બુલ ટ્રેપનો અર્થ શું છે?

1 min read
by Angel One
બુલ ટ્રેપ્સને સમજવું તમને ચોક્કસ શેરને ટાળવામાં મદદ કરી શકે છે, જે તમે તેને ખરીદો પછી તરત જ  ઘટાડો નોંધાવી શકે છે.

બુલ ટ્રેપ નાણાંકીય બજારોમાં ઉપયોગમાં લેવાતો એક શબ્દ છે જેમાં રોકાણકારો માને છે કે સ્ટૉક અથવા એસેટની કિંમત વધી રહી છે, પરંતુ તે ખરેખર ઘટે છે.  સિક્યુરિટીઝ અને આશાવાદની ખોટી સમજનું સર્જન કરે છે, તેના પરિણામે રોકાણને લગતા નિર્ણયોને નોંધપાત્ર પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.

જ્યારે ચોક્કસ માહિતીનો અભાવ હોય અથવા જ્યારે બજાર ભાગીદારોમાં લોભ અથવા ડર જેવા માહોલની અસર હોય છે ત્યારે બુલ ટ્રેપ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ સ્ટૉક અંગે અફવા અથવા સમાચાર સંબંધિત ઘટનાને કારણે ઓચિંતા કિંમતમાં વૃદ્ધિનો અનુભવ થઈ શકે છે, અગ્રણી ઇન્વેસ્ટર્સનું માનવું છે કે તે વધવાનું ચાલુ રહેશે. જો કે, શેરની કિંમત પછી આવી શકે છે કારણ કે બજારમાં સમાચારને લઈ વધુ પડતી અસર જોવા મળી છે. મનોવૈજ્ઞાનિક સ્ટેન્ડપોઇન્ટથી બુલ ટ્રેપ્સ ત્યારે થાય છે જ્યારે બુલ્સ બ્રેકથ્રુ લેવલ ઉપરના રેલીને સપોર્ટ કરવામાં અસમર્થ હોય છે. આ નફારૂપી વેચવાલીને કારણે અથવા ચોક્કસ ગતિના અભાવમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. જ્યારે કિંમતોમાં વિવિધતાના પરિણામે પ્રતિરોધ સ્તરની નીચે આવે છે, ત્યારે મંદીમય સ્થિતિમાં સિક્યોરિટીઝ વેચવાની તક મેળવી શકે છે, જે સ્ટૉપલૉસ ઑર્ડરને ટ્રિગર કરવામાં મદદ કરી શકે છે.

બુલ ટ્રેપનું ઉદાહરણ

શેરબજારમાં બુલ ટ્રેપનું ઉદાહરણ જોઈ શકાય છે. ચાલો કહીએ કે એક એવી કંપની છે જે ઘણા મહિનાઓથી સારી રીતે કામ કરી રહી છે, અને તેનાશેરની કિંમત સતત વધી રહી છે. ઘણા રોકાણકારો તેને સકારાત્મક લક્ષણ તરીકે જુએ છે અને કંપનીમાં શેર ખરીદી શકે છે, તેઓ અપેક્ષા રાખે છે કે કિંમત વધવાનું વલણ આગળ વધશે.

જો કે, કેટલાક અઠવાડિયા સુધી ઉપરનું વલણ જળવાયા બાદ શેરની કિંમતમાં ઓચિંતા નોંધપાત્ર રીતે ઘટી જાય છે, જે ઘણા રોકાણકારોને રક્ષણ આપે છે. ઘટાડો કંપની વિશે નકારાત્મક સમાચાર અથવા બજારમાં અચાનક વ્યાપક ફેરફાર જેવા ઘણા પરિબળોને કારણે હોઈ શકે છે.

પરિણામે ઘણા રોકાણકારો કે જેમણે વધુ કિંમતે શેરની ખરીદી  કરી  છે તે વધુ નુકસાનને ટાળવા માટે તેમના શેર વેચવાનો પ્રયત્ન કરી શકે છે. તેને લીધે શેર કિંમતમાં ઝડપી ઘટાડો થઈ શકે છે, કેટલાક રોકાણકારો નોંધપાત્ર  પ્રમાણ પૈસા ગુમાવે છે.

પરિસ્થિતિમાં શેરની કિંમતમાં શરૂઆતી વધારો એક ખોટા સંકેત  અથવા બુલ ટ્રેપ હતા. તેણે રોકાણકારોને અપેક્ષાના આધારે શેર ખરીદવામાં આકર્ષક બનાવ્યા કે કિંમતો વધવાનું ચાલુ રહેશે, અલબત ત્વરીતપણે તેની કિંમતમાં ઘટાડો થવાનું વલણ જોવા મળે છે. ઉદાહરણ છે કે રોકાણકારો માટે બુલ ટ્રેપ કેવી રીતે ખાસ કરીને નુકસાનકારક હોઈ શકે છે, અને રોકાણના નિર્ણયો લેતી વખતે સાવચેતી અને ચોક્સાઈ સાથે વિશ્લેષણનો ઉપયોગ શા માટે કરવો જરૂરી છે.

તેને વધુ સારી રીતે સમજવા માટે નીચે એક ટેકનિકલ વિશ્લેષણનું ઉદાહરણ જુઓ.

ઉપરોક્ત ઉદાહરણમાં, મીણબત્તી રેસિસ્ટન્સ લેવલ એટલે કે પ્રતિરોધ સ્તરથી ઉપર બંધ કરવામાં આવી હતી. પરિસ્થિતિમાં તમામ ખરીદદારોએ બુલિશ સ્થિતિનું નિર્માણ કરવા માટે સક્રિય થયા હોવા જોઈએ પરંતુ મીણબત્તી પછી તે બધા અંતે પૈસા ગુમાવતા ટ્રેપમાં ફસાઈ ગયા છે.

હવે તમે સમજી લીધું છે કે બુલ ટ્રેપ શું છે, ચાલો જાણીએ કે બુલ ટ્રેપ્સની સ્થિતિને કેવી રીતે ટાળવી.

લાંબા ગાળા માટે રોકાણ કરતી વખતે, બુલ ટ્રેપની સ્થિતિ ટાળવા, રોકાણ કરતા પહેલાં તમારું યોગ્ય સંશોધન કરવું અને સ્ટૉક અથવા એસેટના મૂળભૂત સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવું મહત્વપૂર્ણ છે. આ પૈકી કંપનીના નાણાંકીય સ્વાસ્થ્ય, ઉદ્યોગની શરતો અને એકંદર આર્થિક દૃષ્ટિકોણની તપાસનો સમાવેશ થાય છે. જો કોઈ શેર મૂળભૂત રીતે ફન્ડામેન્ટરની દ્રષ્ટિએતેમાં ભવિષ્યમાં શૂટિંગ કરવાની વધુ સંભાવના છે.આ ઉપરાંત, સંવેદનશીલતાના પ્રભાવને ધ્યાનમાં રાખવું અને રોકાણના નિર્ણયો લેતી વખતે લાંબા ગાળાના દ્રષ્ટિકોણને જાળવવું મહત્વપૂર્ણ છે.

જ્યારે ટ્રેડિંગ કરવાની અને ટૂંકા ગાળાના રોકાણની વાત આવે છે ત્યારે બ્રેકઆઉટ કેન્ડલસ્ટીકના વૉલ્યુમ પર વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યારે વૉલ્યુમ નોંધપાત્ર રીતે વધુ હોય ત્યારે તેને નબળુ બ્રેકઆઉટ માનવામાં આવે છે અને બુલ ટ્રેપ શોધવાની શક્યતા વધુ હોય છે.

એક વખત તમને માન્યતા મળી જાય કે તમને આવી પરિસ્થિતિમાં ટ્રેપ કરવામાં આવી છે, તો તમારે મોટા નુકસાનને ટાળવા માટે તરત જ પોઝિશન સ્ટોપ કરવું જોઈએ અથવા સ્ટૉપ લૉસનું સન્માન કરવું જોઈએ. કોઈપણ નિર્ણય લેવા માટે આરએસઆઈ (રિલેટીવ સ્ટ્રેથ ઈન્ડેક્સ) જેવા સૂચકોનો પણ ઉપયોગ કરી શકે છે.

અંતિમ તારણ

નિષ્કર્ષમાં બુલ ટ્રેપ્સ નાણાંકીય બજારોમાં એક સામાન્ય ઘટના છે અને તેને પરિણામે કાળજીપૂર્વક ન લેતા રોકાણકારો માટે નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. સંપૂર્ણ સંશોધન કરી ભાવનાને ધ્યાનમાં રાખી અને બહુવિધ પુષ્ટિ સંશોધન સાથે તમે તમારું જોખમ ઘટાડી શકો છો અને બુલ ટ્રેપમાં પડવાનું ટાળી શકો છો. એન્જલ વન સાથે ડિમેટ એકાઉન્ટ ખોલો અને એવા સ્ટૉક્સમાં ઇન્વેસ્ટ કરો જે બુલ ટ્રેપ્સમાં ટ્રેપ કરવાને બદલે તમારા માટે સંપત્તિનું સર્જન કરશે..