Skip to main content

અહીં સમજો સ્માર્ટAPI દસ્તાવેજીકરણ

6 min readUpdated on 28th Jul, 2026by Team Angel One
અમે દરરોજ વપરાશકર્તાઓના પ્રતિસાદ ચકાસીએ છીએ અને અમારા દસ્તાવેજોમાં સુધારા કરીએ છીએ, તેમ છતાં અમે જાણીએ છીએ કે અ દરેક માટે સરળ નથી. તેથી આ લેખમાં અમે તમને સમજાવીશું કે સ્માર્ટAPI દસ્તાવેજોના દરેક વિભાગનો અર્થ શું છે.
Share

નમસ્તે વાચકો, અમે જોયું છે કે બિન-તકનીકી બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકો માટે સ્માર્ટAPI દસ્તાવેજીકરણ અને ફોરમ જેવા ટેકનિકલ દસ્તાવેજો તેમજ ફોરમનો ઉપયોગ કરવો ઘણીવાર મુશ્કેલ બની જાય છે. અમે દરરોજ વપરાશકર્તાઓના પ્રતિસાદ ચકાસીએ છીએ અને અમારા દસ્તાવેજોમાં સુધારા કરીએ છીએ, તેમ છતાં અમે જાણીએ છીએ કે અ દરેક માટે સરળ નથી. તેથી આ લેખમાં અમે તમને સમજાવીશું કે સ્માર્ટAPI દસ્તાવેજોના દરેક વિભાગનો અર્થ શું છે.

સ્માર્ટAPI દસ્તાવેજીકરણ

કોઈપણ તકનીકી દસ્તાવેજીકરણની પ્રાસંગિકતા ડેવલપર્સને એક એવો દસ્તાવેજ આપવાની છે, જેનો સંદર્ભ તેઓ API કેવી રીતે કામ કરશે, તેઓ કેવા પ્રકારની વિનંતીઓ કરી શકે છે અને પ્રતિ સેકન્ડ કેટલી વિનંતીઓ કરી શકાય છે, તે અંગેની કોઈ શંકા હોય ત્યારે લઈ શકે. ઇન્ટરનેટ પર સ્માર્ટAPIનો સંદર્ભ આપતી અન્ય કોઈપણ બાબતની તુલનામાં આ દસ્તાવેજીકરણને ડેટાના સુવર્ણ સ્ત્રોત તરીકે માનવો જોઈએ. અમે આને તમારા માટે સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ નીચે દર્શાવેલા દરેક વિભાગો શું કામ કરે છે તેની અમે ટૂંકમાં જાણકારી આપશું.

પ્રસ્તાવના

API શું છે?

APIને એક ગેટવે (દ્વાર) તરીકે વિચારો, જેમ કે માહિતી એકત્રિત કરવા માટેનો તમારો ગેટવે અથવા માહિતી મોકલવા માટેનો તમારો ગેટવે. દા.ત., એક સુપરમાર્કેટ અંગે વિચારો, જેમાં ઘણા વિભાગો છે, જો તમને કપડાં ખરીદવા હોય, તો તમે કપડાંના વિભાગમાં જાઓ છો, જો તમને રસોઈનું તેલ ખરીદવું હોય, તો તમે ખાદ્ય વિભાગમાં જાઓ છો, તેવી જ રીતે જો તમને તમારું ગિફ્ટ વાઉચર રિડીમ કરવું હોય, તો તમે બિલિંગ વિભાગમાં જાઓ છો. આ બધા વિભાગો તમારા માટે ગેટવે તરીકે કામ કરે છે અને તે જ રીતે એક API તમને તમારા માર્જિન બેલેન્સ મેળવવા, ઓર્ડર આપવા, ઓર્ડરમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે.

લાઇબ્રેરીઝ અને એસડીકે

સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ્સ ડેવલપર્સ માટે પણ ખૂબ ઉપયોગી છે; ધારો કે તમે થાઈ સુપરમાર્કેટમાં છો, પરંતુ તમે થાઈ ભાષા જાણતા નથી અને તમે સ્થાનિક ગાઇડની મદદ લો છો, જે સુપરમાર્કેટના વિવિધ લોકો/વિભાગો સાથે વાતચીત કરીને તમને જરૂરી વસ્તુ સૌથી કાર્યક્ષમ રીતે મેળવી આપે છે. આમ તમારો સ્થાનિક ગાઇડ તમારા માટે એસડીકે તરીકે કામ કરી રહ્યો છે. એન્જલ વનની ટીમે તમને ઘણી ભાષાઓમાં એસડીકે ઉપલબ્ધ કરાવ્યા છે. તમે તમારી નિયમ-આધારિત વ્યૂહરચના બનાવવા માટે તમારી પસંદના એસડીકેનો ઉપયોગ કરી શકો છો, તમને APIના દરેક ગેટવેને સંભાળવાની ચિંતા કરવાની જરૂર નથી. તમે અમારા બધા એસડીકે આ ગીટહબ પેજ પર મેળવી શકો છો.

રિસ્પોન્સ સ્ટ્રક્ચર

દસ્તાવેજોનો આ વિભાગ API અથવા એસડીકે દ્વારા વિનંતીના પ્રતિભાવને દર્શાવે છે; પ્રતિભાવ હંમેશા જેએસઓએન ફોર્મેટમાં મળે છે, જે પ્રોગ્રામિંગની દુનિયામાં ખૂબ જ સ્ટાન્ડર્ડ ડેટા ફોર્મેટ છે. દસ્તાવેજોમાં સફળ અને અસફળ API કૉલ પ્રતિભાવના ઉદાહરણ આપવામાં આવ્યા છે. જો તમે ગેટવે સુધી પહોંચવા માટે એસડીકેનો ઉપયોગ કરો છો, તો તમને હેડર પેરામીટર્સ વિશે ચિંતા કરવાની જરૂર નથી.

એરર કોડ્સ

ભલે આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, ભૂલો થઈ જ જાય છે. સ્માર્ટAPI અથવા કોઈપણ એસડીકેનો ઉપયોગ કરતી વખતે, જો તમારી વિનંતીમાં માહિતી પર પ્રક્રિયા કરવા માટે જરૂરી તમામ પેરામીટર્સ ન હોય અથવા ખોટી માહિતી હોય (જેમ કે ખોટો પાસવર્ડ, ખોટો ટિકર), તો તમને એક એરર કોડ મળશે. આ પેજ તમને જાણાવે છે કે દરેક એરર કોડનો અર્થ શું છે.

યુઝર

જો તમે સીધા API એન્ડપોઇન્ટનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ પેજ પાયથન, નોડજેએસ, ગો, જાવા, આર જેવી ઘણી ભાષાઓમાં કોડના ઉદાહરણો દેખાડે છે. જોકે, અમે તમને એસડીકેનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ, જેથી જો તમે નવા કોડર છો, તો તમારું જીવન ઘણું સરળ બનશે. તમને લૉગ ઇન કરવા, એન્જલ વનસર્વર પર પોતાને પ્રમાણિત કરવા અને પછી લૉગ આઉટ કરવા ના ઉદાહરણો મળશે.

જીટીટી (ગુડ ટીલ ટ્રિગર્ડ)

સ્માર્ટAPI તમને એનએસઈ અને બીએસઈ એક્સચેન્જ પર ડિલીવરી ડિલીવરી અને માર્જિન સેગમેન્ટમાં જીટીટી ઓર્ડર આપવાની સુવિધા આપે છે. જીટીટી ઓર્ડર એવા સમયે કામમાં આવે છે, જ્યારે તમે લાંબાગાળાનો ઓર્ડર મુકવા માંગો છો, જેને તમારે દરરોજ મોનિટર કરવો પડે. જેમ તમારી નિશ્ચિત કરેલી કિંમત આવે છે, તે તરત જ ટ્રિગર થાય છે અને એક પોઝીશન બની જાય છે. દસ્તાવેજોનો આ વિભાગ તમને નવા જીટીટી નિયમો બનાવવા, તેમાં ફેરફાર કરવા અને તેને રદ્દ કરવાનો કોડ ઉદાહરણો આપે છે.

ઓર્ડર્સ

અમારા સ્માર્ટમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફીચર ‘ઓર્ડર્સ એન્ડપોઇન્ટ’ છે. દસ્તાવેજો તમને કોડ ઉદાહરણો અને પ્રતિભાવ માળખું આપશે કે API દ્વારા તમારા બ્રોકરેજ ખાતામાં ઓર્ડર કેવી રીતે મુકવો, ફેરફાર કે અને રદ્દ કેવી રીતે કરવો. તમે ઓર્ડર્સ એન્ડપોઇન્ટ દ્વારા તે દિવસ દરમિયાન કરેલા બધા જ ટ્રેડ્સની લીસ્ટ પણ મેળવી શકો છો. તે તમને કોઈપણ સિમ્બોલણો એલટીપી (લાસ્ટ ટ્રેડેડ પ્રાઈસ) જાણવાની સુવિધા પણ આપે છે.

પોર્ટફોલિયો

આ એન્ડપોઇન્ટ તમને એન્જલ વન પાસે રહેલા તમારા પોર્ટફોલિયોની તમામ માહિતી આપે છે. દસ્તાવેજો તમને તમારી બધી જ હોલ્ડિંગ્સ, પોઝિશન્સ કેવી રીતે જોવાનું ઉદાહરણ આપે છે અને તમારી કોઈપણ હાલની પોઝિશનને અલગ પ્રોડક્ટ ટાઇપમાં (જેમ કે ઈન્ટ્રાડેથી ડિલીવરી)માં ફેરવવાનો વિકલ્પ પણ આપે છે. આગામી લેખમાં અમે પાયથન એસડીકેનો ઉપયોગ કરીને તેના કેટલાક ઉદાહરણો બતાવીશું.

પોસ્ટબેક

જ્યારે તમે API અથવા એસડીકે દ્વારા ઓર્ડર મુકતા હો, ત્યારે તમને તમારા ઓર્ડર આઈડી સાથે જેએસઓએન પ્રતિભાવ મળે છે. પોસ્ટબેક ફીચર (જો તમે તેને કાર્યરત કર્યું હોય તો) તમને તે પોસ્ટબેક યુઆરએલ પર સંપૂર્ણ ઓર્ડર પ્રતિભાવ મેળવનાની સુવિધા મળે છે, જે તમે API કી જનરેટ કરતી વખતે આપ્યું હશે. આમ કરવું ફરજિયાત નથી, પરંતુ જો તમે તેને સેટ કરવા માંગતા હોવ તો તમને સેમ્પલ પ્રતિભાવ આપે છે.

હિસ્ટોરિકલ API

સ્માર્ટAPI વપરાશકર્તાઓમાં અ એક ખૂબ જ લોકપ્રિય એન્ડપોઇન્ટ છે. આ વિભાગ તમને વિવિધ ભાષાઓમાં સેમ્પલ કોડ આપે છે, જેના દ્વારા તમે એપીઆઇ દ્વારા એનએસઈ સેગમેન્ટ અને એનએફઓ ફ્યુચર્સના તમામ સ્ટોક્સ માટેનો હિસ્ટોરિકલ ડેટા મેળવી શકો છો. અમે અમારા આગામી લેખમાં પાયથન એસડીકેનો ઉપયોગ કરીને બતાવીશું કે તમે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. તેથી જોડાયેલા રહો!

Open Free Demat Account!

Join our 3.8 Cr+ happy customers
+91