કમોડિટી ઓપ્શન્સ ટ્રેડિંગ ટ્રેડર્સને ભૌતિક સંપત્તિ (ફિઝિકલ એસેટ) સીધી ખરીદ્યા કે વેચ્યા વિના કમોડિટીઝમાં પોઝિશન લેવાની મંજૂરી આપે છે. જ્યારે કોઈ ઇન-ધ-મની (આઈટએમ) કમોડિટી ઓપ્શન કરાર તેની એક્સ્પાયરી સુધી ઓપન રહે છે, ત્યારે તે ડિવોલ્વમેન્ટ દ્વારા આપમેળે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં રૂપાંતરિત થઈ શકે છે.
આ સેટલમેન્ટ પદ્ધતિ સામાન્ય રીતે કમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઉપયોગમાં લેવાય છે અને તે માર્જિનની જરૂરિયાતો, સેટલમેન્ટની જવાબદારીઓ અને એકંદર ટ્રેડિંગ એક્સપોઝરને અસર કરી શકે છે. ડિવોલ્વમેન્ટની સ્પષ્ટ સમજણ ટ્રેડર્સને એક્સ્પાયરી સંબંધિત જોખમોને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં અને ઓપન ઓપ્શન્સ પોઝિશનનું અણધાર્યા રીતે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સમાં રૂપાંતર થતું અટકાવવામાં મદદ કરે છે.
મુખ્ય મુદ્દાઓ (કી ટેકઅવેઝ)
- એક્સ્પાયરી સમયે ઇન-ધ-મની કમોડિટી ઓપ્શન્સનું ડિવોલ્વમેન્ટ દ્વારા આપમેળે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સમાં રૂપાંતર થઈ શકે છે.
- જો ઓપ્શન્સ પોઝિશન ડિવોલ્વ થવાની સંભાવના હોય, તો ટ્રેડર્સે એક્સ્પાયરી પહેલા વધારાનું માર્જિન જાળવી રાખવું જરૂરી છે.
- આઉટ-ઓફ-ધ-મની ઓપ્શન્સ સામાન્ય રીતે કોઈપણ રૂપાંતરણ કે સેટલમેન્ટની જવાબદારી વિના એક્સપાયર (લેપ્સ) થઈ જાય છે.
- ડીએનઈ ઇન્સ્ટ્રક્શન્સ અને સમયસર પોઝિશન ક્લોઝ કરવાથી ટ્રેડર્સ અનિચ્છનીય ફ્યુચર્સ રૂપાંતરણથી બચી શકે છે.
કમોડિટી ઓપ્શન્સમાં ડિવોલ્વમેન્ટ એટલે શું?
કમોડિટી ઓપ્શન્સમાં ડિવોલ્વમેન્ટ એટલે એક્સ્પાયરીની તારીખે ઇન-ધ-મની (આઈટીએમ) ઓપ્શન્સ કોન્ટ્રાક્ટનું આપમેળે તેને સંબંધિત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં રૂપાંતર થવું. આ સામાન્ય રીતે ત્યારે થાય છે, જ્યારે ટ્રેડર એક્સ્પાયરી પહેલા પોઝિશન ક્લોઝ નથી કરતો અથવા રૂપાંતર ટાળવા માટેની કોઈ સૂચનાઓ સબમિટ નથી કરતો.
કમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ડિવોલ્વમેન્ટ એ સેટલમેન્ટ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે તે ઓપ્શન્સ પોઝિશનને અલગ માર્જિન જવાબદારીઓ ધરાવતી સક્રિય ફ્યુચર્સ પોઝિશનમાં ફેરવી દે છે.
દા.ત., એક ITM કોલ ઓપ્શન એ લોન્ગ ફ્યુચર્સ પોઝિશનમાં રૂપાંતરિત થઈ શકે છે, જ્યારે ITM પુટ ઓપ્શન એ શોર્ટ ફ્યુચર્સ પોઝિશનમાં રૂપાંતરિત થઈ શકે છે. એકવાર આ રૂપાંતર થઈ જાય પછી, ટ્રેડર ફ્યુચર્સ માર્કેટના જોખમો, માર્ક-ટુ-માર્કેટ સેટલમેન્ટ અને લાગુ પડતી માર્જિનની જરૂરિયાતોને આધિન બને છે. આઉટ-ઓફ-ધ-મની ઓપ્શન્સ સામાન્ય રીતે કોઈપણ રૂપાંતર વિના એક્સપાયર થઈ જાય છે.
કમોડિટી ટ્રેડિંગમાં ડિવોલ્વમેન્ટ કેવી રીતે કામ કરે છે?
કમોડિટી ટ્રેડિંગમાં ડિવોલ્વમેન્ટની પ્રક્રિયા નીચે મુજબ કામ કરે છે:
- ઇન-ધ-મની ઓપ્શન્સ: જો કોઈ કમોડિટી ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ ઇન-ધ-મની એક્સપાયર થાય છે, તો તે સામાન્ય રીતે તે જ કમોડિટીના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં રૂપાંતરિત થાય છે. લોન્ગ કોલ ઓપ્શન સામાન્ય રીતે લોન્ગ ફ્યુચર્સ પોઝિશનમાં ફેરવાય છે, જ્યારે લોન્ગ પુટ ઓપ્શન એ શોર્ટ ફ્યુચર્સ પોઝિશનમાં રૂપાંતરિત થઈ શકે છે. આ રૂપાંતર એક્સચેન્જના સેટલમેન્ટના નિયમોના આધારે એક્સ્પાયરી પર થાય છે.
- આઉટ-ઓફ-ધ-મની ઓપ્શન્સ: જે ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ આઉટ-ઓફ-ધ-મની એક્સપાયર થાય છે, તેઓ ફ્યુચર્સ પોઝિશનમાં રૂપાંતરિત થતા નથી. આ કોન્ટ્રાક્ટ્સ કોઈપણ પ્રકારના સેટલમેન્ટના લાભ વિના એક્સપાયરી પર આપમેળે રદ (લેપ્સ) થઈ જાય છે.
- રૂપાંતર ટાળવા માટેની સૂચનાઓ: જે ટ્રેડર્સ તેમની પાત્ર એટીએમ ઓપ્શન્સ પોઝિશનનું ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સમાં રૂપાંતર કરવા નથી માંગતા, તેઓ એક્સચેન્જ અને બ્રોકરની જોગવાઈઓને આધિન, એક્સ્પાયરીના નિયત સમય (કટ-ઓફ ટાઈમ) પહેલા સૂચનાઓ સબમિટ કરી શકે છે.
- માર્જિન અને જોખમની જવાબદારીઓ: એકવાર ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ એ ફ્યુચર્સ પોઝિશનમાં ડિવોલ્વ થઈ જાય પછી ટ્રેડરે લાગુ પડતું ફ્યુચર્સ માર્જિન જાળવવું આવશ્યક છે. એક્સચેન્જો સેટલમેન્ટ પ્રક્રિયાને સપોર્ટ કરવા માટે એક્સ્પાયરી પહેલા વધારાનું માર્જિન પણ વસૂલ કરી શકે છે. અપૂરતું માર્જિન હોવાના કિસ્સામાં પોઝિશનનું સ્ક્વેર-ઓફ થઈ શકે છે અથવા અન્ય સેટલમેન્ટના પગલાં લેવામાં આવી શકે છે.
ડિવોલ્વમેન્ટ પ્રક્રિયાના તબક્કાઓ (સ્ટેપ્સ)
1. પગલું ૧: ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ એક્સ્પાયરી પર પહોંચે છે: પ્રથમ તબક્કો.એક્સ્પાયરીની તારીખે એક્સચેન્જ અંડરલાઇંગ કમોડિટીના સેટલમેન્ટ પ્રાઈસના આધારે તપાસ કરે છે કે કમોડિટી ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ ઇન-ધ-મની (આઈટીએમ) છે કે નહીં.
2. પગલું ૨: ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં રૂપાંતર: બીજો તબક્કો.જો કોન્ટ્રાક્ટ આઈટીએમ રીતે ક્વોલિફાય થાય છે, તો તે આપમેળે સંબંધિત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં રૂપાંતરિત થઈ જાય છે. કોલ ઓપ્શન સામાન્ય રીતે લોન્ગ ફ્યુચર્સ પોઝિશન બનાવે છે, જ્યારે પુટ ઓપ્શન સામાન્ય રીતે શોર્ટ ફ્યુચર્સ પોઝિશન બનાવે છે.
3. પગલું ૩: માર્જિનની જરૂરિયાત લાગુ થાય છે: ત્રીજો તબક્કો.રૂપાંતરણ પછી, ટ્રેડરે કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા માટે નવી બનેલી ફ્યુચર્સ પોઝિશન માટે જરૂરી માર્જિન જાળવવું પડે છે.
4. પગલું ૪: ફ્યુચર્સ પોઝિશનનું સંચાલન અથવા સેટલમેન્ટ: અંતિમ તબક્કો.ટ્રેડર કાં તો ફ્યુચર્સની એક્સ્પાયરી સુધી આ પોઝિશન ઓપન રાખી શકે છે અથવા અંતિમ સેટલમેન્ટ પહેલાં પોઝિશન ક્લોઝ (બંધ) કરી શકે છે.
કમોડિટી ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સની સેટલમેન્ટ પદ્ધતિ
કમોડિટી ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સનું સેટલમેન્ટ એક્સ્પાયરી પર તેમની પોઝિશનની સ્થિતિ અને એક્સચેન્જ દ્વારા નિર્ધારિત સેટલમેન્ટ માળખાના આધારે થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં ઇન-ધ-મની ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સને ડિવોલ્વમેન્ટ પ્રક્રિયા દ્વારા સંબંધિત ફ્યુચર્સ પોઝિશનમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આઉટ-ઓફ-ધ-મની (ઓટીએમ) ઓપ્શન્સ સામાન્ય રીતે કોઈપણ સેટલમેન્ટ વેલ્યુ વગર એક્સપાયર થઈ જાય છે.
અંડરલાઇંગ કમોડિટી કોન્ટ્રાક્ટ ડિલિવરેબલ (ભૌતિક ડિલિવરી પાત્ર) છે કે નોન-ડિલિવરેબલ (ભૌતિક ડિલિવરી અપાત્ર) છે તેના આધારે સેટલમેન્ટ પદ્ધતિ બદલાઈ શકે છે. ડિલિવરેબલ કમોડિટી કોન્ટ્રાક્ટ્સમાં ફ્યુચર્સ સ્તરે ભૌતિક સેટલમેન્ટની જવાબદારીઓ સામેલ થઈ શકે છે, જ્યારે નોન-ડિલિવરેબલ કોન્ટ્રાક્ટ્સ સામાન્ય રીતે અંતિમ સેટલમેન્ટ પ્રાઈસના આધારે રોકડમાં સેટલ (કેશ-સેટલ્ડ) થાય છે.
એક્સ્પાયરી પહેલાં અણધાર્યા ફ્યુચર્સ રૂપાંતરણ અથવા સેટલમેન્ટ સંબંધિત જવાબદારીઓથી બચવા માટે ટ્રેડર્સે તેમની ઓપન પોઝિશન્સ, લાગુ પડતા માર્જિન અને સેટલમેન્ટની સમયમર્યાદા પર બારીકાઈથી નજર રાખવી જોઈએ.
કમોડિટી ઓપ્શન્સમાં ડિવોલ્વમેન્ટનું ઉદાહરણ
ધારો કે કોઈ ટ્રેડર ₹૬,૮૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસ સાથે ક્રૂડ ઓઇલનો કોલ ઓપ્શન ખરીદે છે અને આ કોન્ટ્રાક્ટ ૨૦ જૂન, ૨૦૨૬ના રોજ એક્સપાયર થવાનો છે. એક્સ્પાયરીના દિવસે અંડરલાઇંગ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની સેટલમેન્ટ પ્રાઈસ વધીને ₹૭,૦૫૦ થાય છે. માર્કેટ પ્રાઈસ એ સ્ટ્રાઈક પ્રાઈસ કરતાં વધુ હોવાથી ઓપ્શન ઇન-ધ-મની બને છે.
જો ટ્રેડર એક્સ્પાયરી પહેલાં પોઝિશન સ્ક્વેર-ઓફ નથી કરતો, તો એક્સચેન્જના નિયમો અનુસાર ઓપ્શન કોન્ટ્રાક્ટ આપમેળે ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં ડિવોલ્વ થઈ શકે છે. આવી સ્થિતિમાં ટ્રેડરને અંડરલાઇંગ કમોડિટી સાથે જોડાયેલી લોન્ગ ફ્યુચર્સ પોઝિશન મળે છે. આ રૂપાંતર પછી ટ્રેડરે જરૂરી ફ્યુચર્સ માર્જિન જાળવવું પડશે અને જ્યાં સુધી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ એક્સપાયર થાય ત્યાં સુધી પોઝિશન ક્લોઝ કે સેટલ ન થાય, ત્યાં સુધી તેનું સંચાલન કરવું પડશે.
ડિવોલ્વમેન્ટ પર લાગતા સીટીટી ચાર્જીસ
જ્યારે કમોડિટી ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ એ ફ્યુચર્સ પોઝિશનમાં ડિવોલ્વ થાય છે, ત્યારે કમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (સીટીટી) લાગુ પડે છે. ડિવોલ્વમેન્ટ થવા પર તેનાથી ઉદ્ભવતા ફ્યુચર્સ ટ્રેડને ફ્યુચર્સ ટ્રાન્ઝેક્શન તરીકે ગણવામાં આવે છે અને તે મુજબ જ સીટીટી વસૂલવામાં આવે છે.
કમોડિટી ફ્યુચર્સ પર સીટીટી એ વેચાણ બાજુની ટ્રેડ વેલ્યુ (સેલ-સાઈડ ટ્રેડ વેલ્યુ)ના ૦.૦૧% છે, જે ફક્ત વેચનાર દ્વારા જ ચૂકવવાપાત્ર છે. જે ટ્રેડરને ડિવોલ્વમેન્ટ દ્વારા લોન્ગ ફ્યુચર્સ પોઝિશન મળી છે, તેના માટે જ્યારે તે પોઝિશન આખરે વેચવામાં આવશે ત્યારે સીટીટી લાગુ થશે.
સીટીટી = સેટલમેન્ટ પ્રાઈસ × લોટ સાઇઝ × લોટની સંખ્યા × 0.01%
(નોંધ: આ ફક્ત સેલ લેગ પર જ લાગુ પડે છે.)
આ ટેક્સ ડિવોલ્વ થયેલી ફ્યુચર્સ પોઝિશન પર લાગુ પડે છે, ઓરિજિનલ ઓપ્શન પ્રીમિયમ પર નહીં. આ ટેક્સ એક્સચેન્જ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને બ્રોકર દ્વારા જારી કરવામાં આવેલ કોન્ટ્રાક્ટ નોટમાં દર્શાવવામાં આવે છે.
નોંધ: સીટીટી આ બંને તબક્કામાં અલગ-અલગ દરે લાગુ થાય છે: જ્યારે ઓરિજિનલ કમોડિટી ઓપ્શન વેચવામાં (રાઈટ/સેલ) આવે છે, ત્યારે સીટીટી પ્રીમિયમના ૦.૦૫% હોય છે. ફ્યુચર્સ પોઝિશનમાં ડિવોલ્વમેન્ટ થયા પછી, તે ફ્યુચર્સ પોઝિશનના વેચાણ પર લાગુ પડતો સીટીટી દર વેચાણ કિંમતના ૦.૦૧% છે.
આ ઉપરાંત, સીટીટી માત્ર બિન-કૃષિ કમોડિટી કોન્ટ્રાક્ટ્સ (ધાતુઓ, એનર્જી પ્રોડક્ટ્સ જેમ કે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ) પર જ લાગુ થાય છે. કૃષિ સંબંધિત (એગ્રીકલ્ચરલ) કમોડિટીના ફ્યુચર્સ અને ઓપ્શન્સને સીટીટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ડિવોલ્વમેન્ટ માટે માર્જિનની જરૂરિયાતો
એક્સ્પાયરીની નજીક પહોંચતા કમોડિટી ઓપ્શન્સ માટે માર્જિનની જરૂરિયાતો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સમાં ડિવોલ્વમેન્ટની સંભાવનાને ધ્યાનમાં રાખી શકાય. એક્સચેન્જના રિસ્ક મેનેજમેન્ટ નિયમો અનુસાર, જેમ જેમ એક્સ્પાયરી નજીક આવે છે, તેમ ટ્રેડર્સે ક્રમશઃ વધુ માર્જિન જાળવવું પડી શકે છે, ખાસ કરીને ઇન-ધ-મની (આઈટીએમ) ઓપ્શન્સ માટે.
આ માર્જિન સામાન્ય રીતે સંબંધિત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ પર લાગુ પડતા સ્પાન + એક્સપોઝર માર્જિનની સમકક્ષ હોય છે અને એક્સચેન્જ તેમજ બ્રોકરની રિસ્ક પોલિસીના આધારે એક્સ્પાયરીની નજીક આવતા વધે શકે છે.
જો પૂરતું માર્જિન જાળવવામાં ન આવે તો બ્રોકર આ પગલાં લઈ શકે છે:
- એક્સ્પાયરી પહેલાં પોઝિશન સ્ક્વેર-ઓફ કરી શકે છે.
- આગળના ટ્રેડિંગ પર પ્રતિબંધ લગાવી શકે છે.
- ઓપ્શનને ફ્યુચર્સ પોઝિશનમાં ડિવોલ્વ થતો અટકાવી શકે છે.
ટ્રેડર્સે માર્જિનની જરૂરિયાતો અગાઉથી તપાસવી જોઈએ, કારણ કે તે કમોડિટી, અસ્થિરતા (વોલેટિલિટી) અને એક્સચેન્જની માર્ગદર્શિકાના આધારે બદલાઈ શકે છે.
શોર્ટ પોઝિશનનું સેટલમેન્ટ
કમોડિટી ઓપ્શન્સ ટ્રેડિંગમાં, એક્સ્પાયરી સમયે ઇન-ધ-મની (આઈટીએમ) ઓપ્શન્સમાં રહેલી શોર્ટ પોઝિશન્સના પરિણામે અસાઇનમેન્ટ થાય છે. આનો અર્થ એ થાય છે કે ટ્રેડર ખરીદનારની ડિવોલ્વ થયેલી પોઝિશનની વિરુદ્ધમાં સંબંધિત ફ્યુચર્સ પોઝિશન લેવા માટે બંધાયેલો છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ ટ્રેડરે કોલ ઓપ્શન વેચ્યો હોય જે આઈટીએમ એક્સપાયર થાય છે, તો તેને શોર્ટ ફ્યુચર્સ પોઝિશન અસાઇન થઈ શકે છે. જો ટ્રેડરે પુટ ઓપ્શન વેચ્યો હોય જે આઈટીએમ એક્સપાયર થાય છે, તો તેને લોન્ગ ફ્યુચર્સ પોઝિશન અસાઇન થઈ શકે છે. તમારે નોંધવું જોઈએ કે આ પોઝિશન્સ ફ્યુચર્સ માર્જિનની જરૂરિયાતો અને માર્ક-ટુ-માર્કેટ (એમટીએમ) સેટલમેન્ટને આધિન રહેશે.
વધુ વાંચો: વોટ ઈઝ ઓપ્શન્સ ટ્રેડિંગ?
ઓપ્શન્સ પોઝિશન્સનું ફ્યુચર્સ પોઝિશન્સમાં ડિવોલ્વમેન્ટ
જ્યારે કોઈ ઇન-ધ-મની કમોડિટી ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ તેની એક્સ્પાયરી સુધી ઓપન રહે છે, ત્યારે તે એક્સચેન્જના નિયમો અનુસાર આપમેળે અંડરલાઇંગ ફ્યુચર્સ પોઝિશનમાં રૂપાંતરિત થાય છે. આ રૂપાંતર પ્રક્રિયા ડિવોલ્વમેન્ટ તરીકે ઓળખાય છે અને એક્સચેન્જ દ્વારા નિર્ધારિત સેટલમેન્ટ નિયમો અનુસાર થાય છે.
ઉત્પન્ન થતી ફ્યુચર્સ પોઝિશનનો પ્રકાર ઓરિજિનલ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ પર આધાર રાખે છે. લોન્ગ કોલ ઓપ્શન સામાન્ય રીતે લોન્ગ ફ્યુચર્સ પોઝિશનમાં ફેરવાય છે, જ્યારે લોન્ગ પુટ ઓપ્શન સામાન્ય રીતે શોર્ટ ફ્યુચર્સ પોઝિશનમાં ફેરવાય છે. એકવાર આ રૂપાંતર પૂર્ણ થઈ જાય પછી, ટ્રેડર માર્ક-ટુ-માર્કેટ (એમટીએમ) સેટલમેન્ટ અને લાગુ પડતા માર્જિન સહિતની તમામ ફ્યુચર્સ માર્કેટની જવાબદારીઓ માટે જવાબદાર બને છે.
ડિવોલ્વમેન્ટ પછી, ટ્રેડરની વ્યૂહરચના અને ઉપલબ્ધ માર્જિનના આધારે, ફ્યુચર્સ પોઝિશનને ફ્યુચર્સ એક્સ્પાયરી પહેલાં સ્ક્વેર-ઓફ કરી શકાય છે અથવા અંતિમ સેટલમેન્ટ સુધી આગળ (કેરી ફોરવર્ડ) લઈ જઈ શકાય છે.
કમોડિટી ઓપ્શન્સ માટે ડીએનઈ એટલે શું?
ડીએનઈ અથવા "ડૂ નોટ એક્સરસાઇઝ" એ એક સૂચના છે, જેનો ઉપયોગ પાત્ર ઇન-ધ-મની કમોડિટી ઓપ્શન્સ પોઝિશનને એક્સ્પાયરી સમયે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં રૂપાંતરિત થતી અટકાવવા માટે થાય છે. જોકે, ભારતમાં કમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં આઇટીએમ ઓપ્શન્સનું આપમેળે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સમાં ડિવોલ્વમેન્ટ થવું એ સ્ટાન્ડર્ડ સેટલમેન્ટ મિકેનિઝમ છે અને ડીએનઈ કદાચ તમામ કોન્ટ્રાક્ટ્સ અથવા તમામ એક્સચેન્જો પર સાર્વત્રિક રીતે ઉપલબ્ધ ન પણ હોય.
વ્યવહારિક રીતે જે ટ્રેડર્સ ડિવોલ્વમેન્ટ ટાળવા માંગે છે, તેમણે એક્સ્પાયરી પહેલાં જ પોતાની પોઝિશન્સ સ્ક્વેર-ઓફ કરી લેવી જોઈએ અથવા આ એક્સરસાઇઝમાંથી બહાર નીકળવા (ઓપ્ટ આઉટ) માટેની કોઈપણ ઉપલબ્ધ સુવિધા વિશે તેમના બ્રોકર સાથે તપાસ કરવી જોઈએ. આવી સૂચનાઓની ઉપલબ્ધતા અને અમલીકરણ એક્સચેન્જના નિયમો અને બ્રોકરની સિસ્ટમ પર આધારિત છે.
ઓપ્શન્સ પોઝિશન્સ સેટલમેન્ટ મિકેનિઝમ માટે માર્જિનની જરૂરિયાતો સમજવી
જેમ જેમ એક્સ્પાયરીની તારીખ નજીક આવે છે અને ડિવોલ્વમેન્ટની શક્યતાઓ વધે છે, તેમ તેમ કમોડિટી ઓપ્શન્સ પોઝિશન્સ માટે માર્જિનની જરૂરિયાતો વધતી જાય છે:
- એક્સ્પાયરીના ૪ દિવસ પહેલાં: લાગુ પડતા ફ્યુચર્સ માર્જિનના ૨૫%
- એક્સ્પાયરીના ૨ દિવસ પહેલાં: લાગુ પડતા ફ્યુચર્સ માર્જિનના ૫૦%
- એક્સ્પાયરીના ૧ દિવસ પહેલાં: લાગુ પડતા ફ્યુચર્સ માર્જિનના ૧૦૦%
- એક્સ્પાયરીના દિવસે: લાગુ પડતા ફ્યુચર્સ માર્જિનના ૧૦૦%
ટ્રેડર્સે માર્જિન શોર્ટફોલ પેનલ્ટી અથવા ફરજિયાત સ્ક્વેર-ઓફથી બચવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી માર્જિન જાળવવું આવશ્યક છે.
નોંધ: ઉપર જણાવેલું માર્જિન શેડ્યૂલ માત્ર સૂચક છે અને એમસીએક્સના સામાન્ય રિસ્ક મેનેજમેન્ટ માળખા પર આધારિત છે. વાસ્તવિક ટકાવારી અને સમયમર્યાદા ચોક્કસ કમોડિટી, કોન્ટ્રાક્ટ અને એક્સચેન્જના પરિપત્રના આધારે બદલાઈ શકે છે. ટ્રેડર્સે એક્સ્પાયરી પહેલાં વર્તમાન માર્જિનની જરૂરિયાતો વિશે તેમના બ્રોકર પાસેથી અથવા સીધા એમસીએક્સની વેબસાઇટ પરથી ખાતરી કરી લેવી જોઈએ.
નિષ્કર્ષ (કન્ક્લુઝન)
ડિવોલ્વમેન્ટ એ કમોડિટી ઓપ્શન્સ સેટલમેન્ટનો એક અગત્યનો ભાગ છે, કારણ કે તે એક્સ્પાયરી સમયે પાત્ર ઇન-ધ-મની ઓપ્શન્સને ફ્યુચર્સ પોઝિશન્સમાં ફેરવે છે. ટ્રેડર્સે ઓપ્શન્સ કોન્ટ્રાક્ટને એક્સ્પાયરી સુધી હોલ્ડ કરતા પહેલા સેટલમેન્ટ, માર્જિનની જરૂરિયાતો અને એક્સ્પાયરી સંબંધિત જવાબદારીઓ કેવી રીતે કામ કરે છે તે સ્પષ્ટપણે સમજવું જોઈએ. યોગ્ય પોઝિશન મેનેજમેન્ટ અને માર્જિન જરૂરિયાતોનું સમયસર મોનિટરિંગ કરીને અણધાર્યા ફ્યુચર્સ એક્સપોઝર અને સેટલમેન્ટ સંબંધિત જોખમો ટાળી શકાય છે.
રોકાણ કરવા માંગો છો? એન્જલ વન સાથે ડીમેટ એકાઉન્ટ ઓપન કરો અને સરળતાથી ટ્રેડિંગ શરૂ કરો

