અપેક્ષા રાખે છે | ખરીદનાર કિંમત ઘટવાની અપેક્ષા રાખે છે |
| મહત્તમ નફો | અમર્યાદિત, કારણ કે કિંમત વધતી રહી શકે છે | સ્ટ્રાઇક પ્રાઇસ માઇનસ પ્રીમિયમ સુધી મર્યાદિત |
| મહત્તમ નુક્શાન | ચૂકવેલ પ્રીમિયમ પૂરતું મર્યાદિત | ચૂકવેલ પ્રીમિયમ પૂરતું મર્યાદિત |
| વેચનારનો નફો | મળેલ પ્રીમિયમ | મળેલ પ્રીમિયમ |
| વેચનારનું નુક્શાન | જો કિંમત ઝડપથી વધે તો અમર્યાદિત | સ્ટ્રાઇક પ્રાઇસ માઇનસ પ્રીમિયમ સુધી મર્યાદિત |
ઓપ્શન ક્યારે મેચ્યોર (પરિપક્વ) અને સેટલ થાય છે?
કોન્ટ્રેક્ટ એ એક ઓપ્શન છે અને દરેક કોન્ટ્રેક્ટ સ્ટોકના શેર્સને દર્શાવે છે. એક્સચેન્જો ઓપ્શનની કિંમતો શેર દીઠ કિંમતોના સંદર્ભમાં ક્વોટ કરે છે, માલિકીના એકંદર ખર્ચના સંદર્ભમાં નહીં. દા.ત, જો એક્સચેન્જ પર ઓપ્શન ₹૭.૫૦ પર ક્વોટ થયેલ હોય અને તેની લોટ સાઇઝ ૧૦૦ હોય, તો એક કોન્ટ્રેક્ટ ખરીદવા માટે ₹૭૫૦ (૧૦૦ શેર્સ * ૧ કોન્ટ્રેક્ટ * ₹૭.૫૦) ખર્ચ કરવો પડશે.
કૉલ ઓપ્શનનું સંચાલન
જ્યારે એક્સપાયરી સમયે સ્ટોકની કિંમત સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં વધુ હોય, ત્યારે કૉલ ઓપ્શન "ઇન ધ મની" હોય છે. કૉલ ઓપ્શનનો માલિક સ્ટ્રાઇક પ્રાઇસ પર સ્ટોક ખરીદવા માટે રોકડ રકમ લગાવીને તેનો ઉપયોગ કરી શકે છે. વૈકલ્પિક રીતે માલિક ઓપ્શન એક્સપાયર થાય તે પહેલાં તેના વાજબી માર્કેટ મૂલ્ય પર અન્ય ખરીદનારને વેચી શકે છે.
જ્યારે ચૂકવાયેલ પ્રીમિયમ સ્ટોકની કિંમત અને સ્ટ્રાઇક પ્રાઇસ વચ્ચેના તફાવત કરતાં ઓછું હોય, ત્યારે કૉલ માલિકને ફાયદો થાય છે. દા.ત, ધારો કે એક ટ્રેડરે ₹૨૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસ સાથે ₹૫માં કૉલ ખરીદ્યો અને એક્સપાયરી પર સ્ટોક ₹૨૩૦ પર ટ્રેડ થઈ રહ્યો છે. ઓપ્શનનું મૂલ્ય ₹૩૦ છે (₹૨૩૦ સ્ટોક પ્રાઇસ માઇનસ ₹૨૦૦ સ્ટ્રાઇક પ્રાઇસ) અને ટ્રેડરે ₹૨૫ (₹૩૦ માઇનસ ₹૫ પ્રીમિયમ)નો નફો થયો છે.
જો એક્સપાયરી સમયે સ્ટોકની કિંમત સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં ઓછી હોય, તો કૉલ "આઉટ ઓફ ધ મની" થાય છે અને મૂલ્યવિહીન બને છે. કૉલ વેચનાર ઓપ્શન માટે મળેલ કોઈપણ પ્રીમિયમ પોતાની પાસે રાખે છે.
તમે કૉલ ઓપ્શન શા માટે ખરીદશો?
કૉલ ઓપ્શન ખરીદવાનો પ્રાથમિક ફાયદો એ છે કે તે સ્ટોકની કિંમતમાં થતા નફાને એનક ગણો વધારે છે. તમે ન્યૂનતમ પ્રારંભિક રોકાણ માટે ઓપ્શન એક્સપાયર થાય, ત્યાં સુધી સ્ટ્રાઇક પ્રાઇસથી ઉપરના સ્ટોકના ગેઇન (નફો) પર નફો મેળવી શકો છો. તેથી જો તમે કૉલ ખરીદો છો, તો તમે સામાન્ય રીતે એક્સપાયરી પહેલા સ્ટોક વધવાની અપેક્ષા રાખો છો.
ધારો કે XYZ Ltd.નો સ્ટોક શેર દીઠ ₹૨૦૦ પર ટ્રેડ થઈ રહ્યો છે. ₹૨૦માં તમે ₹૨૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળા સ્ટોક પર કૉલ ઓપ્શન ખરીદી શકો છો, જે ૮ મહિનામાં એક્સપાયર થાય છે. દરેક કોન્ટ્રેક્ટની કિંમત ₹૨,૦૦૦ અથવા ₹૨૦ * ૧૦૦ શેર્સ * ૧ કોન્ટ્રેક્ટ છે.
એક્સપાયરી સમયે ટ્રેડરનો નફો નીચે મુજબ છે:
તમે જોઈ શકો છો કે સ્ટ્રાઇક પ્રાઇસથી ઉપર સ્ટોકની કિંમતમાં પ્રત્યેક રૂપિયાના વધારા સાથે ઓપ્શનની વેલ્યુ (એક્સપાયરી પર) ₹૧૦૦ વધે છે. જેમ સ્ટોક માત્ર ૪.૩ ટકાના વધારા સાથે ₹૨૩૦થી ₹૨૪૦ પર જાય છે, ટ્રેડરનો નફો ₹૧,૦૦૦થી બમણો થઈને ₹૨,૦૦૦ થઈ જાય છે.
જ્યારે ઓપ્શન એક્સપાયરી પર નફામાં હોઈ શકે છે, ત્યારે ટ્રેડરે નાણાં ગુમાવ્યા હોઈ શકે છે. કારણ કે આ ઉદાહરણમાં કોન્ટ્રેક્ટ દીઠ પ્રીમિયમ ₹૨૦ છે, ઓપ્શન શેર દીઠ ₹૨૨૦ પર નફાકારક બને છે (₹૨૦૦ સ્ટ્રાઇક પ્રાઇસ પ્લસ ₹૨૦ પ્રીમિયમ). કૉલ ખરીદનાર માત્ર તે સ્તરથી ઉપર જ નફો કમાય છે.
જો સ્ટોક ₹૨૦૦ અને ₹૨૨૦ની વચ્ચે બંધ થાય છે, તો કૉલ ઓપ્શન થોડું મૂલ્ય જાળવી રાખે છે, પરંતુ ટ્રેડર એકંદરે નાણાં ગુમાવે છે. વધુમાં જો શેરની કિંમત ₹૨૦૦થી નીચે જાય છે, તો ઓપ્શન મૂલ્યવિહીન થઈને એક્સપાયર થાય છે અને કૉલ ખરીદનાર આખું રોકાણ ગુમાવે છે.
કૉલ ખરીદવાનું આકર્ષણ એ છે કે તે સીધા સ્ટોકની માલિકી ધરાવવાની સરખામણીમાં ટ્રેડરના નફામાં નોંધપાત્ર વધારો કરે છે. એક ટ્રેડર ₹૨,૦૦૦ના ચોક્કસ પ્રારંભિક ખર્ચ માટે સ્ટોકના ૧૦ શેર અથવા એક કૉલ ખરીદી શકે છે.
જો સ્ટોક ₹૨૪૦ પર પહોંચે છે, તો:
- સ્ટોક રોકાણકાર ₹૪૦૦નો નફો કમાય છે, અથવા ૧૦ શેર * ₹૪૦નો વધારો.
- ઓપ્શન્સ ટ્રેડર ₹૨,૦૦૦ કમાય છે અથવા ₹૪,૦૦૦ ઓપ્શન મૂલ્ય (૧૦૦ શેર્સ * ૧ કોન્ટ્રેક્ટ * ₹૪૦ ગેઇન) માઇનસ કૉલ માટે ચૂકવેલ ₹૨,૦૦૦ પ્રીમિયમ.
- ટકાવારીના સંદર્ભમાં સ્ટોક ૨૦% રિટર્ન આપે છે, જ્યારે ઓપ્શન ૧૦૦% રિટર્ન આપે છે.
તમે કૉલ ઓપ્શન શા માટે વેચશો?
ખરીદવામાં આવેલ દરેક કૉલના પરિણામે કૉલ વેચાય છે. તેથી કૉલ વેચવાના ફાયદા શું છે? સારાંશમાં કૉલ ખરીદવા માટેનું પેઓફ સ્ટ્રક્ચર કૉલ વેચવા માટેના પેઆઉટ સ્ટ્રક્ચરથી વિપરિત છે. કૉલ વેચનારાઓ અપેક્ષા રાખે છે કે સ્ટોક ફ્લેટ (સ્થિર) રહેશે અથવા ઘટશે અને તેઓ કોઈપણ નકારાત્મક અસર વિના પ્રીમિયમ મેળવવા માંગે છે.
ચાલો પાછલા ઉદાહરણ પર નજર કરીએ. ધારો કે XYZ Ltd.નો સ્ટોક શેર દીઠ ₹૨૦૦ પર ટ્રેડ થઈ રહ્યો છે. ₹૨૦ માટે તમે ₹૨૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસ સાથે સ્ટોક પર કૉલ ઓપ્શન વેચી શકો છો, જે ૮ મહિનામાં એક્સપાયર થાય છે. એક કોન્ટ્રેક્ટનું મૂલ્ય ₹૨,૦૦૦ (₹૨૦ * ૧ કોન્ટ્રેક્ટ * ૧૦૦ શેર્સ) છે.
પેઆઉટ શિડ્યુલ કૉલ ખરીદનારથી તદ્દન વિપરીત છે:
- દરેક વખતે જ્યારે કિંમત ₹૨૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસથી નીચે જાય છે, ત્યારે ઓપ્શન કોઈ મૂલ્ય વિના એક્સપાયર થાય છે અને કૉલ વેચનાર ₹૨,૦૦૦નું કેશ પ્રીમિયમ પોતાની પાસે રાખે છે.
- ₹૨૦૦ અને ₹૨૨૦ની વચ્ચે કૉલ વેચનાર પ્રીમિયમનો અમુક ભાગ રાખે છે, પરંતુ બધો નહીં.
- મેળવેલા ₹૨,૦૦૦ પ્રીમિયમ ઉપરાંત કૉલ વેચનાર શેર દીઠ ₹૨૨૦થી ઉપર નાણાં ગુમાવે છે.
કૉલ વેચવાનું આકર્ષણ એ છે કે તમે અગાઉથી કેશ પ્રીમિયમ કમાઓ છો અને તમારે કોઈ તાત્કાલિક ચૂકવણી કરવાની જરૂર નથી. પછી સ્ટોકની મેચ્યોરિટી સુધી રાહ જુઓ. જો સ્ટોક ઘટે છે, ફ્લેટ રહે છે અથવા થોડો વધે છે, તો તમે નફો મેળવો છો. જોકે, કૉલ ખરીદનારથી વિપરિત તમે નાણાં બમણા કે ચાર ગણો કરી શકશો નહીં. કૉલ વેચનાર તરીકે તમે જે મહત્તમ નફો કમાઈ શકો છો, તે પ્રીમિયમ પર છે.
જ્યારે કૉલ વેચવો એ ઓછી જોખમી વ્યૂહરચના છે અને આવું થતું રહે છે, પરંતુ જો સ્ટોક વધે તો અમર્યાદિત નુકશાનની સંભાવનાને કારણે તે સૌથી જોખમી ઓપ્શન વ્યૂહરચનાઓમાંથી એક બની શકે છે.
દા.ત, જો સ્ટોકનું મૂલ્ય બમણું થઈને શેર દીઠ ₹૪૦૦ થઈ જાય, તો કૉલ વેચનારને ચોક્કસ ₹૧૮,૦૦૦નું નુકશાન થશે, એટલે કે ઓપ્શનના ₹૨૦,૦૦૦ મૂલ્યમાંથી મળેલ ₹૨,૦૦૦ પ્રીમિયમ ઘટાડીને. જોકે, વેચનારના રક્ષણમાં સહાય માટે કવર્ડ કૉલ જેવી કેટલીક સુરક્ષિત કૉલ-સેલિંગ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરી શકાય છે.
એક્સપાયરી પર કૉલ ઓપ્શન્સનું શું થાય છે?
કૉલ ઓપ્શન ખરીદવો
જ્યારે તમે કૉલ ઓપ્શન ખરીદો છો, ત્યારે એક્સપાયરી સમયે નીચેની ઘટનાઓ બની શકે છે:
- આઉટ-ઓફ-ધ-મની: જો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતા ઓછી રહે, તો ઓપ્શનનો અમલ કરવાનો કોઈ અર્થ નથી. કોન્ટ્રેક્ટ મૂલ્યવિહીન એક્સપાયર થાય છે, જેમાં ખરીદનારનું નુક્શાન ચૂકવાયેલા પ્રીમિયમ સુધી મર્યાદિત હોય છે.
- ઇન-ધ-મની: જો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં વધે જાય, તો ખરીદનાર ઓપ્શનનો અમલ કરી શકે છે. નફો એ સ્પોટ અને સ્ટ્રાઇક પ્રાઇસ વચ્ચેનો તફાવત છે, જેમાંથી ચૂકવેલ પ્રીમિયમ બાદ કરવામાં આવે છે.
- એટ-ધ-મની: જો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ જેટલી જ હોય, તો ખરીદનારને ઉપયોગ કરવા માટે કોઈ ફાયદો થતો નથી અને તેના બદલે ચૂકવેલા પ્રીમિયમ જેટલું નુક્શાન સહન કરવું પડે છે.
ખરીદનારનું મહત્તમ નુક્શાન પ્રીમિયમ સુધી મર્યાદિત છે, જ્યારે સંભવિત નફો સૈદ્ધાંતિક રીતે અમર્યાદિત છે.
કૉલ ઓપ્શન વેચવો
જ્યારે તમે કૉલ ઓપ્શન વેચો છો, ત્યારે એક્સપાયરી સમયે નીચેની ઘટનાઓ બની શકે છે:
- આઉટ-ઓફ-ધ-મની: જો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસથી નીચે રહે છે, તો ઓપ્શન મૂલ્યવિહીન રહીને એક્સપાયર થાય છે અને વેચનાર પ્રીમિયમને નફા તરીકે રાખે છે.
- ઇન-ધ-મની: જો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં વધે જાય, તો વેચનારે લોઅર સ્ટ્રાઇક પ્રાઇસ પર એસેટ વેચવી પડે છે, જેનાથી સ્પોટ અને સ્ટ્રાઇક પ્રાઇસ વચ્ચેના તફાવત જેટલું નુક્શાન થાય છે, જેમાંથી ચૂકવેલ પ્રીમિયમ બાદ કરવામાં આવે છે.
- એટ-ધ-મની: જ્યારે કિંમતો સમાન હોય છે, ત્યારે વેચનાર નફા માટે પ્રીમિયમ જાળવી રાખે છે.
આમ, જ્યારે નફો પ્રીમિયમ પૂરતો મર્યાદિત હોય છે, જો એસેટની કિંમત નાટકીય રીતે વધે તો નુક્શાન અમર્યાદિત હોય છે.
એક્સપાયરી પર પુટ ઓપ્શન્સનું શું થાય છે?
પુટ ઓપ્શન ખરીદવો
પુટ ઓપ્શન ખરીદતી વખતે ખરીદનારને એક્સપાયરી પહેલા અથવા એક્સપાયરી પર સ્ટ્રાઇક પ્રાઇસ પર અંડરલાઇંગ એસેટ વેચવાનો અધિકાર મળે છે.
- ઇન-ધ-મની: જો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસથી નીચે જાય છે, તો ખરીદનાર ઓપ્શનનો ઉપયોગ કરી શકે છે અને ઊંચી સ્ટ્રાઇક પ્રાઇસ પર એસેટ વેચી શકે છે. નફો સ્ટ્રાઇક અને સ્પોટ પ્રાઇસ વચ્ચેના તફાવત જેટલો થાય છે, જેમાંથી ચૂકવેલ પ્રીમિયમ બાદ કરવામાં આવે છે.
- આઉટ-ઓફ-ધ-મની: જો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં વધુ રહે છે, તો પુટ નફા વિના એક્સપાયર થાય છે, જેમાં ખરીદનાર માત્ર પ્રીમિયમ ગુમાવે છે.
- એટ-ધ-મની: જ્યારે સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ સાથે મેળ ખાય છે, ત્યારે ઉપયોગ કરવા માટે કોઈ ફાયદો થતો નથી અને પરિણામે પ્રીમિયમ જેટલું નુક્શાન થાય છે.
આ કિસ્સામાં સૌથી મોટું નુક્શાન પ્રીમિયમ સુધી મર્યાદિત છે, જ્યારે એસેટનું મૂલ્ય ઘટે ત્યારે મહત્તમ નફો થાય છે.
પુટ ઓપ્શન વેચવો
પુટ ઓપ્શન વેચતી વખતે જો ખરીદનાર કોન્ટ્રેક્ટનો અમલ કરે તો વેચનાર સ્ટ્રાઇક પ્રાઇસ પર અંડરલાઇંગ એસેટ ખરીદવા માટે સંમત થાય છે. આ જોખમ લેવાની બદલે વેચનારને પ્રીમિયમ મળે છે.
- આઉટ-ઓફ-ધ-મની: જો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસથી ઉપર રહે છે, તો ઓપ્શન નફાકારક નથી રહેતો અને વેચનાર પ્રીમિયમને નફા તરીકે રાખે છે.
- ઇન-ધ-મની: જો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસથી નીચે જાય છે, તો વેચનારે ઊંચી સ્ટ્રાઇક પ્રાઇસ પર એસેટ ખરીદવો પડે છે, જેનાથી સ્ટ્રાઇક અને સ્પોટ પ્રાઇસ વચ્ચેના તફાવત જેટલું નુક્શાન થાય છે, જેમાંથી પ્રીમિયમ બાદ કરવામાં આવે છે.
- એટ-ધ-મની: જ્યારે કિંમતો સમાન હોય છે, ત્યારે વેચનાર કોઈ વધારાના નફા વિના પ્રીમિયમ રાખે છે.
આમ, જ્યારે વેચનારનો નફો પ્રીમિયમ સુધી મર્યાદિત હોય છે, જો એસેટનું મૂલ્ય ઘટી જાય તો નુક્શાન નોંધપાત્ર થઈ શકે છે.
નિષ્કર્ષ
જોકે, ઓપ્શન્સ જોખમી છે, ટ્રેડર્સ તેનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે. જ્યારે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, ત્યારે ઓપ્શન્સ જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે અને સાથે જ તમને સ્ટોકના વધારા કે ઘટાડાથી નફો મેળવવાની સુવિધા આપે છે. અલબત્ત, જો તમે હજી પણ મોટી સફળતા મેળવવા માંગતા હોવ, તો ઓપ્શન્સ તે વિકલ્પ પણ આપે છે.

