ઓપ્શન ચેઇન શું છે? તમે તેને કેવી રીતે વાંચો છો?

6 min readUpdated on 31st Jul, 2026by Angel One
ઓપ્શન ચેઇનમાં સ્ટ્રાઇક પ્રાઇસ, એક્સપાયરી, પ્રીમિયમ અને ઓપન ઇન્ટરેસ્ટ સાથેના બધા કોલ અને પુટ કોન્ટ્રેક્ટની લિસ્ટ આપવામાં આવે છે, જે ટ્રેડર્સને માર્કેના મૂડ અને લિક્વિડિટીને સમજવામાં અને ઓપ્શન્સ સંબંધિત યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે.
Share

ઓપ્શન ચેઇન એ એક સ્ટ્રક્ચર્ડ ચાર્ટ છે જે ચોક્કસ સિક્યોરિટી માટે ઉપલબ્ધ બધા કોલ અને પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ દર્શાવે છે, જેમાં સ્ટ્રાઇક પ્રાઇસ, એક્સપાયરી ડેટ્સ, પ્રીમિયમ, વોલ્યુમ અને ઓપન ઇન્ટરેસ્ટ જેવી વિગતો દર્શાવવામાં આવે છે. પહેલી નજરે, ઓપ્શન ચેઇન જટિલ લાગી શકે છે કારણ કે તેમાં મોટી સંખ્યામાં આંકડાકીય માહિતી બાજુ-બાજુમાં રજૂ કરવામાં આવે છે. જો કે, દરેક કોલમ માર્કેટ અન્ડરલાઇંગ એસેટની ભાવિ અપેક્ષાઓનું મૂલ્યાંકન કેવી રીતે કરી રહ્યું છે તે સમજવામાં ચોક્કસ ભૂમિકા ભજવે છે.

2026માં ઓપ્શન ચેઇન વાંચવા માટે સેબીના સુધારેલી લોટ સાઇઝ અને રીસ્ટ્રીક્ટેડ વિકલી એક્સપાયરી શિડ્યૂલ્સની સમજ પણ જરૂરી છે, જેમણે ઘણા લોકપ્રિય સૂચકાંકોની લિક્વિડિટી પ્રોફાઇલ બદલી નાખી છે. ઓપ્શન ચેઇન કેવી રીતે વાંચવી તે શીખીને, ટ્રેડર્સ માર્કેટ સેન્ટિમેન્ટ્સનું મૂલ્યાંકન કરી શકે છે અને સંભવિત ભાવની હિલચાલનું વધુ અસરકારક રીતે મૂલ્યાંકન કરી શકે છે.

મુખ્ય મુદ્દાઓ

  • ઓપ્શન ચેઇન સ્ટ્રાઇક પ્રાઈસ અને એક્સપાયરી ડેટ દ્વારા સિક્યોરિટી માટેના બધા કોલ અને પુટ કોન્ટ્રાક્ટ દર્શાવે છે.
  • ઓપન ઇન્ટરેસ્ટ અને વોલ્યુમ વિવિધ સ્ટ્રાઇક્સમાં ટ્રેડર્સનો રસ દર્શાવે છે.
  • બિડ-આસ્ક ડેટા વર્તમાન લિક્વિડિટી અને પ્રાઇસ દર્શાવે છે.
  • ઓપ્શન ચેઇન વાંચવાથી માર્કેટના મૂડ અને સંભવિત પ્રાઇસ લેવલ્સ વિશે સમજ મળે છે.

ઓપ્શન ચેઇન શું છે?

ઓપ્શન ચેઇનમાં બે સેક્શન્સ હોય છે: કોલ અને પુટ. કોલ ઓપ્શન એક એવો કોન્ટ્રાક્ટ છે જે તમને ચોક્કસ કિંમતે અને ઓપ્શનની એક્સપાયરી ડેટની અંદર અન્ડરલાઇંગ એસેટને ખરીદવાનો અધિકાર આપે છે, પરંતુ આમ કરવાની કોઈ બાહેંધરી નથી. પુટ ઓપ્શન એ એક એવો કોન્ટ્રાક્ટ છે જે તમને ચોક્કસ કિંમતે અને ઓપ્શનની એક્સપાયરી ડેટની અંદર અન્ડરલાઇંગ વેચવાનો અધિકાર આપે છે પરંતુ તેના માટે મજબૂર કરતો નથી. તેમાં ઓપ્શનની સ્ટ્રાઇક પ્રાઈસ પણ લિસ્ટેડ હોય છે. આ તે સ્ટોક પ્રાઇસ છે જેના પર ઓપ્શનનો ઉપયોગ થવા પર રોકાણકારો સ્ટોક ખરીદે છે.

ઓપ્શન ચેઇન આપેલ સિક્યોરિટી માટે ઉપલબ્ધ બધા ઓપ્શન કોન્ટ્રેક્ટ, પુટ અને કોલ બંનેની લિસ્ટ છે. ઓપ્શન ચેઇનનો ઉપયોગ ઇન્ટ્રાડે અને એક્સપાયરીની નજીકના એનાલિસિસ માટે વ્યાપકપણે થાય છે. ટ્રેડર્સ સામાન્ય રીતે વર્તમાન બજાર પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે 'લાસ્ટ પ્રાઇસ,' 'નેટ ચેન્જ,' 'બિડ' અને 'આસ્ક' કોલમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ઓપ્શન ચેઇનનો ઉપયોગ

  • માર્કેટ સેન્ટિમેન્ટને સમજવા: ઓપ્શન ચેઇન કોઈ ખાસ અન્ડરલાઇંગ એસેટ માટે માર્કેટના સેન્ટિમેન્ટ અંગે મહત્વની માહિતી આપે છે. ટ્રેડર્સ અલગ અલગ સ્ટ્રાઇક પ્રાઇસ પર ઓપન ઇન્ટરેસ્ટની સંખ્યાનું એનાલિસિસ કરીને એ સમજીએ શકે છે કે ટ્રેડર્સ બુલિશ, બિયરીશ અથવા ન્યૂટ્રલ છે કે કેમ.
  • સપોર્ટ અને રેઝિસ્ટેન્સને ઓળખવા: ઓપ્શન ચેઇન ડેટા ટ્રેડર્સને સંભવિત સપોર્ટ અને રેઝિસ્ટેન્સ લેવલ ઓળખવામાં મદદ કરે છે. ચોક્કસ સ્ટ્રાઇક પ્રાઈસ પર ઊંચો ઓપન ઇન્ટરેસ્ટ સપોર્ટ અથવા રેઝિસ્ટેન્સ લેવલ તરીકે કાર્ય કરી શકે છે, જે તે લેવલ દર્શાવે છે જ્યાં નોંધપાત્ર બાયિંગ અને સેલિંગનું પ્રેશર હોય છે.
  • ઇમ્પ્લાઇડ વોલેટિલિટીનું આંકલન: ઓપ્શન ચેઇન ટ્રેડર્સને ચોક્કસ સ્ટ્રાઇક પ્રાઈસ પર એસેટની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી વિશે ખ્યાલ આપી શકે છે. ઇમ્પ્લાઇડ વોલેટિલિટીનો અર્થ છે કે એસેટના ભાવમાં ફેરફાર અંગે માર્કેટમાં સામેલ લોકોની અપેક્ષાઓ.
  • જાણકાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવો: વેપારીઓ વિવિધ ઓપ્શન્સ ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવવા માટે ઓપ્શન ચેઇનના મૂલ્યોનો ઉપયોગ કરી શકે છે. વિવિધ સ્ટ્રાઇક પ્રાઇસ અને પ્રીમિયમ પર ઓપન ઇન્ટરેસ્ટની સંખ્યાનું વિશ્લેષણ કરીને, તેઓ તેમની એકંદર ટ્રેડિંગ સ્ટ્રેટેજી અને રિસ્ક ટોલરેન્સ લેવલની સાથે સુસંગત સ્ટ્રેટેજી બનાવી શકે છે.
  • રિસ્ક મેનેજમેન્ટ અને હેજિંગ: ઓપ્શન ચેઇનનો ઉપયોગ કરીને, ટ્રેડર્સ તેમની વર્તમાન ઓપન પોઝિશન સાથે સંકળાયેલા સંભવિત જોખમનું મૂલ્યાંકન કરી શકે છે. ઓપ્શન ચેઇન ટ્રેડર્સને ઓપ્શન્સ ગ્રીકનું એનાલિસિસ કરવામાં અને અસરકારક હેજિંગ ટેક્નિક્સ બનાવવા માટે મદદ કરે છે.

ઓપ્શન ચેઇનનું મહત્વ

ઓપ્શન ચેઇનને સમજવાથી ટ્રેડર્સને ઘણા ફાયદા થાય છે:

  1. ‘ઇન ધ મની’ અને ‘આઉટ ઓફ ધ મની’ ઓપ્શનની ઓળખ કરવી: અંડરલાઇંગ એસેટની કિંમતોના આધારે ઝડપથી જુઓ કે કયા ઓપ્શન્સ હાલમાં નફાકારક છે (ITM) અને કયા નથી (OTM).
  2. સ્ટ્રાઈક પ્રાઈસ દ્વારા લિક્વિડીટીનું માપન: વિવિધ સ્ટ્રાઇક પ્રાઇસ માટે ટ્રેડિંગ એક્ટિવિટીનું મૂલ્યાંકન કરો, જે તમને પૂરતી લિક્વિડિટી સાથે ઓપ્શન્સ પસંદ કરવામાં મદદ કરશે.
  3. ઓપ્શન પ્રીમિયમ શોધવું: ઓપ્શન્સની સ્ટ્રાઇક પ્રાઈસ અને એક્સપાયરી ડેટના આધારે તેમની કિંમત (પ્રીમિયમ) સરળતાથી ઓળખો.
  4. સંભવિત પ્રાઇસ મૂવેમન્ટ ઓળખવા: ઓપ્શન ચેઇન અંડરલાઇંગ એસેટની કિંમતોમાં સંભવિત બ્રેકઆઉટ અથવા તીવ્ર હિલચાલનો સંકેત આપી શકે છે.
  5. મેક્રો Vs માઇક્રો ઇનસાઇટ્સ: ઇન્ડેક્સ ઓપ્શન ચેઇન્સ વ્યાપક બજાર ભાવ પ્રદાન કરે છે, જ્યારે સ્ટોક ઓપ્શન ચેઇન્સ ચોક્કસ કંપની વિશે ચોક્કસ વિગતો પ્રદાન કરે છે.
  6. જટિલ સ્ટ્રેટેજીસને સમજવી: વિવિધ સ્ટ્રાઇક પ્રાઇસ પર સ્ટ્રેડલ અને સ્ટ્રેંગલ ઓપ્શન સ્ટ્રેટેજીના લીધે થનારા સંભવિત પ્રોફિટનું એનાલિસિસ કરો.
  7. સમજી વિચારીને નિર્ણયો લેવા: આ બધી માહિતીને ધ્યાનમાં લઈને, ટ્રેડર્સ તેમની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને વર્તમાન માર્કેટ સ્થિતિ સાથે ગોઠવી શકે છે.

ટૂંકમાં, ઓપ્શન ચેઇન ઓપ્શન ટ્રેડર્સ અને ટ્રેડિશનલ સ્ટોક માર્કેટના ટ્રેડર્સ બંનેને જાણકાર નિર્ણય લેવા માટે મહત્વપૂર્ણ ટૂલ્સથી સજ્જ બનાવે છે.

ઓપ્શન ચાર્ટ કેવી રીતે વાંચવો?

 

મેટ્રિક  અર્થ  
   
ઓપ્શન ટાઇપ   બે પ્રકારના ઓપ્શન્સ છે: કૉલ અને પુટ. 
સ્ટ્રાઇક કિંમત  જે કિંમતે ઓપ્શનનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે અંડરલાઇંગ કિંમત સ્ટ્રાઇક પ્રાઈસ કરતાં વધી જાય ત્યારે કોલ ઓપ્શન્સ નફાકારક બને છે, પરંતુ જ્યારે તે સ્ટ્રાઇકથી નીચે આવે ત્યારે પુટ ઓપ્શન્સ નફાકારક બને છે 
ઓપન ઇન્ટરેસ્ટ (OI)  કુલ બાકી કોન્ટ્રાક્ટ્સ જે હજુ સુધી પૂર્ણ થયા નથી 
વોલ્યુમ  દિવસ દરમિયાન ટ્રેડ થયેલા કોન્ટ્રાક્ટ્સ 
ઇમ્પ્લાઇડ વોલેટિલિટી (IV)  ઓપ્શન્સમાં ભવિષ્યની સંભવિત વોલેટિલિટી કિંમતો સામેલ છે. 
LTP  અંતિમ ટ્રેડેડ ઓપ્શન પ્રાઇસ 
નેટ ચેન્જ  પાછલા બંધ કરતા LTP માં તફાવત 
બિડ  મહત્તમ કિંમત જે ખરીદદારો ચૂકવવા તૈયાર છે 
આસ્ક  સૌથી ઓછી કિંમત જે સેલર્સ સ્વીકારવા તૈયાર છે 
બિડ qty/ આસ્ક qty  બેસ્ટ બિડ/આસ્ક પર કોન્ટ્રાક્ટની સંખ્યા 
ઇન-ધ-મની 

કૉલ ઓપ્શન: સ્ટ્રાઇક પ્રાઈસ < અંડરલાઇંગ પ્રાઇસ 

પુટ ઓપ્શન: સ્ટ્રાઈક પ્રાઇસ > અંડરલાઇંગ પ્રાઇસ 

એટ-ધ-મની 

કૉલ ઓપ્શન: સ્ટ્રાઈક પ્રાઈસ = અંડરલાઇંગ પ્રાઇસ 

પુટ ઓપ્શન: સ્ટ્રાઈક પ્રાઇસ= અંડરલાઇંગ પ્રાઇસ 

આઉટ-ઓફ-ધ-મની (OTM) 

કૉલ ઓપ્શન: સ્ટ્રાઇક પ્રાઈસ > અંડરલાઇંગ પ્રાઇસ 

પુટ ઓપ્શન: સ્ટ્રાઇક પ્રાઇસ< અંડરલાઇંગ પ્રાઇસ 

  

NSE ઓપ્શન ચેઇનનું મહત્વ  

NSE ઓપ્શન ચેઇનના કેટલાક મુખ્ય ફાયદા અહીં આપેલા છે:  

  1. તે ઇન ધ મની (ITM) ની સ્પષ્ટ સમજ આપે છે અને આઉટ-ઓફ–ધ-મની (OTM) ઓપ્શન્સ ટ્રેડર્સને આંતરિક મૂલ્ય ધરાવતા કોન્ટ્રાક્ટને ઝડપથી ઓળખવામાં મદદ કરે છે. 
  2. ઓપન ઇન્ટરેસ્ટ અને વોલ્યુમનું એનાલિસિસ કરીને વિવિધ સ્ટ્રાઇક ભાવે ડેપ્થ અને લિક્વિડિટીનું મૂલ્યાંકન કરવા માટે તે ઉપયોગી છે. 
  3. તે ટ્રેડર્સને ચોક્કસ સ્ટ્રાઇક પ્રાઇસિસ અને એક્સપાયરી ડેટ્સ માટે ઓપ્શન પ્રીમિયમ ઓળખવામાં મદદ કરે છે, જે જાણકાર કોન્ટ્રાક્ટ પસંદગી કરવામાં મદદ કરે છે. 
  4. જ્યારે ઓપન ઇન્ટરેસ્ટમાં અસામાન્ય બિલ્ડ-અપ થાય છે ત્યારે ઓપ્શન ચેઇન સંભવિત બ્રેકઆઉટ્સ અથવા ઇન્ડેક્સમાં તીવ્ર હિલચાલના પ્રારંભિક સંકેત તરીકે કામકરી શકે છે. 
  5. સ્ટોક ઓપ્શન ચેઇનથી વિપરીત, ઇન્ડેક્સ ઓપ્શન ચેઇન વ્યાપક, મેક્રો-લેવલ માર્કેટ ઇન્ડિકેશન્સ પ્રદાન કરે છે, જ્યારે સ્ટોક ચેઇન કંપની-સ્પેસિફિક સેન્ટિમેન્ટ દર્શાવે છે. 
  6. તે મલ્ટીપલ સ્ટ્રાઇક પ્રાઇસિસમાં સ્ટ્રેડલ્સ અને સ્ટ્રેંગલ જેવી સ્ટ્રેટેજીસમાં વધુ સારી સમજ પ્રદાન કરે છે, જે ટ્રેડર્સને માર્કેટ સેન્ટિમેન્ટ્સ સાથે પોઝિશન્સને અલાઇન કરવામાં મદદ કરે છે. 
  7. એકંદરે, NSE ઓપ્શન ચેઇન બજારની સમજ અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરીને ઓપ્શન ટ્રેડર્સ અને કેશ માર્કેટના સહભાગીઓ બંને માટે પ્રેક્ટિકલ એનાલિસિસ ટૂલ તરીકે કામ કરે છે.  

સ્ટ્રાઇક પ્રાઇસ અને અંડરલાઇંગ ઓપ્શન્સ વચ્ચેનો સંબંધ  

 

   પુટ   કૉલ   
ઇન-ધ મની ઓપ્શન  ઓપ્શનની સ્ટ્રાઇક પ્રાઈસ અંડરલાઇંગ પ્રાઇસ કરતા વધારે છે  ઓપ્શનની સ્ટ્રાઇક પ્રાઇસ અંડરલાઇંગ પ્રાઇસ કરતા ઓછી છે 
આઉટ-ઓફ-ધ મની ઓપ્શન  અંડરલાઇંગની પ્રાઇસ ઓપ્શનની સ્ટ્રાઇક પ્રાઇસ કરતા વધારે છે.   અંડરલાઇંગની પ્રાઇસ ઓપ્શનની સ્ટ્રાઇક પ્રાઇસ કરતા ઓછી છે. 
એટ ધ મની ઓપ્શન  અંડરલાઇંગની પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ જેટલી જ છે.  અંડરલાઇંગની પ્રાઇસ ઓપ્શનની સ્ટ્રાઇક પ્રાઇસ જેટલી છે. 

પુટ અને કોલ ઓપ્શન વચ્ચેનો તફાવત

કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન વચ્ચેના કેટલાક તફાવતો નીચે મુજબ છે.

ફીચર કૉલ ઓપ્શન  પુટ ઓપ્શન 
અધિકાર  અંડરલાઇંગ એસેટ ખરીદવાનો અધિકાર  અંડરલાઇંગ એસેટ વેચવાનો અધિકાર 
નફાની સંભાવના  અમર્યાદિત  સ્ટ્રાઇક પ્રાઈસ અને એક્સપાયરી સમયે અંડરલાઇંગ એસેટની પ્રાઇસ વચ્ચેના તફાવત સુધી મર્યાદિત હોય છે, જેમાં ઓપ્શન પ્રીમિયમ બાદ કરવામાં આવે છે 
નુકસાનની સંભાવના  ચૂકવેલ ઓપ્શન પ્રીમિયમ સુધી મર્યાદિત  ચૂકવેલ ઓપ્શન પ્રીમિયમ સુધી મર્યાદિત 
બજારની અપેક્ષા  બુલિશ (કિંમત વધવાની અપેક્ષા)  બીયરીશ (કિંમત ઘટવાની અપેક્ષા) 

નિષ્કર્ષ  

ઓપ્શન્સ ચેઇન ચાર્ટ તમામ જરૂરી ઓપ્શન ડેટાને એક જ જગ્યાએ દર્શાવે છે, જેનાથી સ્ટ્રાઇક પ્રાઇસ અને એક્સપાયરી ડેટમાં કોલ અને પુટ્સની કિંમત કેવી રીતે નક્કી થાય છે તે સમજવું સરળ બને છે. ઓપ્શન ચેઇનને કાળજીપૂર્વક વાંચીને, ટ્રેડર્સ ફક્ત પ્રાઇસ ચાર્ટ પર નિર્ભર રહ્યા વિના માર્કેટ સેન્ટીમેન્ટ, લિક્વિડિટી અને સંભવિત પ્રાઇસ લેવલનો અંદાજ લગાવી શકે છે.  

તે પ્રીમિયમની તુલના કરવામાં, ઓપન ઇન્ટરેસ્ટને ટ્રેક કરવામાં અને મજબૂત ભાગીદારીના ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરે છે. 'ઓપ્શન ચેઇન શું છે' અને તે કેવી રીતે કામ કરે છે તેની સ્પષ્ટ સમજ વધુ સારા નિર્ણય લેવામાં મદદ કરે છે, રીસ્ક મેનેજમેન્ટમાં સુધારો કરે છે અને ટ્રેડર્સને પ્રવર્તમાન બજાર પરિસ્થિતિઓ અનુસાર તેમની સ્ટ્રેટેજીસ બનાવવામાં સક્ષમ બનાવે છે.

FAQs

ઓપ્શન ચેઇન એ ચોક્કસ અંડરલાઇંગ એસેટ ( જેમ કે સ્ટોક્સકરન્સીકોમોડિટીઝ અથવા ઇન્ડેક્સપર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ બધા ઓપ્શન(પુટ અને કોલની વ્યાપક લિસ્ટ છેતે વિવિધ સ્ટ્રાઇક પ્રાઇસ માટે પ્રીમિયમવોલ્યુમઓપન ઇન્ટરેસ્ટ વગેરે સંબંધિત વિગતોની જાણકારી આપવામાં આવે છે 

ઓપ્શન ચેઇન એનાલિસિસમાં ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવવા માટે એક્સચેન્જ પર ચોક્કસ સિક્યોરિટી માટે ઉપલબ્ધ બધા ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સની ડિટેઇલ્ડ માહિતી માટે ઉપલબ્ધ વિગતોનો અભ્યાસ કરવાનો સમાવેશ થાય છેમાહિતીની પ્રેઝન્ટેશનના આધારેટ્રેડર્સ ઉપલબ્ધ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ સાથે સંબંધિત બિડ-આસ્ક ક્વોટ્સમેચ્યોરિટી ડેટ્સસ્ટ્રાઇક પ્રાઇસ વગેરે જાણી શકે છે 

ઓપ્શન ચેઇનમાં સ્ટ્રાઇક પ્રાઈસસિમ્બોલલાસ્ટબિડઆસ્કવોલ્યુમઓપન ઇન્ટરેસ્ટ વગેરે સંબંધિત વિગતો શામેલ છેસિમ્બોલ કોન્ટ્રેક્ટ દર્શાવે છેઅને તે દરેક કોન્ટ્રેક્ટ માટે યુનિક હોય છેટ્રેડર્સ ઓપ્શન ચેઇન ચાર્ટમાં કોન્ટ્રેક્ટ સંબંધિત ટ્રેડિંગ માહિતી શોધી શકે છે અને તે મુજબ તેમની બિડ મૂકી શકે છે 

એક્સપાયરી ડેટ એ છેલ્લો દિવસ છે જ્યારે ઓપ્શન કોન્ટ્રાક્ટ વેલિડ રહે છે. આ તારીખ પછી, જો તેનો ઉપયોગ અથવા સેટલમેન્ટ ન થાય તો ઓપ્શન નકામો થઈ જાય છે, અને તેનો ટ્રેડ કરી શકાતો નથી.

સામાન્ય રીતે ડિવિડન્ડ કોલ ઓપ્શનના ભાવ ઘટાડે છે અને પુટ ઓપ્શનના ભાવમાં વધારો કરે છેકારણ કે એક્સ ડિવિડન્ટ તારીખ પર અંડરલાઇંગ સ્ટોકની કિંમત સામાન્ય રીતે ડિવિડન્ડની રકમની એકદમ નીચે એડજસ્ટ થઇ જાય છે. 

ઓપ્શન ચેઇન અંડરલાઇંગ એસેટ  માટે ઉપલબ્ધ બધા કોલ અને પુટ ઓપ્શનની યાદી આપે છેજે સ્ટ્રાઇક પ્રાઈસ અને એક્સપાયરી દ્વારા ગોઠવાય છેતે ટ્રેડર્સને વિવિધ સ્તરે પ્રીમિયમઓપન ઇન્ટરેસ્ટ અને વોલ્યુમની તુલના કરવામાં મદદ કરે છે 

બંનેમાંથી કોઈ પણ સ્વાભાવિક રીતે સારું નથી.. તે ટ્રેડરના ઉદ્દેશ્ય અને જોખમ સહનશીલતા પર આધાર રાખે છેફ્યુચર્સ હાઇ રીસ્ક અને જવાબદારીનો સમાવેશ કરે છેજ્યારે ઓપ્શન્સ બાયર્સને ફ્લેક્સિબિલિટી આપે છે અને તેમાં નુકસાનનું રિસ્ક પણ મર્યાદિત હોય છે.

બજારના કલાકો દરમિયાન ઓપ્શન ચેઇન રીઅલ ટાઇમમાં અપડેટ થાય છેજેમ જેમ બજારમાં ટ્રેડ થાય છેકિંમતોવોલ્યુમ અને ઓપન ઇન્ટરેસ્ટ સતત બદલાતા રહે છે.

સિન્ટેથિટ પોઝિશન ત્યારે બનાવવામાં આવે છે, જ્યારે ઓપ્શન્સને જોડીને કોઇ અન્ય ઇન્સ્ટ્રૂમેન્ટ જેમ કે સ્ટોક અથવા ફ્યુચરના પે-ઓફ જેવું જ પે-ઓફ હાંસલ કરવામાં આવે છે. ટ્રેડર્સ તેનો ઉપયોગ અલગ અલગ રિસ્ક અથવા કોસ્ટ સ્ટ્રક્ચરની સાથે તેેવો જ એક્સપોઝર મેળવવા માટે કરે છે.

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers

+91
Open Free Demat Account!
Join our 3.5 Cr+ happy customers
+91