ઉચ્ચતમ ઇન્ટ્રાડે ટ્રેડિંગ અભિપ્રાયો

1 min read
by Angel One

ઇન્ટ્રાડે ટ્રેડિંગ એ ટ્રેડિંગ છે જે તે જ દિવસમાં/એક જ દિવસ દરમ્યાન થાય છે, 

તેમાં બજારોની સમાપ્તિ પહેલાં ખરીદી, વેચાણ અને સ્ક્વેરિંગ પોઝિશન્સ શામેલ છે. આથી આ દૈનિક ટ્રેડિંગ માટે એવા ટ્રેડર્સની જરૂર હોય છે જે તેમનો સોદો સ્ક્વેર ઓફ કરવા માટેની સક્રિયતા અને વ્યૂહરચના ધરાવતા હોય.

ઇન્ટ્રાડે ટ્રેડિંગ વ્યસ્તતાપૂર્ણ હોઈ શકે છે અને બજારને સમજવા માટે ટ્રેડરને સાવચેતી અને અનુભવ કરવાની જરૂર પડે છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે અપનાવવામાં આવેલી તકનીકો અને વ્યૂહરચનાઓ લાંબા ગાળાના રોકાણમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓથી અલગ છે. લાંબા ગાળાના રોકાણ માટે ધારણ અવધિ  ઘણા મહિનાઓ અથવા વર્ષોમાં વિસ્તૃત થઈ શકે છે અને તેથી ટૂંકા ગાળામાં ઉતાર-ચઢાવ લાંબા ગાળાના રોકાણકારોને અસર કરતા નથી. બીજી તરફ, ઇન્ટ્રા ડે ટ્રેડિંગ ટુંક સમયગાળામાં લાભ ઉઠાવવામાં મદદ કરે છે.  

વ્યક્તિના જોખમની રૂપરેખા અને નાણાંકીય લક્ષ્યોના આધારે, કોઈ વ્યક્તિ બેમાં થી કોઈ એક વચ્ચે પસંદગી કરી શકે છે. જો તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ પસંદ કરો છો, તો તમારે કેટલાક ઇન્ટ્રાડે ટ્રેડિંગ અભિપ્રાયોની જરૂર પડશે જે તમને એકદિવસ દરમ્યાન ટ્રેડિંગને કાર્યક્ષમ રીતે સંચાલિત કરવામાં મદદ કરશે. અહીં કેટલાક ટોચના ઇન્ટ્રાડે ટ્રેડિંગ મંતવ્યો છે:

યોગ્ય સમય: સૌથી વ્યાપક રીતે જાણીતા ઇન્ટ્રાડે ટ્રેડિંગ વિચારોમાંથી એક પોઝિશન લેવા માટે યોગ્ય સમય પસંદ કરવાનો છે – સામાન્ય રીતે, ટ્રેડિંગના એક કલાક પછી પોઝિશન લેવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતો 12 અને 1 pm વચ્ચે પોઝિશન લેવાનું સૂચવે છે.

સ્ટોક અને સૂચકાંકો: કોઈ સ્ટોકને ચૂંટવો અને સંસ્થા અને તેના  ક્ષેત્રનું સંશોધન કરવું તે સામાન્ય વસ્તુ જેવું લાગે છે પરંતુ વ્યાપક સંશોધન અને પોતાને અવગત કરતાં રહેવાથી એક મોટો સોદો મળી શકે છે. જ્યારે તમે ઇન્ટ્રાડે ટ્રેડર હો અને તમારી પાસે થોડો પ્રતિક્રિયાનો સમય હોય છે, ત્યારે કંપની અને ક્ષેત્રની ઘટનાઓ વિશે તમારી જાતને અવગત રાખવાની તમારી ક્ષમતા તમને તમારા માટે વિચાર કરવામાં મદદ કરશે.

તમે સ્ટૉક અને સૂચકાંકો અથવા ઉદ્યોગ વચ્ચે જોડાણ શોધીને સ્ટૉક પસંદ કરવાનું વિચારી શકો છો. તેથી, સૂચકાંક અથવા ક્ષેત્ર ઊર્ધ્વચાલ દર્શાવે છે, ત્યારે સ્ટૉકની કિંમત પણ વધી શકે છે. ઉપરાંત, કેટલાક ક્ષેત્રોના સ્ટૉક્સ ડૉલર અથવા રૂપિયાના ચલણ પર આધારિત હોઈ શકે છે. તે સ્ટૉક પસંદ કરતી વખતે ક્ષેત્ર અને ઉક્ત ક્ષેત્રના સૂચકાંકને સમજવામાં મદદ કરે છે.

તકનીકી અને મૂળભૂત વિશ્લેષણ:  ઇન્ટ્રાડે ટ્રેડર બે પ્રકારના વિશ્લેષણથી અવગત  હોવા જોઈએ: તકનીકી અને મૂળભૂત. જ્યારે મૂળભૂત વિશ્લેષણ એ બાહ્ય કાર્યક્રમો, નિગમની આવક વગેરે જેવા પરિબળોના આધારે સ્ટૉકના આંતરિક મૂલ્યનું મૂલ્યાંકન કરવા વિશે છે, ત્યારે તકનીકી વિશ્લેષણમાં આલેખ , ભવિષ્યના વર્તનની આગાહી કરવાના માળખાઓ શામેલ છે. એતિહાસિક માહિતીનું વિશ્લેષણ તે સમજવા માટે કરવામાં આવે છે કે  બજારની દિશા કઈ તરફ છે.

તરલ સ્ટોક્સ:  

પરંતુ ટોચના ઇન્ટ્રાડે ટ્રેડિંગ અભિપ્રાયોમાં  બીજો એ લિક્વિડ સ્ટૉક્સ પસંદ કરવાનો છે જેમાં સામાન્ય રીતે ઉચ્ચ માત્રા હોય છે. કારણ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સ્ફૂર્તિ  અને સમય વિશે છે, એક ઉચ્ચ માત્ર વાળો સ્ટૉક તમને સરળતાથી ટ્રેડમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.

સ્ટૉપ લૉસ: સ્ટૉપ લૉસ સુવિધાનો ઉપયોગ કરો, જે જો કિંમત ચોક્કસ મર્યાદાથી ઓછી થાય તો તમને ઑટોમેટિક રીતે સ્ટૉક વેચવાની સુવિધા આપે છે. સ્ટૉપ લૉસ ફીચરનો ઉપયોગ કરવાથી  ઇન્ટ્રાડે ટ્રેડરને કોઈપણ સંભવિત નુકસાનઘટાડવામાં મદદ મળે છે.

લાભ નિશ્ચયન: 

જેમ કે નુકસાનની પરિસ્થિતિઓને ઓછી કરવી મહત્વપૂર્ણ છે, તેમ જ લાભ નિશ્ચયન કરવાથી પણ એક સારો સોદો થઈ શકે છે.

આ આદર્શ છે કે ઇન્ટ્રાડે ટ્રેડર એક લક્ષ્ય નક્કી કરે  જે તેમને કોઈપણ ભય વગર વેપાર કરવાની સ્થિતિ  આપે છે પરંતુ તે જ સમયે એક મર્યાદા પણ સમજી શકે છે જેથી તેઓ લોભને પોતાના પર કાબૂ મેળવવા દેતા નથી. 

તમે ઑર્ડર આપતા પહેલાં લક્ષ્ય અને પ્રવેશની કિંમત ઓળખવી એ ઉપયોગી ઇન્ટ્રાડે ટ્રેડિંગના  વિચારોમાંથી એક છે. આ લક્ષ્ય અને પ્રવેશની કિંમત નક્કી કરીને, તમે કિંમતોમાં થોડી જ વૃદ્ધિ થતાં સ્ટૉક્સવહેચવાનું  ટાળશો. લક્ષ્ય અને પ્રવેશની કિંમતો તમને વધતી કિમત સાથે નફો પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

દૈનિક આલેખ વિશ્લેષણ:એક મુખ્ય ઇન્ટ્રાડે ટ્રેડિંગ અભિપ્રાય છે કે એ દિવસમાં સ્ટૉક્સ કેવી રીતે પ્રદર્શન કરી રહ્યા છે તેનું મૂલ્યાંકન કરવા માટે દૈનિક આલેખનો ઉપયોગ કરીને સમયનું વિશ્લેષણ કરવાનો છે. આ દૈનિક આલેખ ટૂંકા ગાળા પર વેપારીને કિંમતના ચળવળને સમજવામાં મદદ કરે છે. દૈનિક આલેખ 15-મિનિટ એક, 5 મિનિટ અથવા 2 મિનિટનો પણ હોઈ શકે છે. આ આલેખનો ઉપયોગ કરવાથી ઇન્ટ્રાડે ટ્રેડર ને મદદ મળે છે.

વેગમાનનું મહત્વ: મોત ભાગનું ઇન્ટ્રાડે ટ્રેડિંગ વેગમાન પર આધારિત છે.  ઇન્ટ્રાડે ટ્રેડર તરીકે, તમારે જે સ્ટૉક્સ ચાલમાં છે તે શોધવાની જરૂર પડશે – કેટલાક સ્ટૉક્સ દરરોજ 30 ટકા ચાલે છે. તે તેમને શોધવામાં અને વેગમાન સાથે ચાલવા માટે મદદ કરે છે. આ વિચાર એવા સ્ટૉક્સને પસંદ કરવાનો છે જે નોંધપાત્ર રીતે અને અન્ય કરતાં વધુ માત્રામાં પ્રગતિ કરે છે. આને મોમેન્ટમ ટ્રેડિંગ કહેવામાં આવે છે.

સ્ટૉક્સનો એક વર્ગ પસંદ કરવો: ટ્રેડિંગમાં  પસંદ કરેલ સ્ટૉક્સના વર્ગમાં ટ્રેડિંગ કરતી વખતે  પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ તે ઇન્ટ્રાડે ટ્રેડિંગ અભિપ્રાયોમાંથી એક છે. આ એટલે છે કારણ કે બજારમાં હંમેશા અથવા જે રીતે તમે આગાહી કરો છો તેવું જ વલણ દેખાય તે જરૂરી નથી. સ્ટૉક્સના પસંદગીના સેટમાં ટ્રેડિંગ કરીને, તમે ટ્રેડિંગમાં ખૂબ જ જરૂરી શિસ્ત કેળવશો.

રેસિસ્ટન્સ લેવલ : રેસિસ્ટન્સ લેવલ એ કિંમત છે જેનાથી ઉપર સ્ટૉક જઈ શકતો નથી. કારણ કે શેર પ્રતિરોધના આ સ્તર સુધી પહોંચે છે તેનું કારણ  છે કે બજારમાં તે ચોક્કસ કિંમત પર સ્ટોક ના પુરવઠા માં વધારો થઈ ગયો છે. એક ઇન્ટ્રાડે ટ્રેડર તરીકે, તે સ્ટૉક્સનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે જેણે પ્રતિરોધ સ્તર તોડી દીધું છે અને ઉપર તરફ આગળ વધી ગયા છે.

બજારની વિરુદ્ધ ચાલવું : બજાર વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરશો નહીં કારણ કે આગામી ચાલની ભવિષ્યવાણી કરવી એવા ટ્રેડરો માટે પણ મુશ્કેલ છે કે જેનો વિશાળ અનુભવ છે. જો તમે ધ્યાન આપો છો કે બજાર એવી દિશામાં ચાલી રહ્યું છે જે તમારી અપેક્ષાઓના સ્તર મુજબ નથી, તો પોઝિશનથી બહાર નીકળવાનો નિર્ણય તમારા માટે સારો રહશે. 

વર્તમાન ચલણ સાથે રહેવું: ટોચના ઇન્ટ્રાડે ટ્રેડિંગનો અન્ય અભિપ્રાય માત્ર દૈનિક વર્તમાન ચલણ મુજબ વેપાર કરવાનો છે. બજાર તરંગોમાં આગળ વધવાનો પ્રયત્ન કરે છે અને વ્યાપારી તરીકે, તરંગને ઉઠાવવાની ક્ષમતા તમારામાં જોઈએ. નીચે તરફ ગતિમાં ટુંક સમયગાળાની પોઝિશન લો અને ઉપર તરફની ગતિમાં લાંબા ગાળાની પોઝિશન લો .  ઇન્ટ્રાડે ચલણ હંમેશા ચાલશે નહીં પરંતુ ચાલ વિપરીત થતાં પહેલાં કેટલાક ટ્રેડ્સ કરી શકાય છે. જ્યારે પ્રભાવશાળી ચાલ પરિવર્તિત થવાની શરૂઆત કરે છે, ત્યારે તમે નવવ ચલણ સાથે ટ્રેડ કરી શકો છો.

તારણ

વ્યાપક સંશોધન સાથે વેપાર માટે યોગ્ય વ્યૂહરચના હોવાથી ઇન્ટ્રાડે ટ્રેડરને  સફળતાપૂર્વક વેપાર કરવામાં મદદ મળે છે. ધ્યાનમાં રાખવાનો  અન્ય મુદ્દો એ છે કે ભાવનાઓને ક્યારેય કોઈપણ વેપારના નિર્ણયો પર કાબૂ કરવા દેવાનું નથી. તે જ રીતે, તે સ્ટૉક્સ પસંદ કરતી વખતે અફવાઓ અને અપેક્ષાઓને સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. ઉપરાંત, જ્ઞાન મેળવવા માટે પર્યાપ્ત સમયનો ખર્ચ અને અનુભવ લાંબા ગાળામાં તમને મદદ કરે છે, તેથી કાર્યક્ષમ જોખમ નિયંત્રણ  સાથે આપનું ઇન્ટ્રાડે ટ્રેડિંગ ચાલુ રાખો.