CALCULATE YOUR SIP RETURNS

સ્ટોકમાં ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરશો

6 min readby Angel One
Share

શેર માર્કેટમાં ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરવું?

રોકાણ અને આવક સ્ત્રોતો માટે શેર બજારમાં કામકાજ કેવી રીતે કરવું તે વિશે જાણવા માંગતા હોય તે દરેક  ઉત્સાહી રોકાણકારોએ તેને લગતી પાયાની માહિતી આ લેખમાંથી મળી રહેશે. જો તમે શરૂઆત કરી રહ્યા હોય અને કોઈ સ્પષ્ટીકરણની જરૂર હોય તો તમે વિચારીને યોગ્ય આયોજન અને જાણકારી સાથે   લાંબા ગાળાના સ્થિર નફો મેળવવામાં મદદ કરે છે. શેર બજારોમાં ટ્રેડિંગ શરૂ કરવા માટેના પગલાં નીચે મુજબ છે. ભારતીય શેર બજારોમાં મુખ્યત્વે  બે સ્ટૉક એક્સચેન્જ છે - નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) અને બોમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ) જે ઇક્વિટી શેર, ફ્યુચર્સ અને ઓર્ષન્,, બોન્ડ્સ, ડેબ્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને આઈપીઓમાં કામકાજ ધરાવે છે. બધાડિપોઝીટરી પાર્ટીસિપેટરી (ડીપી) NDSL અને CDSL સાથે નોંધાયેલા છે. શેર બજારોમાં બે પ્રકારના કામકાજ છે - ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને ડિલિવરી ટ્રેડિંગ. ઇન્ટ્રાડે ટ્રેડિંગનો અર્થ એક દિવસમાં માર્કેટ બંધ થાય તે પહેલાં તમામ પોઝિશનને સ્ક્વેર ઑફ કરવી. જ્યારે, ડિલિવરી ટ્રેડિંગનો અર્થ એક દિવસથી વધુ ટ્રેડિંગ છે.

ટ્રેડિંગ શરૂ કરવા માટેની જરૂરિયાતો

ભારતીય સ્ટૉક માર્કેટમાં ટ્રેડિંગ શરૂ કરવા માટે કેટલીક જરૂરિયાતો છે.

ડિપૉઝિટરી પાર્ટીસિપન્ટ્સ સાથે શેર માર્કેટમાં ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલો

ફાઇનાન્શિયલ ટ્રાન્ઝૅક્શન માટે તમારા ટ્રેડિંગ એકાઉન્ટને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરો

સેબી સાથે રજિસ્ટર્ડ તમારા ઇન્વેસ્ટમેન્ટ બ્રોકરને પસંદ કરો

જોખમ સહન કરવાની મર્યાદાનું વિશ્લેષણ કરો અને રોકાણ શરૂ કરો

શરૂઆતમાં ઓછા જોખમના પ્રોડક્ટ્સને પસંદ કરો અને ધીમે ધીમે તમારા પોર્ટફોલિયોને ડાઈવર્સિફાઈ કરો.

જ્યારે તમે ટ્રેડિંગ પ્રક્રિયામાં આરામદાયક હોય, ત્યારે તમે તમારા રોકાણને ઉચ્ચ સ્તરે લઈ જઈ શકો છો

 ધ્યાનમાં રાખવા જેવા કેટલાક મુદ્દા

દરેક વેપારી માટે, ભારતના શેર બજારોમાં વેપાર કરવાની કેટલીક રસપ્રદ આંતરદૃષ્ટિ  હોય છે. માહિતી કેટલાક મહત્વપૂર્ણ ચેકપોઇન્ટ્સને જોવામાં મદદ કરી શકે છે.

  1. તમે જે સ્ટૉક્સમાં રસ ધરાવો છો તે વિશે કેટલીક પાયાની જાણકારી મેળવો. રોકાણ  કરતા પહેલાં સ્ટૉક્સના પર્ફોમેન્સને અચુકપણે તપાસો.
  2. જોખમો ને લઈસાવચેત રહો. રોબો સલાહકાર દ્વારા સંચાલિત પોર્ટફોલિયોમાં રોકાણ કરવું તે વ્યક્તિગત રીતે સ્ટૉક્સમાં રોકાણ કરતા વધુ સારી હોઈ શકે છે.
  3. નિષ્ણાત સલાહકાર અને શક્તિશાળી પ્લેટફોર્મ્સ સાથે ટેક સેવી બ્રોકિંગ હાઉસ પસંદ કરો જેમ કે તમે તમારા રોકાણની જરૂરિયાતોને પહોંચી વળવા માટેની તુલના, વિશ્લેષણ અને મૂલ્યાંકન કરી શકો છો.
  4. હંમેશા તમારા બ્રોકરેજને બચાવવાનો પ્રયત્ન કરો. બ્રોકરેજમાં રોકાણ સહિતના તમારા પરિણામોની ગણતરી પણ કરો!
  5. તમારા રોકાણોની યોજના બનાવો અને યોજનાને વળગી રહો. ક્યારેય તમારી લાગણીઓને યોજના પર હાવી થવા દેશો નહીં.

સૌથી મહત્વપૂર્ણ રોકાણ એ તમે તમારામાં કરી શકો છો.”વૉરન બફેટ

એક સક્રિય ટ્રેડિંગ સહભાગી બનવા માટે લાંબા ગાળા માટે, તમે સ્ટૉક્સ, ઓપ્શન્સ, ઇટીએફએસ, મ્યુચ્યુઅલ ફંડ્સ, આઈપીઓ અને  કિંમતી ધાતુઓ સહિત રોકાણોની  વ્યાપક શ્રેણીમાં યોગ્ય ક્ષેત્રોમાં ખર્ચ કરી રહ્યા છો ત્યારે તેની ખાતરી કરવા માટે તમારા રોકાણોને કેવી રીતે વધારવા તે જાણો.

છેવટે,  સરળ શબ્દોમાં ટ્રેડિંગ પ્રક્રિયામાં ફક્ત પાંચ પગલાં  અમલમાં મૂકવા 

  1. ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલો
  2. ઑર્ડર આપવા માટે યોગ્ય સેગમેન્ટ અને સ્ટૉકને શોધો અને વિશ્લેષણ કરો
  3. પોર્ટફોલિયોના આધારે રોકાણ માટેની રકમ સાથે યોગ્ય રીતે તૈયાર કરો
  4. સ્ટૉક્સમાં ટ્રેડ કરો

નિષ્ણાતો અને દલાલ તરફથી શેરો અને સૂચનોને નિયમિતપણે જોતા રહો. ટ્રેડિંગ માટે શુભકામના!

Open Free Demat Account!
Join our 3 Cr+ happy customers