Skip to main content

ભારતમાં ડિસ્કાઉન્ટ બ્રોકર Vs ફુલ-સર્વિસ બ્રોકર

5 min readUpdated on 5th Aug, 2026by Angel One
Share

ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશનથી વધુ સારી ટેક્નિક્સ આવવાની સાથે, બ્રોકરેજ ઇન્ડસ્ટીરમાં, અન્ય દરેક ક્ષેત્રની જેમ પરિવર્તન જોવા મળ્યું. પહેલા અમુક ખાસ પ્રકારના લોકોની પહોંચ જ શેરબજાર સુધી હતી, પરંતુ આજે બાય કે સેલ ઓર્ડર આપવા માટે માત્ર ઇન્ટરનેટ કનેક્શન, બેંક, એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ અને સમાર્ટફોનની જરૂર પડે છે. આ જ કારણે ડિસ્કાઉન્ટ બ્રોકરેજનું ચલણ શરૂ થયું. ઓનલાઇન બ્રોકરેજ અને ડિસ્કાઉન્ટ બ્રોકરેજ એક જ માનવામાં આવે છે. આ ફુલ-સર્વિસ બ્રોકરની સરખામણીમાં ઓછો ચાર્જ વસૂલે છે. ફુલ-સર્વિસ બ્રોકરેજ અન્ય સેવાઓ પણ પ્રાદન કરે છે, જેમ કે માર્કેટ એનાલિસિસ અને ઇન્વેસ્ટમેન્ટની સલાહ. આજકાલ ઇન્ટરનેટે ડિસ્કાઉન્ટ બ્રોકરેજને પ્રોત્સાહન આપ્યું છે. જે નવા ટ્રેડર્સને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે, જેમાં મોટાભાગે યુવા અને ટેક્નોલોજીની સમય ધરાવતા લોકો સામેલ છે.

ડિસ્કાઉન્ટ બ્રોકર અને ફુલ-સર્વિસ બ્રોકર વચ્ચેનો તફાવત

  • ડિસ્કાઉન્ટ બ્રોકર્સ મોટે ભાગે ઓછી ફી વસૂલ કરે છે અને એવા ટ્રેડર્સને સેવા પૂરી પાડે છે જેમની પાસે ફુલ-સર્વિસ બ્રોકર્સ માટે જતા ટ્રેડર્સની સરખામણીમાં તુલનાત્મક રીતે ઓછી મૂડી હોય છે.
  • ફુલ-સર્વિસ બ્રોકર્સ ફક્ત તેમના ક્લાયન્ટ્સ માટે બાય અને સેલના ઓર્ડર જ ચલાવતા નથી, પરંતુ તેઓ ટ્રેન્ડિંગ ટોપિક્સ પર રીસર્ચ, સેક્ટોરલ અને સ્ટોક રીસર્ચ અને ટેક્સ પ્લાનિંગ વગેરે જેવી સર્વિસિઝનો સંપૂર્ણ સમૂહ પૂરો પાડે છે.
  • ડિસ્કાઉન્ટ બ્રોકરેજ મોટે ભાગે સેલ્ફ-ડાયરેક્ટેડ અને ખૂબ જ સક્રિય ટ્રેડર્સ હોય છે. તેથી, સર્વિસિઝ આવા રોકાણકારોને નિયમિતપણે મૂવમેન્ટ્સને મોનિટર કરવામાં મદદ કરવા પર પણ ફોકસ હોય છે.
  • ફુલ-સર્વિસ બ્રોકરેજની અનેક સ્થળોએ ફિઝીકલ બ્રાન્ચિસ હોય છે અને ડિસ્કાઉન્ટ બ્રોકરેજથી વિપરીત, ઑનલાઇન અને ઑફલાઇન બંને સર્વિસિઝ પૂરી પાડે છે.
  • ફુલ-સર્વિસ બ્રોકરેજ દ્વારા વસૂલવામાં આવતો ટ્રાન્જેક્શન ખર્ચ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ કરતા વધારે હોય છે.
  • ફુલ-સર્વિસ બ્રોકરેજ ઘણા સમયથી અસ્તિત્વમાં છે, અને તેથી ટ્રેડિશનલ ટ્રેડર્સને ડિસ્કાઉન્ટ બ્રોકરેજ કરતાં ટ્રેડિંગનો અનુભવ ઘણો સારો લાગી શકે છે. જો કે, યંગ ટ્રેડર્સ માટે આ વિપરીત હોઈ શકે છે.

ડિસ્કાઉન્ટ બ્રોકર્સ અને ફુલ-સર્વિસ બ્રોકર્સ વચ્ચેનો તફાવત અને કયો ઓપ્શન પસંદ કરવો

નોંધપાત્ર કેપિટલ ધરાવતા રોકાણકારો પ્રોફેશનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ માટે પેમેન્ટ કરી શકે છે અને સામાન્ય રીતે વધુ સાવધાન અને મેચ્યોર હોય છે. તેથી, તેઓ ફુલ-સર્વિસ બ્રોકર્સ તરફ વળે છે. આવા રોકાણકારો બજારમાં વારંવાર આવતા નથી અને લાંબા ગાળાના ખેલાડીઓ હોય છે. હાઇ નેટવર્થ યોજના અને સારી જાણકારી વગર માર્કેટમાં જવાની શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે ઘણું બધું દાવ પર લાગેલું છે. તેનાથી વિપરીત, નાના પોર્ટફોલિયો ધરાવતા રોકાણકારોને નાણાકીય સલાહ માટે ચૂકવણી કરવી લોજીકલ લાગતી નથી, જે તેમના રીટર્નનો મોટો ભાગ ખાઈ શકે છે. તેઓ વધુ ફ્રીક્વન્ટ ટ્રેડર્સ હોય છે અને બ્રોકરોને બાય અને સેલ ઓર્ડર આપવાની જરૂર પડે છે. તેથી, તેઓ ડિસ્કાઉન્ટ બ્રોકર્સ દ્વારા લેવામાં આવતા ઓછા કમિશનનો લાભ મેળવી શકે છે. ઘણું બધું ટ્રેડર્સના નોલેજ અને અનુભવ લેવલ પર પણ આધાર રાખે છે. રોકાણ કરવા માટે નોંધપાત્ર મૂડી ધરાવતા અનુભવી રોકાણકારો ડિસ્કાઉન્ટ બ્રોકર પસંદ કરી શકે છે કારણ કે તેમની પાસે માર્કેટની સારી સમજ હોય છે. જો કે, મોટાભાગના લોકો તે કરવાનું વલણ ધરાવતા નથી. તેથી, બધી બ્રોકરેજ સર્વિસ માટે કોઈ એક સાઇઝ યોગ્ય નથી. તે મોટાભાગે તમારી જરૂરિયાતો અને તમે રોકાણ કરવા માંગો છો તે કેપિટલ સાઇઝ પર આધાર રાખે છે.

અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં ડિસ્કાઉન્ટ બ્રોકર અને ફુલ-સર્વિસ બ્રોકર વચ્ચેનો તફાવત

ડિસ્કાઉન્ટ બ્રોકર્સ અને ફુલ-સર્વિસ બ્રોકર્સ રિયલ એસ્ટેટ અને ફાઇનાન્સિયલ સર્વિસિઝ જેવા ફિલ્ડ્સમાં પણ જોવા મળે છે. સ્ટોક્સની જેમ, રિયલ એસ્ટેટ ફિલ્ડના બ્રોકર્સ ગ્રાહકોને મિલકત ખરીદવા અને વેચવામાં મદદ કરે છે. સામાન્ય રીતે, જો તમારી નજર પહેલાથી જ તમને જોઈતી મિલકત પર હોય, તો તમે ડિસ્કાઉન્ટ બ્રોકરને પૂછશો અને તેને ફી ચૂકવશો. ફુલ-સર્વિસ રિયલ એસ્ટેટ બ્રોકર્સ હાઉસિંગ માર્કેટનું રીસર્ચ કરશે અને તમને વધુ સારી પસંદગી કરવાની સલાહ આપશે. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ બંને પ્રકારની સર્વિસિઝ પૂરી પાડવામાં આવે છે.

ભારતમાં ટ્રેન્ડ

નાના શહેરોમાં નાણાકીય વ્યવસ્થામાં વધારો થવાને કારણે, ભારતમાં ડિસ્કાઉન્ટ બ્રોકરેજ સેવાઓનો ઉપયોગ કરતા ટ્રેડર્સની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક લોકપ્રિય ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મને સ્ટોક બ્રોકરિંગ સર્વિસિઝ માટે લાઇસન્સ મળ્યું છે. આ ઉપરાંત, નવી સ્થાપિત થયેલી ઘણી નવી કંપનીઓ યુવા ટ્રેડર્સમાં લોકપ્રિયતા મેળવી રહી છે.

કોવિડ-19

ગત મહિને જાહેર કરાયેલા ઓલ ઇન્ડિયા લોકડાઉનથી ડિસ્કાઉન્ટ બ્રોકરેજ પણ લાભ મેળવી રહ્યા છે. માર્કેટમાં સુધારાને કારણે, નવા ટ્રેડર્સ જેઓ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ પસંદ કરે છે, તેઓ આ તકનો ઉપયોગ માર્કેટમાં પ્રવેશવા માટે કરી રહ્યા છે. જોકે, રોકાણ કરવા માટે નોંધપાત્ર કેપિટલ ધરાવતા ટ્રેડિશનલ ટ્રેડર્સ મોટે ભાગે ફુલ-સર્વિસ બ્રોકરેજને વળગી રહે છે.

નિષ્કર્ષ:

તમે કયા પ્રકારની બ્રોકરેજ સર્વિસનો ઉપયોગ કરો છો તે મોટાભાગે ટ્રેડરની ઇન્વેસ્ટ કરવા માટેની કેપિટલ સાઇઝ પર આધાર રાખે છે. તે ટ્રેડર્સના અનુભવ, જ્ઞાન અને એકંદર ફાઇનાન્સિયલ મેચ્યોરિટી પર પણ આધાર રાખે છે. વર્તમાન વલણ મુજબ, યુવા ટેક-સેવી ઇન્વેસ્ટર્સ ડિસ્કાઉન્ટ બ્રોકર્સ અને નોંધપાત્ર કેપિટલ ધરાવતા ટ્રેડર્સ ફુલ-સર્વિસ બ્રોકર્સ તરફ વળી રહ્યા છે. તેથી જો તમે ડિસ્કાઉન્ટ બ્રોકર અને ફુલ-સર્વિસ બ્રોકર વચ્ચે પસંદગી કરવા માંગતા હોય, તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે કેટલી રકમ રોકાણ કરવા માંગો છો અને શું તમે કોઇ પ્રોફેશનલ પાસેથી સલાહ અને વધારે એનાલિસિસની સુવિધા મેળવવા માંગો છો કે કેમ.

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers
+91