NRIના ટ્રેડિંગ અથવા ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા માટેના નિયમોની અનુસાર, વ્યક્તિને NRI ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ્સની આવશ્યકતા હોય છે. NRI માટે ડીમેટ એકાઉન્ટ અને NRI માટે ટ્રેડિંગ એકાઉન્ટ વિશે વધુ વાંચો.
એન્જલ વન સાથે NRI ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું
જો તમે NRI છો, તો તમે રોકાણ કરવા માટે રેગ્યુલર રેસિડેન્ટ ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા નથી. આ આર્ટિકલ એન્જલ વન સાથે NRI એકાઉન્ટ ખોલવાની વિગતો આપે છે.
એન્જલ વન તેમના NRI ગ્રાહકો માટે માત્ર ઑફલાઇન એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાની પરવાનગી આપે છે. NRI ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ખોલવાનાં પગલાં
એન્જલ વન સાથે સંકળાયેલ નિયુક્ત બેંકમાં PIS એકાઉન્ટ ખોલાવો
- એક્સિસ બેંક લિ.
- HDFC બેંક લિ.
- IDFC ફર્સ્ટ બેંક લિ.
- ઇન્ડસઇન્ડ બેંક લિ.
- યેસ બેંક લિ.
NRI ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે નીચેના દસ્તાવેજો (યોગ્ય રીતે ભરેલા અને સહી કરેલા) હોવા આવશ્યક છે
- NRI ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ (કૃપા કરીને તમારા સંદર્ભ માટે નમૂનાનું ફોર્મ તપાસો), યોગ્ય રીતે ભરવું અને સહી કરવી આવશ્યક છે.
- સામાન્ય ઇમેઇલ અને ફોન નંબર ઘોષણા ફોર્મ (માત્ર લાગુ પડતા ગ્રાહકો માટે)
- સંબંધિત બેંક તરફથી NRO રોકાણનો પુરાવો / NRE PIS સ્વીકૃત પત્ર
- NRE/NRO સેવિંગ બેંક એકાઉન્ટનો પુરાવો (કેન્સલ ચૅક અને અપડેટેડ સ્ટેટમેન્ટ)
- PIO/OCI કાર્ડની કૉપિ, જો જન્મ સ્થળ ભારત ન હોય
- પાસપોર્ટ આગમન પેજની કૉપિ (જો ભારતમાં હોય તો)
- પાન કાર્ડની કૉપિ
- પાસપોર્ટ અને વિઝા (ફોટો પેજ, સરનામું પેજ અને તાજેતરના આગમન સ્ટેમ્પ પેજ)
- વિદેશી સરનામાનો પુરાવો (નીચેમાંથી કોઈ પણ):
- પાસપોર્ટ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- યુટિલિટી બિલ (વીજળી બિલ / ગેસનું બિલ / પાણીનું બિલ – 3 મહિનાથી વધુ જૂનું નહીં)
- મૂળ બેંક સ્ટેટમેન્ટ + કેન્સલ ચૅક લીફ / બેંક સ્ટેટમેન્ટની કૉપિ બેંક અધિકારી દ્વારા તેમના નામ, શાખા, હોદ્દો, સહી અને બેંકર સ્ટેમ્પ (3 મહિના કરતાં જૂની નહીં) સાથે યોગ્ય રીતે પ્રમાણિત કરવામાં આવે છે.
- ભારતીય સરનામાનો પુરાવો (નીચેનામાંથી કોઈ પણ)
- પાસપોર્ટ
- ચુંટણી કાર્ડ
- યુટિલિટી બિલ (3 મહિના કરતાં જૂનું નહીં)
- ડ્રાઇવિંગ લાયસન્સ
- મૂળ બેંક સ્ટેટમેન્ટ + કેન્સલ ચૅક લીફ / બેંક સ્ટેટમેન્ટની કૉપિ બેંક અધિકારી દ્વારા તેમના નામ, શાખા, હોદ્દો, સહી અને બેંકર સ્ટેમ્પ (3 મહિના કરતાં જૂની નહીં) સાથે યોગ્ય રીતે પ્રમાણિત કરવામાં આવે છે.
- માન્ય લીવ અને લાઇસન્સ કરાર / ખરીદી કરાર
- એક્સિસ બેંક (PIS અને NON-PIS) માં એકાઉન્ટના કિસ્સામાં ઓથોરિટી પત્ર આવશ્યક છે.
- ગ્રાહકો એ NRI ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ ભરવાની અને સ્કેન કૉપપિ ઇમેઇલ આઈડી: hyd- [email protected] પર મોકલવાની જરૂર છે. એક વખત સંબંધિત ટીમ દ્વારા પુષ્ટિ થઈ જાય, પછી તમારે નીચેના સરનામે ટ્રેડિંગ અને ડીમેટ ખાતું ખોલવા માટે જરૂરી આધાર દસ્તાવેજો સાથે યોગ્ય રીતે સહી કરેલું ભરેલું ફોર્મ એન્જલ વનની હૈદરાબાદ ઑફિસમાં મોકલવાનું રહેશે.
એન્જલ વન KYC વિભાગ
એન્જલ વન લિમિટેડ
સરનામું: ઓસ્માન પ્લાઝા 6-3-352,
બીજો માળ, રોડ નંબર – 1, બંજારા હિલ્સ,
હૈદરાબાદ-500034
તેલંગાણા, ભારત
કોઈ પણ પ્રશ્નો અથવા સમસ્યાના કિસ્સામાં અથવા તમારા એકાઉન્ટ ખોલવાના ફોર્મની સ્થિતિ જાણવા માટે, કૃપા કરીને અમને :[email protected] & [email protected] પર ઇમેઇલ કરી શકો છો.
વ્યક્તિગત રીતે ચકાસણી (IPV)
દસ્તાવેજોની ચકાસણી માટે વ્યક્તિગત રીતે ચકાસણી આવશ્યક છે. કૃપા કરીને નીચેની વિગતોને ધ્યાનમાં રાખો:
ભારતની બહારના ગ્રાહકો – તેમને તેમની દ્વારા અને અથવા તો ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ જનરલ / ઓવરસીઝ નોટરી / ઓવરસીઝ બેંકર દ્વારા “તેમની મૂળ સાથે ચકાસણી કરવામાં આવી છે” દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત તમામ પુરાવા આપવાની જરૂર છે.
ભારતમાં ગ્રાહકો – સ્વ-પ્રમાણિત આગમન કૉપિ અને IPV આવશ્યક છે (સબ-બ્રોકર અથવા એન્જલ વનની નજીકની કોઈ પણ શાખા વ્યક્તિ દ્વારા અધિકૃત)
ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ખોલવાના શુલ્ક
NRI રોકાણકારોના ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ્સ ખોલવા માટે અંડરરાઈટિંગ (વીમો ઉતરાવાનો) ખર્ચને આવરી લેવા માટે થોડી રકમ વસૂલવામાં આવે છે.
ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ખોલવાના શુલ્ક | |
વિગતો | રકમ |
ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું શુલ્ક (એક વખત) | ₹36.48 |
ડીમેટ ખાતું ખોલાવવું | ₹450+ ₹50 – POA+લાગુ GST અને શિક્ષણ ઉપકર, આશરે ₹500 આવે છે |
AMC શુલ્કો–
બ્રોકર એકાઉન્ટ્સ જાળવવા અને એકાઉન્ટ સંબંધિત સેવાઓ પ્રદાન કરવા માટે AMC ફી વસુલવામાં આવે છે.
AMC શુલ્કો | |
વિગતો | રકમ |
AMC શુલ્કો (વાર્ષિક દર) | ₹450 |
AMC શુલ્કો (આજીવન) | ₹2950 |
રોકાણકારો વાર્ષિક ₹450ના AMC શુલ્કની ચુકવણી કરી શકે છે અથવા ₹2950ની વન-ટાઇમ લાઇફટાઇમ ફી પસંદ કરી શકે છે. અન્ય શુલ્ક યથાવત છે.
વેચાણ શુલ્ક
બ્રોકર તેના રોકાણકારો પાસેથી તેમના હોલ્ડિંગને એક ડીમેટમાંથી બીજામાં ટ્રાન્સફર કરવા માટે શુલ્ક લઇ શકે છે અથવા ટ્રાન્ઝેક્શનનું વેચાણ અથવા DIS રિક્વિઝિશન ખર્ચ વેચાણ શુલ્ક હેઠળ આવે છે.
વેચાણ શુલ્ક | |
વિગતો | રકમ |
જો એન્જલ સાથે ડીમેટ છે | ₹20.00 પ્રતિ ISIN |
બહારના ડીમેટ માટે | ₹20.00 પ્રતિ ISIN |
ડિમટેરિઆલાઇઝેશન (વિભૌતિકીકરણ) | પ્રમાણપત્ર દીઠ ₹20 અને પોસ્ટેજ શુલ્ક માટે ₹30 પ્રતિ DRF વિનંતી + ₹30 પ્રતિ અસ્વીકાર |
વધારાની DISની માંગણી | ₹25 પ્રતિ બુકલેટ |
***અસ્વીકરણ – ઉપરોક્ત શુલ્ક GST સિવાયના છે.
બ્રોકરેજ શુલ્કો
બ્રોકરેજ એ એક ફી અથવા કમિશન છે જે બ્રોકર ગ્રાહકો વતી વ્યવહારો કરવા અને વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરવા માટે વસૂલ કરે છે. બ્રોકરેજ ચાર્જની ગણતરીની વિગતો જાણવા માટે, અહીં ક્લિક કરો.
એન્જલ વન NRE/NRO PIS એકાઉન્ટ્સ દ્વારા NRI ગ્રાહકો માટે ઇક્વિટી ડિલિવરી ટ્રેડિંગ ઑફર કરે છે.
બ્રોકરેજ શુલ્કો | |
વિગતો | રકમ |
ઇક્વિટી ડિલિવરી શુલ્કો | એક્ઝિક્યુટેડ ઓર્ડર દીઠ 0.50% અથવા યુનિટ દીઠ 0.05 બેમાંથી જે ઓછું હોય. |
નિયમનકારી અને વૈધાનિક શુલ્ક
એક્સચેન્જ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેકશન પર SEBI શુલ્ક લે છે
નિયમનકારી અને વૈધાનિક શુલ્ક | |
વિગતો | રકમ |
ટ્રાન્ઝેકશન શુલ્કો | NSE: 0.00335%
NSE#: ખરીદ અને વેચાણ ટ્રાન્ઝેકશન પર 0.00275% BSE*: સ્ટોક ગ્રુપ મુજબ |
STT (સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ) | ખરીદો અને વેચાણ ટ્રાન્ઝેક્શન પર 0.1% |
GST** | 18% |
સ્ટેમ્પ ડ્યુટી શુલ્ક | ખરીદો પર 0.015% |
SEBI શુલ્ક | ₹ 10/ કરોડ |
ક્લિયરિંગ શુલ્ક | ₹0 |
નિયમનકારી શુલ્ક: SEBI બજાર નિયમનકાર તરીકે તેની જવાબદારીઓ નિભાવવા માટે ફી વસૂલે છે. SEBI નિયમનકારી શુલ્કનો વર્તમાન દર રૂ. 10+GST પ્રતિ કરોડ અથવા ટ્રાન્ઝેક્શન મૂલ્યના 0.0001, બેમાંથી જે ઓછું હોય.
વૈધાનિક શુલ્ક: સરકાર કોઈ પણ ભાગમાં સોદા કરવા માટે ચોક્કસ કર વસૂલે છે, જે રોકાણકારોએ નિયમો અનુસાર બ્રોકરેજ ફી ઉપરાંત ચૂકવવા પડશે. વૈધાનિક શુલ્કમાં સિક્યોરિટીઝ/કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT/CTT), GST, સ્ટેમ્પ ડ્યુટી અને એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન ચાર્જિસનો સમાવેશ થાય છે.
અંતિમ શબ્દો
NRI PIS એકાઉન્ટ્સ બિન-નિવાસી રોકાણકારોને સ્ટોક અને કન્વર્ટિબલ ડિબેન્ચરમાં રોકાણ કરવાની પરવાનગી આપે છે. હવે જ્યારે તમે એન્જલ વન સાથે NRI એકાઉન્ટ ખોલવા માટેના પગલાં જાણો છો ત્યારે અમારી સાથે ભારતીય શેરબજારમાં રોકાણ કરો.
અસ્વીકરણ:
રોકાણકારોએ જ્યારે તેમના રહેણાંકની સ્થિતિ બદલાય ત્યારે તેમના બ્રોકર્સને તાત્કાલિક અપડેટ કરવા જોઈએ. તે કરવામાં નિષ્ફળ જવાથી પાનકાર્ડ નંબર, ટેક્સ ટ્રીટમેન્ટ અને ફંડ સેટલમેન્ટ વિશે સમસ્યા થશે.