Skip to main content

શેર બજારનો સમય

6 min readUpdated on 8th Aug, 2026by Angel One
ભારતીય શેર બજારનો સમય નક્કી કરે છે કે રોકાણકારો એનએસઇ અને બીએસઇ પર ક્યારે ટ્રેડિંગ કરી શકે છે. રેગ્યુલર ટ્રેડિંગનો સમય સપ્તાહના દિવસોમાં સવારે 9:15 થી બપોરે 3:30 સુધીનો છે, જેમાં પ્રી-ઓપન અને પોસ્ટ-માર્કેટ સમયગાળો પણ સામેલ છે.
Share

શેર બજારના સમય વિશે જાણવું રોકાણનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે તે રોકાણકારોને યોગ્ય સમયે ટ્રેડ કરવામાં અને બિનજરૂરી વિલંબ ટાળવામાં મદદ કરે છે. માર્કેટ ખુલવાનો અને બંધ થવાનો સમય દેશો અને એક્સચેન્જો પ્રમાણે અલગ-અલગ હોય છે, અને ભારતમાં પણ ટ્રેડિંગ ફિક્સ ડેઇલી સેશન્સને અનુસરે છે. માર્કેટ ક્યારે ખુલે છે, બંધ થાય છે અને ક્યારે વિરામ લે છે તે સમજવાથી રોકાણકારોને કિંમતમાં થતા ફેરફારોને વધુ સારી રીતે ટ્રૅક કરવામાં અને બદલાતી માર્કેટ કન્ડિશન્સમાં સમયસર નિર્ણય લેવામાં મદદ મળે છે.

કી ટેકવેઝ

  • ભારતીય સ્ટોક એક્સચેન્જો વીકેન્ડ અને અમુક એક્સચેન્જ-સ્પેસિફિક જાહેર રજાઓના દિવસે બંધ રહે છે.
  • રેગ્યુલ માર્કેટ પ્રાઇસિસ પર અસર ઘટાડવા માટે અલગ વિન્ડોમાં એક્ઝિક્યુટ કરવામાં આવે છે.
  • એક્સટેન્ડેડ ટ્રેડિંગ સેશન્સ, જેમાં આફ્ટર-માર્કેટ ઓર્ડર્સનો સમાવેશ થાય છે, રોકાણકારોને રેગ્યુલર માર્કેટ અવર્સ પછી ટ્રેડ શિડ્યૂલ કરવામાં સક્ષમ બનાવે છે.
  • ખાસ સેશન્સ, જેમ કે મુહૂર્ત ટ્રેડિંગ, તહેવારોના દિવસે થાય છે અને તે ડેઇલી ટ્રેડિંગનો ભાગ હોવાને બદલે માત્ર સિમ્બોલિક છે.

ભારતીય શેર બજારનો સમય શું છે?

ભારતીય શેર બજારનો સમય એક નિશ્ચિત દૈનિક રૂટિનને અનુસરે છે જે રોકાણકારોને જણાવે છે કે તેઓ ક્યારે શેર ખરીદી કે વેચી શકે છે. ટ્રેડિંગ આખા દિવસ દરમિયાન રેન્ડમલી થતું નથી. તેના બદલે, બજાર એક નિશ્ચિત સમયે ખુલે છે, થોડા કલાકો ચાલે છે, અને પછી બંધ થાય છે, જેમાં મુખ્ય ટ્રેડિંગ સમયગાળાની પહેલા અને પછી ટૂંકા સેશન્સ હોય છે. આ સમય મેજર ઇન્ડિયન એક્સચેન્જીસમાં સમાન છે અને માર્કેટ હોલિડે સિવાયના તમામ વર્કિંગ દિવસો માટે લાગુ પડે છે. આ સમયના સ્લોટ જાણવાથી રોકાણકારોને ટ્રેડનું વધુ સારું આયોજન કરવામાં, મૂંઝવણ ટાળવામાં અને કિંમતમાં મૂવમેન્ટ્સ ક્યારે સૌથી વધુ એક્ટિવ હોય છે તે સમજવામાં મદદ મળે છે.

બીએસઇ અને એનએસઇ માટે શેર બજારનો સમય

બજાર પ્રી-ઓપન સેશન સાથે શરૂ થાય છે.

પ્રી-ઓપન સેશન 15 મિનિટ માટે હોય છે. આ સેશનમાં ઓર્ડર એન્ટ્રીનો સમયગાળો અને ઓર્ડર મેચિંગનો સમયગાળો હોય છે.

આ સેશન ત્રણ સબ-સેશનમાં વહેંચાયેલું છે.

  • સવારે 9:00 - 9:08: આને ઓર્ડર એન્ટ્રી સેશન તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તમને શેર ખરીદવા અને વેચવા માટે ઓર્ડર મૂકવાની છૂટ છે. તમે આ સમય દરમિયાન તમારા ઓર્ડરમાં સુધારો પણ કરી શકો છો અથવા તમારો ઓર્ડર કેન્સલ કરી શકો છો.
  • સવારે 9:08 - 9:12: આ સેશન ઓર્ડર્સને મેચ કરવા માટે વપરાય છે. તેનો ઉપયોગ નિયમિત સેશનની ઓપનિંગ પ્રાઇસ ગણવા માટે પણ થાય છે. રોકાણકારોને આ સમયગાળા દરમિયાન તેમના ઓર્ડરમાં સુધારો અથવા કેન્સલ કરવાની મંજૂરી નથી, ન તો તેઓ ખરીદી કે વેચી શકે છે.
  • સવારે 9:12 થી 9:15: આ સેશન પ્રી-ઓપનિંગ સેશનથી નિયમિત સેશનમાં સીમલેસ ટ્રાન્ઝિશન માટે બફર પિરિયડ તરીકે વપરાય છે.

નોંધ: 8 ડિસેમ્બર, 2025 થી, એનએસઇ એ F&O માર્કેટ માટે ઇક્વિટીની જેમ જ પ્રી-ઓપન સેશન લાગુ કર્યું છે. આ સેશન, જે સવારે 9:00 થી 9:15 સુધી ચાલે છે, તે સામાન્ય ટ્રેડિંગ શરૂ થાય તે પહેલાં ઓર્ડર એન્ટ્રી અને ડેરિવેટિવ પ્રાઈસ ડિસ્કવરી માટે પરવાનગી આપે છે.

કન્ટીન્યૂઅસ ટ્રેડિંગ સેશન: જ્યારે શેર માર્કેટના સમયની વાત આવે છે, ત્યારે આ ટ્રેડિંગ સેશનમાં મોટાભાગની ખરીદી અને વેચાણ થાય છે. તેથી, આ મુખ્ય શેર બજારનો ટ્રેડિંગ સમય છે. કન્ટીન્યૂઅસ ટ્રેડિંગ સેશન સવારે 9:15 થી બપોરે 3:30 સુધીનું છે. આ સમયગાળા દરમિયાન ટ્રેડ સતત ચાલુ રહે છે કારણ કે ઓર્ડર્સ ટાઇમ/પ્રાઇસ પ્રાયોરિટી પર મેચ થાય છે. જ્યારે ખરીદવાની કિંમત વેચવાની કિંમત જેટલી હોય છે, ત્યારે ટ્રાન્જેક્શન પૂર્ણ થાય છે.

આ સેશન વિશે કેટલીક બાબતો સમજવી જરૂરી છે

  • સ્ટોકની ક્લોઝિંગ કિંમત બપોરે 3:00-3:30 ની વચ્ચેના સ્ટોકના ભાવોના વેઇટેડ એવરેજ તરીકે ગણવામાં આવે છે.
  • બીએસઇ અને એનએસઇ માટે, ક્લોઝિંગ કિંમત છેલ્લા 30 મિનિટ માટે અથવા બપોરે 3:00 થી 3:30 વચ્ચેના સમયગાળા માટે ઇન્ડેક્સના સ્ટોક્સના વેઇટેજ એવરેજ તરીકે ગણવામાં આવે છે.

પોસ્ટ-ક્લોઝિંગ સેશન: આ સેશન બપોરે 3:40 અને 4:00 ની વચ્ચે હોય છે.

રોકાણકારોને આ સેશનમાં ક્લોઝિંગ કિંમતે શેર ખરીદવા કે વેચવાની છૂટ છે. જો ખરીદદારો કે વેચનાર ઉપલબ્ધ હોય, તો તમારો ટ્રેડ ક્લોઝિંગ કિંમતે કન્ફર્મ થાય છે.

બ્લોક ડીલનો સમય: મોટા ટ્રેડના એક્ઝિક્યુશનને સરળ બનાવવા માટે એક અલગ ટ્રેડિંગ વિન્ડો ઉપલબ્ધ છે.

સવારની બ્લોક ડીલ વિન્ડો સવારે 8:45 થી 9 વાગ્યા સુધીની છે.

બપોરની બ્લોક ડીલ વિન્ડો બપોરે 2:05 થી 2:20 સુધી ખુલ્લી હોય છે.

આપણે હવે શેર બજારનો સમય જોઈ લીધો છે; તમે હવે શેર બજારમાં તમારા રોકાણનો મહત્તમ લાભ લઈ શકો છો.

સ્પષ્ટતા માટે શેર બજારના સમયનું નીચેનું ટેબલ જુઓ

માર્કેટ સેગમેન્ટ  ઓપનિંગ ટાઇમ  ક્લોઝિંગ ટાઇમ 
બ્લોક ડીલ વિન્ડો (સવાર)  08:45 AM  09:00 AM 
પ્રી-ઓપન સેશન  9:00 AM  9:15 AM 
નોર્મલ ટ્રેડિંગ સેશન  9:15 AM  3:30 PM 
ક્લોઝિંગ સેશન  3:30 PM  3:40 PM 

આપને જણાવી દઇએ કે આ ટેબલ ભારતીય શેર બજાર માટેના રેગ્યુલર ટ્રેડિંગના કલાકો દર્શાવે છે, જે રજાઓ, સ્પેશ્યલ ટ્રેડિંગ સેશન્સ થવા અન્ય પરિબળોને કારણે બદલાઈ શકે છે. સંબંધિત સ્ટોક એક્સચેન્જ અથવા તમારા બ્રોકરેજ સાથે વર્તમાન ટ્રેડિંગના કલાકોની ચકાસણી કરવી સલાહભર્યુ છે.

આ પણ વાંચો, What is Stock Exchange

આફ્ટરમાર્કેટ ઓર્ડર્સ

આફ્ટરમાર્કેટ ઓર્ડર્સ, જેને આફ્ટર-અવર્સ ઓર્ડર્સ અથવા ઓફ-અવર્સ ઓર્ડર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય શેર માર્કેટમાં નિયમિત ટ્રેડિંગના કલાકોની બહાર મૂકવામાં આવેલા ખરીદી કે વેચાણના ઓર્ડર છે. ભારતમાં, મોટાભાગના સ્ટોક એક્સચેન્જો માટે નિયમિત ટ્રેડિંગના કલાકો સામાન્ય રીતે બિઝનેસ દિવસોમાં સવારે 9:15 થી બપોરે 3:30 સુધીના હોય છે.

ભારતમાં, આફ્ટરમાર્કેટ ઓર્ડર્સ સામાન્ય બજારના કલાકો પછી સ્વીકારવામાં આવે છે, પરંતુ તે સતત ટ્રેડિંગથી વિપરીત, જ્યારે માર્કેટ ખુલે છે અથવા પોસ્ટ-માર્કેટ પ્રાઈસ ડિસ્કવરી ઇન્ટર્વલ્સ દરમિયાન એક્ઝિક્યુશન માટે ક્યુમાં રાખવામાં આવે છે.

મુહૂર્ત ટ્રેડિંગ

મુહૂર્ત ટ્રેડિંગ એ દીવાળીના અવસર પર યોજાતું એક ખાસ અને શુભ ટ્રેડિંગ સેશન છે. તે શેર બજારના તમામ સહભાગીઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. ટ્રેડર્સ સમૃદ્ધિ સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે કસ્ટમરી ટ્રેડિંગ કરે છે. મુહૂર્ત ટ્રેડિંગ સામાન્ય રીતે સાંજે હાથ ધરવામાં આવે છે અને લગભગ એક કલાક ચાલે છે.

આ પણ વાંચો, How the Stock Market Works?

FAQs

ભારતીય શેર બજાર માટે નિયમિત ટ્રેડિંગના કલાકો શું છે?

ભારતમાં મોટાભાગના સ્ટોક એક્સચેન્જો માટે નિયમિત ટ્રેડિંગના કલાકો બિઝનેસ દિવસોમાં સવારે 9:15 થી બપોરે 3:30 સુધીના છે, જેમાં સવારે 9:00 થી 9:15 સુધી પ્રી-ઓપનિંગ સેશન હોય છે.

શું તમે રેગ્યુલર માર્કેટ અવર્સ પહેલા અને પછી ટ્રેડ કરી શકો છો?

હા, પ્રી-માર્કેટ અને પોસ્ટ-માર્કેટ સેશન તરીકે ઓળખાતા એક્સટેન્ડેટ ટ્રેડિંગના કલાકો હોય છે. પ્રી-માર્કેટ સેશન સામાન્ય રીતે સવારે 9:00 વાગ્યે શરૂ થાય છે, અને પોસ્ટ-માર્કેટ સેશન બપોરે 3:40 થી 4:00 સુધી થાય છે.

શું શેર બજાર વીકેન્ડ પર ખુલ્લું હોય છે?

ના, ભારતીય શેર બજાર સામાન્ય રીતે શનિવાર અને રવિવારે બંધ રહે છે. તે 5-દિવસીય ટ્રેડિંગ વીકને અનુસરે છે.

શું બધા શેર એક્સટેન્ડેટ ટ્રેડિંગના કલાકો દરમિયાન ટ્રેડ થાય છે?

ના, તમામ શેર એક્સટેન્ડેડ અવર્સ દરમિયાન ટ્રેડિંગ માટે ઉપલબ્ધ નથી. માત્ર અમુક ચોક્કસ શેર જે એક્સચેન્જના માપદંડોને પૂર્ણ કરે છે તે જ આ સેશન્સ દરમિયાન ટ્રેડ થઈ શકે છે.

શેર ખરીદવા માટેનો શ્રેષ્ઠ સમય કયો છે?

ટ્રેડર્સ બજાર ખુલ્યા પછીના પ્રથમ કલાકને પોઝિશન લેવા માટે પસંદ કરે છે કારણ કે આ તબક્કા દરમિયાન બજાર સૌથી વધુ વોલેટાઇલ રહે છે. સામાન્ય રીતે, બજાર ખુલ્યાની 90 મિનિટ પછી વોલેટિલિટી ઘટી જાય છે..

એનએસઇ માટે ટ્રેડિંગનો સમય શું છે?

એનએસઇ માર્કેટ ટાઈમિંગ રોકાણકારોને અઠવાડિયાના દિવસોમાં સવારે 9:15 થી બપોરે 3:30 સુધી ટ્રેડ કરવાની મંજૂરી આપે છે. એક શોર્ટ પ્રી-ઓપનિંગ સેશન સવારે 9:00 વાગ્યે શરૂ થાય છે, જ્યાં રેગ્યુલર ટ્રેડિંગ શરૂ થાય તે પહેલાં ઓર્ડર આપી શકાય છે.

શું હું માર્કેટના કલાકો પછી શેર ખરીદી શકું?

હા, તમે માર્કેટ બંધ થયા પછી માર્કેટ કલાકો પછી ઓર્ડર મૂકી શકો છો. આ ઓર્ડર તરત જ એક્ઝિક્યુટ થતા નથી અને તેને આગામી ટ્રેડિંગ સેશન માટે આગળ લઈ જવામાં આવે છે.

શું હું શનિવાર અને રવિવારે શેર ટ્રેડ કરી શકું?

રેગ્યુલર ટ્રેડિંગ વિકેન્ડ્સ પર થતું નથી, કારણ કે શેર બજારનો સમય માત્ર સોમવારથી શુક્રવાર સુધી જ લાગુ પડે છે. શેર બજાર શનિવાર, રવિવાર અને ઓફિશ્યલ ટ્રેડિંગ રજાઓના દિવસે બંધ રહે છે

Open Free Demat Account!

Join our 3.8 Cr+ happy customers

+91

Open Free Demat Account!

Join our 3.8 Cr+ happy customers
+91