વેપાર માટે નવા માર્ગો શોધી રહ્યા રોકાણકારો માટે કોમોડિટી વેપાર યોગ્ય પ્રકારના પોર્ટફોલિયો વિવિધતા પ્રદાન કરે છે અને અર્થવ્યવસ્થાના વિવિધ વિસ્તારોમાં લાભ આપે છે.

ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ પામી રહ્યું છે,  દેશના ભવિષ્યમાં રોકાણ કરવા અને વળતર મેળવવા માટે ખર્ચપાત્ર આવક લોકો માટે રોકાણના માર્ગો ઉપલબ્ધ કરાવે છે.

જો કે, મૂડી બજારોને   સૌથી આકર્ષક માનવામાં આવે છે. મૂડી બજારોમાં, કોઈપણ સ્ટૉક, બોન્ડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઇક્વિટી અથવા ડેબ્ટમાં રોકાણ કરી શકાય છે. જોકે આ બધું શક્ય નથી. જેઓ વધુ વૈવિધ્યકરણ અને રોકાણના માર્ગો શોધી રહ્યાં છે તેઓ એક વહેવારીક રોકાણ માર્ગ તરીકે કોમોડિટીના વેપારની તરફ શક્યતા જોઈ રહ્યા છે.

અત્યાર સુધી, કમોડિટીનું ટ્રેડિંગ અન્ય સાધનો જેટલું લોકપ્રિય ન હતું પરંતુ  કોમોડિટી ટ્રેડ તેમ જ  રોકાણકારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી  તે પ્રત્યેની જાગૃતિથી ઝડપભેર પરિવર્તન આવી રહ્યું છે જેથી વધુ સારુ વળતર મેળવી શકાય.

ટ્રેડિંગ શરૂ કરવા માટેની જરૂરિયાતો

કોમોડિટીમાં ટ્રેડિંગ શરૂ કરવા માટે  ડીમેટ એકાઉન્ટની જરૂર પડે છે તે સ્ટૉક માર્કેટ પર શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં વેપાર કરવા જેવી જ જરૂર પડે છે. એક ડિમેટ એકાઉન્ટ સ્ટૉક માર્કેટ અથવા કમોડિટી માર્કેટમાં તમારા હોલ્ડિંગ્સ સિવાયના બેંક એકાઉન્ટ જેવા કાર્ય કરે છે. તે તમારા વેપારની માહિતી તેમજ તમે જે સાધનોમાં રોકાણ કર્યા છે તેની વાસ્તવિક હોલ્ડિંગને સ્ટોર કરે છે.

કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ શરૂ કરવા માટે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ સાથે ડીમેટ એકાઉન્ટ ખોલી શકાય છે.

હવે, કોમોડિટી માર્કેટ એક કરતા ઘણા પ્રકારની કોમોડિટીમાં વેપાર કરવાની પરવાનગી આપે છે. તે કૃષિ, કિંમતી ધાતુઓ, ઉર્જા, સેવાઓ અને ધાતુઓ અને ખનીજોમાં વિભાજિત હોય છે. ટ્રેડિંગ વિકલ્પો મૂળ ધાતુઓ જેમ કે ઍલ્યુમિનિયમ અને ઝિંકથી ગ્રેન, કઠોળ, સોનું અને કોલસા વગેરેનો સમાવેશ થાય છે.

આ વસ્તુઓને વિનિમય માટે લિસ્ટેડ કરવામાં આવે છે, વિવિધ કંપનીઓના શેરો માત્ર લોકો માટે તેમના વેપાર કરવા  વિવિધ સૂચકાંકો પર લિસ્ટેડ કરવામાં આવે છે. હાલમાં ભારતમાં 22 એક્સચેન્જ કાર્યરત છે. ફોરવર્ડ માર્કેટ કમિશન એ એન્ટિટી છે જે ભારતમાં આ એક્સચેન્જ અને તમામ કોમોડિટી વેપાર પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે. મુખ્ય વિનિમયમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (એમસીએક્સ), યુનિવર્સલ કમોડિટી એક્સચેન્જ, નેશનલ મલ્ટી કમોડિટી એક્સચેન્જ ઑફ ઇન્ડિયા અને નેશનલ કમોડિટી એક્સચેન્જ અને ડેરિવેટિવ એક્સચેન્જ (એનસીડીઈએક્સ)નો સમાવેશ થાય છે.

વેપારના સાધનો

કોમોડિટી ટ્રેડને કોમોડિટી ફ્યુચર નામના સાધનોના વિશેષ સ્વરૂપ દ્વારા કરી શકાય છે. કોમોડિટી ફ્યુચર એક કરાર છે જેના દ્વારા કોઈ ચોક્કસ કમોડિટીના ખરીદદાર અને વિક્રેતા ભવિષ્યમાં પૂર્વ-સહમત થયેલી તારીખ પર કમોડિટી ખરીદવા માટે સંમત થાય છે. આ પ્રકારનો કરાર વેપારીઓને જ્યારે તેઓ યોગ્ય પ્રકારના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ ખરીદે છે જેની કિંમત વસ્તુની સ્થળની કિંમતની સામાન્ય અસરને પ્રતિબિંબિત કરે છે ત્યારે લાભ મેળવવાની મંજૂરી આપે છે.

ઉદાહરણ તરીકે, સિલ્વર કમોડિટી માર્કેટમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 50,000 પર વેપાર કરી શકાય છે. હવે, રોકાણકાર કોન્ટ્રેક્ટની તારીખથી 30 દિવસ પછી એક તારીખ માટે સિલ્વરની કિંમત રૂપિયા. 51,000 પર ખરીદી શકે છે. આનો અર્થ એ છે કે 30 દિવસ પછી, રોકાણકાર વિક્રેતા પાસેથી કિલો સિલ્વર ખરીદવા માટે 51,000 રૂપિયા ચૂકવશે.

જો કે, જો બજાર આગળ વધી જાય તો એટલે કે આ સમયગાળા દરમિયાન સિલ્વરની કિંમત વધે છે અને કોમોડિટી મોંઘી બની જાય છે અને પ્રતિ કિલો રૂપિયા 53,000 થાય છે. ત્યારબાદ, સિલ્વરના ખરીદદાર વિક્રેતા પાસેથી રૂપિયા. 51,000 પર સિલ્વર ખરીદી શકે છે અને તેને ઓપન માર્કેટમાં રૂ. 53,000માં વેચી શકે છે. આ રીતની ગણતરી લાભ અને નુકસાન માટે કરવામાં આવે છે અને સ્થળની કિંમત, લક્ષ્ય કિંમત અને વર્તમાન કિંમતને ધ્યાનમાં લીધા પછી સેટલમેન્ટની રકમ ક્રેડિટ/ડેબિટ કરવામાં આવે છે.

કોન્ટ્રેક્ટના પ્રકારો

જો કે, આ પ્રકારનું સેટલમેન્ટ માત્ર કૅશ-સેટલ કરેલા ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં જ શક્ય છે. બજારમાં વિતરણ આધારિત કરારો પણ ઉપલબ્ધ છે જ્યાં કોઈને વેપાર કરવા માટે ગોદામની રસીદો બતાવવી પડશે. તે કોન્ટ્રેક્ટની પૂર્ણાવૃતિ થવાના સંજોગોમાં, કોન્ટ્રેક્ટ અંગે સંમત થયા પ્રમાણે વસ્તુનું વાસ્તવિક વિતરણ કરવામાં આવે છે.

ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ માટે ઑર્ડર આપતી વખતે, રોકાણકારો તેમને રોકડ પતાવટ કરેલ કોન્ટ્રેક્ટ અથવા વિતરણ આધારિત કોન્ટ્રેક્ટ જોઈએ છે કે નહીં તે પસંદ કરી શકે છે. અત્રે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે કોન્ટ્રેક્ટની પૂર્ણાવૃતિના દિવસે સેટલમેન્ટનો પ્રકાર બદલી શકાતો નથી.

નિષ્કર્ષ

જો બજાર પ્રત્યે યોગ્ય સમજણ ધરાવતા હોય અને ટ્રેડ કેવીરી તે અસરકારક રીતે કરી શકાય છે તે અંગે જાણકારી ધરાવતા હોય તો કોમોડિટી ટ્રેડિંગ એ સારી વ્યવસ્થા. બુદ્ધિપૂર્વક કામકાજ કરવા માટે  માટે કોમોડિટીઝને લગતું  જ્ઞાન હોવું જરૂરી છે અને આ મુસાફરીમાં તમને માર્ગદર્શન આપનાર બ્રોકરની સલાહ લેવામાં હંમેશા મદદરૂપ થાય છે.