Skip to main content

ભારતીય સ્ટોક માર્કેટ માટે 6 ટેક્નિકલ એનાલિસિસ ટૂલ્સ

6 min readUpdated on 5th Aug, 2026by Angel One
ભારતીય શેરોમાં માર્કેટ ટ્રેન્ડ્સ અને જાણકાર નિર્ણયો માટે ટેક્નિકલ એનાલિસિસ ટૂલ્સ - આરએસઆઇ, એમએસીડી, સ્ટોકેસ્ટિક ઓસિલેટર, એરોન , ઓબીવી, ફિબોનાકી - વગેરે એક્સપ્લોર કરો. જાણકાર રોકાણ માટે આ ટૂલ્સ જરૂરી છે.
Share

ટેકનિકલ એનાલિસિસ એ ટ્રેડર્સ દ્વારા માર્કેટ ડાયનામિક્સને સમજવા માટે ઉપયોગમાં લેવાતી એક મુખ્ય સ્ટ્રેટેજી છે. ટ્રેડર્સ ભૂતકાળના ટ્રેન્ડ્સને એનાલાઇઝ કરીને ભવિષ્યના ભાવની મૂવમેન્ટ્સની આગાહી કરવા માટે આ લોકપ્રિય સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે.

આ સ્ટ્રેટેજી હેઠળ, ટ્રેડર્સ પ્રાઇસ ચાર્ટ અને માર્કેટ ડેટાને એક્ઝામિન કરે છે જેથી ટ્રેન્ડ્સને ઓળખી શકાય અને ભવિષ્યમાં ભાવની મૂવમેન્ટ્સ અંગે આગાહી કરી શકાય. ભારતીય સ્ટોક્સમાં ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ, જેમ કે આરએસઆઇ, એમએસીડી, સ્ટોકેસ્ટિક ઓસિલેટર, એરોન, ઓબીવી, ફિબોનાકી, માર્કેટ ટ્રેન્ડ્સ સાથે તાલમેલ જાળવવા અને માહિતીપ્રદ નિર્ણય લેવા માટે ઉપયોગી સાબિત થાય છે.

જેઓ તેમની ટ્રેડિંગ સ્કિલ્સ વધારવા અને તેમના માર્કેટ નોલેજને વધારવા માંગે છે, તેઓ ભારતીય શેરો માટે બેસ્ટ ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ શોધવા માટે વાંચો.

કી ટેકવેઝ

  • ટેકનિકલ એનાલિસિસ એ એક સામાન્ય ટેક્નિક છે જેનો ઉપયોગ ટ્રેડર્સ શેરની ફ્યુચર પ્રાઇસની ગતિવિધિઓનો અંદાજ કાઢવા માટે કરે છે.
  • તેઓ ફ્યુચર પેટર્ન્સ પ્રિડિક્ટ કરવા માટે ભૂતકાળના ટ્રેન્ડ્સનો અભ્યાસ કરે છે.
  • એનાલિસ્ટ્સ ટ્રેડિંગમાં એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ ઓળખવા માટે વિવિધ ટેકનિકલ ઇન્ડિકેટર્સ અને ચાર્ટિંગ ટેક્નિક્સનો ઉપયોગ કરે છે.
  • કેટલાક સૌથી સામાન્ય ટૂલ્સમાં આરએસઆઇ, એમએસીડી, સ્ટોકેસ્ટિક ઓસિલેટર અને એરોન ઓસિલેટરનો સમાવેશ થાય છે.

ટેકનિકલ એનાલિસિસ શું છે?

ટેકનિકલ એનાલિસિસ એ એક પદ્ધતિ છે જેનો ઉપયોગ શેરના ભૂતકાળના માર્કેટ ડેટા, મુખ્યત્વે પ્રાઇસ અને વોલ્યુમનો અભ્યાસ કરીને તેના ફ્યુચર પ્રાઇસની મૂવમેન્ટ્સનું મૂલ્યાંકન અને આગાહી કરવા માટે થાય છે. આ એપ્રોચ ધારે છે કે શેર વિશેની બધી જરૂરી માહિતી તેના ભાવમાં રીફ્લેક્ટ થાય છે. તે એ પણ સૂચવે છે કે પ્રાઇસ ઓળખી શકાય તેવા ટ્રેન્ડ્સમાં ફરે છે જે સમય જતાં રિપીટ થાય છે.

ટેકનિકલ એનાલિસિસની મુખ્ય ધારણાઓમાં શામેલ છે:

  • શેરની કિંમત બધી સંબંધિત માહિતી દર્શાવે છે.
  • કિંમતો એસ્ટાબ્લિશ્ડ ટ્રેન્ડ્સને અનુસરે છે.
  • હિસ્ટોરિકલ પેટર્ન અને ટ્રેન્ડ્સ વારંવાર આવતા રહે છે.

સફળતાપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કરવા માટે, ટ્રેડર્સ અને રોકાણકારોએ વિવિધ કોન્સેપ્ટ્સ અને ટૂલ્સથી પરિચિત હોવા જોઈએ. આમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ, વિવિધ પ્રકારના ચાર્ટ જેવા કે કેન્ડલસ્ટિક પેટર્ન્સ અને ટ્રેન્ડ લાઇન્સ. સ્ટોક્સ અથવા બજાર ક્ષેત્રોના ફ્યુચર પ્રાઇસની હિલચાલ અંગે અસરકારક એનાલિસિસ અને નિર્ણય લેવા માટે આ તત્વોને સમજવું મહત્વપૂર્ણ છે.

શેરબજાર માટે 6 ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ કયા છે?

ટેકનિકલ એનાલિસિસ વિશે જાણ્યા બાદ વેપારીઓ અને રોકાણકારો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા 6 ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ વિશે અહીં સમજો.

1. રિલેટિવ સ્ટ્રેન્થ્સ ઇન્ડેક્સ

રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ શેરોમાં ભાવમાં ફેરફારના વેગને માપવા માટે ઇન્ડિકેટર તરીકે કામ કરે છે. તે પ્રાઇસ ટ્રેન્ડ્સમાં સંભવિત રીવર્સલ્સ શોધવા માટે પણ ઉપયોગી છે. સામાન્ય રીતે, આરએસઆઇની ગણતરી 14-દિવસના સમયગાળા દરમિયાન કરવામાં આવે છે.

આરએસઆઇ માટેનો ફોર્મ્યુલા અહીં છે:

આરએસઆઇ (સ્ટેપ 1) = 100 - [100 / {1 + (એવરેજ ગેઇન / એવરેજ લોસ)}]

પ્રાઇસ ચાર્ટ ઓસિલેટર તરીકે દર્શાવવામાં આવે છે, આરએસઆઇ સકારાત્મક અને નકારાત્મક પ્રાઇસ મોમેન્ટમની તુલના કરે છે. અન્ય ટેકનિકલ ઇન્ડેક્સની જેમ, બ્રોડર માર્કેટ ટ્રેન્ડની પુષ્ટિ કરતી વખતે તેના સંકેતો વધુ વિશ્વસનીય હોય છે.

આરએસઆઇ વેલ્યૂઝ 0 અને 100 ની વચ્ચે હોય છે. આરએસઆઇ નું એનાલિસિસ નીચે મુજબ કરવામાં આવે છે:

  • 70 થી ઉપરનો આરએસઆઇ સૂચવે છે કે સ્ટોક ઓવરબોટ ઝોનમાં છે.
  • 30 થી નીચેનો આરએસઆઇ સૂચવે છે કે સ્ટોક ઓવરસોલ્ડ ઝોનમાં છે.

આરએસઆઇ ટ્રેન્ડ ફોર્મેશન શોધવામાં મદદ કરે છે. જો આરએસઆઇ ઉપર તરફ ટ્રેન્ડ કરી રહ્યો હોય અને ભાવ પણ ઉપર તરફ જઈ રહ્યો હોય, તો તે બુલિશ ટ્રેન્ડની પુષ્ટિ કરે છે. જ્યારે બિયરીશ ટ્રેન્ડમાં તેનાથી વિપરીત હોય છે. તેનો ઉપયોગ એવા વિચલનોને શોધવા માટે પણ થાય છે જ્યાં પ્રાઇસ મૂવમેન્ટ આરએસઆઇ દિશાથી અલગ હોય છે, જે સંભવિત ટ્રેન્ડ રિવર્સલ સૂચવે છે.

સાચા રિવર્સલ સિગ્નલો દુર્લભ છે, જેના કારણે તેમને ગેરમાર્ગે દોરનારા સંકેતોથી અલગ પાડવાનું મુશ્કેલ બને છે. ઉદાહરણ તરીકે, જો બુલિશ ક્રોસઓવર પછી ભાવમાં નોંધપાત્ર ઘટાડો થાય તો ખોટા પોઝિટીવ સંકેતો આવી શકે છે. તેનાથી વિપરીત, જો બિયરીશ ક્રોસઓવરથી ભાવમાં નોંધપાત્ર વધારો થાય તો ખોટા નકારાત્મક સંકેતો પણ આવી શકે છે.

2. મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ ઇન્ડિકેટર

મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ એ ટેકનિકલ એનાલિસિસમાં એક મહત્વપૂર્ણ ટૂલ છે, જે ટ્રેડર્સને શેરના ભાવમાં મોમેન્ટમ અને ડાયરેક્શનલ શિફ્ટ્સ કાઢવામાં મદદ કરે છે. જ્યારે એમએસીડી લાઇન સિગ્નલ લાઇનને પાર કરે છે ત્યારે બુલિશ સિગ્લન સૂચવવામાં આવે છે, જે શેરના ભાવમાં સંભવિત વધારો સૂચવે છે. બીજી બાજુ, જ્યારે એમએસીડી લાઇન સિગ્નલ લાઇનથી નીચે આવે છે ત્યારે બિયરિશ સાઇન સૂચવવામાં આવે છે, જે શેરના ભાવમાં સંભવિત ઘટાડાનો સંકેત આપે છે.

ભારતીય શેરબજારના ટ્રેડર્સ માટે, એમએસીડી ટ્રેન્ડ શિફ્ટના શરૂઆતના સંકેતોને ઓળખવામાં ફાયદાકારક સાબિત થાય છે, જેનાથી વધુ સ્ટ્રેટેજી ટ્રેડિંગ નિર્ણયો લેવામાં મદદ મળે છે. તે એવી પરિસ્થિતિઓને ઓળખવામાં મદદ કરે છે જ્યાં શેર વધુ પડતા ખરીદાયેલા હોય અથવા વધુ વેચાયેલા હોય અને સંભવિત સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલને પ્રકાશિત કરે છે.

એમએસીડી ત્રણ મુખ્ય કોમ્પોનેન્ટ્સમાંથી બનેલ છે:

  • એમએસીડી લાઇન: 12-દિવસના ઇએમએ અને 26-દિવસના ઇએમએ વચ્ચેના તફાવત તરીકે ગણવામાં આવે છે.
  • સિગ્નલ લાઇન: એમએસીડી લાઇનનો 9-દિવસનો ઇએમએ.
  • એમએસીડી હિસ્ટોગ્રામ: એમએસીડી લાઇન અને સિગ્નલ લાઇન વચ્ચેનો તફાવત, આ મૂવિંગ એવરેજના ડાયવર્જન અને કન્વર્જન્સને દર્શાવે છે.

એમએસીડી લાઇન 12-પીરિયડ ઇએમએ માંથી 26-પીરિયડ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બાદ કરીને ઘડવામાં આવે છે. ત્યારબાદ સિગ્નલ લાઇન એમએસીડી લાઇનના નવ-પીરિયડ ઇએમએ માંથી મેળવવામાં આવે છે, જેમાં સ્ટાન્ડર્ડ સેટિંગ્સ 26/12/9 દિવસ છે, જે ડેઇલી ચાર્ટ એનાલિસિસ માટે યોગ્ય છે.

એપ્લિકેશનમાં જ્યારે એમએસીડી લાઇન સિગ્નલ લાઇનને ઉપરથી નીચે તરફ ક્રોસ કરે છે, ત્યારે બિયરીશ ટ્રેન્ડ સૂચવવામાં આવે છે.

અને જ્યારે એમએસીડી લાઇન નીચેથી સિગ્નલ લાઇનની ઉપરથી પસાર થાય છે ત્યારે બુલિશન ટ્રેન્ડનો સંકેત આપે છે.

આ સાધન શેરના ભાવોના સંબંધમાં બે મૂવિંગ એવરેજ વચ્ચેની ગતિશીલતાને સમજવા માટે જરૂરી છે, જેનાથી વેપારીઓને બજારના વલણોની દિશા અને મજબૂતાઈના આધારે જાણકાર નિર્ણય લેવામાં મદદ મળે છે.

3. સ્ટોકેસ્ટિક ઓસિલેટર

સ્ટોકેસ્ટિક ઓસિલેટર એ ટેકનિકલ એનાલિસિસમાં એક જાણીતું ટૂલ છે, જે 1950 ના દાયકામાં જ્યોર્જ લેન દ્વારા માર્કેટ ટ્રેન્ડ્સનું એનાલિસિસ કરવામાં અને બાય અને સેલ માટે સંભવિત તકો નક્કી કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. તે ખાસ કરીને માર્કેટમાં વધુ પડતી ખરીદી અને વધુ વેચાયેલી પોઝિશન્સ સાથે સંકળાયેલા રિસ્ક્સનું એનાલિસિસ કરવામાં ઉપયોગી છે.

સ્ટોકેસ્ટિક ઓસિલેટર માટેનો ફોર્મ્યુલા:

% K= (આજનો બંધ) - (પસંદ કરેલા સમયગાળા દરમિયાનનો લોએસ્ટ લો) / (પસંદ કરેલા સમયગાળા દરમિયાન હાઇએસ્ટ) - (પસંદ કરેલા સમયગાળા દરમિયાન લોએસ્ટ લો)

ઓસિલેટરની પ્રાઇમરી લાઇન 0 અને 100 ની વચ્ચે મૂવ થાય છે, જે શેરનો મોમેન્ટમ દર્શાવે છે.

80 થી ઉપરની વેલ્યૂ સૂચવે છે કે સ્ટોક ઓવરબોટ થયો છે.

જ્યારે 20 થી નીચેનું મૂલ્ય સૂચવે છે કે તે ઓવરસેલ થયો છે.

ઓસિલેટરના રીડિંગ્સ મુખ્યત્વે %K લાઇન દ્વારા ઇન્ટરપ્રિટેડ કરવામાં આવે છે.

સ્ટોકેસ્ટિક ઓસિલેટર ધારે છે કે ક્લોઝિંગ પ્રાઇસ વર્તમાન ટ્રેન્ડ્સને અનુસરે છે, જે તેને સ્ટેબલ ટ્રેડિંગ રેન્જમાં ઉપયોગી બનાવે છે.

4. એરોન ઓસિલેટર

એરોન ઓસિલેટર એ તુષાર ચંદે દ્વારા 1995માં બનાવવામાં આવેલ એક ટેકનિકલ એનાલિસિસ ટૂલ છે. તે ચાર્ટિસ્ટ્સને એરોન-અપ અને એરોન-ડાઉન ઇન્ડિકેટર્સ વચ્ચેના તફાવતને વિઝ્યુલાઇઝ કરવામાં મદદ કરે છે, જે સામાન્ય રીતે સરળ સરખામણી માટે એકસાથે પ્રદર્શિત થાય છે. આ ઓસિલેટર -100 અને +100 ની વચ્ચે હોય છે, જેમાં 0 સેન્ટ્રલ પોઇન્ટ હોય છે.

એરોન ઓસિલેટરનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે:

એરોન ઓસિલેટર = એરોન અપ - એરોન ડાઉન

એરોન ઉપર = 100 x ((N- N−પીરિયડ હાઇ બાદ પસાર થયેલ પીરિયડ /N)

એરોન ડાઉન = 100 x ((N−N- પીરિયડ લો બાદ પસાર થયેલ પીરિયડ)/N)

અહીં, 'N' એટલે ધ્યાનમાં લેવાયેલા સમયગાળાની સંખ્યા, જે સામાન્ય રીતે ઘણા ટ્રેડર્સ દ્વારા 14 પર સેટ કરવામાં આવે છે.

જ્યારે એરોન અપ એરોન ડાઉનની ઉપરથી પસાર થાય છે, ત્યારે તે નવા અપટ્રેન્ડની શરૂઆત સૂચવી શકે છે.

તેનાથી વિપરીત, જ્યારે એરોન ડાઉન એરોન અપની ઉપર પસાર થાય જાય છે, ત્યારે તે ડાઉનટ્રેન્ડની શરૂઆત સૂચવી શકે છે.

એરોન અપ અથવા ડાઉન 100 ની નજીકની વેલ્યૂ મજબૂત ટ્રેન્ડનો સંકેત આપે છે, જ્યારે શૂન્ય ની નજીકની વેલ્યૂ નબળો ટ્રેન્ડ સૂચવે છે.

એરોન ઇન્ડિકેટર અને પ્રાઇસ એક્શન વચ્ચેનો તફાવત સંભવિત ટ્રેન્ડ રિવર્સનનો સંકેત આપી શકે છે, જે માર્કેટના સેન્ટિમેન્ટમાં ફેરફારને પ્રતિબિંબિત કરે છે.

લાંબાગાળાના ટ્રેન્ડ્સ દરમિયાન પોઝિશન જાળવવામાં એરોન ઓસિલેટર અસરકારક છે. ઉદાહરણ તરીકે, અપટ્રેન્ડમાં વારંવાર ન્યૂ હાઇ બને છે, જે ઓસિલેટરને 0 થી ઉપર રાખે છે. જોકે, તે ચોપી માર્કેટમાં વિશ્વસનીય સંકેતો પ્રદાન કરી શકશે નહીં કારણ કે કિંમત અને ઓસિલેટરમાં નોંધપાત્ર વધઘટ થઈ શકે છે.

5. ઓન-બેલેન્સ-વોલ્યુમ ઇન્ડિકેટર

ટ્રેડર્સ માર્કેટના વોલ્યુમનું નિરીક્ષણ કરવા માટે ઓન-બેલેન્સ-વોલ્યુમ ઇન્ડિકેટરનો ઉપયોગ કરે છે. તે કિંમત વધે તેવા દિવસોમાં વોલ્યુમ ઉમેરીને અને કિંમત ઘટતા દિવસોમાં તેને બાદ કરીને એસેટની વર્તમાન ટોટલ વોલ્યુમની ગણતરી કરે છે.

દૈનિક બંધ ભાવ ફેરફારોના આધારે ઓબીવી ત્રણ નિયમોનું પાલન કરે છે:

  • જો બંધ ભાવ પાછલા દિવસ કરતા વધારે હોય, તો વર્તમાન ઓબીવી = પાછલો ઓબીવી + આજનું વોલ્યુમ.
  • જો બંધ ભાવ પાછલા દિવસ કરતા ઓછો હોય, તો વર્તમાન ઓબીવી = પાછલો ઓબીવી - આજનો વોલ્યુમ.
  • જો બંધ ભાવ પાછલા દિવસથી યથાવત રહે, તો વર્તમાન ઓબીવી = પાછલો ઓબીવી.

ઓન-બેલેન્સ વોલ્યુમ નું એનાલિસિસ ઓબીવી લાઇનમાં શિફ્ટ્સને ઓબ્ઝર્વ કરીને કરવામાં આવે છે, જે કુલ સંચિત વોલ્યુમને ટ્રેક કરે છે. વધતી ઓબીવી લાઇન રોકાણના વધતા રસને સૂચવે છે, જે બુલિશ માર્કેટના દૃષ્ટિકોણને સૂચવે છે.

બીજી બાજુ, ઘટતી ઓબીવી લાઇન વોલ્યુમમાં ઘટાડો સૂચવે છે, જે માર્કેટના મંદીના સેન્ટિમેન્ટ તરફ નિર્દેશ કરે છે. ટ્રેડર્સ ઘણીવાર ઓબીવી લાઇન અને એસેટ પ્રાઇસ વચ્ચેની વિસંગતતાઓ પર નજર રાખે છે, કારણ કે આ વિચલનો આગામી માર્કેટ રીવર્સલ્સનો સંકેત આપી શકે છે.

ઓબીવી એક અગ્રણી ઇન્ડિકેટર હોવાની મર્યાદા ધરાવે છે, જેનો અર્થ એ થાય કે તે આગાહીઓ કરવાની મંજૂરી આપે છે પરંતુ ભૂતકાળની ઘટનાઓ અંગે વધુ સમજ આપતું નથી. આ લાક્ષણિકતા ખોટા સંકેતો ઉત્પન્ન થવાની સંભાવના વધારે છે.

આને સંતુલિત કરવા માટે, લેગિંગ ઇન્ડિકેટરનો ઉપયોગ કરી શકાય છે. ઓબીવી માં મૂવિંગ એવરેજ લાઇન ઉમેરીને, તમે ઓબીવી લાઇનમાં બ્રેકઆઉટ ઓળખી શકો છો. જો ઓબીવી ઇન્ડિકેટર અને પ્રાઇસ બંનેમાં એક સાથે બ્રેકઆઉટ હોય, તો તે કિંમત બ્રેકઆઉટની પુષ્ટિ કરે છે.

6. ફિબોનાકી રીટ્રેસમેન્ટ

ફિબોનાકી રીટ્રેસમેન્ટ એ ટેકનિકલ એનાલિસિસમાં એક લોકપ્રિય ટૂલ છે જે સંભવિત સપોર્ટ અને રેઝિસ્ટેન્સ લેવલ નક્કી કરવામાં મદદ કરે છે. તે ફિબોનાકી સિક્વન્સ પર આધારિત છે, જ્યાં દરેક સંખ્યા એ બે પહેલાની સંખ્યાઓનો સરવાળો છે:

0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55, 89, 144, 233, 377…

આ ક્રમ ગોલ્ડન રેશિયો સાથે સંબંધિત છે. ટ્રેડિંગમાં, આ સંખ્યાઓમાંથી મેળવેલા રેશિયો કી લેવલ્સ પૂરા પાડે છે જ્યાં માર્કેટ મૂળ ટ્રેન્ડ ડાયરેક્શનમાં યથાવત રહેતા પહેલા થોભી શકે છે અથવા રીવર્સ થઇ શકે છે.

ફિબોનાકી રીટ્રેસમેન્ટ લેવલનો ઉપયોગ ટ્રેડર્સ દ્વારા કિંમતોને કામચલાઉ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ ક્યાં મળી શકે છે તે શોધવા માટે કરવામાં આવે છે. જ્યારે કોઈ નિશ્ચિતતા નથી કે કિંમતો આ લેવલ પર અટકી જશે. પરંતુ તેનો ઉપયોગ ઘણીવાર અન્ય ઇન્ડિકેટર્સ સાથે એનાલિસિસને મજબૂત બનાવવા માટે થાય છે, જેમ કે જ્યારે પ્રાઇસિસ ઉપર જવા લાગે છે.

ટ્રેડર્સ ક્યાં બાય કે સેલ કરવું તે નક્કી કરવા, ટ્રેન્ડની મજબૂતાઈ માપવા અને અન્ટ્રી કે એક્ઝિટ પોઇન્ટ નક્કી કરવા માટે ફિબોનાકી રીટ્રેસમેન્ટનો ઉપયોગ કરે છે. આ ટૂલ ખાસ કરીને ભારતીય શેરબજારમાં મહત્વના પ્રાઇસ લેવલને ઓળખવા અને રિસ્ક મેનેજમેન્ટ માટે સ્ટોપ-લોસ ઓર્ડર સેટ કરવા જેવા ટ્રેડિંગ નિર્ણયોને માર્ગદર્શન આપવા માટે ઉપયોગી છે.

ટેકનિકલ એનાલિસિસ Vs ફંડામેન્ટલ એનાલિસિસ

ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસ બંને બે પ્રાઇમરી મેથોડ્સ છે જેનો ઉપયોગ ટ્રેડર્સ સ્ટોક્સને એનાલાઇઝ કરવા માટે કરે છે. મેથોડોલોજી અને ટાઇમ હોરિઝોનની દ્રષ્ટિએ બંને ટેક્નિક્સ એકબીજાથી અલગ પડે છે.

ફંડામેન્ટલ એનાલિસિસ   ટેકનિકલ એનાલિસિસ 
એક એવી ટેકનિક જે કંપનીની માર્કેટ પોઝિશન અને ફાઇનાન્સિયલ પોઝિશન પર ફોકસ કરે છે.  ભવિષ્યની ગતિવિધિઓને સમજવા માટે ઐતિહાસિક માર્કેટ ડેટા, પ્રાઇસ અને વોલ્યુમને ધ્યાનમાં લેતી મેથોડ છે. 
ફાઇનાન્સિયલ અને અન્ય ક્વોન્ટિટીવ અને ક્વોલિટીવ ફેક્ટર્સ પર ભાર મૂકે છે  માર્કેટ ટ્રેન્ડ્સ અને પેટર્ન પર વધુ ભાર મૂકે છે 
કંપની રીપોર્ટ્સ અને ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ્સનો ઉપયોગ કરે છે  માર્કેટ-જનરેટેડ ડેટા અને પ્રાઇસ ચાર્ટનો ઉપયોગ કરે છે 
લાંબા ગાળાના નિર્ણયો માટે યોગ્ય ટેક્નિક  ટૂંકા ગાળાના વેપાર માટે યોગ્ય 
સ્ટોકના આંતરિક મૂલ્યનું મૂલ્યાંકન કરવા માટે  અગાઉના ડેટાના આધારે ફ્યુચર પ્રાઇસિસની ગતિવિધિનો અંદાજ લગાવવો 
P/E રેશિયો અને P/B રેશિયો જેવા ટૂલ્સનો ઉપયોગ કરે છે  ચાર્ટ અને કૅન્ડલસ્ટિક પેટર્ન જેવા ટૂલ્સનો ઉપયોગ કરે છે 
વેલ્યૂ અને ગ્રોથ પર ધ્યાન કેન્દ્રિત કરતા રોકાણકારો માટે યોગ્ય  ટૂંકા ગાળાના લાભ મેળવવા માંગતા ટ્રેડર્સ માટે સૌથી યોગ્ય 

નિષ્કર્ષ 

ભારતીય શેરબજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ અતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ લેખમાં આવરી લેવામાં આવેલા છ ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ વિશે શીખીને અને તેનો ઉપયોગ કરીનેતમે તમારા ટ્રેડિંગ અભિગમોને સુધારી શકો છોવધુ સારી રીતે જાણકાર પસંદગીઓ કરી શકો છો અને સંભવિત રીતે તમારા ટ્રેડિંગ પરિણામોને વધારી શકો છો 

યાદ રાખો કે આ ટૂલ્સ અસરકારક હોવા છતાંસારી રીતે સમજીને રોકાણ પસંદગીઓ કરવા માટે તેમને અન્ય પ્રકારના એનાલિસિસ અને માર્કેટ રીસર્ચ સાથે કમ્બાઇન કરવા જોઈએરોકાણ સંબંધિત કોઇપણ નિર્ણય લેતા પહેલા સારી રીતે રીસર્ચ કરોસમજદારી સાથે રિસ્ક મેનેજમેન્ટ કરો અને ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સની સલાહ લો. 

ડિસક્લેમર: આ લેખ ફક્ત જાણકારી માટે છેતે ઇન્ટરનેટ પરના ઘણા વિવિધ સોર્સિસ પર આધારિત છે અને તેમાં ફેરફાર થઈ શકે છેસંબંધિત નિર્ણયો લેતા પહેલા એક્સપર્ટની સલાહ લો.

FAQs

શેરબજારનું બેસ્ટ ટેકનિકલ એનાલિસિસ કયું છે?

બેસ્ટ ટેકનિકલ એનાલિસસનો અભિગમ બદલાય છે પરંતુ સામાન્ય રીતે તેમાં મૂવિંગ એવરેજઆરએસઆઇએમએસીડી અને સ્ટોકેસ્ટિક ઓસિલેટર જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને ભવિષ્યના માર્કેટ મૂનમેન્ટ્સની અસરકારક રીતે આગાહી કરવામાં આવે છે. 

ભારતીય સ્ટોક્સનું ટેક્નિકલ એનાલિસિસ કેવી રીતે કરવું?

ભારતીય સ્ટોક્સનું ટેક્નિકલ એનાલિસિસ કરવાપ્રાઇસ ચાર્ટ એક્ઝામિન કરવોબોલિંગર બેન્ડ્સ અને ફિબોનાકી રીટ્રેસમેન્ટ્સ જેવા ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરીને ટ્રાન્ડ્સ ઓળખવા અને વોલ્યુમ એનાલિસિસ દ્વારા માર્કેટ સેન્ટિમેન્ટનું મૂલ્યાંકન કરવું. 

શેરોના ટેક્નિકલ એનાલિસિસ માટે કયા ટૂલ્સ છે?

સ્ટોક ટેક્નિકલ એનાલિસિસ માટેના ટૂલ્સમાં ચાર્ટ પેટર્નટ્રેન્ડ લાઇનવોલ્યુમમૂવિંગ એવરેજએમએસીડીઆરએસઆઇ અને સ્ટોકેસ્ટિક ઇન્ડિકેટર્સનો સમાવેશ થાય છેજે બધા માર્કેટની સ્થિતિ અને ટ્રેન્ડનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે 

ટેક્નિકલ એનાલિસિસના 4 મૂળભૂત સિદ્ધાંતો શું છે?

ટેક્નિકલ એનાલિસિના  ચાર મૂળભૂત સિદ્ધાંતો ટ્રેન્ડ્સને ઓળખવાસપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલને ઓળખવાવોલ્યુમ દ્વારા માર્કેટ સેન્ટિમેન્ટ સમજવા અને ટ્રેડિંગ નિર્ણયોને માર્ગદર્શન આપવા માટે ટેક્નિકલ ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરવાનો છે. 

ટેક્નિકલ એનાલિસિસના ઉપયોગો શું છે?

ટેક્નિકલ એનાલિસિસનો ઉપયોગ મુખ્યત્વે ઐતિહાસિક ટ્રેન્ડ્સની સમીક્ષા કરીને ફ્યુચર પ્રાઇસ મૂવમેન્ટ્સની આગાહી કરીને ટ્રેડિંગ તકોનું મૂલ્યાંકન કરવા માટે થાય છેતે રિસ્ક ફેક્ટર્સને મેનેજ કરવામાં અને શેરોના એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ નક્કી કરવામાં મદદ કરે છે. 

કયું શેરબજાર એનાલિસિસ સૌથી અસરકારક છે?

સૌથી અસરકારક માર્કેટ એનાલિસિસ નક્કી કરતી વખતે કોઈ વન-સાઇઝ-ફિટ્સ-ઓલ એપ્રોચ નથીઆદર્શ અભિગમ એ હશે કે રોકાણકારના લક્ષ્યોજોખમ સહનશીલતા અને ટાઇમ હોરિઝોનના આધારે રોકાણ કરવામાં આવેતેમ છતાંબજારના વાતાવરણને સમજવામાં મદદ કરવા માટે એનાલિસિસની વિવિધ પદ્ધતિઓનું સંયોજન હંમેશા બેસ્ટ છે. 

ટેક્નિકલ સ્ટોક માર્કેટ ચાર્ટ કયા પ્રકારના હોય છે?

કેટલાક સૌથી સામાન્ય ચાર્ટમાં બાર ચાર્ટકેન્ડલસ્ટિક ચાર્ટલાઇન ચાર્ટ અને પોઇન્ટ અને ફિગર ચાર્ટનો સમાવેશ થાય છેજ્યારે બારકેન્ડલસ્ટિક અને લાઇન ચાર્ટ સમય જતાં ભાવની ગતિવિધિઓ દર્શાવે છેત્યારે પોઇન્ટ અને ફિગર ચાર્ટ ટાઇમ ફેક્ટરને ધ્યાનમાં લેતા નથી અને ફક્ત પ્રાઇસ મૂવમેન્ટ્સ પર ફોકસ કરે છે. 

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers

+91

Open Free Demat Account!

Join our 3.5 Cr+ happy customers
+91