2009 માં, બિટકોઇન મિલેનિયલ્સ અને ટેકનોક્રેટ્સ માટે માત્ર એક રસપ્રદ ઘટના હતી. તેમ છતાં, ટેકનિશિયન અને ફ્યુચરિસ્ટ્સે ક્રિપ્ટોકરન્સીના ઉજ્જવળ અને પ્રભાવશાળી ભવિષ્યની આગાહી કરી હતી, જે હવે લાખો લોકોનું રોકાણ તરીકે ધ્યાન ખેંચી રહી છે.
ક્રિપ્ટોકરન્સી એ બ્લોકચેઇન ટેકનોલોજી પર આધારિત છે. આ માહિતીનું રજીસ્ટ્રેશન અને ડિસ્ટ્રીબ્યૂશન એક એવી સાંકળ છે જે કોઈ એક સંસ્થા દ્વારા નિયંત્રિત નથી. આ ટોકન્સ વિશે લોકોમાં બહુ ઓછી સમજ છે અને તે મોટાભાગે અનરેગ્યુલેટેડ છે, જેના કારણે મોટાભાગની નાણાકીય સંસ્થાઓ તેમાં ડીલ કરવા માંગતી નથી.
એક દાયકાથી થોડા વધુ સમયમાં, ક્રિપ્ટોકરન્સી ચર્ચાનો વિષય બની ગઈ છે. કેટલાક લોકો હવે ક્રિપ્ટોકરન્સીને ઓપ્શનલ ગ્લોબલ કરન્સી તરીકે જોવા લાગ્યા છે જે કદાચ ભવિષ્યમાં સોવરેઇન કરન્સીનું સ્થાન લેશે. પરંતુ આવા વિચારો દૂરની કલ્પનાઓ છે. ભારતમાં, માનનીય સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સીને કાયદેસરતા આપી છે, જેણે માર્કેટને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સામે લાવી દીધું છે. જો કે, કાયદાકીય દરજ્જાએ ડિજિટલ ટોકન માર્કેટને ખૂબ જરૂરી પ્રોત્સાહન આપ્યું છે.
આ પગલાએ રોકાણકારોના રસમાં વધારો કર્યો છે, જે ભારતીય ક્રિપ્ટો સેક્યરના સ્ટાર્ટઅપ્સમાં અત્યારે જોવા મળતો એક પ્રભાવી ટ્રેન્ડ છે. જો કે, દેશમાં ઘણા લોકો માટે ક્રિપ્ટોકરન્સી હજુ પણ એક અજાણ્યો ખ્યાલ છે અને જ્યાં સુધી ભારતના નિયમો અને વર્ગીકરણ નક્કી ન થાય ત્યાં સુધી તે કદાચ આવું જ રહેશે.
ક્રિપ્ટો ટ્રેડિંગ કેવી રીતે કરવામાં આવે છે
તેની અહીં સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ છે. આ લેખનો એકમાત્ર હેતુ વાચકને ક્રિપ્ટો ટ્રેડિંગમાં સામેલ વિવિધ પગલાં અને દરેક તબક્કે આવતા પડકારો વિશે માહિતગાર કરવાનો છે. તો, ચાલો ક્રિપ્ટો ટ્રેડિંગ પર એક નજર કરીએ:
ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટના 7 સ્ટેપ્સ
ક્રિપ્ટો - 2 મુખ્ય બાબતો અને જોખમો
ક્રિપ્ટોકરન્સી રોકાણકાર સમુદાયમાં ચર્ચાનો વિષય રહી છે. ભારતમાં સુપ્રીમ કોર્ટ તરફથી મળેલી કાયદેસરતા અને તાજેતરના એલોન મસ્ક એપિસોડે તેને વધારે પ્રોત્સાહન આપ્યું છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું મુશ્કેલ લાગી શકે છે, પરંતુ કોઈ પણ થોડી મિનિટો ફાળવીને રોકાણ શરૂ કરી શકે છે. ક્રિપ્ટોકરન્સીમાં કેવી રીતે રોકાણ કરવું તેની અહીં સંપૂર્ણ ગાઇડલાઇન છે.
સ્ટેપ 1: રોકાણને સમજવું અને અલોકેશન કરવું
કોઈપણ રોકાણ કરતા પહેલા, રોકાણકારે એસેટ ક્લાસ અને તેમાં રોકાણની જરૂરિયાતને સમજવી આવશ્યક છે. વ્યક્તિએ સમજવું જોઈએ કે ક્રિપ્ટો માર્કેટ ખૂબ જ અસ્થિર છે, અને પોર્ટફોલિયોનો માત્ર એક નાનો હિસ્સો જ આવા જોખમી રોકાણના માર્ગોમાં ફાળવવો જોઈએ.
ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ સૂચવે છે કે એક થમ્બ રૂલ તરીકે, રોકાણકારે ડિજિટલ ટોકન્સમાં પોર્ટફોલિયોના 5-10 ટકાથી વધુ રોકાણ ન કરવું જોઈએ. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ એ સ્ટોક્સમાં રોકાણ કરવા જેવું જ છે, પરંતુ સમાન નથી. રોકાણકારોએ શીખવું જોઈએ કે ક્રિપ્ટોકરન્સી એ વિનિમયનું માધ્યમ છે.
છેલ્લા એક દાયકામાં બજારમાં આવેલી ઘણી ક્રિપ્ટોકરન્સી કાં તો ફ્લેટલાઇન થઈ ગઈ છે અથવા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ છે. તેનો અર્થ એ છે કે તમે કરેલું કોઈપણ રોકાણ શૂન્ય સુધી જઈ શકે છે.
સ્ટેપ 2: ક્રિપ્ટોકરન્સી પસંદ કરવી
કોઈપણ ક્રિપ્ટો ઇન્વેસ્ટર માટે આ સૌથી મોટો પડકાર છે. તમે બિટકોઇન, એથેરિયમ, ડોગકોઇન અને અન્ય થોડા ટોચના નામ સાંભળ્યા હશે. આશ્ચર્યજનક રીતે, ડિજિટલ ટોકન્સની દુનિયામાં 5,300 થી વધુ ડિજિટલ ટોકન્સ ઉપલબ્ધ છે. આ પસંદગીને વધુ જટિલ બનાવે છે.
ક્રિપ્ટોકરન્સીની વાર્તા માત્ર એક દાયકા જૂની છે. બિટકોઇન તેના વોલ્યુમ અને વેલ્યૂના કારણે સૌથી વધુ ટ્રેડ થયેલું ટોકન છે. ઘણા રોકાણકારો માટે, તે 'ક્રિપ્ટોકરન્સી' નું પર્યાય છે. જો કે, ઘણી અન્ય ક્રિપ્ટોકરન્સીએ સૌથી મોટા ટોકન કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું છે.
સ્ટેપ 3: ક્રિપ્ટોકરન્સીને સમજવી
કોઈપણ અન્ય એસેટ ક્લાસની જેમ, ડિજિટલ ટોકન્સના પોતાના ફંડામેન્ટલ્સ હોય છે. તે વિવિધ બ્લોકચેન ટેકનોલોજી, એક્સેસિબિલિટી, માઈનિંગ ટેકનિક, જે સમુદાયને સંબોધિત કરે છે અને આંતરિક મૂલ્ય દ્વારા સમર્થિત છે, આ મુખ્ય મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપવું જોઈએ, તેમ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ સૂચવે છે.
સ્ટેપ 4: ખરીદવા માટે પ્લેટફોર્મ પસંદ કરવું
બેંકો અને ઇન્વેસ્ટમેન્ટ બ્રોકરેજ ફર્મ્સ ક્રિપ્ટોકરન્સી ખરીદવાની ઓફર કરતી નથી. આ ડિજિટલ ટોકન્સ માત્ર સમર્પિત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો પરથી જ ખરીદી શકાય છે. સૌથી લોકપ્રિય ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરતા તમામ લોકોએ, અલબત્ત, ખરીદવા અને વેચવા બંને માટે ફી ચૂકવવાની અપેક્ષા રાખવી જોઈએ.
કોઈ પણ વ્યક્તિ કાં તો સીધા એક્સચેન્જ પાસેથી અથવા અન્ય પીઅર પાસેથી ક્રિપ્ટોકરન્સી ખરીદી શકે છે જે તેના હાલના હોલ્ડિંગને વેચી રહ્યો છે. જો કે, રોકાણકારોએ સમજવું જોઈએ કે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ સંપૂર્ણપણે અનામી છે.
સ્ટેપ 5: તમારી ક્રિપ્ટોકરન્સી સ્ટોર કરવી
ક્રિપ્ટોકરન્સીને ક્રિપ્ટો વોલેટમાં સ્ટોર કરવામાં આવે છે, જે કાં તો હોટ અથવા કોલ્ડ વોલેટ હોય છે. હોટ વોલેટ ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે અને કોલ્ડ વોલેટ જોડાયેલા હોતા નથી. આ થોડી જટિલ અને વિચિત્ર પ્રોસેસ છે. આ વોલેટ કોઈ ફિઝીકલ વોલેટ નથી પરંતુ ક્રિપ્ટોકરન્સી સ્ટોર કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવેલ સોફ્ટવેર પ્રોગ્રામ છે.
તે પ્રાઇવેટ અને પબ્લિક કી સ્ટોર કરે છે જે યુઝર્સને બ્લોકચેન સાથે જોડે છે જ્યાં તેમની ક્રિપ્ટોકરન્સી અસ્તિત્વમાં છે. તેઓ ક્રિપ્ટોકરન્સીને તે રીતે સ્ટોર કરતા નથી, પરંતુ તે તમને પબ્લિક અને પ્રાઈવેટ કી સાથે બ્લોકચેન પર ક્રિપ્ટોકરન્સી એક્સેસ કરવામાં મદદ કરે છે. ટ્રાન્જેક્શન પૂર્ણ કરવા માટે યુઝર્સને બંનેની જરૂર હોય છે. તેમને 'કી' કહેવામાં આવે છે કારણ કે તે બ્લોકચેન પરની ક્રિપ્ટોકરન્સીને અનલોક કરે છે.
ડેસ્કટોપ વોલેટ્સ, ઓનલાઈન વોલેટ્સ, મોબાઈલ વોલેટ્સ અને હાર્ડવેર વોલેટ્સ જેવા બહુવિધ ડિજિટલ વોલેટ્સ છે. સુરક્ષા અને સુવિધા વચ્ચેના સંતુલનના આધારે વોલેટ પસંદ કરવું જોઈએ. કેટલાક એક્સચેન્જો યુઝર્સને ડિજિટલ વોલેટ ઓફર કરે છે.
સ્ટેપ 6: તમારા ક્રિપ્ટો વોલેટને સુરક્ષિત કરવું
તમારી ક્રિપ્ટોકરન્સીની સુરક્ષા કરવી એ એક મહત્વપૂર્ણ પાસું છે. જો તમે પ્રોડક્ટ્સ ખરીદવા માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરી રહ્યા હોવ અથવા તમારી પાસે હોટ વોલેટ હોય તો તે વધુ જરૂરી બની જાય છે. તેથી, જ્યારે ક્રિપ્ટો ઓનલાઈન હોય, ત્યારે તેની સુરક્ષાની ખાતરી કરવી જરૂરી છે. સામાન્ય રીતે, લોકો સિક્યોર્ડ અને એન્ક્રિપ્ટેડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સની ખાતરી કરવા માટે વર્ચ્યુઅલી પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
ડેટા એન્ક્રિપ્શનનો અર્થ એ છે કે કોઈ પણ યુઝર્સના ઓનલાઈન ટ્રાન્જેક્શન્સ જોઈ શકતું નથી. આ સુરક્ષાનું એક વધારાનું લેવલ છે જે ખાતરી કરે છે કે યુઝર્સનો ડેટા અને ક્રિપ્ટો ખરીદી સંપૂર્ણપણે અનામી છે. તે અન્ય લોકો માટે એકાઉન્ટ્સમાં હેક કરવાનું મુશ્કેલ બનાવે છે, ખાસ કરીને એવા યુઝર્સ માટે જેઓ ઘણી માત્રામાં ક્રિપ્ટો ધરાવે છે.
સ્ટેપ 7: પ્રોફિટ બુક કરવા માટે હોલ્ડ અને સેલ કરવું
ક્રિપ્ટોકરન્સી એ લાંબા ગાળાની રમત છે, જેના ફંડામેન્ટલ્સ અને તે જે કોમ્યુનિટીઝને સેવા આપે છે તે મહત્વના છે. તેમનો ઉપયોગ અલગ છે અને આપણે અત્યાર સુધી સમજ્યા તેના કરતા ઘણો વધારે છે. આમ, તેમને ઝડપથી અમીર બનવાની ચાવી તરીકે ન જોવી જોઈએ. ક્રિપ્ટો ખરીદનારા રોકાણકારો પાસે તેમનું રોકાણ હોરાઈઝન હોવું જોઈએ અને સમયાંતરે પ્રોફિટ બુક કરવો જોઈએ. ઉપરાંત, તે જાણવું જોઈએ કે ક્રિપ્ટો માર્કેટ અન્ય રોકાણના માર્ગોની તુલનામાં ખૂબ જ નવું છે. તેથી, નવા ટોકન્સ માર્કેટમાં આવશે, બઝ બનાવશે અને ઉત્સાહ થોડો સમય રહીને ઓગળી જશે. આમ, રોકાણકારોએ આવી છેતરપિંડીવાળી યોજનાઓ વિશે જાગૃત રહેવું જોઈએ. તમારા નફાને સમયસર બુક કરો.
ડિસ્ક્લેમર: એન્જલ વન લિમિટેડ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અને ટ્રેડિંગનું સમર્થન કરતી નથી. આ લેખ માત્ર નોલેજ અને માહિતીના હેતુ માટે છે.

