સ્ટૉક માર્કેટમાં હેજિંગ શું છે

1 min read
by Angel One

એક રોકાણકાર તરીકે, તમે જાણો છો કે રોકાણ બજારના જોખમને આધિન છે. એક શિખાઉ તરીકે, તમે સંકળાયેલ નુકસાનથી સાવધાન રહેજો.જોકે, તમે જોખમ લેવાની તમારી ક્ષમતાને વધારવા માંગતા હો તો,અહીંથી હેજિંગ ચિત્રમાં આવે છે. આ લેખમાં, અમે તમને ફાઇનાન્સમાં હેજિંગ શું છે અને તેના ફાયદાઓને જણાવીશું.

હેજિંગ એ સ્ટૉક માર્કેટમાં અનુસરવામાં આવતી એક પ્રમાણભૂત પરંપરા છે.વધુ સરળતાથી કહીયે તો, રોકાણકારો બજારમાં થતી વધઘટને કારણે થતા નાણાકીય નુકસાનથી બચાવવા માટે વિવિધ પ્રકારના હેજ/વાડનો ઉપયોગ કરે છે.ચાલો હેજિંગનો અર્થ અને હેજ ફંડ્સ શું કરે છે તે સમજીએ. આ એક સરળ પ્રથા છે જેમાં દરેક રોકાણકારોએ જાગૃત રહેવું જોઈએ. શેરબજારમાં, હેજિંગ એ તમારા રોકાણોનાં પોર્ટફોલિયોને સુરક્ષિત રાખવાની એક મૂળભૂત રીત છે. પ્રથમ વખતના રોકાણકારો પણ ઝડપથી હેજિંગ તકનીકોના ફાયદા શીખી શકે છે અને તેમના રોકાણ પોર્ટફોલિયોને સુરક્ષિત કરવા માટે હેજ ફંડ્સનો ઉપયોગ કરી શકે છે. રોકાણકારો માટે, હેજિંગ એ રોકાણોમાં થતાં સંભવિત નુકસાનને રોકવા માટેની જોખમ સંચાલન વ્યૂહરચના છે. સામાન્ય રીતે, હેજિંગમાં વિકલ્પો અને ભવિષ્ય. જેવા ડેરિવેટિવ્સનો ઉપયોગ શામેલ છે

હેજિંગ શું છે?

જો તમે રોકાણના ક્ષેત્રમાં નવા છો અથવા તમે હેજિંગના ફાયદાની જાણકારી ધરાવતા નથી, તો આ પ્રક્રિયા સરળ કરવા માટે અમે તમારા માટે હાજર છીએ. કલ્પના કરો કે તમારી પાસે રોકાણનો પોર્ટફોલિયો છે. હવે, તમારા હાલના પોર્ટફોલિયોમાં સ્ટૉક્સ અને બૉન્ડ્સ જેવા ઇન્વેસ્ટમેન્ટ સાધનો બજારની અસ્થિરતાને આધિન છે. બજારના જોખમને લીધે, તમારા રોકાણો હંમેશાં સારું પ્રદર્શન કરી શકતાં નથી, જેનાથી નબળું વળતર મળે છે. હેજિંગને એક રોકાણની સુનિશ્ચિતતાની રીત તરીકે વિચાર કરો. 

ફાઇનાન્સમાં હેજિંગ એ તમારી આર્થિક અસરો પર થતાં નકારાત્મક પ્રભાવ સામે પોતાને સલામતી આપવાનો એક માર્ગ છે. એ નથી કે હેજિંગ દ્વારા નકારાત્મક અસરને ટાળી શકાય છે; પરંતુ, તમે તમારી આર્થિક બાબતો પર થતી નકારાત્મક અસરને ઘટાડવામાં સમર્થ બનો છો. અન્ય શબ્દોમાં, હેજિંગ રોકાણકારને તેમના રોકાણ પોર્ટફોલિયો સંબંધિત કોઈપણ નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.

ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો મેનેજર્સ, રોકાણકારો અને રોકાણ પેઢીઓ અને કોર્પોરેશન્સ વિવિધ બજારના જોખમોને સંક્ષિપ્ત કરવા માટે હેજિંગ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરે છે. એવું લાગી શકે છે કે હેજિંગ એ હોમ ઇન્શ્યોરન્સ ખરીદવાના કાર્યની જેમ છે જે તમને ચોરી અને આગ નુકસાન સામે સુરક્ષિત કરે છે, તેમ છતાં, સ્ટૉક માર્કેટ જેવા નાણાંકીય બજારોમાં, હેજિંગ તેટલું સરળ નથી.તો પછી, તમે પૂછશો કે શેર બજારોમાં હેજિંગ શું છે? શેરબજારમાં, રોકાણના જોખમ સામે સલામતી રાખવાનો  અર્થ એ છે કે બજારની વ્યૂહરચનાઓ અને નાણાંકીય સાધનોનો કોઈપણ અનુકૂળ કિંમતના ઉતાર-ચલનના જોખમને સરભર કરવા માટે ટેક્ટિકલ અને ન્યાયિક ઉપયોગ. વધુ મહત્વપૂર્ણ રીતે, રોકાણકારો બીજામાં વેપાર કરીને એક રોકાણને અવરોધિત કરે છે.

હેજ ફંડ્સ શું કરે છે?

ફાઇનાન્સમાં હેજિંગ એ નફા ઉત્પન્ન કરવાની તકનીક નથી. તેના કરતાં,વિવિધ પ્રકારના હેજ રોકાણકારોને તેમના સંભવિત નુકસાનને ઘટાડવા માટે સક્ષમ બનાવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર હેજ કરીને નાણાં કમાય છે, તો તે સામાન્ય રીતેબીજા રોકાણોમાંથી થતાં નફામાં ઘટાડો કરે છે  બીજી બાજુ, જો રોકાણકાર નાણાં ગુમાવે, તો  હેજ ફંડ સફળ થતાં, તે નુકસાન ઘટે છે.

જો આ તમને આનાંથી મૂંઝવણ થતી હોય, તો ચિંતા ન કરો. નીચે આપેલ ઉદાહરણ વસ્તુઓને સરળ  કરવામાં મદદ કરશે. ચાલો એક ઉદાહરણ સાથે  જોઈએ કે હેજ ફંડ્સ શું કરે છે. ચાલો કહીએ કે તમે કોઈ કંપની ‘એ’ના શેર ધરાવો છો જે કાપડમાં વ્યવહાર કરે છે. જોકે, હાલમાં, તમને કાપડ ઉદ્યોગમાં કેટલાક ટૂંકા ગાળાના નુકસાન થવાની સંભાવનાઓ વિશે થોડી ચિંતા કરવાનું શરૂ કર્યું છે. નુકસાનથી પોતાને સુરક્ષિત રાખવા માટે, તમે કંપની ‘એ’ પર પુટ વિકલ્પ ખરીદી શકો છો. પુટ વિકલ્પ એ એક રોકાણ વ્યુહરચના છે જે તમને એક ચોક્કસ કિંમત પર કંપનીના સ્ટૉક્સને વેચવાનો અધિકાર પ્રદાન કરે છે, જેને સ્ટ્રાઇક કિંમત પણ કહેવામાં આવે છે. જો સ્ટૉકની કિંમત તમારી સ્ટ્રાઇક કિંમતથી ઓછી હોય, તો તમારા સંભવિત નુકસાનની તમારા પુટ વિકલ્પ દ્વારા સરભર કરવામાં આવે છે.

સ્ટૉક માર્કેટમાં હેજિંગ શું છે તે વિશે વધુ સ્પષ્ટતા માટે અહીં એક અન્ય ઉદાહરણ છે. ચાલો આપણે માનીએ કે કંપની બી દ્રાક્ષના વેપારમાં જોડાયેલ છે. જો દ્રાક્ષની કિંમતોમાં વધારો થતો હોય તો, કંપની બીને તેનો નફો ગુમાવવાનું ભારે જોખમ હશે. દ્રાક્ષના ભાવની અણધારીતા સામે પોતાને બચાવવા માટે, તે વાયદા કરારમાં પ્રવેશ કરી શકે છે જે ભવિષ્યમાં પૂર્વનિર્ધારિત ભાવે અને તારીખે દ્રાક્ષ ખરીદવામાં સક્ષમ બનાવશે. આ રીતે, કંપની બી, વધઘટની ચીજવસ્તુઓના ભાવ સામે પોતાને બચાવવામાં સક્ષમ બનશે.તમે ગમે તેટલું સાવચેત રહેવાનું પસંદ કરો પરંતુ જોખમ એ રોકાણનું એક અભિન્ન અંગ છે. તેથી, હેજિંગ વ્યૂહરચનાઓનું મૂળભૂત જ્ઞાન હોવાથી કંપનીઓ કેવી રીતે કામ કરે છે અને બજારની અસ્થિરતાઓથી પોતાને કેવી રીતે સુરક્ષિત કરવી તે વિશે વધુ સારી જાગૃતિ આવે છે. તમે ડેરિવેટિવ્ઝના જટિલ ઉપયોગનો અભ્યાસ કરવાનું નક્કી કરો કે ના કરો પરંતુ, હેજિંગ કેવી રીતે કામ કરે છે તે વિશે શીખતાં બજાર વિશેની  તમારી સમજને આગળ વધારી શકો છો, જે હંમેશાં તમને વધુ સારા રોકાણકાર બનાવવામાં મદદ કરે છે.જોખમ સામે રક્ષણ આપવા માટે, અનુભવી રોકાણકારો હેજિંગ તકનીકોની શ્રેણીમાંથી પસંદગી તો આના વિષે વધુ જાણવાનો સમય આવી ગયો છે  કરે છે. હવે તમે હેજિંગના ફાયદાઓ વિશે જાણો છો, તો આના વિષે વધુ સંશોધન કરવાનો સમય આવી ગયો છે.