NSE IPO - Apply Online, Check Issue Date, Price, Lot Size & Allotment Status

Apply for NSE IPO:

Skip to main content

સ્માર્ટએપીઆઇ વિશે જાણો વિગતવાર

6 min readUpdated on 6th Aug, 2026by Team Angel One
Share

ઓટોમેટેડ ટ્રેડિંગ ભારતીય માર્કેટ્સમાં કોઈ નવો કોન્સેપ્ટ નથી અને ગ્લોબલ લેવલે આ ઘણો જૂનો કોન્સેપ્ટ છે. આ રીપોર્ટ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં, ઓટોમેટેડ ટ્રેડિંગ કુલ માર્કેટ વોલ્યુમના લગભગ 85% જેટલું છે. આંકડો ચોંકાવનારો છે, ખરું ને? ભારતીય માર્કેટ્સ માટે, ફાઇનાન્સિયલ એક્સપ્રેસ આર્ટિકલ મુજબ આ આંકડો 50% ની આસપાસ છે.

પરંતુ ભારતમાં, ઓટોમેટેડ ટ્રેડિંગના ક્ષેત્રમાં વસ્તુઓ હાલમાં જ સ્પીડ પકડી રહી છે. તેમના બ્રોકર્સ દ્વારા પ્રદાન કરવામાં આવેલી સારી ટેક્નોલોજીના કારણે રિટેલ ઇન્વેસ્ટર કોમ્યુનિટીમાં તેને વ્યાપક પ્રમાણમાં સ્વીકારવામાં આવી રહ્યું છે. અગાઉ, લાર્જ સ્કેલ ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને વિશિષ્ટ કર્મચારીઓ ફક્ત ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ હતા, જે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે પડકારો ઊભા કરતા હતા. એંજલ વનમાં, અમે સામાન્ય રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ટેકનિકલ અને ફાઇનાન્સિયલ દ્રષ્ટિએ ઓટોમેટેડ ટ્રેડિંગમાં પ્રવેશ મેળવવાના તમામ અવરોધોને દૂર કરવા માટે પડદા પાછળ સખત મહેનત કરી રહ્યા છીએ. જેના લીધે સ્માર્ટ એપીઆઇ લોન્ચ થયું.

શું તે અદ્ભુત નથી?

સ્માર્ટએપીઆઇની ખાસિયતો શું છે?

  1. તે સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ છે. તમને એ જાણીને આનંદ થશે કે અમે અમારા કસ્ટમર્સ માટે ઓટોમેટેડ ટ્રેડિંગ અપનાવવાને પ્રાથમિકતા આપીએ છીએ, તેથી જ અમે તમામ નાણાકીય અવરોધો દૂર કર્યા છે. અમારો ધ્યેય એ છે કે તમે કોઈપણ ફી વગર સરળતાથી શરૂઆત કરી શકો.
  2. એંજલ વન ટીમ અને કોમ્યુનિટી દ્વારા તમારા તમામ પ્રશ્નોના તાત્કાલિક જવાબ આપવા માટે અમારી પાસે એક ડેડિકેટેડ એક્ટિવ સ્માર્ટએપીઆઇ ફોરમ છે.
  3. અમારી પાસે સ્ટેલર ડેવલપર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ અને ટેકનિકલ એસએમઇ ની એક ઇન-હાઉસ ટીમ છે જે એપીઆઇને વધુ મજબૂત બનાવવા અને તમારા માટે વધુ સર્વિસિઝ લાવવા માટે સખત મહેનત કરી રહી છે.
  4. ભાષાના અવરોધો ઘટાડવા માટે, અમારી પાસે પાયથોન, જાવા, નોડજેએસ, આર, ગો, સી#, .નેટ, પીએચપી જેવી વિવિધ ભાષાઓમાં એસડીકે છે.
  5. અમે તમને બેકટેસ્ટિંગના હેતુઓ માટે હિસ્ટોરીકલ ડેટા પ્રદાન કરીએ છીએ, જે પણ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ છે.

સ્માર્ટએપીઆઇહેઠળ કયા વિવિધ એપીઆઇ ઓફર કરવામાં આવે છે.

1. માર્કેટ ફીડ્સ એપીઆઇ: આ એપીઆઇનો ઉપયોગ વિવિધ નાણાકીય સાધનો માટે રીયલ-ટાઇમ પ્રાઇસ ડેટાને ઍક્સેસ કરવા માટે થઈ શકે છે. માર્કેટ ફીડ્સ એપીઆઇના ઉપયોગના કેટલાક કેસ આ પ્રમાણે થઈ શકે છે:

1. લાઇવ સ્ટ્રીમિંગ ડેટા લાવો અને તેને તમારી વેબ એપ્લિકેશન્સ/મોબાઇલ એપ્લિકેશન્સ પર પ્રદર્શિત કરો.

2. કોઇખાસ સ્ટ્રેટેજી (જેમ કે જ્યારે કરન્ટ વોલ્યૂમ > એવરેજ વોલ્યૂમ)ના આધારે યુઝર્સના ગ્રુપ માટે ટેલિગ્રામ/ડિસ્કોર્ડ અલર્ટ્સ ક્રિએટ કરો.

3. બાદમાં ક્વોન્ટિટેટીવ એનાલિસિસ માટે લાઇવ સ્ટ્રીમિંગ ડેટાને તમારી સિસ્ટમમાં સેવ કરો.

2. હિસ્ટોરિકલ ડેટા એપીઆઇ: આ એપીઆઇનો ઉપયોગ એનએસઇ ઇક્વિટી અને એનએફઓ ફ્યુચર્સ    સેગમેન્ટ માટે ઐતિહાસિક ડેટાને ઍક્સેસ કરવા માટે થઈ શકે છે. અમે એનએફઓ ઓપ્શન્સ સેગમેન્ટ      ડેટા પણ પ્રદાન કરવાની ઓપ્શન્સનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. હિસ્ટોરિકલ ડેટાનો ઉપયોગ વિવિધ        રીતે થઈ શકે છે:

1. ક્વોન્ટિટેટીવ એનાલિસિસ કરવા અને શેરબજારોમાં પેટર્ન શોધવા માટે.

2. માર્કેટના અગાઉના સમયમાં તમારી સ્ટ્રેટેજીસનું પર્ફોમન્સ જોવા માટે તેમનું બેકટેસ્ટિંગ કરવા.

3. હિસ્ટોરિકલ ડેટા પર આધારિત સ્ટ્રેટેજીસને એક્ઝિક્યુટ કરવા માટે.

3. પબ્લિશર એપીઆઇ: આ એપીઆઇ તમને તમારી વેબસાઇટ અને એપ્સ પર એવા બટન્સ        લગાવવાની સુવિધા આપે છે, જેમાં યુઝર્સ લોગ ઇન કરી શકે અને એક ક્લિકથી ડેટા ટ્રેક કરી શકે. જો તમે એક સ્ટોક એડવાઇઝરી ફર્મ છો અને તમારા ક્લાયન્ટ્સને એક ક્લિકમાં ટ્રેડ કરવા માટે બટન આપવાની ઇચ્છા રાખો છો, તો પબ્લિશર એપીઆઇ ખૂબ જ ઉપયોગી છે. પબ્લિશર એપીઆઇ તમારા ક્લાયન્ટ્સને લાઇવ કિંમતો પર એક જ ક્લિકમાં સ્ટોક્સની સંપૂર્ણ બાસ્કેટ ખરીદવા/વેચવાની મંજૂરી આપે છે, નીચેનો ઉદાહરણ સ્ક્રીનશૉટ જુઓ જ્યાં તમારા ક્લાયન્ટને માત્ર સબમિટ પર ક્લિક કરવાની જરૂર છે, અને બધા    ટ્રેડ્સ એક્ઝિક્યુટ થઈ જશે.

4. ટ્રેડિંગ એપીઆઇ: આ એપીઆઇ, માર્કેટ ફીડ્સ એપીઆઇ, હિસ્ટોરિટી ડેટા એપીઆઇ, પબ્લિશર એપીઆઇને જોડે છે અને તમને તમારા એંજલ વન ટ્રેડિંગ એકાઉન્ટમાં ઓર્ડર આપવા તેમજ તમારા ઓપન ટ્રેડ્સનું એનાલિસિસ કરવા માટે પોઝિશન્સ અને હોલ્ડિંગ્સ લાવવાની મંજૂરી આપે છે. આ કેટેગરી હેઠળ બનાવેલ એક જ એપીઆઇ કીનો ઉપયોગ તમામ કાર્યો કરવા માટે થઈ શકે છે, જ્યારે અન્ય કેટેગરી હેઠળ બનાવેલ કી તે સંબંધિત કાર્ય સુધી મર્યાદિત રહેશે. ટ્રેડિંગ એપીઆઇનો ઉપયોગ વિવિધ રીતે થઈ શકે છે:

  1. તમારી પોતાની ટ્રેડિંગ સ્ટ્રેટેજીના આધારે તમારા એકાઉન્ટમાં ઓર્ડર આપવા માટે.
  2. હોલ્ડિંગ્સ, માર્જિન, ફંડ બેલેન્સ, ઇન્ટ્રાડે ટ્રેડ્સની પોઝિશન્સ લાવવા માટે.
  3. ટ્રેડ્સનું ઝડપી એક્ઝિક્યુશન, એપીઆઇ તમને પ્રતિ સેકન્ડ 10 ટ્રેડ્સ એક્ઝિક્યુટ કરવાની મંજૂરી આપે છે, જે કોઈપણ માણસ મેન્યુઅલી કરી શકે તેના કરતાં વધુ ઝડપી છે.

તો હવે તમને સમજાઇ ગયું હશે કે અમારું સ્માર્ટએપીઆઇ ઘણી બધી ખાસિયતોથી ભરપૂર છે અને તમારા કોઈપણ ઉપયોગના કેસને અનુરૂપ હશે. અમે એપીઆઇ સર્વિસમાં વધુ સુધારાઓ અને સુવિધાઓ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે તમામ યુઝર ફીડબેકને મહત્વ આપીએ છીએ. જો તમને લાગે કે અમારી પાસે કેટલીક સુવિધાઓનો અભાવ છે, તો કૃપા કરીને સ્માર્ટએપીઆઇ ફોરમ પર તમારો ફીડબેક સબમિટ કરો.

એંજલ વનમાં, અમે નોલેજ અને કમિટમેન્ટને મહત્વ આપીએ છીએ. આગામી સપ્તાહોમાં, અમે લગભગ 8-10 બિગિનર સિરીઝ બ્લોગ્સ પ્રકાશિત કરીશું જે દર્શાવે છે કે તમે કેવી રીતે સ્માર્ટએપીઆઇનો ઉપયોગ કરીને મલ્ટીપલ ટ્રેડિંગ ઓટોમેશન્સ/પ્રોડક્ટ્સ બનાવી શકો છો અને તમારી ટ્રેડિંગ જર્નીને વધારી શકો છો. તેથી જો તમે ઇચ્છો કે અમે કોઈ ચોક્કસ વિષયને આવરી લઈએ, તો કૃપા કરીને નીચે રિસ્પોન્સમાં અમને જાણાવો.

Open Free Demat Account!

Join our 3.8 Cr+ happy customers
+91