એમસીએક્સ માં સોનું કેવી રીતે ખરીદવું તે અહીં જુવો

ભારત માં સોનું  સૌથી મૂલ્યવાન સંપત્તિઓમાં થી એક છે, કારણ કે તે રોકાણકારોને ઘની બધી જાત ના રોકાણ ના વિકલ્પો પ્રદાન કરે છે. કોમોડિટી હોવાને કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ લિમિટેડમાં સોનાનો વેપાર થાય છે. જોઈએ કેવી રીતે?

 

રોકાણ કરવા ની અનન્ય તક તરીકે સોનાની સ્વીકૃતિ ઘણી વધી રહી છે, આ ચમકતી ધાતુ રોકાણકારોને ઘણી જાત ના ફાયદાઓ પ્રદાન કરે છે જેમ કે – પોર્ટફોલિયો, વૈવિધ્યકરણ, ઈન્ફ્લેશન સામે બચાવ, લીકવીડિટી વગેરે. સોનું રોકાણકારોને રોકાણ કરવા માટે ઘણા પ્રકાર ના વિકલ્પો પ્રદાન કરે છે, જેમ કે – ફિઝિકલ ગોલ્ડ, ETFs (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ), ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ, સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGBs) અને ગોલ્ડ ફ્યુચર્સ.

 

ગોલ્ડ ફ્યુચર્સ એ રોકાણકારો માટે સોનામાં વેપાર કરવા માટે સૌથી અનુકૂળ છે. ગોલ્ડ ફ્યુચર્સ એ બે પક્ષ નો એક કરાર છે જે ભવિષ્યમાં પહેલા થી ર્નિર્ધારિત કરેલ ભાવ અને તારીખે સોનાનું વિનિમય કરે છે. સોનું એક કોમોડિટી હોવાથી, તેનો વેપાર અલગ એક્સચેન્જ પર થાય છે, જેમ કે – મલ્ટી કોમોડિટી એક્સચેન્જ લિમિટેડ, અથવા એમ સી એક્સ, એમ સી એક્સ એ એક પ્રતિષ્ઠિત કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે, જે કોમોડિટી ડેરિવેટિવ્ઝ વ્યવહારોમાં ઓનલાઈન ટ્રેડિંગની કરવાની સુવિધા આપે છે, એમ સી એક્સ પર વેપાર કરતી અન્ય કોમોડિટીમાં બેઝ મેટલ્સ, એનર્જી અને એગ્રીકલ્ચર કોમોડિટીઝનો પણ સમાવેશ થાય છે.

 

ગોલ્ડ ફ્યુચર ના ભાવ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

 

આ સમઝવું અગત્યનું છે કે ફિઝિકલ સોનાની કિંમત અને એમ સી એક્સ ગોલ્ડ ની દર્શાવેલ કિંમતમાં તફાવત છે. કારણ કે એમસીએક્સના ભાવ ટ્રેડિંગ એક્ટિવિટી, તેમજ અન્ય વિવિધ ચલન જેમ કે સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત, USD-INR દર, આયાત ડ્યુટી અને પ્રવર્તમાન પ્રીમિયમ/છૂટ અને ટ્રોય ઔંસથી ગ્રામ રૂપાંતરણ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમજ ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ નક્કી કરેલ સમયમર્યાદા માટે હોય છે, જ્યારે ફિઝિકલ સોનાના ભાવ બજાર ના ભાવ પ્રમાણે હોય છે, જે સ્પષ્ટ અસમાનતાને દર્સાવે છે.

 

એમ સી એક્સ  સોનાના ભાવની ગણતરી માટે નો સામાન્ય ફોર્મ્યુલા નીચે મુજબ છે:

 

એમ સી એક્સ એક્સચેન્જમાં ગોલ્ડ માટે નક્કી કરેલ યુનિટ 10 ગ્રામ છે. 1 ટ્રોય ઔંસ આશરે 31.1 ગ્રામ હોય છે.

સોનાની કિંમતની ગણતરી નું  સૂત્ર,10 ગ્રામ = (આંતરરાષ્ટ્રીય સોનાની કિંમત) x (USD થી INR રૂપાંતર દર ) x 10 (ટ્રોય ઔંસથી ગ્રામ માં રૂપાંતર)

 

સોના ના કરાર ના ચલન

 

અહીંયા સોના ના કરાર ના ચાર પ્રકાર છે.

સોનું 1 કિ.ગ્રા

ગોલ્ડ મીની (100 ગ્રામ)

ગોલ્ડ ગિની (8 ગ્રામ)

સોનાની પાંખડી (1 ગ્રામ)

ચાલો નીચે આપેલા કોષ્ટકમાં આ પ્રકારોને વધુ સારી રીતે સમજીએ

 

પરિમાણ સોનું ગોલ્ડ મીની ગોલ્ડ ગિની સોનાની પાંખડી
કરાર સાઈઝ 1 કિ.ગ્રા 100 ગ્રામ 8 ગ્રામ 1 ગ્રામ
અધિકતમ ઓર્ડર સાઈઝ 10 કિ.ગ્રા 10 કિ.ગ્રા 10 કિ.ગ્રા 10 કિ.ગ્રા
ટિક સાઈઝ રૂ.1/10 ગ્રામ રૂ.1/10 ગ્રામ રૂ.1/8 ગ્રામ રૂ.1/1 ગ્રામ
સમાપ્તિ ની અવધિ   સમાપ્તિ નો ૫ મોં દિવસ સમાપ્તિ નો ૫ મોં દિવસ કેલેન્ડરનો છેલ્લો દિવસ કેલેન્ડરનો છેલ્લો દિવસ

 

એમ સી એક્સ ગોલ્ડમાં ટ્રેડિંગ શરૂ કરવાનાં પગલાં

 

ગોલ્ડ ફ્યુચર્સમાં ટ્રેડિંગ શરૂ કરવા માટે તમારે એમ સી એક્સ સાથે નોંધાયેલ બ્રોકર સાથે કોમોડિટી ખાતું ખોલાવવું પડશે. એન્જલ વન જેવા બ્રોકર્સ તમને સરળતાથી આવા એકાઉન્ટ ખોલવામાં મદદ કરી શકે છે.

 

જો તમારી પાસે પહેલેથી તમારા બ્રોકર સાથે ઇક્વિટી ટ્રેડિંગ એકાઉન્ટ છે, તો તમે એમસી એક્સ ગોલ્ડ માં ટ્રેડિંગ શરૂ કરવા માટે તમારા કોમોડિટી સેગમેન્ટને સક્રિય કરી શકો છો. તમારા કોમોડિટી સેગમેન્ટને સક્રિય કરવા માટે તમારે નીચે માં થી કોઈપણ દસ્તાવેજ  રજુ કરવાની જરૂર પડશે,

 

છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ

ડીમેટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ

પગાર પાવતી 

મ્યુચ્યુઅલ ફંડ સ્ટેટમેન્ટ

બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પાવતી 

ITR સ્વીકૃતિ

ફોર્મ 16

તમારા એન્જલ વન એકાઉન્ટમાં કયા સેગ્મેન્ટ સક્રિય છે તે તપાસવા માટે, કૃપા કરીને એન્જલ વન મોબાઇલ એપ્લિકેશન અથવા વેબ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા તમારી પ્રોફાઇલ ની મુલાકાત લો

 

એકવાર તમારું કોમોડિટી ખાતું એકટીવ થઈ જાય, પછી તમે જે એમ સી એક્સ ગોલ્ડ કોન્ટ્રેક્ટ ખરીદવા અથવા વેચવા માંગો છો તે જુઓ અને લોટની સંખ્યા કિંમત વગેરે જેવી જરૂરી વિગતો દાખલ કરીને તમારો ઓર્ડર આપો.

 

યાદ રાખો

 

બીજા બધા રોકાણોની જેમ, ગોલ્ડ ફ્યુચર્સ માં રોકાણ કરવા માટે પણ સંપત્તિ અને પોતાના નાણાકીય લક્ષ્યો અને જોખમની માહિતી જરૂરી છે. જ્યારે સોના જેવી કોમોડિટીમાં રોકાણ કરવાના ફાયદા આકર્ષક લાગે છે, એટલા માટે રોકાણ કરતા પહેલા સારી રીતે માહિતી મેળવી ને વિચાર કરીને નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.

 

થોડી સંબંધિત શરતો

 

હાજર સોનું:

તે એવા વેપારનો ઉલ્લેખ કરે છે જેમાં સોનું એજ સ્થળે તરત ખરીદવામાં આવે છે,

 

હાજર પ્રાઈઝ:

The price is determined immediately, and the product and cash are interchanged almost instantly.

 

સ્ટ્રાઈક પ્રાઈઝ : 

સ્ટ્રાઇક પ્રાઇસ એવી વિકલ્પી કિંમત છે કે જેના દ્વારા પુટ અથવા કોલ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે.

 

ટિક સાઈઝ:

એક્સચેન્જ પ્લેટફોર્મ પર ટ્રેડેડ એસેટની વિવિધ બિડ અને ઓફર ની કિંમતો વચ્ચેનો ઓછામાં ઓછો ભાવ ફેરફાર છે.

 

ટિક પ્રાઈઝ:

ઓછામાં ઓછો ભાવ ફેર ફાર છે જે સળંગ બિડ અને ઓફર ની કિંમતો વચ્ચે દરેક સમયે હાઝર હોવો  જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, તે ન્યૂનતમ વધારો છે જેમાં કિંમતો બદલાઈ શકે છે.