Skip to main content

બોન્ડ્સ પર ટેક્સેશન: વિવિધ પ્રકારના બોન્ડ્સ પર કેવી રીતે વસૂલવામાં આવે છે ટેક્સ?

6 min readUpdated on 28th Jul, 2026by Angel One
ભારતમાં બોન્ડ્સ પર લાગતા ટેક્સેશન વિશે જાણો: વ્યાજની આવકથી લઈને કેપિટલ ગેઈન્સ સુધી. વિવિધ પ્રકારના બોન્ડ્સ અને તેના ટેક્સ સંબંધિત અસરોની વિગતવાર માહિતી.
Share

વ્યક્તિગત અને સંસ્થાકીય બંને પ્રકારના રોકાણકારો માટે બોન્ડ્સ લાંબા સમયથી એક પસંદગીનું નાણાંકીય સાધન રહ્યું છે. આ ફિક્સ્ડ-ઇનકમ (સ્થિર આવક) આપતા સાધનો સ્થિરતા પ્રદાન કરે છે અને અન્ય રોકાણના વિકલ્પોની તુલનામાં ઓછા જોખમી હોય છે. જોકે, બજારની અસ્થિરતાથી બચવા માટે બોન્ડ્સમાં રોકાણ કરતાં રોકાણકારો માટે તેના ટેક્સેશન (કરવેરા)ને સમજવું ખૂબ જ જરૂરી છે. આ લેખમાં ભારતમાં બોન્ડ્સ પર લાગતા ટેક્સ અને તેમાં રોકાણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ વિશે જાણવામાં આવ્યું છે.

મુખ્ય મુદ્દાઓ

  • બોન્ડ્સમાંથી મળતું વ્યાજ રોકાણકારના ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ કરપાત્ર બને છે, જ્યારે કેપિટલ ગેઈન્સ ટેક્સ બોન્ડના પ્રકાર અને હોલ્ડિંગ પિરિયડ (રોકાણના સમયગાળા) પર આધાર રાખે છે.
  • લિસ્ટેડ અને અનલિસ્ટેડ બોન્ડ્સ સુધારેલા લોંગ-ટર્મ અને શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સના નિયમોનું પાલન કરે છે.
  • ટેક્સ-ફ્રી બોન્ડ્સ વ્યાજની આવકને ટેક્સ ફ્રી રાખે છે, પરંતુ તેના પર મળતો કેપિટલ ગેઈન કરપાત્ર થઈ શકે છે.
  • ટીડીએસ, કર મુક્તિ અને બોન્ડ્સની શ્રેણીઓને સમજવાથી ટેક્સ પછીના વળતરમાં સુધારો કરવામાં મદદ મળે છે.

બોન્ડ્સ એટલે શું?

બોન્ડ એ એક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ (કરજનું સાધન) છે, જેના દ્વારા કોઈ કંપની કે સરકાર તમારી (રોકાણકાર) પાસેથી નાણાં ઉછીના લે છે. જેના બદલામાં તેઓ મૂડી પર વ્યાજ ચૂકવે છે. બોન્ડ ખરીદતી વખતે જ તેની મેચ્યોરિટી ડેટ (પાકતી મુદત) બોન્ડ પર દર્શાવવામાં આવે છે. તમે બોન્ડ્સ દ્વારા વ્યાજ અને કેપિટલ ગેઈન્સ એમ બે રીતે આવક મેળવી શકો છો. વ્યાજ નક્કી કરેલી ટકાવારીના આધારે નિયમિત અંતરાલે મળતી રકમ છે. કેપિટલ ગેઈન્સ એ બોન્ડ્સને મેચ્યોરિટી પછી અથવા તે પહેલાં વેચવાથી થતો નફો છે.

ભારતમાં બોન્ડ્સ પર ટેક્સેશન

ભારતમાં બોન્ડ્સ પર ટેક્સ મુખ્યત્વે બે પરિબળો પર આધારિત છે, બોન્ડનો પ્રકાર અને તેનો હોલ્ડિંગ પિરિયડ. બોન્ડ્સ પર મળતા વ્યાજ અને કેપિટલ ગેઈન્સ બંને પર નીચે મુજબ ટેક્સ લાગે છે:

  • વ્યાજ: બોન્ડ પર મળતું વ્યાજ તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવે છે અને લાગુ પડતા રેટ મુજબ તેના પર ટેક્સ લાગે છે. જો તમે પાન સબમિટ કર્યું હોય, તો મોટાભાગના બોન્ડ્સ પર ૧૦% લેખે ટીડીએસ કાપવામાં આવે છે, જો ટીડીએસ ટાળવા માટે ફોર્મ 15G અથવા ફોર્મ 15H સબમિટ કરવામાં આવ્યું હોય, તો ટીડીએસ કપાશે નહીં.
  • કેપિટલ ગેઈન્સ: બોન્ડ્સ પર મળતા કેપિટલ ગેઈન્સ પર ટેક્સ બોન્ડના પ્રકારને આધારે નક્કી થાય છે:
  • અનલિસ્ટેડ બોન્ડ્સ: અનલિસ્ટેડ ડિબેન્ચર્સ/બોન્ડ્સ પરના નફાને એસટીસીજી (શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સ) માનવામાં આવે છે અને હોલ્ડિંગ પિરિયડ ગમે ત્યારે હોય, તેની ચિંતા કર્યા વિના સ્લેબ રેટ મુજબ જ ટેક્સ લાગે છે. જેમાં ઇન્ડેક્સેશનનો લાભ મળતો નથી. ત્રણ વર્ષ પછી એલટીસીજી ગણવાનો અગાઉનો કાયદો હવે મોટાભાગના અનલિસ્ટેડ બોન્ડ્સ પર લાગુ પડતો નથી.
  • લિસ્ટેડ બોન્ડ્સ: લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ પર ૧૨.૫%ના દરે નિશ્ચિત ટેક્સ લાગે છે (ઇન્ડેક્સેશન વિના). જો બોન્ડ એક વર્ષ કે તેથી ઓછા સમય માટે રાખવામાં આવ્યા હોય, તો તેના પર એસટીસીજી લાગુ થશે અને તમારા ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવશે.

ભારતમાં બોન્ડ્સના પ્રકારો અને તેનું ટેક્સેશન

૧. રેગ્યુલર ટેક્સેબલ બોન્ડ્સ

નામ મુજબ, આ કરપાત્ર બોન્ડ્સ છે. આ બોન્ડ્સ પર મળેલા વ્યાજ પર રોકાણકારના ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે અને આ બોન્ડ પર લાગતો કેપિટલ ગેઈન્સ ટેક્સ બોન્ડના હોલ્ડિંગ પિરિયડ પર આધાર રાખે છે. દા.ત, જો તમે ૧૦% વ્યાજ દરવાળા એક ટેક્સેબલ લિસ્ટેડ બોન્ડમાં ₹૫,૦૦,૦૦૦ નું રોકાણ કર્યું છે અને તેની પાકતી મુદત ૫ વર્ષ છે, તો તમને દર વર્ષે ₹૫૦,૦૦૦ વ્યાજ તરીકે મળશે, જે તમારી કુલ આવકમાં ઉમેરાશે અને ટેક્સ સ્લેબ મુજબ કરપાત્ર બનશે. કેપિટલ ગેઈન્સના કિસ્સામાં, લિસ્ટેડ બોન્ડ્સ પર ટેક્સેશન હોલ્ડિંગ પિરિયડ અનુસાર બદલાતો રહે છે. જો બોન્ડની મેચ્યોરિટી વેલ્યુ ₹૬,૦૦,૦૦૦ હોય, તો કેપિટલ ગેઈન ₹૧,૦૦,૦૦૦ થાય છે. આ એક લિસ્ટેડ બોન્ડ છે અને તેને એક વર્ષથી વધુ સમય માટે હોલ્ડ કરવામાં આવ્યો હોવાને કારણે, આ ₹૧,૦૦,૦૦૦ ના નફા પર ઇન્ડેક્સેશન બેનિફિટ વિના ૧૦% ટેક્સ લાગશે.

૨. ટેક્સ-ફ્રી બોન્ડ્સ

પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ અને સરકાર દ્વારા ટેક્સ-ફ્રી બોન્ડ્સ બહાર પાડવામાં આવે છે. આ બોન્ડ્સમાંથી એકત્ર કરાયેલી રકમનો ઉપયોગ રેલવે, હાઈવે, ગ્રામિણ અને શહેરી વિકાસ જેવા પ્રોજેક્ટ્સમાં થાય છે. આ બોન્ડ્સ પર મળતું વ્યાજ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. જોકે, આ બોન્ડ્સમાંથી મળતો કેપિટલ ગેઈન હોલ્ડિંગ પિરિયડના આધારે એલટીસીજી અથવા એસટીસીજી તરીકે કરપાત્ર બને છે.

૩. ટેક્સ-સેવિંગ બોન્ડ્સ

તેના નામ મુજબ, આ બોન્ડ્સ રોકાણકારોને ટેક્સ બચાવવામાં મદદ કરે છે. ટેક્સ-સેવિંગ બોન્ડ્સ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. આ બોન્ડ્સ પરનો વ્યાજ દર ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેમાં ઓછામાં ઓછો ૫ વર્ષનો લોક-ઇન પિરિયડ હોય છે. આ બોન્ડ્સની વ્યાજની આવક રોકાણકારના ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ કરપાત્ર છે. કેપિટલ ગેઈન્સ પર હોલ્ડિંગ પિરિયડના આધારે ટેક્સ લાગે છે, જે સામાન્ય રીતે એલટીસીજી હોય છે, કારણ કે આ બોન્ડ્સમાં લોક-ઇન પિરિયડ હોય છે. તમે સેક્શન 80CCF હેઠળ ટેક્સ-સેવિંગ બોન્ડ્સમાં કરેલા રોકાણ પર ₹૨૦,૦૦૦ સુધીના ટેક્સ ડિડક્શન (કપાત)નો દાવો કરી શકો છો. આ બોન્ડ્સ લાંબાગાળાની મૂડીની સંપત્તિ ધરાવતા વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. સેક્શન 54EC મુજબ, જો તમારી પાસે મકાન, જમીન અથવા બંને જેવી લાંબાગાળાની સંપત્તિઓ હોય, તો તમે આ સંપત્તિઓની ટ્રાન્સફરથી થતા કેપિટલ ગેઈન્સ પરનો ટેક્સ બચાવી શકો છો, જો:

  • લાંબા ગાળાની સંપત્તિમાંથી મળેલો કેપિટલ ગેઈન સંપત્તિ ટ્રાન્સફર થયાની તારીખથી ૬ મહિનામાં ટેક્સ-સેવિંગ બોન્ડ્સમાં રોકાણ કરવામાં આવે.
  • આ નફો નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, રૂરલ ઈલેક્ટ્રીફિકેશન કોર્પોરેશન, ઇન્ડિયન રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશન અથવા પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલા બોન્ડ્સમાં રોકાણ કરવામાં આવે.
  • મહત્તમ રોકાણની રકમ ₹૫૦ લાખથી ઓછી હોવી જોઈએ.

૪. ઝીરો-કૂપન બોન્ડ્સ

બોન્ડ પર મળતા વ્યાજને કૂપન તરીકે ઓળખવામાં આવે છે. ઝીરો-કૂપન બોન્ડ કોઈપણ પ્રકારનું નિયમિત વ્યાજ આપતા નથી. પરંતુ આ બોન્ડ્સ ડિસ્કાઉન્ટ ભાવે બહાર પાડવામાં આવે છે અને મેચ્યોરિટી પર રોકાણકારને બોન્ડની સંપૂર્ણ ફેસ વેલ્યુ મળે છે. દા.ત, જો તમે ₹૨૫,૦૦૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઝીરો-કૂપન બોન્ડમાં રોકાણ કર્યું છે, જેની ઇશ્યૂ પ્રાઇસ ₹૧૦,૦૦૦ છે, તો તેનો અર્થ એ થાય કે તમને ₹૧૫,૦૦૦નું ડિસ્કાઉન્ટ મળ્યું છે. બોન્ડની પાકતી મુદતે તમને ₹૨૫,૦૦૦ ની સંપૂર્ણ રકમ મળશે. જેમાં કોઈ વ્યાજ મળતું ન હોવાને કારણે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. આ બોન્ડ્સ પર મળતા કેપિટલ ગેઈન્સ પર હોલ્ડિંગ પિરિયડ અનુસાર ટેક્સ લાગે છે. રૂરલ ઈલેક્ટ્રીફિકેશન કોર્પોરેશન, નાબાર્ડ વગેરે સંસ્થાઓ આવા બોન્ડ્સ બહાર પાડે છે.

૫. સોવરેન ગોલ્ડ બોન્ડ્સ

સરકારની ગેરંટીવાળા આ બોન્ડ્સ રોકાણકારોને અસલી સોનું ખરીદ્યા વિના સોનામાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. એસજીબીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે અને તે સોનાના વજન ગ્રામ અનુસાર નક્કી થાય છે. એસજીબી માત્ર કેપિટલ ગેઈન્સ જ નહીં, પરંતુ પ્રારંભિક રોકાણ પર વાર્ષિક ૨.૫%નું નિશ્ચિત વ્યાજ પણ આપે છે, જે ચૂકવણી દર છ મહિને કરવામાં આવે છે. આ બોન્ડ્સના ભાવમાં સોનાના ભાવ અનુસાર વધ-ઘટ થાય છે. આ બોન્ડ્સનો મેચ્યોરીટી પીરિયડ ૮ વર્ષનો હોય છે. જોકે, તમે ૫ વર્ષ બાદ માત્ર વ્યાજ ચૂકવણીની તારીખો પર જ બોન્ડમાંથી બહાર નીકળી શકો છો. ટેક્સના કિસ્સામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે:

  • આ ગોલ્ડ બોન્ડ્સથી મેળવેલા વ્યાજ પર તમારા ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે.
  • આ બોન્ડ્સ દ્વારા થનારા કેપિટલ ગેઈન્સ પર હોલ્ડિંગ પિરિયડના આધારે ટેક્સ લાગે છે. જો તેને મેચ્યોરિટી સુધી રાખવામાં આવે, તો આ બોન્ડ્સથી થનારા કેપિટલ ગેઇન પર કોઈ ટેક્સ નથી લાગતો. જો કે, ખરીદીની તારીખથી ૫ વર્ષ બાદ અને ૮ વર્ષ પહેલાં વેચવામાં આવે, તો એલટીસીજી પર ઇન્ડેક્સેશનના લાભ સાથે ૨૦% ટેક્સ લાગે છે.

    આ કોષ્ટક દ્વારા સરળ ભાષામાં સમજો ભારતમાં બોન્ડ્સ પર લગતા ટેક્સ અંગે: 

બોન્ડનો પ્રકાર  વ્યાજ પર ટેક્સેશન  કેપિટલ ગેઈન્સ પર ટેક્સેશન 
રેગ્યુલર ટેક્સેબલ બોન્ડ્સ  ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે 

લિસ્ટેડ બોન્ડ્સ: એલટીસીજી પર ઇન્ડેક્સેશનના લાભ વિના ૧૦% ટેક્સ. એસટીસીજી પર ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે. 

અનલિસ્ટેડ બોન્ડ્સ: એલટીસીજી પર ઇન્ડેક્સેશનના લાભ વિના ૨૦% ટેક્સ. એસટીસીજી પર ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે. 

ટેક્સ-ફ્રી બોન્ડ્સ  વ્યાજની આવક કરમુક્ત છે  હોલ્ડિંગ પિરિયડના આધારે ટેક્સ લાગશે. 
ટેક્સ-સેવિંગ બોન્ડ્સ  ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે  હોલ્ડિંગ પિરિયડના આધારે ટેક્સ લાગશે. રોકાણ પર સેક્શન 80CCF હેઠળ ₹૨૦,૦૦૦ સુધીની કપાતનો દાવો કરી શકાય છે. 
ઝીરો-કૂપન બોન્ડ્સ  કોઈ વ્યાજ નથી, કોઈ ટેક્સ નથી  હોલ્ડિંગ પિરિયડના આધારે ટેક્સ લાગશે. 
સોવરિન ગોલ્ડ બોન્ડ્સ   ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે  જો મેચ્યોરિટી સુધી રાખવામાં આવે તો ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ. ૫ વર્ષ પછી, પરંતુ ૮ વર્ષ પહેલાં વેચવામાં આવે, તો ઇન્ડેક્સેશનના લાભ સાથે ૨૦% એલટીસીજી ટેક્સ લાગશે. 

 

બોન્ડ્સ પર ટીડીએસ

ભારતમાં બોન્ડ્સના ટેક્સેશનના નિયમો હેઠળ, બોન્ડ્સમાંથી મેળવેલી વ્યાજની આવક પર ઇનકમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ના સેક્શન ૧૯૩ મુજબ ટીડીએસ લાગે છે. જો વ્યાજ નિર્ધારિત મર્યાદાથી વધે જાય, તો સામાન્ય રીતે લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને બોન્ડ્સ માટે વ્યાજની ચૂકવણી પર ૧૦%ના દરે ટીડીએસ કાપવામાં આવે છે. જો રોકાણકારની આવક કરપાત્ર મર્યાદા કરતાં ઓછી હોય, તો તેઓ ટીડીએસ ટાળવા માટે Form 15G/15H સબમિટ કરી શકે છે. કાપવામાં આવેલી રકમ રોકાણકારના ફોર્મ 26એએસમાં દેખાય છે અને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે અંતિમ ટેક્સ લાયબિલિટી સામે તેને એડજસ્ટ કરી શકાય છે. સોવરેન ગોલ્ડ બોન્ડના વ્યાજ પર કોઈ ટીડીએસ લાગતો નથી.

નિષ્કર્ષ

બોન્ડ્સ સ્થિર વળતર આપે છે અને તે ઓછા જોખમી રોકાણો છે. જોકે, બોન્ડ્સ સાથે સંકળાયેલા ટેક્સને ધ્યાનમાં લેવું જરૂરી છે, કારણ કે તે તમારા છેલ્લા રીટર્ન પર અસર કરી શકે છે. કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તમારા નાણાંકીય સલાહકાર સાથે ચર્ચા કરો. સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરે જેવા અન્ય રોકાણ વિકલ્પો જોવા માટે એન્જલ વન એપનો ઉપયોગ કરો. આજે જ એન્જલ વન પર ફ્રીમાં ડિમેટ ખાતું ખોલો.

ટેક્સ સંબંધિત અન્ય લેખો:

  • મોબાઇલ ફોન પર જીએસટી
  • હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી ટેક્સ રેટ્સ
  • ટીડીએસ કપાતના વિવિધ પ્રકારો
  • એગ્રીકલ્ચર ઇનકમ (ખેતીની આવક) એટલે શું?
  • ટીડીએસ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું?
  • પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે શું?

FAQs

શું ટેક્સ-ફ્રી બોન્ડ્સ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે?

ના, ટેક્સ-ફ્રી બોન્ડ્સમાં વ્યાજની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી, પરંતુ તેને વેચવાથી થતો કેપિટલ ગેઈન્સ હોલ્ડિંગ પિરિયડના આધારે કરપાત્ર થઈ શકે છે.

શું સરકારી બોન્ડ્સમાં રોકાણ કરવાની કોઈ મહત્તમ મર્યાદા છે?

બોન્ડ્સમાં લઘુત્તમ રોકાણ ₹૧,૦૦૦ છે અને રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. જોકે, તમારા રોકાણના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ.

જો હું ૬ વર્ષ પછી એસજીબીમાંથી એક્ઝિટ કરું તો શું થાય?

જો તમે ૫ વર્ષ પછી પરંતુ સંપૂર્ણ ૮ વર્ષની મેચ્યોરિટી પહેલાં એસજીબીમાંથી બહાર નીકળો છો, તો તેના વેચાણથી થતા લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ પર ઇન્ડેક્સેશનના લાભ સાથે ૨૦%ના દરે ટેક્સ લાગી શકે છે.

ટેક્સ-ફ્રી બોન્ડ્સ પર કેપિટલ ગેઈન ટેક્સ કેટલો છે?

ટેક્સ-ફ્રી બોન્ડ્સ પર કેપિટલ ગેઈન્સ હોલ્ડિંગ પિરિયડ મુજબ વસૂલવામાં આવે છે. લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ પર ઇન્ડેક્સેશનના લાભ વિના ૧૦% ટેક્સ લાગે છે અને શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સ પર ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે.

રોકાણકારો બોન્ડ્સના સંદર્ભમાં તેમનો ટેક્સ બોજ કેવી રીતે ઘટાડે શકે?

રોકાણકારો વર્તમાન લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સનો લાભ મેળવવા માટે બોન્ડ્સને લાંબા સમય સુધી હોલ્ડ કરીને ટેક્સ ઘટાડે શકે છે. ટેક્સ-ફ્રી અથવા ટેક્સ-સેવિંગ બોન્ડ્સ પસંદ કરીને પણ ટેક્સ પછીના વળતરમાં સુધારો થઈ શકે છે.

આપણે બોન્ડ્સ પર વળતરને કેવી રીતે મહત્તમ કરી શકીએ?

યોગ્ય મેચ્યોરિટી, ક્રેડિટ ક્વોલિટી અને ટેક્સ ટ્રીટમેન્ટ ધરાવતા બોન્ડ્સ પસંદ કરીને વળતર મહત્તમ કરી શકાય છે. વ્યુહાત્મક રીતે બોન્ડ્સ હોલ્ડ કરવાથી અને ટેક્સેશનને સમજવાથી એકંદર નફામાં સુધારો થાય છે.

બોન્ડ્સમાં રોકાણ કરતી વખતે ડાયવર્સિફિકેશન (વિવિધતા) કેવી રીતે મદદ કરે છે?

ડાયવર્સિફિકેશન વિવિધ પ્રકારના બોન્ડ્સ અને ઇશ્યુઅર્સ વચ્ચે જોખમને વહેંચી દે છે. તે રોકાણકારોને કરપાત્ર અને કરમુક્ત આવક વચ્ચે વધુ કાર્યક્ષમ રીતે સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે.

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers
+91