FDI અને FPI વચ્ચેનો તફાવત

1 min read
by Angel One

જ્યારે આર્થિક વિકાસની વાત આવે છે, ત્યારે મૂડી એક મહત્વપૂર્ણ ઘટક છે. મોટાભાગના રાષ્ટ્રો પોતાના આંતરિક સંસાધનો દ્વારા જ તેમની કુલ મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકતા નથી, તેથી તેઓ વિદેશી રોકાણકારોની તરફ વળે  છે. આ રોકાણકારો વિદેશી અર્થવ્યવસ્થામાં રોકાણ કરવા માટે બે સાધનોનો ઉપયોગ કરે છે: વિદેશી સીધા  રોકાણ FDI અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ FPI. રોકાણકારો માટે આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયોમાં તેમના નાણાં મૂકવાની આ બે સૌથી સામાન્ય રીત છે. પરંતુ FDI વર્સેસ FPI  વચ્ચે શું તફાવત છે? જ્યારે, વિદેશી સંપત્તિમાં FDI V/S પોર્ટફોલિયો FPI રોકાણ દ્વારા સૂચિત સૂચનોની વાત આવે છે, ત્યારે ઘણા તફાવતો છે. . ચાલો, તફાવતોને સ્પષ્ટ કરીએ FDI v/s FPI નેવ્યાખ્યાયિત કરીને. .

FDI નો અર્થ છે કે વિદેશી રોકાણકારો બીજા રાષ્ટ્રની ઉત્પાદક સંપત્તિઓમાં (પ્રોડકટીવ એસેટ્સમાં) સીધો રોકાણ કરે છે. બીજી તરફ, FPI બીજા દેશના બોન્ડ્સ અને સ્ટૉક્સ જેવી નાણાંકીય સંપત્તિઓમાં (ફાઇનાન્શીયલ એસેટ્સ) રોકાણ સૂચવે છે. . જ્યારે FDI v/s FPI વચ્ચે સામાન્યતાઓ છે, ત્યારે તેઓ ઘણા રીતે અલગ પણ છે. છૂટક (રિટેલ)રોકાણકારોએ આ બંને પ્રકારના વિદેશી રોકાણોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે, તેથી તેઓ FDI v/s FPI વચ્ચેના તફાવત વિશે સ્પષ્ટપણે જાગૃત હોવા  જોઈએ. ઉચ્ચ સ્તરના FPI વાળા રાષ્ટ્રો સરળતાથી બજારની અસ્થિરતા અને અનિશ્ચિતતાના સમયમાં મુદ્રાને ધ્યાનમાં રાખીને ઉથલપાથલ અનુભવી શકે છે..

FDI અને FPI વચ્ચેનો તફાવત

તેમ છતાં, FPI અને FDI મૂળથી વિદેશી રોકાણોજ છે, પરંતુ બંને વચ્ચે બુન્યાદી તફાવત છે જેને રોકાણ કરતા પહેલા ધ્યાનમાં લેવું જોઈએ. 

  1. FDI V/S FPI માટે નિયંત્રણનું પ્રમાણ 

પ્રાથમિક તફાવત એ છે કે વિદેશી રોકાણકાર નિયંત્રણનું પ્રમાણ નક્કી કરે. . FDIની તક ધરાવતા રોકાણકારો ઉચ્ચ નિયંત્રણ ધરાવે છે સામાન્ય FPIમાં રોકાણ કરનારાઓ કરતાં. . FDI રોકાણકારો બે રીતે નિયંત્રક પદ લે છે: જોઈન્ટ વેંચર્સ દ્વારા અથવા સ્થાનિક કંપનીઓમાં.. સામાન્ય રીતે, FDI રોકાણકારો તેમના રોકાણોના સંચાલનમાં સક્રિય રીતે સંકળાયેલા હોય છે.

બીજી તરફ, FPI રોકાણકારો વધુ સંકળાયેલા નથી હોતા. . તેઓ તેમના રોકાણોમાં વધુ નિષ્ક્રિય સ્થિતિ લેવાનું વલણ ધરાવે છે. તેમને નિષ્ક્રિય રોકાણકારો માનવામાં આવે છે કારણ કે તેઓ રોજિંદા કામકાજ અને કામગીરીમાં તેમજ કોઈપણ સ્થાનિક કંપનીઓ દ્વારા જરૂરી વ્યૂહરચનાત્મક આયોજનમાં શામેલ નથી રહેતા. જો રોકાણકાર કંપનીમાં નિયંત્રણ રસ ધરાવે છે, તો પણ વિદેશી પોર્ટફોલિયો રોકાણ FPI તેમને નિષ્ક્રિય શેર આપશે. તેથી, નિયંત્રણનું પ્રમાણ, FDI V/S FPI  રોકાણો વચ્ચેનો એક મહત્વપૂર્ણ તફાવત છે.

  1. FDI વર્સેસ FPI નું ઇન્વેસ્ટમેન્ટ  પરિપ્રેક્ષ્ય

બીજો મુખ્ય તફાવત એ બતાવવાનો છે કે વિદેશી સીધા રોકાણકારો (FDI Investors) તેમના રોકાણો માટે લાંબા ગાળાના અભિગમ અપનાવે છે.. તે આયોજનના તબક્કાથી લઈને પ્રોજેક્ટના અમલીકરણના તબક્કે આગળ વધવામાં 6 મહિનાથી લઈને થોડા વર્ષો સુધીનો સમય લઈ શકે છે. .  FPIના સંદર્ભમાં તફાવત એ છે કે આ પ્રકારના વિદેશી રોકાણો  માટે રોકાણકારોની ચિંતા ઘણી ઓછી હોય છે. તેઓ લાંબા અંતર માટે રોકાણ તો કરે, છતાંયે રોકાણની પરિપ્રેક્ષ્ય ઓછી રહે છે, ખાસ કરીને જ્યારે સ્થાનિક અર્થવ્યવસ્થા અસ્થિર હોય છે. FDI V/S FPI વચ્ચેનો તફાવતનો બીજો મુદ્દો ત્રીજા તફાવત સાથે નજીકથી સંકળાયેલ છે. .

  1. FDI વર્સેસ FPI ઇન્વેસ્ટમેન્ટની લિક્વિડિટી

FDI રોકાણો લાંબા સમયગાળા માટે કરવામાં આવે છે કારણ કે રોકાણકારો સામાન્ય રીતે તેમના  એસેસ્ટસને લિક્વિડેટ કરતા નથી અને દેશ છોડતા નથી. એફડીઆઈ FDI એસેસ્ટસ FPI એસેસ્ટસ  કરતાં મોટી અને ચોક્કસપણે ઓછી લિક્વિડિટીવાળી ગણાવી શકાય. . લિક્વિડિટીનો અભાવ રોકાણકારની ખરીદીની ક્ષમતાને  ઘટાડે છે અને જોખમને થોડો વધારે છે. આ કારણે રોકાણકારો આ પ્રકારની ઇલિક્વિડ  એસેસ્ટસમાં રોકાણ કરતા પહેલાં ઘણું યોજના કરે  છે. એફપીઆઈ FPI એસેસ્ટસનો બંને વ્યાપકપણે વેપાર થાય છે અને તે અત્યંત લિક્વિડિટી પણ ધરાવે છે. .  FPI રોકાણકાર પાસે તેમના માઉસના ક્લિક્ જેટલા ઓછા સમયથી રોકાણમાંથી બહાર નીકળવાની સરળતા છે. આથી, આ પ્રકારના રોકાણોમાં એટલા આયોજનની જરૂર હોતી નથી અને ખૂબ લિક્વિડિટી હોવાને કારણે વધુ અસ્થિર પણ ગણાવી શકાય.

  1. FDI V/S FPI રોકાણોની અસ્થિરતા

એસેસ્ટસની લિક્વિડિટી એક પરિબળ છે, કે કેટલું આનું વ્યાપક પ્રમાણમાં વેપાર થાય છે અને તે કેટલું અસ્થિર છે.. FPI કરતાં FDI વધુ સ્થિર રોકાણ સાબિત થઈ શકે છે, ખાસ કરીને કોઈ દેશ માટે વિદેશી રોકાણો આકર્ષિત કરવા માટે. આ માટે સીધા વિદેશી રોકાણમાં લાંબાગાળા ની સીમાઓ જરૂરી છે. . લિક્વિડિટીના અભાવના કારણે રોકાણકારો લાંબા અંતર માટે તેમના રોકાણમાં કંઈક અંશે અટવાયેલા હોય છે. . FPI નું ટ્રેડિંગ એક દિવસના સમયમાં થઈ શકે છે જેના કારણે રોકાણકારો સતત લે વેચ કરીને એને વધુ અસ્થિર બનાવીને લિક્વિડિટી વધારે છે.