CALCULATE YOUR SIP RETURNS

શું ઈટીએફ લાંબા ગાળા માટે સારો વિકલ્પ છે?

6 min readby Angel One
Share

ઈટીએફ વિવિધતા, ઓછી કિંમત, લિક્વિડિટી વગેરે જેવા અનેક લાભો પ્રદાન કરે છે, જે લાંબા ગાળામાં સંપત્તિ સર્જન કરવામાં મદદ કરે છે. નીચેના લેખમાં ઈટીએફના લાંબા ગાળાના લાભો વિશે વાત કરવામાં આવેલ છે.

 

ટૂંકા અને લાંબા ગાળામાં વળતરનું સર્જન કરવાના ઉદ્દેશ્ય સાથે રોકાણ કરવામાં આવે છે. ટૂંકાગાળા માટેનું વળતર સામાન્ય રીતે એક વર્ષની અંદર સર્જન કરવામાં આવે છે. જ્યાંથી લાંબા ગાળાના રિટર્ન એટલે કે વળતર એક વર્ષથી વધુ હોય છે. લાંબા ગાળાની ઇન્વેસ્ટમેન્ટ યોજના ટૂંકા ગાળાના રિટર્નને મહત્તમ કરતાં સંપત્તિ નિર્માણને પ્રાથમિકતા આપે છે. જ્યારે તમે તમારી સંપત્તિને સતત વધારવાના લક્ષ્ય સાથે તમારા પૈસા ઇન્વેસ્ટ કરો છો, ત્યારે તમારે એક ઇન્વેસ્ટમેન્ટ વાહન એટલે કે ચાલકબળ પસંદ કરવાની જરૂર છે જે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવે છે અને સ્થિર લાંબા ગાળાના રિટર્નને સપોર્ટ કરે છે.

ઈટીએફ વૈકલ્પિક ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પોના ખર્ચના એક ભાગમાં વિવિધતા, નિષ્ણાત મેનેજમેન્ટ અને લિક્વિડિટી સહિતના લાભો ઑફર કરે છે. પરિણામે, તેઓ લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સ માટે શ્રેષ્ઠ સૂચિત ઇન્વેસ્ટમેન્ટ વાહનોમાંથી એક છે. તમે જાણી શકો છો કે કેવી રીતે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) તમને નીચેના લેખ વાંચીને તમારા લાંબા ગાળાના રોકાણના ઉદ્દેશોને પહોંચી વળવામાં મદદ કરી શકે છે.

ઈટીએફ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

ઈટીએફ સામૂહિક ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ્સ છે જે વિવિધ સંપત્તિઓ ધરાવે છે, જેમ કે ભારતીય અને વિદેશી સ્ટૉક અને બોન્ડ્સ, કોમોડિટી વગેરે. ઈટીએફને એક કોમોડિટીની કિંમતથી લઈને મોટા અને વૈવિધ્યસભર સંપત્તિઓના સંગ્રહ સુધી વિવિધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટને ટ્રૅક કરવા માટે કન્ફિગર કરી શકાય છે.

તમારે ઈટીએફની ટ્રેકિંગ ભૂલની નોંધ કરવી જોઈએ કારણ કે તે તમને તેના બેંચમાર્કના પ્રદર્શનને ટ્રૅક કરવામાં તેની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ઓછી ટ્રેકિંગ ભૂલ દર્શાવે છે કે ઈટીએફ બેંચમાર્ક સાથે નજીકથી મૅચ થયેલી છે.

ઈટીએફ એક ચોક્કસ ઇન્ડેક્સને અનુસરે છે અને તેના પરફોર્મન્સનો તાગ મેળવાનો પ્રયત્ન કરે છે. ઈટીએફ વિવિધ એસેટ ક્લાસ જેમ કે બોન્ડ, ઇક્વિટી અને કોમોડિટીમાં રોકાણ કરે છે. ઉદાહરણ તરીકે, કોટક નિફ્ટી આઈટી ઈટીએફએ એક સ્ટૉક ઈટીએફ છે જે ઇન્ડેક્સના પ્રદર્શનને અનુરૂપ નિફ્ટી આઈટી ઇન્ડેક્સનો ભાગ હોય તેવી તમામ કંપનીઓના શેર ખરીદે છે.

શું લાંબા ગાળા માટે ઈટીએફ સારું છે?

ઇન્વેસ્ટર્સ એટલે કે રોકાણકારોએ નિફ્ટી અને સેન્સેક્સ જેવા વિવિધ માર્કેટ ઇન્ડેક્સને ઍક્સેસ કરવા માટે ઈટીએફનો ઉપયોગ કરીને ન્યૂનતમ ખર્ચ પર તેમની સંપત્તિને વધારી શકે છે. ઈટીએફ તમને નીચેના લાભો સાથે લાંબા ગાળાની સંપત્તિ બનાવવામાં મદદ કરે છે:

  • વિવિધતા: ઈટીએફમાં રોકાણ કરવાનો નોંધપાત્ર ફાયદો વિવિધતા છે. વિવિધ ઈટીએફ ઉપલબ્ધ છે જે મુખ્યત્વે તેમની અંડરલાઈંગ એસેટ્સ જેમ કે ગોલ્ડ, સ્ટૉક્સ અથવા ઇન્ડેક્સ ફંડમાં અલગ હોય છે. ઈટીએફ તમને અનેક સિક્યોરિટીઝમાં રોકાણના જોખમને વિતરિત કરીને સ્ટૉક-સ્પેસિફિક જોખમને ઘટાડવાનો વિકલ્પ આપે છે.
  • ઍક્સેસિબિલિટી: ઈટીએફનું ન્યૂનતમ રોકાણ ખૂબ ઓછું હોય છે. પરિણામે, તમે ફક્ત થોડા પૈસામાં સાથે ઈટીએફનો પોર્ટફોલિયો બનાવવાનું શરૂ કરી શકો છો.
  • સુવિધાજનક: ઈટીએફ ઇન્વેસ્ટમેન્ટ વ્યવહારિક છે કારણ કે તે તમને કોઈપણ સમયે ખરીદવા અને વેચવાની સુવિધા આપે છે. ઈટીએફનો ઉપયોગ ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે પણ કરી શકાય છે. ઈટીએફ સાથે, રિડમ્પશનની કોઈ ચિંતા નથી (જેમ કે મ્યુચ્યુઅલ ફંડ સાથે નહીં), કારણ કે માર્કેટ ઍક્શનના પરિણામે એયુએમમાં ફેરફારો કરતાં યુનિટ ટ્રાન્સફર થાય છે.
  • રિયલ-ટાઇમ ટ્રેડિંગ: ટ્રેડિંગ સમય દરમિયાન ઈટીએફને ઇન્ટ્રાડે ખરીદી, વેચી અને ટ્રેડ કરી શકાય છેનિયમિત ટ્રેડિંગ કલાકો દરમિયાન ઈટીએફની કિંમતોમાં વધઘટ થાય છે.
  • લિક્વિડિટી: ઈટીએફને અન્ય કોઈપણ સ્ટૉકની જેમ સ્ટૉક માર્કેટ પર ટ્રેડ કરી શકાય છે. અતિરિક્ત લાભ છે કે, મ્યુચ્યુઅલ ફંડથી વિપરીત, જે દિવસના અંતમાં ટ્રેડ કરે છે, તમે તે દિવસ દરમિયાન ટ્રેડ કરી શકો છો, ખરીદી શકો છો અને વેચી શકો છો. ઈટીએફ ઇન્ટ્રાડે ટ્રેડિંગની પરવાનગી આપે છે, તેથી તમે વધુ સારી લિક્વિડિટી માટે તમારા ઇન્વેસ્ટમેન્ટને કૅશમાં ઝડપથી રૂપાંતરિત કરી શકો છો.

 

ઈટીએફ  એયુએમ (રૂપિયા કરોડ) બેંચમાર્ક ટ્રેકિંગ ભૂલ (%) ખર્ચનો અનુપાત (%) 5 વર્ષ-સીએજીઆર
મોતીલાલ ઓસવાલ મિડ કૅપ 100 ઈટીએફ 369.9 નિફ્ટી મિડકૈપ ટીઆરઆઈ 0.13 0.20 18.08
નિપ્પોન ઇન્ડીયા ઈટીએફ ઇન્ફ્રા બીઇએસ 42.32 નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટીઆરઆઈ 0.07 1.03 16.61
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એનવી20 ઈટીએફ 79.05 નિફ્ટી50 વેલ્યૂ 20 ટીઆરઆઈ 0.05 0.25 16.57
નિપ્પોન ઇન્ડીયા ઈટીએફ એનવી20 84.03 નિફ્ટી 50 વેલ્યૂ 20 ટીઆરઆઈ 0.06 0.34 16.55
કોટક એનવી 20 ઈટીએફ 45.79 નિફ્ટી 50 વેલ્યૂ 20 ટીઆરઆઈ 0.05 0.14 16.37

 

નોંધ: ઉપરોક્ત ઈટીએફ ડેટા ઑક્ટોબર 05, 2023 સુધીમાં 5-વર્ષના સીએજીઆરના આધારે છે.

લાંબા ગાળાની ઈટીએફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી?

નીચેના પગલાં લાંબા ગાળાની ઈટીએફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવવા વિશે વાત કરે છે:

  • તમારા રોકાણના ઉદ્દેશો, સંપત્તિ નિર્માણનો હેતુ, સમય સીમા, જોખમ સહનશીલતા અને તમે દર મહિને, ત્રિમાસિક અથવા વર્ષ રોકાણ કરવા માંગો છો તે રકમ જાણો.
  • ઇક્વિટી, બોન્ડ, ગોલ્ડ અને સેક્ટર ઈટીએફ જેવા એસેટ મિક્સ પસંદ કરો.
  • એકવાર તમારું એસેટ મિક્સ તૈયાર થઈ જાય પછી, તમને માત્ર તમારા લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માટે ઈટીએફ પસંદ કરવાનું બાકી છે.
  • તમારા એસેટ મિક્સને સતત રાખવા અને કોઈપણ ઈટીએફ ઉમેરવા અથવા કાઢી નાંખવા માટે, તમારા ઈટીએફ ને વારંવાર ટ્રૅક કરો.

ઈટીએફના લાભો

ઈટીએફમાં રોકાણ કરવાના ઘણા લાભો છે, તે પૈકી કેટલાક નીચે દર્શાવવામાં આવેલ છે:

  • ઈટીએફ ઓછા ખર્ચના લાભો પ્રદાન કરે છે કારણ કે ઇન્વેસ્ટર માટે વ્યક્તિગત રીતે ઈટીએફ પોર્ટફોલિયોમાં તમામ સ્ટૉક્સ ખરીદવું ખર્ચાળ હશે.
  • દરેક વેપાર માટે, બ્રોકર્સ ઘણીવાર કમિશન લે છે. રોકાણકારો માટે વધુ ખર્ચ ઘટાડવા માટે, કેટલાક બ્રોકર્સ કેટલાક સસ્તું ઈટીએફ પર નો-કમિશન ટ્રેડિંગ પણ પ્રદાન કરે છે.
  • વિવિધતા દ્વારા રિસ્ક મેનેજમેન્ટ

સંક્ષિપ્તમાં માહિતી

ઈટીએફ સુવિધાજનક, પારદર્શિતા, વિવિધતા અને અન્ય કોઈપણ સ્ટૉક જેવા સ્ટૉક માર્કેટ પર ખરીદી અને વેચાણની સરળતા પ્રદાન કરીને લાંબા ગાળાની સંપત્તિની વૃદ્ધિને સરળ બનાવે છે. ઈટીએફ ઇન્વેસ્ટમેન્ટ ફક્ત નવા રોકાણકારો માટે યોગ્ય નથી જેઓ માત્ર તેમની ફાઇનાન્શિયલ યાત્રા શરૂ કરી રહ્યા છે, પરંતુ તે રોકાણકારો માટે એક શ્રેષ્ઠ લાંબા ગાળાનો પ્લાન પણ હોઈ શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટર

FAQs

ઈટીએફ ઇન્વેસ્ટમેન્ટ તમને લાંબા ગાળે પૈસા વધારવામાં મદદ કરી શકે છે , કમ્પાઉન્ડિંગ પાવરનો આભાર . સામાન્ય રીતે તે અન્ય પ્રકારનાં રોકાણો કરતાં ઓછી કિંમત ધરાવે છે . આ લાભો તમને સમય જતાં પૈસા વધારવામાં મદદ કરે છે .
તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી ઈટીએફ હોલ્ડ એટલે કે જાળવી રાખી શકો છો . સમય જતાં તમારા માટે કમ્પાઉન્ડ વ્યાજને કામ કરવાની મંજૂરી આપો . જો કે , જ્યારે માર્કેટ ડાઉન હોય ત્યારે તમારે ઈટીએફ વેચવાનું ટાળવું જોઈએ કારણ કે જ્યારે માર્કેટ રિકવર થાય છે ત્યારે તમે પૈસા મેળવવાની ક્ષમતા ચૂકી શકો છો .
હા , જો ઈટીએફની સંપત્તિઓ તેમના તમામ મૂલ્યને ગુમાવે છે . જો કે , પોર્ટફોલિયોને કાર્યક્ષમ રીતે વિવિધ બનાવવા માટે ઈટીએફ બહુવિધ સંપત્તિ વર્ગોમાં રોકાણ કરે છે તેથી આ પરિસ્થિતિ ખૂબ જ ઓછી થતી હોય છે .
ઈટીએફને ઓછા જોખમવાળા ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવે છે કારણ કે તે સસ્તું છે અને તેમાં વિવિધ ઇક્વિટી અથવા અન્ય સિક્યોરિટીઝ શામેલ છે , જે વિવિધતામાં સુધારો કરે છે . આ ઉપરાંત , વિવિધ પોર્ટફોલિયો બનાવવા માટે ETF ને સારી સંપત્તિ તરીકે ગણવામાં આવે છે .
1 વર્ષથી વધુ સમય માટે હોલ્ડ કરેલ ઇક્વિટી ઈટીએફ માંથી રૂપિયા 1 લાખથી વધુની કમાણી 10% ના લાંબા ગાળાના કેપિટલ ગેઇન્સ ( એલટીસીજી ) ટૅક્સને આધિન રહેશે . જો કે , ટૂંકા ગાળાના મૂડી લાભ ( એસટીસીજી ) પર 15% કર લેવામાં આવે છે .
1 વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવેલા ઇક્વિટી ETF માંથી ₹1 લાખથી વધુની કમાણી પર 10% ના લાંબા ગાળાના મૂડી લાભ (LTCG) કર લાગશે . જોકે , ટૂંકા ગાળાના મૂડી લાભ (STCG) પર 15% કર લાગે છે .
Grow your wealth with SIP
4,000+ Mutual Funds to choose from