CALCULATE YOUR SIP RETURNS

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ડિમેટ એકાઉન્ટ ખોલો

6 min readby Angel One
Share

ઇક્વિટી બજારોમાં ભાગ લેવા માટે રોકાણકારો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા મ્યુચ્યુઅલ ફંડ્સ એક સૌથી લોકપ્રિય સાધન છે. . તે શેરોમાં સીધા રોકાણની તુલનામાં ઓછા જોખમી છે અને બજારોમાં સીધી ભાગીદારીની તુલનામાં રોકાણકારો માટે શ્રેષ્ઠ વળતર ઉત્પન્ન  કરે છે. . આ કારણોસર, મ્યુચ્યુઅલ ફંડ નવા અને પ્રવેશ-સ્તરના રોકાણકારોમાં તેમજ અનુભવી રોકાણકારોમાં લોકપ્રિય છે. ઑનલાઇન ટ્રેડિંગના આગમન સાથે, હવે મ્યુચ્યુઅલ ફંડ માટે પણ તમારા ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કરવો શક્ય છે.

ડિમેટ એકાઉન્ટ શું છે

ડિમેટ એકાઉન્ટ એ એક ઑનલાઇન ટ્રેડિંગ એકાઉન્ટ છે જે તમે ડિપોઝિટોરી પાર્ટિસિપન્ટ (DP) (ડિપોઝિટરી સહભાગી)  સાથે ખોલો છો જેમાં તમારી હોલ્ડિંગ્સ ડિમટીરિયલાઇઝ્ડ અથવા ઑનલાઇન ફોર્મમાં સંગ્રહિત છે. 1996 થી શરૂ થતાં, ડીમેટ એકાઉન્ટ્સએ લગભગ સંપૂર્ણપણે ઇક્વિટીના ભૌતિક કવરને બદલી દીધું છે. તમે મ્યુચ્યુઅલ ફંડ, શેર, કમોડિટી, ULIP’s (યુલિપ્સ), ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O)  વગેરે માટે તમારા ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ શું છે

મ્યુચ્યુઅલ ફંડ એક નાણાંકીય સાધન છે જેમાં ઘણા રોકાણકારો પાસેથી પૈસા એકસાથે એક વ્યાવસાયિક ભંડોળ વ્યવસ્થાપકની દેખરેખ હેઠળ ઇક્વિટીમાં રોકાણ કરવા માટે ભેગા કરવામાં  આવે છે. જોખમને ઘટાડવા માટે, મ્યુચ્યુઅલ ફંડમાં ઘણીવાર એક વૈવિધ્યસભર પોર્ટફોલિયો હોય છે જેમાં મૂડી અનેક હોલ્ડિંગ્સમાં ફેલાયેલી હોય છે. . મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇક્વિટીની સમાન વળતર આપે છે અને પ્રમાણમાં ઓછા  જોખમી હોય છે. 

ડિમેટ એકાઉન્ટમાં મ્યુચ્યુઅલ ફંડ્સના ફાયદા અને ગેરફાયદા 

શેરની જેમ મ્યુચ્યુઅલ ફંડ પણ તમારા ડીમેટ ખાતામાં રાખી શકાય છે. આમાં તેના પોતાના ફાયદાઓ અને ગેરફાયદાઓ નો સમૂહ છે. ફાયદાઓ 

તમારા તમામ ઇન્વેસ્ટમેન્ટનું કેન્દ્રિત રિપોઝિટરી

મ્યુચ્યુઅલ ફંડ માટે ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કરીને, તમે તમારા તમામ ઇન્વેસ્ટમેન્ટ, શેર, કમોડિટી, ULIPs વગેરે એક જ જગ્યાએ રાખી શકો છો. આ તમારી સંપત્તિનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવા સરળ બનશે. .

ભૌતિક નુકસાન અને ચોરીથી સુરક્ષા

મ્યુચ્યુઅલ ફંડ માટે ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કરવાનો અર્થ એ છે કે તમારા મ્યુચ્યુઅલ ફંડને નુકસાન, ખોવાયેલ અથવા ચોરી થવાની કોઈ સંભાવના નથી કારણ કે આ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં સ્ટોર કરવામાં આવે છે.

નામાંકનની સરળતા

જ્યારે તમે ડિમેટ એકાઉન્ટ ખોલો, ત્યારે તમે એક નૉમિનીની નિમણૂક કરો છો જેને તમારા મૃત્યુના સ્થિતિમાં ડિમેટ એકાઉન્ટમાં તમારી સંપત્તિઓ પાસથાય છે. મ્યુચ્યુઅલ ફંડ માટે ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કરીને, નોમિનેશન સરળ બને છે કારણ કે તમારી તમામ સંપત્તિ સરળતાથી તમારા વારસદારને આપી શકાય છે. . જો મ્યુચ્યુઅલ ફંડ્સને  ભૌતિક સ્વરૂપમાં (ફિઝિકલ ફોરમેટ) રાખતા હો, તો નોમિનેશન પ્રક્રિયા વધુ જટિલ હોઇ શકે કારણ કે તમારે દરેક વિવિધ સંપત્તિ માટે નોમિની રાખવા માટે અરજી કરવી પડે. 

મુશ્કેલી વગરની લોન એપ્લિકેશન પ્રક્રિયા લોન માટે અરજી કરતી ડીમેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, તમારા ફિઝિકલ ફોરમેટ વાળા મ્યુચ્યુઅલ ફંડ્સ કરતાં વધુ અનુકૂળ બને છે.. બાદમાંના કિસ્સામાં, બેંકે પૂર્વાધિકારને (Lien) માર્ક કરવા માટે પહેલા તમારા મ્યુચ્યુઅલ ફંડ્સના રજિસ્ટ્રારને લખવું પડે અને તે પછી રજિસ્ટ્રાર સંપૂર્ણ દસ્તાવેજોની આપ-લે સાથે બેંકમાં પાછા લખી મોકલે. .

ગેરફાયદાઓ (કૉન્સ)

વાર્ષિક જાળવણી ખર્ચ

વાર્ષિક જાળવણી શુલ્ક (AMC ) સામાન્ય રીતે રૂ. 300-400 ની વચ્ચે ડિમેટ એકાઉન્ટ રાખવા માટે ચૂકવવા પડે છે.

 DP શુલ્ક

ડીમેટ મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે, રોકાણકારોએ સૂચના દીઠ ડિપોઝિટરી સહભાગી ચાર્જ પણ ભરવાના રહે છે જે યુનિટના રિડમ્પશન સમયે લાગુ પડે છે. 

ટ્રાન્ઝૅક્શનમાં સંભવિત વિલંબ

સાંકળમાં બ્રોકર અને ડીપીની હાજરીને કારણે ખરીદનાર અને વેચનાર વચ્ચે વચેટિયાઓની સંખ્યામાં વધારો થવાની સાથે, ક્યારેક ડીમેટ ખાતાવાળા મ્યુચ્યુઅલ ફંડ્સની ખરીદી અને વેચાણમાં વધુ સમય લાગી શકે છે. .

મ્યુચ્યુઅલ ફંડ માટે સારું ડિમેટ એકાઉન્ટ

ઉપર સૂચિબદ્ધ વિવિધ ફાયદા-ગેરફાયદાઓ  ને ધ્યાનમાં રાખીને, વિવિધ બ્રોકર્સ દ્વારા ઑફર કરવામાં આવતી ડિમેટ એકાઉન્ટ સુવિધાઓની તુલના કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ માટે શ્રેષ્ઠ ડીમેટ એકાઉન્ટ નક્કી કરી શકાય. . મ્યુચ્યુઅલ ફંડ્સ માટે બેહતર ડીમેટ એકાઉન્ટ એ હશે જે ડીમેટ મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે સંકળાયેલા બધા ફાયદાઓ  ઑફર કરે. આનો અર્થ એ છે કે  ડિમેટ એકાઉન્ટ જેમાં કોઈ શુલ્ક નહીં અથવા ન્યૂનતમ શુલ્ક છે અને ઝડપી અને સુવિધાજનક સેવાઓ પ્રદાન કરે છે. એન્જલ બ્રોકિંગ ખૂબ જ પ્રતિષ્ઠિત છે અને ઓછા શુલ્ક અને ન્યૂનતમ પ્રક્રિયા સાથે મ્યુચ્યુઅલ ફંડ માટે ડિમેટ એકાઉન્ટ ઑફર કરે છે.

મ્યુચ્યુઅલ ફંડ માટે ડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું

પ્રતિષ્ઠિત ડીપી સાથે ડીમેટ એકાઉન્ટ ખોલવું એ એક સરળ અને ઝંઝટ પ્રક્રિયા છે:

  1. તમારા બ્રોકર/ડીપી દ્વારા પ્રદાન કરેલ અરજી ફોર્મ ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ જેવા KYC  દસ્તાવેજોની કૉપી સાથે ભરો.
  2. PANની વિગતો પૂરી પાડો કારણ કે આ ડીમેટ ખાતું ખોલવા માટે ફરજિયાત છે.
  3. એકવાર તમારા DP ને તમારા બધા દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી તેની ચકાસણી કરવામાં આવશે. એકવાર ચકાસણી અને મંજૂર થયા પછી તમને તમારા ડિમેટ એકાઉન્ટના  લૉગ ઇન (Log In) કરવા માટે લૉગ ઇન ID (Login ID) અને પાસવર્ડ (Password) આપવામાં આવશે.
  4. એકવાર તમારી પાસે તમારી ડીમેટ ખાતાની વિગતો આવે, તો તમારે તમારા ડીમેટ ખાતાને તમારા બેંક ખાતા સાથે લિંક કરવાની જરૂર છે જેથી તમારા ડીમેટ અને બેંક ખાતામાં સરળતાથી ફંડ ટ્રાન્સફર થઈ શકે..

આ બધું છે. હવે તમે તમારા ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકો છો.

અંતિમ શબ્દો

સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ એક સારી રીત છે, ખાસ કરીને નવા રોકાણકારો માટે કે જેઓ સીધા સ્ટૉક્સમાં તેમના મૂડી રોકાણો જોખમમાં મૂકવા માંગતા નથી. જો તમે પ્રતિષ્ઠિત બ્રોકર સાથે ડિમેટ એકાઉન્ટ ખોલો જે ન્યૂનતમ શુલ્ક લે અને તમારા ડીમેટ મ્યુચ્યુઅલ ફંડ્સ ટ્રાન્ઝૅક્શન સરળ બનાવે તો ડીમેટ મ્યુચ્યુઅલ ફંડ્સ સુવિધાજનક અને સરળ રીત છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા માટે.

Open Free Demat Account!
Join our 3 Cr+ happy customers