શેર દલાલ અને પેટા દલાલ વચ્ચેનો તફાવત

1 min read
by Angel One

તમે સીધા શેર બજારમાં જઈને તરત શેર ખરીદી શકતા નથી કારણ કે માત્ર શેર બજારના નોંધાયેલ સભ્યોને જ આમ કરવાની સુવિધા પ્રાપ્ત થયેલ છે. શેર દલાલો એવી વ્યક્તિઓ છે કે જેઓ લે-વેચની પ્રક્રિયામાં ભાગ લે છે. શેર દલાલો એ સુનિશ્ચિત કરે છે કે બજાર હંમેશા ગતિશીલ રહે, જેના લીધે તેઓ મૂડી બજારની વ્યવસ્થામાં નિર્ણાયક ખેલાડીઓ તરીકે ભૂમિકા નિભાવે છે. તેઓ ગ્રાહકો અને વિક્રેતાઓ વચ્ચેની એક મહત્વપૂર્ણ કડી છે. આ લેખમાં શેર બજારમાં શેર દલાલોની ભૂમિકાની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

 

શેર દલાલ બનવું એનો અર્થ શું થાય છે?

 

શેર દલાલ કોઈ વ્યક્તિ અથવા કંપની હોય છે, જે રોકાણકારો વતી તેમના માટે ખરીદી અને વેચાણના ઓર્ડરનો અમલ કરે છે. તેમની પાસે અમુક સંખ્યામાં ગ્રાહકો હોય છે, જેમને તેઓ સેવા પ્રદાન કરે છે. દલાલી એ વપરાશકર્તાઓ દ્વારા રોકાણ કરાયેલા ભંડોળના સંપૂર્ણ મૂલ્યની અમુક ટકાવારી હોય છે અને તેઓ કમિશન માટે કામ કરે છે, જેને દલાલી શુલ્ક કહેવાય છે.

 

દલાલો બે પ્રકારના હોય છે. સંપૂર્ણ-સેવા પ્રદાતા દલાલો વધુ દલાલી શુલ્ક વસૂલ કરે છે અને ઉત્પાદનોની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે.

 

દલાલોમાં બીજો પ્રકાર છૂટક દલાલોનો છે. તેઓની સેવા ગ્રાહકોના ખરીદી અને વેચાણના ઓર્ડરને અમલમાં મૂકવા પૂરતી સીમિત હોય છે અને ઓછું શુલ્ક વસૂલ કરે છે. તાજેતરમાં, એક ત્રીજા જૂથનું નિર્માણ થયું હતું, જે સંયુક્ત પદ્ધતિએ કામ કરે છે, જે એક સ્થિર દલાલી શુલ્ક સાથે સંપૂર્ણ-સેવા પ્રદાતા દલાલોની તમામ સેવાઓ પૂરી પાડે છે.

 

અધિકૃત વ્યક્તિ બનવું એનો અર્થ શું થાય છે?

 

અધિક્રમિક દૃષ્ટિકોણથી, એક અધિકૃત વ્યક્તિ (અગાઉના પેટા-દલાલ તરીકે જાણીતા) શેર દલાલના મારફતિયા તરીકે કામ કરે છે. તેઓ શેર દલાલો અને ગ્રાહકો વચ્ચે એક કડી તરીકે સેવા આપે છે. ગ્રાહકો બનાવવાથી લઈને, એક અધિકૃત વ્યક્તિ અતિરિક્ત સંશોધન અને ગ્રાહક વ્યવસ્થાપન માટે જવાબદાર હોય છે. તેમને તેમની સેવાઓ માટે શેર દલાલોને ચૂકવવામાં આવતી દલાલીની અમુક ટકાવારી મળે છે.

 

એક શેર દલાલ અને એક મારફતિયા વચ્ચે એક-થી-અનેક સંબંધ હોય છે. સામાન્ય રીતે, શેર દલાલ પોતાના પેટા-દલાલી ભાગીદારો દ્વારા દેશના વિવિધ ભાગોમાં હાજરી ધરાવે છે. આ મારફતિયાઓ પોતાના ભૌગોલિક વિસ્તારમાં નવા ગ્રાહકોના જોડાણ દ્વારા શેર દલાલના વ્યવસાયમાં ઉમેરો કરે છે.

 

એક શેર દલાલ અને એક અધિકૃત વ્યક્તિ વચ્ચેનો તફાવત

 

જો કે બંનેનું મુખ્ય કાર્ય એકસમાન છે, પરંતુ કેટલાક સૂક્ષ્મ તફાવતો છે જેની જાણકારી ધરાવવી જરૂરી છે:

 

  • એક દલાલ એ એક વ્યક્તિગત અથવા, મોટેભાગે, એક કોર્પોરેશન હોય છે, જે સ્વતંત્ર રીતે કામ કરે છે, જ્યારે એક અધિકૃત વ્યક્તિ કોઈ દલાલ માટે મારફતિયા તરીકે કામ કરે છે. તેમનો વ્યવસાય ચલાવવા માટે, તેમને વિનિમય બજાર તરફથી પ્રમાણપત્રની જરૂર પડી શકે છે.

 

  • સેબીમાં નોંધણી કરાવ્યા ઉપરાંત, અધિકૃત વ્યક્તિએ દલાલ અને ગ્રાહક સાથે ત્રિ-પક્ષીય કરાર કરવાનો રહે છે.

 

  • માત્ર શેર દલાલોને જ ગ્રાહકો પાસેથી સીધા દલાલી વસૂલવાની પરવાનગી છે. એક વખત સંપૂર્ણ દલાલી નિર્ધારિત થઈ જાય પછી, અધિકૃત વ્યક્તિઓને દલાલો પાસેથી કમિશન તરીકે દલાલીનો એક ભાગ જ મળે છે.

 

શેર દલાલ અને અધિકૃત વ્યક્તિઓની મહત્તા

 

  • શેર દલાલો, અગાઉ કહ્યું તેમ, મૂડી બજારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

 

  • તેઓ કંપનીઓ, વિનિમય બજારો, ખરીદદારો, વિક્રેતાઓ અને અન્ય હિસ્સેદારો ધરાવતી પુરવઠા શ્રૃંખલાનો એક અભિન્ન ભાગ છે.

 

  • અધિકૃત વ્યક્તિની ભૂમિકા પણ નિર્ણાયક હોય છે. તેઓ દલાલોને તેમને જરૂરી માહિતી પ્રદાન કરે છે.

 

  • સંપર્કોનું સારું તંત્ર ધરાવતા લોકો શેર દલાલના વ્યવસાય દ્વારા પ્રોત્સાહિત થઈ શકે છે.

 

  • રોકાણકારોએ શેરમાં રોકાણ માટેની સહાયતા માટે સ્થાનિક મારફતિયાઓનો સંપર્ક કરવો જરૂરી બને છે.

 

એક શેર દલાલની લાક્ષણિકતાઓ

 

  • જ્યારે શેર દલાલના ભાગીદારો યોગ્ય મારફતિયાની નિમણૂક કરે છે, ત્યારે તેઓ તે મારફતિયાના ઘણા ગ્રાહકોના સંપર્કોનો લાભ મેળવે છે અને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરી શકે છે.

 

  • તેઓ ગ્રાહક પાસેથી દલાલી શુલ્ક વસૂલી શકે છે.

 

એક અધિકૃત વ્યક્તિની લાક્ષણિકતાઓ

 

ગ્રાહકોને રોકાણ કરવા અને જરૂરી સંશોધન કરવા માટે સમજાવવા માટે અધિકૃત વ્યક્તિઓને ઊંચું કમિશન ચૂકવવામાં આવે છે.

 

આના પરિણામે, તેઓ દલાલના વ્યવસાયોની બજાર પ્રચાર સામગ્રી અને વેપારને સંબંધિત સાધનોનો ઉપયોગ કરવાનો અધિકાર પણ મેળવે છે. પ્રારંભિક થાપણ સિવાય, તેમાં પ્રારંભિક રોકાણ પ્રમાણમાં ઓછું હોય છે.

આ ઉદ્યોગમાં કોઈ પ્રતિષ્ઠિત દલાલ સાથે કામ કરવાથી, તમને જરૂરી સલાહ અને સહાયતાની સુવિધાઓ પ્રાપ્ત થાય છે, જે સફળતાપૂર્વક વ્યવસાય પૂર્ણ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ તેમાં વિપુલ પ્રમાણમાં માનવ સંસાધનોની જરૂરિયાત પડે છે.

 

કોઈ અધિકૃત વ્યક્તિ પોતાના ગ્રાહકો પાસેથી પોતાની રીતે કોઈ શુલ્ક વસૂલી શકતા નથી, તેથી કોઈ યોગ્ય દલાલી પેઢી સાથે સંકળાવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે દલાલીના વાજબી હિસ્સાની ચુકવણી કરે અને તે બ્રાન્ડ તરીકે એક સ્થાપિત નામ હોય.

 

નિષ્કર્ષ

 

શેર દલાલો અને મારફતિયાઓ બંને શેરના વેપારમાં મહતવપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓમાં ખૂબ જ સામ્ય છે, છતાં અંતે, તેઓ પોતાની રીતે અનન્ય સેવાઓ પ્રદાન કરે છે. તેથી, રોકાણકારોએ રોકાણ કરતા પહેલાં બંને વચ્ચેના નિર્ણાયક તફાવતો જાણી લેવા જોઈએ. જો તમે કોઈ અધિકૃત વ્યક્તિ અથવા શેર દલાલીના ક્ષેત્રે અન્ય કોઈ ભાગીદાર બનવા માંગતા હોવ, તો આગળનું પગલું ભરવામાં એન્જલ વન તમારી મદદ કરવા તત્પર છે.

 

અધિકૃત વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ)

 

પ્ર૧. એક શેર દલાલની દૈનિક જવાબદારીઓ શું હોય છે?

 

શેર દલાલ એ નાણાં બજારમાં નોંધાયેલ પ્રતિનિધિ છે, જે નાણાંકીય સંસ્થાઓ, રોકાણકારોના ગ્રાહકો અને વ્યવસાયો વતી સિક્યોરિટીના વેપારની સુવિધા આપે છે. એક શેર દલાલની પ્રાથમિક જવાબદારી ખરીદી અને વેચાણના ઓર્ડરને એકત્રિત કરવાની અને તેમના પર અમલ કરવાની છે.

 

પ્ર૨. એક અધિકૃત વ્યક્તિનું કાર્ય શું હોય છે?

 

અધિકૃત વ્યક્તિઓ સિક્યોરિટીની ખરીદી, વેચાણ અને સોદા કરીને શેર દલાલને તેમના વ્યવસાયના જથ્થામાં વધારો કરવામાં મદદ કરે છે. તેઓ નવા રોકાણકારોને લાવીને અને વર્તમાન ગ્રાહકોને પુનઃરોકાણમાં મદદ કરીને શેર દલાલના વ્યવસાયમાં વધારો કરે છે.

 

પ્ર૩. એક અધિકૃત વ્યક્તિની વ્યાખ્યા શું છે?

એક અધિકૃત વ્યક્તિ (અગાઉ એક પેટા-દલાલ તરીકે ઓળખાતા હતા) એ એક એવા વ્યક્તિ છે કે જેઓ કોઈ પ્રતિષ્ઠિત શેર બજારના કોઈ સભ્ય સાથે સંકળાયેલા હોય છે અને તેઓ સેબી સાથે નોંધાયેલ હોય છે.