ઇન્ડિવિડ્યુઅલ એકાઉન્ટ હોલ્ડર
- જો તમે ઇન્ડિવિડ્યુઅલ એકાઉન્ટ હોલ્ડર છો, તો તમે એંજલ વન એપ દ્વારા આ લિંક નો ઉપયોગ કરીને તમારી બેંક વિગતો ઓનલાઇન અપડેટ કરી શકો છો.
- ઓનલાઇન પ્રોસેસ દ્વારા ઉમેરવામાં આવેલ નવું બેંક એકાઉન્ટ આપમેળે તમારું પ્રાઇવમરી બેંક એકાઉન્ટ બની જશે. આનો અર્થ એ છે કે કોઈપણ સેબી પેઆઉટ અથવા ઓટોમેટેડ ફંડ સેટલમેન્ટ અને ડિવિડન્ડ તમારા પ્રાઇમરી બેંક એકાઉન્ટમાં પ્રાપ્ત થશે.
- ઓનલાઇન પ્રોસેસ દ્વારા, તમે નવું બેંક એકાઉન્ટ ઉમેરી શકો છો અથવા હાલના બેંક એકાઉન્ટનો આઇએફએસસી કોડ અપડેટ કરી શકો છો.
- ઉમેરવામાં આવતું એકાઉન્ટ એંજલ એકાઉન્ટ હોલ્ડરના નામનું જ હોવું જોઈએ.
- તમે વધુમાં વધુ 5 બેંક એકાઉન્ટ ઉમેરી શકો છો.
- જો બેંક એકાઉન્ટનું ઓટો-વેરિફિકેશન નિષ્ફળ જાય, તો વેરિફિકેશન માટે કેન્સલ કરેલ ચેક અપલોડ કરવાની જરૂર પડશે.
- ઓનલાઇન અરજી ઇ-સાઇન કરવા માટે તમારું આધાર કાર્ડ તૈયાર રાખો.
- પ્રોસેસ પૂર્ણ કરવા માટે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક કરેલું છે તેની ખાતરી કરો.
જોઇન્ટ એકાઉન્ટ હોલ્ડર/ એચયુએફ એકાઉન્ટ હોલ્ડર/ માઇનોર એકાઉન્ટ હોલ્ડર/ એનઆરઆઇ/ કોર્પોરેટ એકાઉન્ટ હોલ્ડર
તમારી બેંક વિગતો અપડેટ કરવા માટે, તમે અહીં ટિકિટ રેઝ કરી શકો છો (ક્રિએટ ટિકેટ —> કેટેગરી હેઠળ એકાઉન્ટ ડિટેલ્સ પસંદ કરો —> સબ-કેટેગરી હેઠળ પ્રોફાઇલ ડિટેલ્સ પસંદ કરો) અને યોગ્ય પુરાવા સાથે ભરેલું બેંક મોડિફિકેશન ફોર્મ જોડો.
નીચે જણાવેલ યાદીમાંથી કોઈપણ દસ્તાવેજ બેંક પુરાવા તરીકે સ્વીકાર્ય છે -
- બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- પ્રથમ પાના પર ગ્રાહકનું નામ, એકાઉન્ટ નંબર, આઇએફએસસી કોડ અને એમઆઇસીઆર કોડ સ્પષ્ટપણે દેખાવા જોઈએ.
- પાસબુક
- પ્રથમ પાનું જેના પર ગ્રાહકનું નામ, એકાઉન્ટ નંબર, આઇએફએસસી કોડ અને એમઆઇસીઆર કોડ સ્પષ્ટપણે દેખાવા જોઈએ.
- કેન્સલ કરેલ ચેક
જો તમે એચયુએફ એકાઉન્ટ હોલ્ડર છો, તો કર્તાની સહી અને સ્ટેમ્પ જરૂરી છે. બેંક પુરાવો કર્તાના નામ પર હોવો જોઈએ, અને માત્ર એચયુએફ બેંક એકાઉન્ટ જ ઉમેરી શકાય છે.
જો તમે જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર છો, તો ફોર્મમાં તમામ ધારકોની સહીની જરૂર પડશે. બેંક એકાઉન્ટ અને પુરાવો પ્રથમ એકાઉન્ટ ધારકના નામ પર હોવા જોઈએ. પ્રથમ એકાઉન્ટ ધારકના જોઈન્ટ અને વ્યક્તિગત બંને એકાઉન્ટ નવા બેંક એકાઉન્ટ તરીકે ઉમેરી શકાય છે.
જો તમે કોર્પોરેટ એકાઉન્ટ હોલ્ડર છો, તો અધિકૃત સહી કરનારની સહી અને સ્ટેમ્પ જરૂરી છે. બેંક મોડિફિકેશન ફોર્મ અને પુરાવો ફરજિયાત છે.
જો તે માઇનોર એકાઉન્ટ છે, તો સગીરનું બેંક એકાઉન્ટ અને વાલીની સહી જરૂરી છે.
જો તે એનઆરઆઇ એકાઉન્ટ છે, તો બેંક મોડિફિકેશન ફોર્મ અને પુરાવો ફરજિયાત છે. માત્ર એનઆરઆઇ અને એનઆરઓ શ્રેણીના ભારતીય બેંક પુરાવા સ્વીકાર્ય રહેશે.
બેંક એકાઉન્ટ ઓનલાઇન મોડિફાય કરવાની પ્રક્રિયા
સ્ટેપ 1. બેંક એકાઉન્ટ્સ ઓપ્શનને એક્સેસ કરવો:
તમારી બેંક વિગતો અપડેટ કરવા માટે આ લિકં નો ઉપયોગ કરો અથવા એંજલ વન એપમાં લોગ ઇન કરો, હોમ પેજ પરથી પ્રોફાઇલ સેક્શનમાં જાઓ. લોગ ઇન કરવા માટે તમારા મોબાઈલ નંબર/ક્લાયન્ટ આઇડી અને ઓટીપીનો ઉપયોગ કરો.
સ્ટેપ 2. મેનેજ એકાઉન્ટ્સ હેઠળ “બેંક એકાઉન્ટ્સ” પર ક્લિક કરો.
તમે આ પેજ પર બેંક એકાઉન્ટ્સ ઉમેરી અથવા એડિટ કરી શકો છો.
નવું બેંક એકાઉન્ટ ઉમેરવું
સ્ટેપ 1. એડ બેંક એકાઉન્ટ પર ક્લિક કરો
સ્ટેપ 2. નવો બેંક એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ દાખલ કરો
કૃપા કરીને ખાતરી કરો કે તમે એંજલ વન એકાઉન્ટ હોલ્ડરના રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટને જ ઉમેરી રહ્યા છો.
સ્ટેપ 3. બ્રાંચનું નામ સાચું છે કે નહીં તે તપાસો અને કન્ટીન્યૂ પર ક્લિક કરો
સ્ટેપ 4. બેંક એકાઉન્ટનું ઓટોમેટિક વેરિફિકેશન પ્રયાસ કરવામાં આવશે અને જો વેરિફિકેશન સફળ થાય તો તમને ઇ-સાઇન પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે
સ્ટેપ 5. જો વેરિફિકેશન નિષ્ફળ જાય, તો તમને કેન્સલ કરેલ ચેક અપલોડ કરવાનો અથવા બીજી બેંક અજમાવવાનો ઓપ્શન મળશે
સ્ટેપ 6. કેન્સલ કરેલ ચેક અપલોડ કરો અને ઇ-સાઇન કરવા માટે આગળ વધો
સ્ટેપ 7. તમને રીક્વેસ્ટ ઇ-સાઇન કરવા માટે રીડાયરેક્ટ કરવામાં આવશે. આધારની વિગતો દાખલ કરો અને તમારા મોબાઈલ નંબર પર આવેલ આધાર ઓટીપી દાખલ કરો
ઇ-સાઇન કરવા માટે તમારા પોતાના આધાર કાર્ડનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
સ્ટેપ 8. વિનંતી 2-3 વર્કિંગ દિવસોમાં પ્રોસેસ કરવામાં આવશે.
બેંક એકાઉન્ટ એડિટ કરવું
સ્ટેપ 1. "બેંક ડિટેલ્સ" પર ક્લિક કરવા પર, તમામ લિંક થયેલ બેંક એકાઉન્ટ્સ દેખાશે.
સ્ટેપ 2. તમે જે બેંકમાં ફેરફાર કરવા માંગો છો તેની સામેના 3 ડોટ આઇકન પર ક્લિક કરો અને એડિટ પર ક્લિક કરો.
સ્ટેપ 3. આઇએફએસસી કોડ દાખલ કરો અને કન્ટીન્યૂ પર ક્લિક કરો
સ્ટેપ 4. બેંક એકાઉન્ટનું ઓટોમેટિક વેરિફિકેશન પ્રયાસ કરવામાં આવશે અને જો વેરિફિકેશન સફળ થાય તો તમને ઇ-સાઇન પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે
સ્ટેપ 5. જો વેરિફિકેશન નિષ્ફળ જાય, તો તમને કેન્સલ કરેલ ચેક અપલોડ કરવાનો અથવા બીજી બેંક અજમાવવાનો વિકલ્પ મળશે
સ્ટેપ 6. તમને ઇ-સાઇન કરવા માટે રીડાયરેક્ટ કરવામાં આવશે. આધારની વિગતો દાખલ કરો અને તમારા મોબાઈલ નંબર પર આવેલ આધાર ઓટીપી દાખલ કરો
ઇ-સાઇન કરવા માટે તમારા પોતાના આધાર કાર્ડનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
