CALCULATE YOUR SIP RETURNS

સ્ટૉક માર્કેટમાં ઑર્ડરના પ્રકારો

6 min readby Angel One
Share

શેર માર્કેટમાં ઑર્ડર શું છે?

શેર માર્કેટમાં, ઑર્ડર ઈશ્યુઅર  દ્વારા તેમના બ્રોકર અથવા ડીલરને તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સિક્યોરિટી/કોમોડિટી ખરીદવા, વેચવા, ડિલિવરી કરવા અથવા પ્રાપ્ત કરવા માટે આપેલા સૂચનાનો સંદર્ભ ધરાવે છે.

 મને વિવિધ પ્રકારના ઑર્ડર વિશે જણાવશો?

માર્કેટ ઑર્ડર

માર્કેટ ઑર્ડર ઉપલબ્ધ શ્રેષ્ઠ  કિંમત પર સ્ટૉક ખરીદવા અથવા વેચવાનો ઑર્ડર છે. સામાન્ય રીતે પ્રકારનો ઑર્ડર તરત અમલમાં મુકવામાં આવે છે. જો કે, જે તે કિંમત પર માર્કેટ ઑર્ડર અમલી બનાવશે   તેની ગેરંટી નથી.

લિમિટ ઑર્ડર

તેના વિપરીત લિમિટ ઑર્ડર એક એવો ઑર્ડર છે જે તમે સ્ટૉક ખરીદવા માટે અથવા  જેતે કિંમત પર સ્ટૉક વેચવા માટે તૈયાર છો તે કિંમત પર લિમિટ આપે છે. આમ, એક લિમિટ ઑર્ડર કિંમતની ગેરંટી આપે છે, પરંતુ અમલીકરણ થાય તે અનિશ્ચિત રહે છે. કારણ કે સ્ટૉક ટ્રેડિંગ દિવસ દરમિયાન ઑર્ડર કરવામાં આવેલી કિંમત સુધી પહોંચી ન શકાય તેવું પણ બની શકે છે.

સ્ટૉપ લૉસ ઑર્ડર

સ્ટૉપ-લૉસ ઑર્ડર એક સિક્યુરિટીમાં રોકાણકારના નુકસાનને મર્યાદિત કરવા માટે દર્શાવવામાં આવેલી એક મર્યાદા છે.. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર એબીસી કંપનીના 100 શેર પ્રતિ શેર રૂપિયા 20 પર ધરાવે છે અને સ્ટૉક હવે  શેર દીઠ રૂ. 28 પર ટ્રેડ કરી રહ્યું છે. રોકાણકાર વધુ ઉપર મેળવવા માટે સ્ટૉક હોલ્ડ કરવાનું ચાલુ રાખવા માંગે છે પરંતુ હજુ સુધી તેણે જે અવાસ્તવિક લાભો કર્યા છે તેને પણ ગુમાવવા માંગતા નથી. તે સ્ટૉક હોલ્ડ કરવાનો નિર્ણય લે છે, પરંતુ તેને માત્ર વેચાણ કરો જો તે રૂપિયા 

 25 થી ઓછું હોય. રોજિંદા ધોરણે સ્ટૉકની કિંમતની દેખરેખ રાખવા બદલે, રોકાણકાર એબીસીના 100 શેર વેચવા માટે એક સ્ટૉપ-લૉસ ઑર્ડર દાખલ કરી શકે છે જો તેની કિંમત 25 રૂપિયા સુધી ઘટી જાય છે. જો સ્ટૉક ઉપર જાય અને જો સ્ટૉક નીચે જાય તો તેના નુકસાનને મર્યાદિત કરી શકે છે.

Open Free Demat Account!
Join our 3 Cr+ happy customers