આ એક સામાન્ય સમજણ છે કે તમારા નાણાંનું રોકાણ એ સંપત્તિનું નિર્માણ કરવાનો એક માર્ગ છે. નાણાંના રોકાણના ઘણાં અર્થો છે, જ્યારે સ્ટોક (તેના જોખમો સાથે) વર્ષોથી સતત સૌથી વધુ લાભદાયક હોવાનું માનવામાં આવે છે.તમે ઇક્વિટી સ્ટૉક્સ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ, ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ, બૉન્ડ્સ અને ઇટીએફ જેવી અનેક પદ્ધતિમાંરોકાણ કરી શકો છો.
શેરબજારમાં વિવિધ પ્રકારના રોકાણ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી, તમે તમારી જોખમ અને રોકાણની ક્ષમતા પ્રમાણે રોકાણ કરી શકો છો.તમે તમારો નિર્ણય, નાણાકીય ક્ષમતાનાં આધારે, શેર બજારમાં રોકાણ કરવા માટે તમે જેટલી મૂડી ફાળવી શકો તેના આધારે કરી શકો છો.આ તમામ વિકલ્પોમાં તેમના સાથે સંકળાયેલા અલગ અલગ જોખમ છે. તમે,તમારી જોખમની ક્ષમતા અને મૂડી સમજો જેથી તમે સારો રોકાણ નિર્ણય લઈ શકો.. ઘણા લોકો માટે ઇન્વેસ્ટમેંટની સૌથી લોકપ્રિય પદ્ધતિઓમાંથી એક છે આઇ.પી.ઓ. ચાલો એક નજર કરીએ કે આઈપીઓ શું છે, આઈપીઓ ખરીદવાના ફાયદાઓ અને તમે કોઈ ચોક્કસ કંપની દ્વારા ઓફર કરેલા આઇપીઓમાં કેવી રીતે રોકાણ કરી શકો.What is an IPO?
આઈપીઓ શું છે?
આઈપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) એ એક પ્રસંગ છે જ્યારે કોઈ કંપની તેના શેર્સને જાહેર કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આઈપીઓ એ છે જ્યારે જનતાને કોઈ ખાનગી કંપનીમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવે.શરૂઆતમાં, આઈપીઓની જાહરેત્ત કરતાં પહેલા, કંપનીના શેરહોલ્ડરમાં, કંપનીની નીતિઓને આધારે સ્થાપક, રોકાણકારો અને વેન્ચર કેપિટલ જેમ કે કેટલાક કર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે.આ કંપનીમાંના દરેકને ફાળવવામાં આવેલા શેર્સની સંખ્યા, કંપનીમાં મૂડી, તેમની કુશળતા અને ટેબલ પર લાવનારા મૂલ્ય જેવા પરિબળોને આધારે બદલાઇ શકે છે.એકવાર કંપનીઆઈપીઓશરૂ કરવાનું નક્કી કર્યા પછી, કંપનીના શેર્સ જાહેર કરવામાં આવે છે જેથી તમામ રોકાણકારોને તેમની નાણાંકીય ક્ષમતાઓના આધારે કંપનીમાં શેર્સ ખરીદવાની મંજૂરી મળે.સ્ટોક માર્કેટના સૂચકાંકો પર સૂચિબદ્ધ થયા પછી પણ કંપની આઈપીઓની ઘોષણા કરી શકે છે. તેથી, કોઈ કંપની પાસે જરૂરી હોય તેટલા આઈપીઓ હોઈ શકે છે.
કંપનીઓ શા માટે આઈપીઓ ની જાહેરાત કરે છે?
તમે કદાચ મૂંઝવણમાં હશો કે ખાનગી કંપનીઓ તેમના શેરને જાહેર કરવાનું કેમ નક્કી કરે છે.કંપનીઓ આઈપીઓ શરૂ કરવાનો કેમ નક્કી કરે છે તેના અનેક કારણો છે. અહીં તેમાંથી કેટલાક છે.
જનજાગૃતિ માટે
સામાન્ય રીતે ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પર સ્ટૉક માર્કેટ વિંડો સહિત ઘણા ચૅનલો પર આઇપીઓની જાહેરાત કરવામાં આવે છે. લોકોમાં આ પ્રકારના વધતા સંપર્કથી કંપની પ્રત્યેની જાગૃતિ જ નહીં, પણ ઘણાં રોકાણકારોની રુચિ પણ વધારે છે.ખાસ કરીને આઇપીઓના દિવસ પહેલાં, કંપનીને ઘણી પ્રસિદ્ધિ મળે છે.
એક્ઝિટ સ્ટ્રેટેજી
કંપનીઓએ આઈપીઓ શરૂ કરવા પાછળનું બીજું મુખ્ય કારણ છે રોકાણકારો અને સાહસ મૂડીવાદીઓને મૂડી ચૂકવવાનું. એકવાર કંપની આઈપીઓ રિલીઝ કર્યા પછી, સ્ટૉક્સની વેચાણ વધે છે જે દરમિયાન સાહસ મૂડીવાદીઓ અને રોકાણકારોને તેમની રિટર્ન મેળવવાની તક મળે છે. પરિણામસ્વરૂપે, તેઓ કંપનીમાં પોતાના સ્ટૉક્સ વેચે છે બોર્ડમાંથી બહાર નીકળી જાય છે.
મૂડી વધારવા માટે
સામાન્ય રીતે, કંપનીઓ આઈપીઓ શરૂ કરવાનું નક્કી કરે તેના મુખ્ય કારણોમાંથી એક છે કે મૂડી વધારવાની.ઘણા કિસ્સામાં, કંપની ફ્રેન્ચાઇઝી ખોલવાની અથવા તેને કરવાની તેમ જ તેમના ભૌગોલિક પ્રભાવને વિસ્તૃત કરવાનું નક્કી કરી શકે છે. ઘણી વાર, આનાથી કામગીરીમાં વધુ ખર્ચ થાય છે. કેટલાક કિસ્સાઓમાં, કંપની પાસે દેવું પણ હોઈ શકે છે જેને તેઓ હલ કરવા માંગે છે.આવા સમય દરમિયાન, આઈપીઓ ઘણી મૂડી એકત્રિત કરી શકે છે જે કંપનીને તેના દેવાંમાં મદદ કરે છે.
આઈપીઓ ખરીદતા પહેલા શું ધ્યાન રાખવુંબજારમાં કંપનીની ક્ષમતા
આઇપીઓ કંપનીઓને ઘણી મૂડી વધારવામાં મદદ કરે છે જેથી તેમની ઓપરેશનલ કાર્યક્ષમતા, સંભવિત ગ્રાહકો અને ઘરાક સુધી તેમની પહોંચ વધે છે. આ ઉપરાંત, આઈપીઓ લોન્ચ થતાંની સાથે કંપની વિશે વધુ જાગૃતિ ફેલાતા, ઘણા રોકાણકારો કંપનીનું વિશ્લેષણ કરવાનું શરૂ કરે છે , જેથી આઈપીઓ ખરીદવાની સંભાવના વધે છે.તેથી, કંપનીના ભવિષ્યના પ્રદર્શનની ક્ષમતાને સમજવા માટે કંપનીની ક્ષમતાનું વિશ્લેષણ કરવાની ખાતરી કરો. જો કંપની મૂડી વધાર્યા પછી સારું પ્રદર્શન કરે, તો કંપનીના આઈપીઓ દરમિયાન કરેલા રોકાણ પર તમે વધુ વળતર પ્રાપ્ત કરી શકશો.
કંપનીનું નાણાંકીય સ્વાસ્થ્ય
ઘણી વાર, આઇપીઓમાં શેરોની ફાળવણી પછી ચોક્કસ કંપનીના શેરના ભાવમાં ભારે વધારો થાય છે.જો કે, બધી કંપનીઓ સમાન ટ્રેન્ડને અનુસરતી નથી. આઈપીઓ પછી કેટલીક કંપનીઓના શેરના ભાવમાં તીવ્ર ઘટાડો પણ જોવા મળે છે.તેથી, આઈપીઓ ખરીદતા પહેલાં કંપનીનું નાણાંકીય સ્વાસ્થ્ય સમજો.
મૂલ્યાંકન
જો કે મૂલ્યાંકન નક્કી કરવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ, આઈપીઓમાં રોકાણ કરતા પહેલાં તેની શોધ કરવી સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. કંપનીના સૂચિના લાભોને સમજવું અને વિશ્લેષણ કરવું તેના મૂલ્યાંકનની સચોટ અંતર્દૃષ્ટિ પ્રદાન કરતું નથી. તેથી, તેના મૂલ્યાંકનની મૂળભૂત સમજણ મેળવવા માટે પ્રતિસ્પર્ધીઓ સાથે આઈપીઓ સ્ટૉક્સના પ્રદર્શનની તુલના કરો.
આઈપીઓ શેર કેવી રીતે ખરીદવો?સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નોમાંથી એક છે, આઈપીઓ શેર કેવી રીતે ખરીદવો. અમે અહીં જણાવીશું કે આઈપીઓ શેરને બે રીતે કેમ ખરીદી શકાય: એએસબીએ દ્વારા અને યુપીઆઈ દ્વારા.પરંતુ પ્રથમ, જાણવું મહત્વપૂર્ણ છે કે તમારેઆઈપીઓ શેર ખરીદવા માટે આ ખાતાંની જરૂર પડશે.
ડિમેટ ખાતું
કંપની દ્વારા ઑફર કરવામાં આવેલા આઈપીઓ શેરમાં રોકાણ કરવા માટે ડિમેટ ખાતું હોવું ફરજિયાત છે કારણ કે તે તમારા શેરોને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સ્ટોર કરે છે.
ટ્રેડિંગ ખાતું
તમે થોડા સરળ પગલાંઓને અનુસરીને કોઈપણ બ્રોકરેજ સાથે ઑનલાઇન ટ્રેડિંગ ખાતું ખોલી શકો છો. આ ખાતું તમને આઈપીઓ શેર ઑનલાઇન ખરીદવાની મંજૂરી આપશે.
બેંક ખાતું
અંતે, જરૂરી આઈપીઓ શેર્સની ચુકવણી કરવા માટે, તેમ જ ચુકવણીની સુવિધા માટે તમારે બેંકિંગ ખાતાંની જરૂર પડશે.એકવાર તમે ખાતરી કરી લો કે તમારી પાસે બેંક ખાતું છે, પછી તમે આઈપીઓના શેર માટે ચુકવણી તમારા યુપીઆઈ અથવા એએસબીએ (અવરોધિત રકમ દ્વારા સપોર્ટેડ એપ્લિકેશન) દ્વારા કરી શકો છો.
તારણ
હવે જ્યારે તમારી પાસે આઈપીઓમાં રોકાણ કરવા વિશે વ્યાપક અને સ્પષ્ટ ચિત્ર છે, ત્યારે આઈપીઓમાં રોકાણ કરતા પહેલાં મૂળભૂત વિશ્લેષણ કરવાનું યાદ રાખવું જરૂરી છે. જોકે, પ્રથમ આવશ્યકતા એ સુનિશ્ચિત કરવી કે તમારી પાસે એક સક્રિય ડિમેટ એકાઉન્ટ છે. જો તમારી પાસે ન હોય તો, તો એન્જલ બ્રોકિંગ તમને ઝંઝટ-મુક્ત રીતે તેમાં મદદ કરી શકે છે.