Skip to main content

ઇનકમ ટેક્સની કલમ 44AD: નાના બિઝનેસ પર સરળ બનાવેલો ટેક્સ

6 min readUpdated on 11th Aug, 2026by Angel One
કલમ 44AD પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન દ્વારા નાના વ્યવસાયો માટે ટેક્સ ફાઇલિંગને સરળ બનાવે છે, જેથી બુકકીપિંગની જરૂરિયાત ઘટે છે અને એલિજીબલ ડિજિટલ આવક પર નીચા ટેક્સ રેટનો લાભ મળે છે.
Share

ઇનકમ ટેક્સ એક્ટની કલમ 44AD નાના બિઝનેસને પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ દ્વારા તેમની ટેક્સ ફાઇલિંગ પ્રોસેસ સરળ બનાવવામાં મદદ કરે છે. વિગતવાર એકાઉન્ટ બુક્સ રાખવાને બદલે, એલિજીબલ ટેક્સપેયર્સ તેમના ટર્નઓવરની એક ફિક્સ ટકાવારી પ્રમાણે આવક જાહેર કરી શકે છે.

₹3 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા બિઝનેસ આ સ્કીમનો ઓપ્શન ત્યારે જ પસંદ કરી શકે છે જો નાણાકીય વર્ષ દરમિયાન કેશ રિસિપ્ટ્સ કુલ ગ્રોસ રિસિપ્ટ્સના 5% થી વધુ ન હોય. જો આ શરત પૂરી ન થાય, તો ટર્નઓવરની લિમિટ ₹2 કરોડ જ રહેશે. નોંધનીય છે કે સેક્શન 44AD માત્ર રેસિડેન્ટ ઇન્ડિયન્સ માટે જ લાગુ પડે છે.

મુખ્ય મુદ્દાઓ

  • સેક્શન 44AD પાત્ર નાના બિઝનેસિસને ટર્નઓવરની એક ફિક્સ ટકાવારી પર આવક જાહેર કરવાની મંજૂરી આપે છે.
  • કુલ ટર્નઓવર અથવા ગ્રોસ રિસિપ્ટ્સ પર 8% નો પ્રિઝમ્પ્ટિવ ઇનકમ રેટ લાગુ થાય છે. જો કે, બેંકિંગ ચેનલો અથવા નિર્ધારિત ડિજિટલ મોડ્સ દ્વારા મેળવેલા ટર્નઓવરના હિસ્સા પર 6% નો ઘટાડેલો દર લાગુ થાય છે.
  • આ સ્કીમ પાત્ર કેસોમાં વિગતવાર એકાઉન્ટ બુક્સ રાખવાની અને ટેક્સ ઓડિટ કરવાની જરૂરિયાતને ઘટાડે છે.
  • સેક્શન 44ADA નિર્દિષ્ટ પ્રોફેશનલ્સ માટે એક અલગ પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ પ્રદાન કરે છે.

બજેટમાંથી સેક્શન 44ADA અંગેના લેટેસ્ટ અપડેટ્સ

સેક્શન 44ADA હેઠળ પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશનની લિમિટ એલિજીબલ પ્રોફેશનલ્સ માટે ₹75 લાખ જ રહેશે, શરત માત્ર એટલી કે કેશ રિસિપ્ટ્સ કુલ ગ્રોસ રિસિપ્ટ્સના 5% થી વધુ ન હોવી જોઈએ. આ સુધારેલી મર્યાદા મુખ્યત્વે ડિજિટલ મોડ્સ દ્વારા પેમેન્ટ મેળવતા પ્રોફેશનલ્સને મદદ કરવા માટે રજૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ, કુલ ગ્રોસ રિસિપ્ટ્સના 50% ને ટેક્સેબલ ઇનકમ ગણવામાં આવે છે અને સામાન્ય રીતે અલગથી ખર્ચના ક્લેમ કરવાની મંજૂરી મળતી નથી.

અપડેટેડ જોગવાઈઓ એલિજીબલ કેસોમાં વિગતવાર બુકકીપિંગ અને ટેક્સ ઓડિટની જરૂરિયાતને દૂર કરીને નાના પ્રોફેશનલ્સ માટે કમ્પ્લાયન્સની જરૂરિયાતો ઘટાડે છે.

ઇનકમ ટેક્સમાં 44AD શું છે?

ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 44AD હેઠળ, ₹3 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા પાત્ર નાના વ્યવસાયો નિર્ધારિત ડિજિટલ રિસિપ્ટની શરતોને આધીન પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશનનો ઓપ્શન પસંદ કરી શકે છે. આ સ્કીમ ડિટેઇલ્ડ બુકકીપિંગની જરૂરિયાતને દૂર કરે છે, કારણ કે નફો કુલ ટર્નઓવરના 8% ધારી લેવામાં આવે છે. જો આવક ડિજિટલી અથવા બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા મેળવવામાં આવી હોય, તો અંદાજિત નફાનો દર ઘટાડીને 6% કરવામાં આવે છે.

જો કે, આ સ્કીમ પસંદ કરનારાઓને ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 30 થી 38 હેઠળ બિઝનેસ એક્સપેન્સિસ માટે ડિડક્શન ક્લેમ કરવાની મંજૂરી નથી. આ ઉપરાંત, પાર્ટનરશિપ ફર્મ્સને સેક્શન 40(b) હેઠળ નિર્ધારિત મર્યાદામાં પાર્ટનર્સને ચૂકવવામાં આવતા પગાર અને વ્યાજ માટે કપાત ક્લેમ કરવાની મંજૂરી હજુ પણ છે.

સેક્શન 44AD: મુખ્ય લાક્ષણિકતાઓ

ટર્નઓવર લિમિટ

એલિજીબલ સ્મોલ બિઝનેસિસ જો નિર્ધારિત ડિજિટલ રિસિપ્ટની શરતો પૂરી કરે તો ₹3 કરોડ સુધીના ટર્નઓવર પર પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશનનો ઉપયોગ કરી શકે છે. ડિજિટલ અથવા બેંકિંગ ચેનલો (95%) દ્વારા થતી પ્રાપ્તિ માટે, અંદાજિત નફાનો દર ઘટાડીને 6% કરવામાં આવે છે, જે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપે છે.

એક્સક્લુઝન્સ

માલસામાનના વહન, ભાડા અથવા લીઝિંગ (પ્લાયિંગ, હાયરિંગ અથવા લીઝિંગ ગુડ્સ કેરેજ) સાથે સંકળાયેલા બિઝનેસિસ અને બ્રોકરેજ અથવા કમિશન દ્વારા આવક મેળવતા લોકો સેક્શન 44AD અપનાવી શકતા નથી. આ બાકાત રાખવામાં આવેલા બિઝનેસિસ એ સુનિશ્ચિત કરે છે કે આ સ્કીમ વાસ્તવિક રીતે નાના બિઝનેસ માટે જ લક્ષિત રહે અને મોટા અથવા અન્ય પ્રકારના સાહસો દ્વારા તેનો દુરુપયોગ ન થાય.

ડિડક્શન્સ

આ સ્કીમ હેઠળના ટેક્સપેયર્સ સેક્શન 30 થી 38 હેઠળ બિઝનેસ ખર્ચાઓ માટે ડિડક્શન ક્લેમ કરી શકતા નથી. આથી ટેક્સ ગણતરીની પ્રોસેસ સરળ બને છે અને ટેક્સેબલ ખર્ચાઓ અંગેના વિવાદોની શક્યતા ઘટે છે, જેનાથી ટર્નઓવરના આધારે સીધી ટેક્સ ગણતરી સુનિશ્ચિત થાય છે.

કમ્પ્લાયન્સ

સેક્શન 44AD પસંદ કરનારા ટેક્સપેયર્સે ક્વાર્ટર્લી ઇન્સ્ટોલમેન્ટ્સમાં ચૂકવણી કરવાને બદલે નાણાકીય વર્ષના 15 માર્ચ અથવા તે પહેલાં એક જ ઇન્સ્ટોલમેન્ટમાં સમગ્ર એડવાન્સ ટેક્સની જવાબદારી ચૂકવવી જરૂરી છે.

સેક્શન 44AD માટે પાત્રતા

એલિબજીલ બનવા માટે, ટેક્સપેયર્સ ઇન્ડિવિજ્યુઅલ, હિન્દુ અવિભાજિત કુટુંબ અથવા ભાગીદારી પેઢી હોવા જોઈએ. ડિજિટલ રિસિપ્ટ્સ માટેની નિર્ધારિત શરતોને આધીન, તમારો બિઝનેસ ટર્નઓવર સામાન્ય રીતે ₹3 કરોડથી વધુ ન હોવો જોઈએ.

જો તમારો બિઝનેસ માલસામાનના વહન, ભાડા અથવા લીઝિંગ સાથે સંકળાયેલો હોય અથવા જો તમે બ્રોકરેજ કે કમિશન દ્વારા આવક મેળવો છો, તો તમે આ સ્કીમનો ઓપ્શન પસંદ કરી શકતા નથી. આ ઉપરાંત, ડોકટરો, વકીલો અને આર્કિટેક્ટ્સ જેવા ચોક્કસ પ્રોફેશનલ્સ માટે સેક્શન 44ADA હેઠળ અલગ પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ છે.

આવશ્યકપણે, જો તમે પ્રમાણમાં ઓછું ટર્નઓવર ધરાવતા નાના બિઝનેસ ઓનર છો અને ખાસ બાકાત રાખવામાં આવેલા બિઝનેસમાં નથી, તો તમને સેક્શન 44AD હેઠળ સરળ ટેક્સ કેલ્ક્યુલેશન્સનો લાભ મળી શકે છે.

સેક્શન 44AD ના ફાયદા

  • સરળ ટેક્સ ગણતરી: ટેક્સેબલ ઇનકમની ગણતરી કુલ ટર્નઓવર અથવા ગ્રોસ રિસિપ્ટ્સના આધારે નક્કી કરાયેલા નિશ્ચિત દરે કરવામાં આવે છે, જે ટેક્સ ગણતરીની પ્રોસેસને સરળ બનાવે છે. આ નાના બિઝનેસ માટે જટિલ એકાઉન્ટિંગ પ્રોસેસમાં પડવાની જરૂરિયાતને દૂર કરે છે, સમય બચાવે છે અને ટેક્સ રિપોર્ટિંગમાં સંભવિત ભૂલો ઘટાડે છે.
  • રીડ્યૂસ્ડ કમ્પ્લાયન્સ બર્ડન: સેક્શન 44AD પસંદ કરનારા બિઝનેસિસને વિગતવાર એકાઉન્ટ્સ રાખવાની કે ઓડિટ કરાવવાની જરૂર નથી, જે તેમના કમ્પ્લાયન્સ બોજને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ જોગવાઈ ખાસ કરીને એવા નાના સાહસો માટે ફાયદાકારક છે જેમની પાસે વ્યાપક એકાઉન્ટિંગ જરૂરિયાતોનું મેનેજમેન્ટ કરવા માટેના રીસોર્સિસનો અભાવ હોઈ શકે છે.
  • ઓછા ઓડિટ: સેક્શન 44AD પસંદ કરનારા ટેક્સપેયર્સ માટે સેક્શન 44AB હેઠળ ટેક્સ ઓડિટ જરૂરી નથી. જો કે, જો કોઈ ટેક્સપેયર અંદાજિત રેટ કરતાં ઓછી આવક જાહેર કરે છે અને તેમની કુલ આવક બેઝિક એક્ઝેમ્પશન લિમિટ કરતાં વધી જાય છે, તો તેમણે એકાઉન્ટ બુક્સ રાખવી જ પડશે અને તેનું ઓડિટ કરાવવું પડશે.
  • ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન: ડિજિટલ રિસિપ્ટ્સ પર 6% નો નીચો અંદાજિત ઇનકમ રેટ લાગુ કરવામાં આવે છે, જે બિઝનેસને કેશલેસ ટ્રાન્ઝેક્શન અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આથી પારદર્શિતા વધવાની સાથે, ડિજિટલ ઈકોનોમી તરફ સરકારના પ્રયાસોને પણ વેગ મળે છે.
  • વધુ સારું ટેક્સ પ્લાનિંગ અને કેશ ફ્લો મેનેજમેન્ટ: ટેક્સેબલ ઇનકમની ગણતરી કરવાની અનુમાનિત પદ્ધતિ સાથે, બિઝનેસિસ તેમના ટેક્સનું વધુ સારું પ્લાનિંગ કરી શકે છે અને તેમના કેશ ફ્લોનું મેનેજમેન્ટ કરી શકે છે. ટર્નઓવરના આધારે ટેક્સની જવાબદારી અગાઉથી જાણવાથી ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં મદદ મળે છે અને બિઝનેસિસ વધુ કાર્યક્ષમ રીતે રીસોર્સિસ ફાળવી શકે છે તેની ખાતરી થાય છે.

સેક્શન 44AD ના નોન-કમ્પ્લાયન્સ માટે પેનલ્ટી

  • આગામી 5 વર્ષ માટે પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ માટે ઇનએલિજીબિલિટી: જો કોઈ ટેક્સપેયર સેક્શન 44AD હેઠળ નિર્ધારિત અંદાજિત રેટ કરતાં ઓછી ઇનકમ જાહેર કરે છે અને તેમની કુલ આવક મૂળભૂત એક્ઝેમ્પ્શન લિમિટ કરતાં વધી જાય છે, તો તેઓ આગામી 5 એસેસમેન્ટ વર્ષો માટે આ સ્કીમ પસંદ કરવા માટે પાત્ર રહેશે નહીં. આવા કિસ્સાઓમાં, તેઓએ એકાઉન્ટ બુક્સ પણ રાખવી જરૂરી છે અને સેક્શન 44AB હેઠળ ઓડિટને આધીન થઈ શકે છે.
  • એકાઉન્ટ બુક્સ જાળવવી: જે ટેક્સપેયર્સ સેક્શન 44AD માંથી ઓપ્ટ આઉટ કરે છે, તેમણે વિગતવાર એકાઉન્ટ્સ રાખવા જ પડશે અને સેક્શન 44AB અનુસાર તેનું ઓડિટ કરાવવું પડશે. આ જરૂરિયાત ચોક્કસ ટેક્સ એસેસમેન્ટ માટે વ્યાપક રેકોર્ડ રાખવામાં આવે તેની ખાતરી કરે છે.
  • સામાન્ય પેનલ્ટી: અન્ડરરિપોર્ટિંગ અથવા મિસરિપોર્ટિંગના કિસ્સમાં વધારાનો દંડ લાગુ થઈ શકે છે, જેમાં દંડ અને બાકી ટેક્સ પર વ્યાજનો સમાવેશ થઈ શકે છે. આ પેનલ્ટી સચોટ ટેક્સ રિપોર્ટિંગ અને ઇનકમ ટેક્સ એક્ટની જોગવાઈઓનું પાલન કરવા પ્રોત્સાહિત કરે છે.

સેક્શન 44AD નો ઉપયોગ

સેક્શન 44AD નો ઉપયોગ એવા નાના બિઝનેસ દ્વારા કરવામાં આવે છે જેઓ પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ હેઠળ ટેક્સેબલ ઇનકમ રિપોર્ટ કરવાની સરળ મેથોડ પસંદ કરે છે. એલિજીબલ ટેક્સપેયર્સ વિગતવાર નફા-નુકસાનના રેકોર્ડ રાખવાને બદલે ટર્નઓવરની એક નિશ્ચિત ટકાવારી પ્રમાણે આવક જાહેર કરી શકે છે. આ જોગવાઈ સામાન્ય રીતે નાના વેપારીઓ, દુકાનદારો, મેન્યૂફેક્ચરર્સ અને લિમિટેડ એકાઉન્ટિંગ જરૂરિયાતો ધરાવતા લોકલ બિઝનેસ દ્વારા લાગુ કરવામાં આવે છે. તે પાત્ર કેસોમાં ટેક્સ ઓડિટની જરૂરિયાતને પણ ઘટાડે છે, જેનાથી ઓછું ટર્નઓવર અને સરળ કામગીરી ધરાવતા બિઝનેસ માટે નિયમોનું પાલન કરવું સરળ બને છે.

સેક્શન 44AD હેઠળ આવકની ગણતરી અને અંદાજિત ટેક્સ રેટને સમજો

સેક્શન 44AD હેઠળ, વિગતવાર એકાઉન્ટ બુક્સમાંથી વાસ્તવિક પ્રોફિટ ફિગર્સનો ઉપયોગ કરવાને બદલે અંદાજિત ધોરણે ટેક્સેબલ ઇનકમની ગણતરી કરવામાં આવે છે. એલિજીબલ બિઝનેસ તેમના કુલ ટર્નઓવર અથવા ગ્રોસ રિસિપ્ટ્સના 8% ટેક્સેબલ ઇનકમ તરીકે જાહેર કરી શકે છે. બેંકિંગ ચેનલો અથવા માન્ય ડિજિટલ મોડ્સ દ્વારા મેળવેલી પ્રાપ્તિ પર 6% નો નીચો દર લાગુ થાય છે. એકવાર આ સ્કીમ હેઠળ આવક જાહેર થઈ ગયા પછી, મોટાભાગના બિઝનેસ ખર્ચાઓ માટે અલગ ડિડક્શનની સામાન્ય રીતે મંજૂરી આપવામાં આવતી નથી કારણ કે અંદાજિત રેટમાં રોજિંદા ઓપરેશનલ ખર્ચાઓ પહેલેથી જ ધ્યાનમાં લેવામાં આવ્યા હોય છે. આ મેથોડ ટેક્સ રિપોર્ટિંગને સરળ બનાવે છે અને નાના બિઝનેસ માટે એકાઉન્ટિંગની જટિલતા ઘટાડે છે.

  • કેશ રિસિપ્ટ્સ પર 8% અંદાજિત ઇનકમ લાગુ થાય છે.
  • એલિજીબલ ડિજિટલ રિસિપ્ટ્સ પર 6% અંદાજિત ઇનકમ લાગુ થાય છે.
  • આ સ્કીમ હેઠળ સામાન્ય રીતે વિગતવાર ખર્ચ ટ્રેકિંગની જરૂર હોતી નથી.
  • ટેક્સની જવાબદારી જાહેર કરેલી અંદાજિત આવકના આધારે ગણવામાં આવે છે.

સેક્શન 44ADA હેઠળ અંદાજિત ટેક્સ રેટ

સેક્શન 44ADA હેઠળ, પાત્ર પ્રોફેશનલ્સ પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ હેઠળ તેમની કુલ ગ્રોસ રિસિપ્ટ્સના 50% ટેક્સેબલ ઇનકમ તરીકે જાહેર કરી શકે છે. આ નિશ્ચિત રેટ રોજિંદા બિઝનેસ ખર્ચાઓને આવરી લેવા માટે ગણવામાં આવે છે, તેથી અલગથી ખર્ચ ડિડક્શન્સ સામાન્ય રીતે મંજૂરી નથી. આ જોગવાઈ મુખ્યત્વે ડૉક્ટર્સ, વકીલો, આર્કિટેક્ટ્સ, એકાઉન્ટન્ટ્સ અને કન્સલ્ટન્ટ્સ જેવાપ્રોફેશનલ્સ માટે ઉપલબ્ધ છે જેઓ નિર્ધારિત એલિજીબિલિટની શરતો પૂરી કરે છે.

સેક્શન 44AD હેઠળ પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશનની લાક્ષણિકતાઓ

સેક્શન 44AD પાત્ર નાના બિઝનેસ માટે ટેક્સ ફાઇલિંગ સરળ બનાવે છે. તે એકાઉન્ટિંગની જરૂરિયાતો ઘટાડે છે અને ટેક્સેબલ ઇનકમની ગણતરી માટે સરળ મેથોડ પ્રદાન કરે છે.

  • સરળ ઇનકમ કેલ્ક્યુલેશન: આવક ટર્નઓવરના એક નિશ્ચિત ટકાવારી પર જાહેર કરવામાં આવે છે.
  • રીડ્યૂસ્ડ કમ્પ્લાયન્સ બર્ડન: વિગતવાર એકાઉન્ટ બુક્સ રાખવાની સામાન્ય રીતે જરૂર હોતી નથી.
  • ડિજિટલ રિસિપ્ટ્સ પર નીચો ટેક્સ રેટ: એલિજીબલ ડિજિટલ આવક પર 6% લેખે ટેક્સ લગાવી શકાય છે.
  • સરળ ટેક્સ ફાઇલિંગ: આ સ્કીમ નાના બિઝનેસ માટે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવે છે.

આ લાક્ષણિકતાઓ ઓછા ટર્નઓવર ધરાવતા નાના બિઝનેસિસ માટે ટેક્સ કમ્પ્લાયન્સને સરળ બનાવે છે.

નિષ્કર્ષ

સેક્શન 44AD સ્માલ બિઝનેસને પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ દ્વારા ટેક્સ રિપોર્ટિંગ સરળ બનાવવામાં મદદ કરે છે. તે વિગતવાર બુકકીપિંગની જરૂરિયાત ઘટાડે છે અને આવકની ગણતરીને વધુ સરળ બનાવે છે. આ જોગવાઈ પાત્ર ડિજિટલ રિસિપ્ટ્સ પર નીચો અંદાજિત રેટ ઓફર કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહિત કરે છે. એલિજીબલ ટેક્સપેયર્સ માટે, આ સ્કીમ નિયમિત ટેક્સ કમ્પ્લાયન્સને સરળ અને વધુ વ્યવસ્થિત બનાવી શકે છે.

નોલેજને એક્શનમાં બદલો - Angel One સાથે ફ્રી demat એકાઉન્ટ ખોલો અને તરત જ રોકાણ શરૂ કરો.

FAQs

ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 44ADની મર્યાદા શું છે?

જો નિર્ધારિત ડિજિટલ રિસિપ્ટની શરતો પૂરી થાય તો ટર્નઓવર મર્યાદા ₹3 કરોડ સુધી જઈ શકે છે. 

શું પ્રોફેશનલ્સ સેક્શન 44AD નો ઓપ્શન પસંદ કરી શકે છે?

નાપ્રોફેશનલ્સે પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન માટે સેક્શન 44ADA નો ઉપયોગ કરવો આવશ્યક છે. 

સેક્શન 44AD હેઠળ ડિજિટલ રિસિપ્ટ્સ માટે અંદાજિત પ્રોફિટ રેટ શું છે?

ડિજિટલ રિસિપ્ટ્સ માટે અંદાજિત પ્રોફિટ રેટ 6% છે. 

શું બિઝનેસ માટે સેક્શન 44AD હેઠળ વિગતવાર એકાઉન્ટ બુક્સ રાખવી જરૂરી છે?

નાબિઝનેસને સેક્શન 44AD હેઠળ વિગતવાર એકાઉન્ટ બુક્સ રાખવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 

જો ટેક્સપેયર પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમમાંથી બહાર નીકળી જાય તો શું થાય?

ટેક્સપેયર આગામી 5 વર્ષ સુધી આ સ્કીમનો ઉપયોગ કરી શકતા નથી અને જો આવક એક્ઝેમ્પ્શન લિમિટ કરતાં વધી જાય તો તેમણે ડિટેઇલ્ડ એકાઉન્ટ્સ રાખવા જ પડશે અને ઓડિટ કરાવવું પડશે. 

સેક્શન 44AD હેઠળ ટેક્સની ગણતરી કેવી રીતે કરવી?

ટેક્સેબલ ઇનકમની ગણતરી કુલ ટર્નઓવરના 8% અથવા એલિજીબલડિજિટલ રિસિપ્ટ્સ માટે 6% લેખે કરવામાં આવે છેઆખરી ટેક્સ જવાબદારી પછી લાગુ પડતા ઇનકમ ટેક્સ સ્લેબ રેેટ્સ અનુસાર નક્કી કરવામાં આવે છે. 

શું સેક્શન 44AD અને 44ADA એકસાથે વાપરી શકાય?

હાજો ટેક્સપેયર એલિજીબલ  બિઝનેસ ઇનકમની સાથે નિર્દિષ્ટ પ્રોફેશનલ આવક પણ મેળવતા હોય તો સેક્શન 44AD અને સેક્શન 44ADA એકસાથે વાપરી શકાય છેદરેક આવકના સોર્સે ઇનકમ ટેક્સ એક્ટ હેઠળ નિર્ધારિત સંબંધિત શરતો પૂરી કરવી આવશ્યક છે. 

Open Free Demat Account!

Join our 3.8 Cr+ happy customers
+91