CALCULATE YOUR SIP RETURNS

સ્ટોક માર્કેટમાંથી તમારા પૈસા કેવી રીતે મેળવી શકાય?

5 min readby Angel One
Share

તમે કોઈપણ સમયે સ્ટૉક માર્કેટમાં રોકાણ કરેલા પૈસા ઉપાડી શકો છો કારણ કે કોઈ નિયમો તમને આ કરવાથી અટકાવતા નથી. જો કે, ફી, કમિશન અને ખર્ચ છે જેને તમારે ધ્યાનમાં લેવા પડશે. જ્યારે સ્ટૉક માર્કેટ ઘટાડે છે, ત્યારે રોકાણકારો પૈસા ઉપાડવા અને રોકડ રાખવા માં સરળતા રહે છે. જ્યારે પૈસા તમને ટૂંકા ગાળાની સલામતીનો અનુભવ આપે છે, ત્યાં લાંબા ગાળે આવું કરવું એ સમજદારીનું કામ નથી. તેએવું કહેવામાં આવે છે, "જ્યારે આગળ વધવું અઘરું થઈ જાય છે, ત્યારે મુશ્કેલી નડે છે." તેથી જ્યારે બજારોમાં ઘટાડો થાય છે, ત્યારે તમારા પૈસાને શેર બજારમાંથી કેવી રીતે બહાર કાઢવા, તેના વિચારને બદલે, તમારા લાંબા ગાળાના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે તમારી ટૂંકા ગાળાની ઇક્વિટી યોજનાઓને પુનર્ગઠન કરો.

સ્ટૉક માર્કેટમાંથી પૈસા કેવી રીતે મેળવવાં ?

તમે નીચે આપેલા ચાર પગલાં દ્વારા શેર્સમાંથી પૈસા મેળવી શકો છો:     

શેર વેચવા માટે ઑર્ડર -

તમારે તમારા બ્રોકરેજ એકાઉન્ટમાં લૉગ ઇન કરવાની જરૂર છે અને તમે જે સ્ટૉક હોલ્ડિંગને વેચવા માંગો છો તેની પસંદગી કરવી પડે છે. ત્યારબાદ શેર વેચવા માટે ઑર્ડર આપો. બ્રોકરેજ આપેલ ઑર્ડર માટે એક અલગ ઑર્ડર નંબર દાખલ કરે છે.     

તમારા ટ્રેડ કરેલા સ્ટૉક્સની ચકાસણી કરો -

સ્ટૉક બંધ કરતા પહેલાં તમામ પરિબળોની ચકાસણી કરો     . કિંમતના ટ્રેન્ડ, ન્યૂઝ હેડલાઇન્સ, કંપનીની જાહેરાતો અને અન્ય ઘટનાઓ તપાસો જે સ્ટૉકની કિંમતને પ્રભાવિત કરી શકે છે.

ઑર્ડરને અમલમાં મુકો -  

બાકી ઑર્ડર માટે ઑર્ડર બુક તપાસો જે પહેલેથી જ અમલમાં મુકવામાં આવેલ છે. તમારા ઑર્ડરને ટ્રૅક કરવા માટે અનન્ય ઑર્ડર નંબરનો ઉપયોગ કરો. જો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવેલી હશે, તો તેને  ટ્રેડ બુકમાં ખસેડવામાં આવશે.  સ્ટૉકની ખરીદી અને સરેરાશની રકમની  જાણકારી તમને ટ્રેડ બુકમાંથી મળે છે.      

તમારો ઑર્ડર સમાધાન કરો -

એકવાર વેપાર અમલમાં મુકવામાં આવે પછી, કરારના નોંધ સાથે વેપારના સારાંશનું સમાધાન કરો. તમારું કૅશ બૅલેન્સ જોવા માટે તમારું ટ્રેડ એકાઉન્ટને તપાસો.  કરના હેતુઓ માટે શેરના વેચાણ દ્વારા તમને  જે નફા અને નુકસાન થાય તેની નોંધણી રાખો.     .

જો તમે તમારી રોકડ વેપાર ખાતામાંથી બેંક ખાતામાં સ્થાનાંતરિત કરવા માંગતા હો, તો ખાતરી કરો કે બંને જોડાયેલા છે.

શું તમારે સ્ટૉક માર્કેટમાંથી કૅશ આઉટ કરવું જોઈએ?

જ્યારે શેરબજારમાં ઘટાડો થાય છે, અને તમારા ફંડ તમને નકારાત્મક વળતર આપે છે, ત્યારે તે ફક્ત નામનું નુકસાન છે કારણ કે તમને લાગે છે કે પૈસા ખોવાયા છે, પરંતુ ખરેખર, એવું નથી. જો કે, જે ક્ષણે તમારા શેર્સને રોકડમાં રૂપાંતરિત કરો તેના પછી, તમે આ નામનું નુકસાન વાસ્તવિકતામાં ફેરવાઈ જાય છે. રોકાણકારો જાણે છે કે બજારમાં વધ- ઘટ થાય છે અને કૅશ આઉટ પછી તમને માર્કેટના ઉછાળાથી ફાયદો થવાની તક મળતી નથી. જો નફાની તક ન હોય તો માર્કેટ ટર્નઅરાઉન્ડ તમને બ્રેક-ઇવનનો સ્કોપ આપી શકે છે. જો તમે કૅશ આઉટ કરો છો, તો વસૂલાત  માટે કોઈ આશા નથી.

ફુગાવાની ખરાબ અસર રોકડ પર પણ પડે છે. તે પૈસાના મૂલ્યને તેમ જ ખરીદીની શક્તિને ઘટાડે છે. ફુગાવો તમારા ઇક્વિટી વળતરને પણ નુકસાન પહોંચાડી શકે છે.  જ્યારે તમે રોકડ સાથે કંઈ ના કરી શકો ત્યારે       તમે વધુ વિકાસ-લક્ષી સ્ટૉક્સમાં તમારી હોલ્ડિંગ્સને ઍડજસ્ટ કરી શકો છો.     .

રોકડ ધરાવવાથી તમે વૈકલ્પિક ખર્ચ ગુમાવી શકો છો. વૈકલ્પિક ખર્ચ એ શ્રેષ્ઠ વૈકલ્પિક પસંદ ન કરવા માટે થયેલ ખર્ચ છે. શેર બજાર સામે નાણાંની સંભાવના લાંબા ગાળે નકારાત્મક સાબિત થાય છે કારણ કે ફુગાવા રોકડની ખરીદ શક્તિને ઘટાડે છે. તેથી સ્ટૉક માર્કેટ એક સારો વિકલ્પ છે.

વેચાણ ક્યારે કરવું જોઈએ?     

જ્યારે માર્કેટ નિષ્ફળ જાય , ત્યારે તમે તમારી ખરીદીની કિંમત કરતાં ઓછી કિંમત પર તમારા સ્ટૉક્સને વેચવાનો પ્રયત્ન કરો છો. સારી રોકાણની વ્યૂહરચનામાં આ વિરોધાભાસ છે. શેર વેચવા માટે તમારે બજારને માપવાની જરૂર પડે છે, અને જો તમે નિષ્ફળ થાઓ તો તમને મોટું નુકસાન થવાની સંભાવના છે.     

નિષ્કર્ષ:

માર્કેટ ક્રૅશ એ પણ અનુભવી રોકાણકારો માટે પણ તણાવપૂર્ણ છે. પરંતુ ઇક્વિટી રોકાણ માટે લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે. જેમ બજારની સ્થિતિ બદલાતી જાય, તેમ તમારે વધતા વલણના ફાયદાઓ મેળવવા માટે રોકાણ કરવું જોઈએ. તમે તમારા પોર્ટફોલિયોની ફરીથી મુલાકાત લઈ શકો છો અને સ્ટૉક માર્કેટમાંથી શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા માટે ઇચ્છિત ફેરફારો કરી શકો છો.

Open Free Demat Account!
Join our 3 Cr+ happy customers