ફોરેક્સ પર પૈસા કેવી રીતે બનાવવા

1 min read
by Angel One

ફોરેક્સ ટ્રેડિંગ શું છે?

ફોરેક્સ ટ્રેડિંગ, જેને એફએક્સ(FX) ટ્રેડિંગ અથવા કરન્સી ટ્રેડિંગ તરીકે પણ ઓળખવામા આવે છે, તે આંતરરાષ્ટ્રીય કરન્સી પેર્સ/જોડીઓ ની ખરીદી અને વેચાણ નો સંદર્ભ કરે છે. ફોરેક્સ ટ્રેડિંગનો મુખ્ય ઉદ્દેશ એવી અપેક્ષા સાથે એક કરન્સી ને બિજી કરન્સી મા બદલવાનો છે કે કિંમતોમાં ફેરફાર થશે, એટલે કે ખરીદેલી કરન્સી વેચાયેલી કરન્સી ના મૂલ્ય કરતા પ્રશંસા જનક/કદર કારક હશે.

ફોરેક્સ માર્કેટ એ વૈશ્વિક સ્તરે સૌથી મોટું નાણાંકીય બજાર/ફાઈનાન્સીયલ માર્કેટ છે, જ્યાં રોકાણકારો/ઈન્વેસ્ટર્સ, સ્પેક્યુલેટર્સ અને કોર્પોરેટ્સ ક્રોસ બોર્ડર ફોરેક્સ ટ્રેડ/વિદેશી વેપારમાં શામેલ છે. અન્ય નાણાંકીય બજારોથી વિપરીત, ફોરેક્સ બજારો ભૌતિક સ્થાન દ્વારા કાર્યરત નથી પરંતુ કોર્પોરેશન્સ, બેંકો અને વ્યક્તિઓના ઇલેક્ટ્રોનિક નેટવર્ક દ્વારા કાર્યરત છે, જે એક કરન્સી નુ ટ્રેડીંગ બીજા કરન્સી માટે કરે છે.  તે ફોરેક્સ બજારોને સપ્તાહમાં 5-દિવસો માટે સમય ક્ષેત્રો/ટાઈમ જોન અને નાણાંકીય કેન્દ્રોમાં 24 કલાક કામ કરવા/ચલાવવા સુવિધાજનક બનાવે છે.

ફોરેક્સ પર પૈસા કેવી રીતે બનાવવા

ફોરેક્સ માર્કેટ/બજારો ઘડિયાળના ચોવીસે કલાક ની આસપાસ સરળતાથી ઍક્સેસ અને ઓછા ખર્ચા સાથે સૌથી લિક્વિડ બજારો હોવાના કારણે, ઘણા કરન્સી વેપારીઓ બજારમાં ઝડપી પ્લન્જ/ડૂબકી લઈ લેછે, પરંતુ પછી સેટબૅકનો/આચકાનો અનુભવ કર્યા પછી વધુ ઝડપથી બહાર પણ નીકળી જાય છે. રોકાણકારો/વેપારીઓ માટે સ્પર્ધા સાથે ચાલુ  રાખવા અને ફોરેક્સ પર કેવી રીતે પૈસા બનાવવા તેના પર કેટલાક મુદ્દાઓ/પોઈન્ટર્સ અહીં આપેલ છે:

ફોરેક્સ ટ્રેડિંગની મૂળભૂત બાબતો શીખો/જાણો

વિદેશી વેપાર/ફોરેક્સ ટ્રેડીંગ ની મૂળભૂત બાબતોને શીખવી એ ટ્રેડર્સ/વ્યાપારીની પસંદગીના મુદ્દાઓને અસર કરતી ભૌગોલિક અને આર્થિક પરિબળો સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાથી લઈને સંચાલન શબ્દશાસ્ત્રના જ્ઞાન પ્રાપ્ત કરવા સુધી હોય છે. ફોરેક્સ ટ્રેડિંગ પર માસ્ટર કરવા અને પૈસા બનાવવા માટે, નીચેની ઑપરેટિવ શરતો વિશે સારી રીતે માહીતગાર હોવુઆવશ્યક છે:

– કરન્સી પેર્સ/જોડીઓ: કરન્સીઓ હંમેશા પેર્સ મા ટ્રેડ કરવામા આવે છે, જેવી કે જેપીવાય/આઈએનઆર(JPY/INR), યુએસડી/જીબીપી(USD/GBP) વગેરે. ત્રણ પ્રકારની કરન્સી પેર્સ/જોડીઓ છે

– મુખ્ય જોડીઓમાં હંમેશા યુએસડી(USD) -યુએસ ડોલર શામેલ હોય છે એટલે કે, યુએસડી/ઈયુઆર(USD/EUR), યુએસડી/આઈએનઆર(USD/INR) વગેરે.

– નાના પેર્સ/જોડીઓ માં યુએસડી(USD) સામેલ નથી પરંતુ એકબીજા સામે પેગની મુખ્ય મુદ્રાઓ એટલે કે જેપીવાય/ઈયુઆર(JPY/EUR), યુઆર/જીબીપી(EUR/GBP), આઈએનઆર/જેપીવાય(INR/JPY) વગેરે નો સમાવેશ થાય છે.

– એક્સોટિક પેર્સ/જોડીઓમાં એક મુખ્ય કરન્સી અને યુએસડી/એચકેડી- USD/HKD (યુએસ ડોલર/હોંગકોંગ ડૉલર) જેવી એક નાની કરન્સી શામેલ છે

– પીઆઇપી-PIP (કિંમત/પ્રાઈસમાં પૉઇન્ટ): કરન્સી પેરના મૂલ્યાંકનમાં પીઆઇપી(PIP) એ એક તફાવત છે. ઉદાહરણ તરીકે, જો યુએસડી/આઈએનઆર(USD/INR) નો દર આજે 74.7001 છે અને ગઈકાલે તે 74.7002 હતો તો પીઆઈપી(PIP) .0001 છે.

– બેસ કરન્સી અને ક્વોટ કરન્સી: કરન્સી પેરમાં ‘/’ ના ડાબી બાજુ પર ઉલ્લેખિત કરન્સી એ મૂળ/બેઝ કરન્સી છે અને જમણી બાજુએ  ઉલ્લેખિત કરન્સી ને કાઉન્ટર અથવા ક્વોટ કરન્સી કહેવામાં આવે છે.

બેઝ કરન્સી હંમેશા રેફરન્સ એલીમેન્ટ/સંદર્ભ તત્વ હોય છે અને તેનુમૂલ્ય 1 હોય છે અને તે મૂળ/બેઝ કરન્સીના એકમ ખરીદવા માટે જરૂરી ક્વોટ કરન્સીની રકમ સૂચવે/દર્શાવે છે. ઉદાહરણ તરીકે, જો તમે ઈયુઆર/યુએસડી(EUR/USD) ખરીદો, તો તેનો અર્થ એ છે કે તમે ક્વોટ કરન્સી વેચતી વખતે બેઝ કરન્સી ખરીદી રહ્યા છો.

સરળ શબ્દોમાં, કોઈ ટ્રેડર/વેપારી પેર્સ/જોડી ખરીદશે, જો તે/તેણી માને છે કે મૂળ/બેઝ કરન્સી ક્વોટ કરન્સીની તુલના મા પ્રશંસા કરશે/સારી વધતી હશે. તેના વિપરીત, ટ્રેડર પેર્સ/જોડી વેચશે, જો તે/તેણી વિશ્વાસ કરે છે/માને છે કે મૂળ/બેઝ કરન્સી ક્વોટ કરન્સી સાથે ઘટાડો કરશે.

– બિડ અને આસ્ક પ્રાઈસ/પુછવામા આવતી કિંમત: બેઝ કરન્સી ખરીદવાની કિંમત બોલીની કિંમત/બિડ પ્રાઈસ છે અને બેઝ કરન્સી વેચવાની કિંમત આસ્ક પ્રાઈસ/પૂછવાની કિંમત છે.

ઉદાહરણ તરીકે, જો યુએસડી/આઈએનઆર (USD/INR) ને 75.7260/75.7240 તરીકે ઉલ્લેખિત કરવામાં આવે છે, તો ત્યારબાદ 1 USD ખરીદવાની બિડ પ્રાઈસ/કિંમત ₹75.7240 હશે અને 1 USD વેચવાની કિંમત/આસ્ક પ્રાઈસ ₹75.7260 છે.

  • સ્પ્રેડ: આ બિડ અને આસ્ક પ્રાઈસ વચ્ચેનો તફાવત છે.
  • લૉટ્સ: કરન્સી ટ્રેડિંગ લોટ્સમા થાય છે અને એકમોના આધારે ત્રણ પ્રકારની લૉટ સાઇઝ ઉપલબ્ધ છે, – માઇક્રો (1K યુનિટ્સ), મિની (10K યુનિટ્સ) અને સ્ટાન્ડર્ડ (1 લાખયુનિટ્સ ).

આ કાર્યકારી/ઓપરેટીવ શરતો ઉપરાંત, ફોરેક્સ માર્કેટ્સ/બજારોનું સંશોધન અને અભ્યાસ હંમેશા કાર્ય-પ્રગતિમાં રહેશે અને વેપારીઓને બદલતા બજારની પરિસ્થિતિઓ અને વિશ્વની ઘટનાઓને અનુકૂળ થવામાટે તૈયાર રહેવાની જરૂર છે. જોખમની ભૂખના આધારે રોકાણના વિકલ્પોની ચકાસણી અને પરીક્ષણ કરવા માટે મજબૂત ટ્રેડિંગ પ્લાનબનાવવો એ, રોકાણના ઉદ્દેશોને અનુરૂપ ફોરેક્સ ટ્રેડિંગ દ્વારા પૈસા કમાવવાનો વ્યવસ્થિત/સીસ્ટમેટીક રીત/માર્ગ હશે.

યોગ્ય ફોરેક્સ બ્રોકર શોધો

ખાતરી કરો કે બ્રોકર વર્તમાન નિયમનકારી ફ્રેમવર્ક/માળખાનું પાલન કરે છે જે ફોરેક્સ બજારોની પ્રમાણિકતા/અખંડીતતાને સુરક્ષિત રાખે છે. ભૂતકાળની ઘટનાઓ સુચવે છે કે, ઑનલાઇન ફોરેક્સ ટ્રેડિંગમાં અનુભવી હોવાનો દાવો કરતા/કરનારા છેતરપિંડીવાળા રોકાણકારો, શિકાર બની જાય છે તેવી શક્યતાઓ પણ છે. એવા ઘણા કિસ્સાઓ/ઘટનાઓ બન્યા છે જ્યાં એક વાર ટ્રાન્ઝૅક્શન ખર્ચ વધે છે અને રોકાણકાર પૈસા ગુમાવવાનું શરૂ કરે છે, ત્યારે વેપારીઓ તેમની કામગીરીને ઘટાડે/સમાપ્ત કરી દે છે. તેથી, આવા છેતરપિંડીકર્તાઓથી સાવચેત રહો કે જેઓ મેનિપુલેટિવ/હેર-ફેર અને અપમાનજનક પ્રથાઓ માટે લલચાય છે કે તેમાં હાથ ધરે છે.

જો તમને લાગે છે કે તમને કોઈ મહાન બ્રોકરેજ અથવા ટ્રેડિંગ પ્લેટફોર્મ મળ્યું છે, તો તેમના રિવ્યૂ ઑનલાઇન ચેક કરવાની ખાતરી કરો અને મોટાભાગના લોકો તેમના સાથે સારા અનુભવ ધરાવતા હોય છે કે નહીં તે જાણો. ઉપરાંત, તમે જે બ્રોકરેજ પસંદ કરો છો તે તમને તમારી પસંદગીની કરન્સી જોડીઓ/પેર્સ ઑફર કરી રહ્યા છે અને તમે જે કમિશન પ્રતિ ટ્રેડ ચૂકવશો તે પૂરતા સ્પર્ધાત્મક છે તેની પણ ખાતરી રાખો.

ડેમો/પ્રેક્ટિસ એકાઉન્ટથી શરૂ કરો

મોટાભાગના પ્રમુખ/મેજર ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ એક પ્રેક્ટિસ પ્લેટફોર્મ પ્રદાન કરે છે જેથી તમે તમારા હાર્ડ-અર્ન્ડ મની/મહેનત થી કમાયેલા પૈસા ખર્ચ કર્યા વગર ટ્રેડિંગમાં તમારો હાથ અજમાવી શકો છો. આવા પ્લેટફોર્મનો લાભ લેવો એ એક સારો વિચાર હશે જેથી તમે શીખતી વખતે પૈસા  બગાડશો નહિ. પ્રેક્ટિસ ટ્રેડિંગ દરમિયાન, તમે ભૂલોથી શીખી શકો છો જેથી તમે વાસ્તવિક સમયમાં તેમને પુનરાવર્તન ન કરો.

નાના રોકાણો સાથે શરૂ કરો

જ્યારે તમે પૂરતી પ્રેક્ટીસ/પ્રથા પછી રિયલ-ટાઇમ ફોરેક્સ ટ્રેડિંગમાંપગલુ ભરશો, ત્યારે નાની શરૂઆત કરવી એ એક ચતુર/શાણો વિચાર હશે. તમારા પ્રથમ વેપાર દરમિયાન નોંધપાત્ર રકમમા પૈસા મૂકવા એ એક જોખમી બાબત હોઈ શકે છે જેનાથી તમે આકર્ષક નિર્ણયો લઈ શકો છોઅને તે પૈસા ગુમાવવાનુ પરિણામ બની શકે છે. પહેલાં નાની રકમમાં રોકાણ કરવું અને ત્યારબાદ ધીમે ધીમે સમય જતા વધુ સાઇઝમાં વધારો કરવો લાભદાયક હશે.

રેકોર્ડ જાળવી રાખો

એક જર્નલ રાખો જે ભવિષ્યમાં સમીક્ષા માટે તમારા સફળ અને અસફળ ટ્રેડને રેકોર્ડ કરે છે. આ રીતે, તમે ભૂતકાળના પાઠ યાદ રખશો અને ફરીથી આવી ભૂલો કરવાનુ ટાળશો.

ભારતમાં ફોરેક્સ ટ્રેડિંગ

ભારતીય ફોરેક્સ બજારનું નિયમન સેબી(SEBI) દ્વારા કરવામાં આવે છે અને તે ‘ફોરેક્સ ટ્રેડીંગ ઈન ઈન્ડીયા આરબીઆઈ(RBI) ગાઈડલાઈન્સ’ ને અનુસરે છે. આરબીઆઈ(RBI)ની ઉદાર પ્રેરણા/લિબરલાઇઝ્ડ રેમિટન્સ યોજના અનુસાર, કોઈ વ્યક્તિને વેપાર માટે માર્જિન મની પ્રદાન કરવાની અથવા વિદેશમાં સ્પેક્યુલેટિવ/સટ્ટાકીય હેતુઓ માટે ટ્રાન્સફર/સ્થાનાંતરીત કરેલા પૈસાનો ઉપયોગ કરવાની પરવાનગી/મંજુરી નથી. ભારતમાં ફોરેક્સ ટ્રેડિંગને રિટેલ/છુટક રોકાણકારો માટે રોકડમાં મંજૂરી નથી. ભારતમાં, કરન્સી ટ્રેડિંગ ની સુવીધા નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ- NSE), બોમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ- BSE) અને મેટ્રોપોલિટન સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ પર સરળ બનાવવામાં આવે છે.

આ પ્રતિબંધો જોતાં, ભારતમાં ફોરેક્સ ટ્રેડિંગ, વિકસિત બજારોની તુલનામાં ખૂબ નાનો છે. તે માત્ર ચાર કરન્સી પેર્સ/જોડીઓ – યુરો (ઇયુઆર- EUR), યુએસ ડોલર (યુએસડી- USD), ગ્રેટ બ્રિટેન પાઉન્ડ (જીબીપી- GBP) અને જાપાનીઝ યેન (જેપીવાય- JPY) સુધી મર્યાદિત છે અને  રોકાણકારને આ ચાર કરન્સી પેર્સ વચ્ચે, વિશ્વસનીય સેબી દ્વારા નોંધાયેલા બ્રોકર સાથે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા અથવા સેબી અધિકૃત પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ્સ દ્વારા ટ્રેડ/વેપાર કરવાની મંજૂરી આપવામાં આવે છે, જે ઑનલાઇન ફોરેક્સ ટ્રેડિંગમાં શામેલ છે.