બુલિશ એન્ગલફિંગ પૅટર્ન પરિચય અને મહત્વ

0 mins read
by Angel One

જ્યારે કાળા/લાલ શૉટ કેન્ડલસ્ટિકને આગામી દિવસે ગ્રીન/વ્હાઇટ અથવા હોલો કેન્ડલસ્ટિક દ્વારા અનુસરવામાં આવે ત્યારે બુલિશ એન્ગલફિંગ પૅટર્ન પ્રાઇસ ચાર્ટ પર આવે છે. બ્લૅક અથવા રેડ કેન્ડલસ્ટિક દર્શાવે છે કે બંધ કિંમત કરતાં ઓપનિંગ કિંમત વધુ હતી. ગ્રીન અથવા વ્હાઇટ અથવા હોલો કેન્ડલસ્ટિક ઓપનિંગ પ્રાઇસ કરતાં સ્ટૉક્સની આગલા દિવસની બંધ કિંમત વધુ દર્શાવે છે. બજારની ભાવનામાં ઝડપી ટર્નઅરાઉન્ડને દર્શાવી, એક બુલિશ એન્ગલફિંગ પૅટર્ન એવી દેખાય છે જેમ કે ડાર્ક અથવા રેડ કેન્ડલ વાસ્તવિક રીતે સંપૂર્ણપણે મોટા સફેદ અથવા લીલા અથવા હોલો કેન્ડલસ્ટિક મા ઢંકાય જાય છે.

આ દર્શાવે છે કે જોકે વેચાણ દબાણ ખુલ્લી કિંમતોને મ્યુટ કરે છે. દિવસ દરમિયાન, વધુ ખરીદદારો આવ્યા અને અગાઉના દિવસની બંધ કિંમત કરતાં પણ વધુ કિંમતે ધકેલી દીધી. વાસ્તવિક ભાગ કેન્ડલ નો વ્યાપક ભાગ છે, જે ખુલવાની અને બંધ કિંમતોની શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. કેન્ડલસ્ટિકની ટેઇલ શેડો દિવસની ઉચ્ચ અને નીચ નું પ્રતિનિધિત્વ કરે છે.

ચાર્ટ: એક બુલિશ એન્ગલફિંગ પૅટર્ન ભારત ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના પ્રાઇસ ચાર્ટમાં જોવામાં આવે છે

પ્રાઇસ ચાર્ટ પર બુલિશ એન્ગલફિંગ પૅટર્ન શું છે?

  1. પહેલા દિવસે, ભારત ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની દિવસના અંતની કિંમત (464.95 પૉઇન્ટ્સ) તેની દિવસના શરુઆતની કિંમત (478.50 પૉઇન્ટ્સ) કરતા ઓછી છે, જે રેડ કેન્ડલ દ્વારા સૂચવેલ છે.
  2. બીજા દિવસે, વેચાણ દબાણને કારણે પાછલા દિવસના શરુઆતની કરતાં પણ ઓછી 453.80 કિંમત પર ખોલવામાં આવી છે. પરંતુ દિવસ દરમિયાન, ખરીદદારો આવ્યા અને માંગ વધી જે 491.85 પૉઇન્ટ્સ પર નોંધાવે છે, જે મોટી ગ્રીન કેન્ડલ દ્વારા સૂચવેલ છે. આ એક મોટી ગ્રીન કેન્ડલસ્ટિક તરીકે પ્રતિબિંબિત કરે છે જે રેડ કેન્ડલસ્ટિક ને સંપૂર્ણપણે ઢાંકી દે છે.
  3. જેટલી મોટી બીજી કેન્ડલસ્ટિક (ગ્રીન/હોલો/વ્હાઇટ) નાની પ્રથમ કેન્ડલસ્ટિક કરતાં હોય, તેટલી જ વધુ તેજીની ભાવના હોય છે.
  4. કેટલીક વાર તમે ગ્રીન/વ્હાઇટ કેન્ડલસ્ટિકની વિક નાની પણ જોઈ શકો છો. વિક દિવસની ચડતીનુ પ્રતિનિધિત્વ કરે છે. વ્હાઇટ કેન્ડલસ્ટિકની એક ટૂંકી વિક દર્શાવે છે કે વધુ ખરીદીની અપેક્ષા સાથે તે દિવસની ઊંચી કિંમતે બંધ થાય છે.

બુલિશ એન્ગલફિંગ પૅટર્ન્સનું મહત્વ

માત્ર કિંમતમાં ડાઉનવર્ડ મૂવમેન્ટ, ત્યારબાદ અપવર્ડ મૂવમેન્ટ બુલિશ એન્ગલફિંગ માટે પાત્ર નથી. એક પેટર્નને બુલિશ એન્ગલફિંગ તરીકે માનવા માટે, કિંમતો આવશ્યક રીતે પાછલા ટ્રેડિંગ સત્રથી ઓછી ખોલવી આવશ્યક છે. વધુમાં, દિવસની ઉચ્ચ નીચ હોવા છતાં, કિંમતો તેમની અગાઉની કરતાં ઉચ્ચ સ્તરે અને તેની નજીક પણ હોવી જોઈએ.

  1. તમે સામાન્ય રીતે પ્રચલિત બજારમાં ડાઉનટ્રેન્ડની નીચે એક બુલિશ એન્ગલફિંગ પૅટર્ન શોધી શકો છો.
  2. બુલિશ એન્ગલફિંગ બજારની ભાવનામાં એક ટૂંકા ગાળાનું રિવર્સલ દર્શાવે છે જે કાર્યક્રમો, જાહેરાતો, કિંમત સુધારણા અથવા અન્ય કોઈ સકારાત્મક ટ્રિગરને કારણે હોઈ શકે છે. પરંતુ રિવર્સલ લાંબા ગાળાનુ છે કે કેમ તે જોવા માટે તમારે જોવાની જરૂર છે કે હાલની બુલિશ એન્ગલફિંગ પૅટર્નમાં લાલ અથવા બ્લૅક કેન્ડલસ્ટિક પહેલાંની ચાર કેન્ડલસ્ટિક દ્વારા જે રેડ અને બ્લેક દ્વારા અનુસરાય કે નહીં. વ્હાઇટ અથવા ગ્રીન કેન્ડલસ્ટિકનું પાલન અન્ય સફેદ અથવા ગ્રીન કેન્ડલસ્ટિક દ્વારા કરવામાં આવે છે જે બુલિશ એન્ગલફિંગ કેન્ડલ થી ઉપર બંધ થાય છે. તે છે, ત્રીજા દિવસ પર, પાછલા હાઈ ક્લોઝિંગથી કિંમતો ખુલ્લી અને આગળ વધી જાય છે.
  3. તે ટ્રાન્ઝિશન દર્શાવે છે જ્યારે બજારમાં બુલ્સ બેઅર્સ થી કિંમતમા આગળ વધી જાય છે.

બુલિશ એન્ગલફિંગનો ઉપયોગ કરીને ટ્રેડિંગ વ્યૂહરચનાઓ

વેપારીઓ ત્રણ પરિસ્થિતિઓમાં બુલિશ એન્ગલફિંગ ને ખરીદી દર્શક તરીકે નો ઉપયોગ કરી શકે છે:

– દિવસ 2 બંધ

જ્યારે દિવસ 2 ના રોજ બંધ કિંમત ઓછા ઓપનિંગ થી વધી ગઈ હોય ત્યારે વેપારીઓ પ્રવેશ કરે અથવા ખરીદી શકે છે, જે નોંધપાત્ર ખરીદી સૂચવે છે.

– એન્ગલફિંગ પછીનો દિવસ

કેટલાક અન્ય કન્ઝર્વેટિવ ટ્રેડર્સ બીજા દિવસ પછી હજી એક દિવસ વધારે રાહ જોઈ શકે છે, જેથી ટ્રેન્ડ રિવર્સલ અને ભાવનામાં લાંબા ગાળાના ફેરફારની પુષ્ટિ કરી શકે અને ખાતરી કરી શકે છે કે તે બ્લિપ અથવા તાતપૂરતો માર્કેટ ઉત્સાહ નથી. વેપારીઓ તેની માટે રાહ જોવાનું પસંદ કરી શકે છે અને જોઈ શકે છે કે સ્ટૉક સિગ્નલ દે કે ત્રીજા દિવસ પર નવી પડતી અથવા બજાર અંતર આગળ વધી રહ્યું છે. આ જોવા જાણવામા, તેઓ સંભવિત નફા ગુમાવી શકે છે પરંતુ કિંમતના ટ્રેન્ડ વિશે સ્પષ્ટતા મેળવી શકે છે.

– અન્ય સિગ્નલ માટે રાહ જોઈ રહ્યા છીએ

બુલિશ એન્ગલફિંગ સાથે, ટ્રેડર્સ તેને અન્ય સિગ્નલ્સ જેમ કે પ્રતિરોધથી બહાર નીકળવાની કિંમતો સાથે સપ્લીમેન્ટ કરવા માંગે છે.

નિષ્કર્ષ: બુલિશ એન્ગલફિંગ અને બિઅરિશ એન્ગલફિંગ પૅટર્ન: તફાવતો

એક બેરિશ એન્ગલફિંગ પૅટર્ન તેના બુલિશ કાઉન્ટરપાર્ટની વિપરીત છે, જ્યાં કિંમત નીચે આવવાની અપેક્ષા છે, અને બેર બજારની ભાવના પર પ્રભાવ પાડે છે. અહીં ગ્રીન અથવા વ્હાઇટ કેન્ડલસ્ટિક લાલ અથવા બ્લૅક ડાઉન કેન્ડલસ્ટિક દ્વારા આગલા ટ્રેડિંગ દિવસે ઘેરાય જાય છે, જે સૂચવે છે કે કિંમતો બીજા દિવસની ખોલવાની કિંમત અને અગાઉના દિવસના ખોલવાની કિંમત કરતા પણ ઓછી કિંમત થી બંધ થઇ છે.