સ્ટૉક એક્સચેન્જ શું છે?

સ્ટૉક એક્સચેન્જ અને તેને લગતા એવા સિદ્ધાંતો કે જે એક ટ્રેડર અથવા રોકાણકાર તરીકે પ્રગતિ કરવા તમને સમજવામાં મદદરૂપ બને છે. તેમની નીતિઓને સર્વગ્રાહી રીતે પાલન કરવા તથા સમજવામાં સરળ બનાવે છે.

સ્ટૉક એક્સચેન્જ એ શેરબજારના મહત્વના આધાર છે અને પરોક્ષ રીતે ઇક્વિટી ફંડ માટે એક આદર્શ બજાર છે. તેમની કાર્યક્ષમતા, પારદર્શિતા અને પ્રામાણિકતા ફાઇનાન્શિયલ સિસ્ટમના મુખ્ય ભાગની સ્થિરતાની ખાતરી આપે છે. ચાલો ખાસ કરીને ભારતમાં સ્ટૉક એક્સચેન્જની મુખ્ય વિશેષતા જોઈએ.

સંદર્ભ

જ્યારે કોઈ કંપની તેની કામગીરીને ભંડોળ પૂરું પાડવા માટે મૂડી ઊભું કરી રહી છે, ત્યારે તેમની પાસે બે મુખ્ય વિકલ્પો હોય છે – તેની કંપનીનો હિસ્સો કોઈ રોકાણકારને વેચવો અથવા બેંકો અથવા અન્ય સંસ્થાઓ અથવા વ્યક્તિઓ પાસેથી ધિરાણ પ્રાપ્ત કરવું. કેટલાક લોકો અગાઉનો પરંપરાગત માર્ગ પસંદ કરે છે કારણ કે તેમને વ્યવસાયના પ્રારંભિક મહિના અથવા વર્ષોમાં તરત જ રોકડ આપવાની જરૂર નથી.

કંપની પાસે બે માર્ગ રહેલા હોય છે જેના મારફતે તેઓ શેર(શેર્સ)નું વેચાણ કરી શકે છે. પ્રથમ, તેઓ કોઈ રોકાણકાર (એન્જલ રોકાણકાર અથવા વેન્ચર કેપિટાલિસ્ટ) પાસેથી ઇક્વિટી-આધારિત રોકાણ માટે કહી શકે છે.

આ ઓવર-ધ-કાઉન્ટર અથવા ઓટીસી ટ્રાન્ઝૅક્શન હશે, એટલે કે ક્યારેક બ્રોકર દ્વારા ખાનગી રીતે કરવામાં આવશે. બીજું, એકવાર કંપની એક ચોક્કસ સ્તરની મૂડી, નેટવર્થ અથવા મૂલ્યાંકન એકત્રિત કર્યા પછી, તે સ્ટૉક એક્સચેન્જમાં ઑનબોર્ડ થઈ શકે છે, જ્યાં સામાન્ય લોકો તેમના શેર (અથવા સ્ટૉક્સ) સરળતાથી ખરીદી અને વેચી શકે છે. જ્યારે સ્ટૉક્સને સ્ટૉક એક્સચેન્જ પર ટ્રેડેબલ સ્ટૉક્સ તરીકે લિસ્ટ કરવામાં આવે છે ત્યારે કંપનીને જાહેર થવાનું કહેવામાં આવે છે.

સ્ટૉક એક્સચેન્જની મૂળભૂત બાબતો

સ્ટૉક માર્કેટ એ એક પ્લેટફોર્મ છે જ્યાં કંપનીઓના શેર સંસ્થાકીય રોકાણકારો તેમજ સામાન્ય લોકો બંને દ્વારા ખરીદી અને વેચી શકાય છે. એક્સચેન્જ પર લિસ્ટેડ ફક્ત તે કંપનીઓના સ્ટૉક્સ એક્સચેન્જ પર તેમના શેર ટ્રેડ કરી શકાય છે. તેના નામ હોવા છતાં, તે એક એવું સ્થાન હોઈ શકે છે જ્યાં ફક્ત સ્ટૉક્સ જ નહીં પરંતુ ઇક્વિટી પર બોન્ડ્સ અને ડેરિવેટિવ્સ, કરન્સી અથવા કોમોડિટી ટ્રેડ કરી શકાય છે.

આમ, રોકાણકારો એક બ્રોકર દ્વારા લિસ્ટેડ શેરમાં રોકાણ કરી શકે છે, જે રોકાણકારને પ્લેટફોર્મ તેમજ  કઈ એસેટ્સ ખરીદવાની સલાહ આપે છે. જો કે, રોકાણકારો ડીએમએ અથવા સ્ટૉક એક્સચેન્જની ડાયરેક્ટ માર્કેટ ઍક્સેસ સુવિધાનો ઉપયોગ કરી સ્ટૉક એક્સચેન્જના ટ્રેડિંગ મેમ્બર દ્વારા સીધા તે શેરમાં ટ્રેડ કરી શકે છે.

કઈ કંપનીઓ લિસ્ટેડ થઈ શકે છે?

લિસ્ટેડ થવા, કંપનીએ સેબી દ્વારા ફરજિયાત મૂલ્યાંકન અને નફાકારકતાનું ચોક્કસ સ્તર જાળવવું પડશે. સેબીના માપદંડને પૂરા કર્યા વગર આઈપીઓ માટેની તેમની અરજી નકારવામાં આવશે. સેબી દ્વારા નિર્ધારિત માપદંડ ઉપરાંત, એનએસઈ જેવા સ્ટૉક એક્સચેન્જ દ્વારા અન્ય માપદંડ સેટ કરી શકાય છે – આને પણ પૂર્ણ કરવાની જરૂર છે અને ત્યારબાદ જ સ્ટૉક લિસ્ટેડ થશે.

સ્ટૉક એક્સચેન્જના લાભો

સ્ટૉક એક્સચેન્જ શા માટે અસ્તિત્વમાં છે તેના કેટલાક કારણો નીચે મુજબ છે –

1.રોકાણકાર અને કોર્પોરેટ હિતોની સુરક્ષા

સ્ટૉક એક્સચેન્જ કેન્દ્રિત પ્લેટફોર્મ હોવાથી, જો તે ટ્રાન્ઝૅક્શન્સ સ્ટૉક એક્સચેન્જ દ્વારા કરવામાં આવે છે તો ટ્રાન્ઝૅક્શન્સના નિયમનને અમલમાં મુકવા ખૂબ જ સરળ રહે છે. ઉદાહરણ તરીકે, સ્ટૉક ટ્રેડિંગમાં માર્જિન સમયસર ચૂકવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવું એક વિકેન્દ્રિત શેર-ટ્રેડિંગ સિસ્ટમમાં અશક્ય રહેશે. આનાથી રોકાણકારો અને કોર્પોરેટ્સ બંને વચ્ચે વિશ્વાસનો અભાવ થઈ શકે છે, જેના કારણે દરેક માટે વધુ ટ્રાન્ઝૅક્શન ખર્ચ તેમજ બિનજરૂરી વિલંબ અને મુકદ્દમા પણ થાય છે.

2.શેરનું કાર્યક્ષમ ટ્રેડિંગ

3.માહિતીનો કાર્યક્ષમ પ્રસાર

સ્ટૉક એક્સચેન્જ મંજૂરી આપે છે અને ઘણીવાર શેરની કિંમતો અને ટ્રેડ કરેલા વૉલ્યુમ સંબંધિત માહિતીના સરળ પ્રસારને ફરજિયાત કરે છે. કેન્દ્રિત પ્લેટફોર્મ દ્વારા બનાવેલ ડેટાની મોટી રકમ સ્ટૉકબ્રોકર્સ અને રોકાણકારોને વધુ સારી માહિતી સાથે ટ્રેડ કરવાની અને મોટી અને નાની ઇવેન્ટ્સ પર ઝડપી અને અસરકારક રીતે પ્રતિક્રિયા આપવાની મંજૂરી આપે છે. સ્ટૉક એક્સચેન્જ દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કંપનીઓને તેમની શેરની કિંમતને ટ્રૅક કરવામાં અને સમયસર યોગ્ય પગલાં લેવામાં મદદ કરે છે.

4.મૂડીનો સરળ ઍક્સેસ

સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાથી કંપનીઓને વ્યક્તિગત રોકાણકારો પાસે તેમના સ્ટૉકને પિચિંગ કર્યા વગર તથા સમય ખર્ચ કર્યાં વગર તથા સંસાધનો ખર્ચ કર્યા વિના મૂડી એકત્રિત કરવાની મંજૂરી મળે છે.

5.મુશ્કેલ રોકાણકારો પર ઓછી નિર્ભરતા

કોઈપણ એક રોકાણકાર કંપનીની સ્ટૉક કિંમત પર વધુ નિયંત્રણ મેળવી શકતા નથી કારણ કે જાહેરમાં લિસ્ટેડ શેર બજારની માંગ અને પુરવઠા પર વધુ આધારિત છે.

  1. વધારવામાં આવેલ પ્રતિષ્ઠા

ઘણીવાર, ઓછી જાણીતી કંપની સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટેડ થઈને ઘણી પ્રતિષ્ઠા મેળવી શકે છે. આ રીતે વધુ સરળતાથી વધુ બજાર મૂડી મેળવવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તે નાણાકીય સંસ્થાઓ પાસેથી મોટી લોન મેળવવા માટે જાહેરમાં લિસ્ટેડ શેરોને કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકે છે.

પ્રાઈમરી સામે સેકન્ડરી માર્કેટ

જ્યારે આઈપીઓ (અથવા પ્રારંભિક જાહેર ભરણા) મારફતે જાહેર જનતા માટે શેરો પ્રથમ વખત લિસ્ટેડ થાય છે તેને પ્રાઈમરી માર્કેટમાં કામકાજ ધરાવતા હોય તેમ કહેવામાં આવે છે. આઈપીઓ મારફતે ભંડોળ એકત્રિત કરવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે અને આ માટે યોગ્ય દસ્તાવેજીકરણ, રજિસ્ટ્રેશન તથા યોગ્ય માપદંડોનું ચોક્સાઈપૂર્વક પાલન કરવાની જરૂર રહેતી હોય છે.

એકવાર શેર પ્રાઈમરી માર્કેટમાં ખરીદવામાં આવે ત્યારબાદ બજારમાંથી શેરોની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. અહીં પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને શેર અથવા અન્ય એસેટ્સને લગતુ ટ્રેડિંગ ઝડપભેર થાય છે (જોકે એસેટ્સની વાસ્તવિક ડિલિવરીમાં સમય લાગી શકે છે).

ભારતમાં મુખ્ય સ્ટૉક એક્સચેન્જ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) એ ફક્ત ભારતમાં નહીં પરંતુ એશિયામાં પણ સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે, જેની વર્ષ 1875 માં સ્થાપના કરવામાં આવેલી છે. જો કે, ટ્રેડ કરેલા વૉલ્યુમના સંદર્ભમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) એ દેશનું અગ્રણી સ્ટૉક એક્સચેન્જ છે અને તે મુંબઈ ખાતે સ્થિત છે. બંને એવી કંપની છે જેમાં ખાનગી માલિકીની હિસ્સેદારી હોય છે.

વર્ષ 2022 સુધી લગભગ 45% એનએસઇ અને 18% બીએસઇ વાસ્તવમાં વિદેશી રોકાણકારો દ્વારા યોજવામાં આવે છે. જો કે, એલઆઈસી હજુ પણ બંને કંપનીઓની એકમાત્ર સૌથી મોટા માલિક છે. વ્યક્તિગત રીતે બીએસઈમાં 50.9% હિસ્સો છે જ્યારે એનએસઈ માટે આ પ્રમાણ 10.4% છે.

તાજેતરમાં વર્ષ 2017માં નાણાં મંત્રાલયે આઈએફએસસી ગિફ્ટ સિટી, ગુજરાતમાં ભારતનું સૌ પ્રથમ ઈન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરી હતી. તે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ટૉક એક્સચેન્જ છે અને તે વિશ્વનું સૌથી ઝડપી સ્ટૉક એક્સચેન્જ પણ બનવાનો દાવો કરે છે.

ભારતમાં સ્ટૉક માર્કેટનું સંપૂર્ણ ફ્રેમવર્ક અને અમલીકરણ નિયમનકર્તા સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) અને તેના દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા દ્વારા કરવામાં આવે છે. સેબી એ ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ અધિનિયમ, 1992 મુજબ ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટનું નિયમનકારી છે.

ભારતમાં અન્ય નાના સ્ટૉક એક્સચેન્જ છે જેમ કે મેટ્રોપોલિટન સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા અને કલકત્તા સ્ટૉક એક્સચેન્જ – જો કે, આ એક્સચેન્જ બીએસઈ અને એનએસઈ કરતાં ઘણો ઓછો ટ્રાફિક ધરાવે છે. કેટલાક પ્રાદેશિક સ્ટૉક એક્સચેન્જ પણ હતા જેમનું છેવટે વિલિનીકરણ થઈ ગયું અથવા અથવા સમાપ્ત થઈ ગયા છે.

શેરબજારો ઉપરાંત, ભારતમાં એમસીએક્સ, એનસીડેક્સ, આઈઈએક્સ વગેરે જેવા કોમોડિટી એક્સચેન્જો પણ આવેલા છે,જે બુલિયન, મેટલ્સ, એનર્જી વગેરે જેવા કોમોડિટીઝમાં કામકાજ ધરાવે છે.

ગ્લોબલ સ્ટૉક એક્સચેન્જ

વૈશ્વિક સ્તરે બીએસઈ અથવા એનએસઈ કરતાં ઘણા મોટા સ્ટૉક એક્સચેન્જ છે – તેમની પાસે ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓના સ્ટૉક્સ છે. તેમની માર્કેટ કેપ એટલે કે બજાર મૂડીકરણ મુજબ ટોચના ગ્લોબલ સ્ટૉક એક્સચેન્જમાં શામેલ છે –

  1. હોંગકોંગ સ્ટૉક એક્સચેન્જ
  2. નાસડેક
  3. ન્યૂ યોર્ક સ્ટૉક એક્સચેન્જ
  4. શાંઘાઈ સ્ટૉક એક્સચેન્જ
  5. યુરોપિયન ન્યૂ એક્સચેન્જ ટેક્નોલોજી (યુરોનેક્સ્ટ)
  6. ટોક્યો સ્ટૉક એક્સચેન્જ
  7. શેન્ઝેન સ્ટૉક એક્સચેન્જ
  8. લંડન સ્ટૉક એક્સચેન્જ
  9. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ
  10. ટોરંટો સ્ટૉક એક્સચેન્જ

નિષ્કર્ષ

હવે તમે એ સિસ્ટમ અંગે યોગ્ય સમજણ ધરાવતા હશો કે જેના આધારે ભારત અને વિશ્વમાં સંપૂર્ણ સ્ટૉક માર્કેટ ઇકોસિસ્ટમ કેવી રીતે કામ કરે છે, શેરબજારમાં રોકાણ કરવા માટે થોડો સમય અને પૈસા ફાળવવાનો પ્રયત્ન કરો. એન્જલ વન, ભારતના વિશ્વસનીય ટ્રેડિંગ પ્લેટફોર્મ અને બ્રોકર સાથે ડિમેટ એકાઉન્ટ ખોલાવો.

FAQs

ભારતમાં સૌથી મોટું સ્ટૉક એક્સચેન્જ કયું છે?

બોમ્બે સ્ટૉક એક્સચેન્જમાં વધુ કંપનીઓ આવેલી છે અને માટે એનએસઈની તુલનામાં તેના હેઠળ ઉચ્ચ બજાર મૂડીકરણ પણ ધરાવે છે. હકીકતમાં બીએસઈ વૈશ્વિક સ્ટૉક એક્સચેન્જમાં ટોચના દસ બજારોમાં સ્થાન ધરાવે છે.. જો કે એનએસઈ માં બીએસઈ કરતાં વધુ ટ્રેડિંગ વૉલ્યુમ છે.

શું હું કયા સ્ટૉક એક્સચેન્જમાંથી સ્ટૉક ખરીદી શકું છું

આમ, જો કોઈ સ્ટૉક બીએસઈ અને એનએસઈ બંને પર ઉપલબ્ધ હોય તો તે એટલુ મહત્વનું ન હોવું જોઈએ કારણ કે કિંમતમાં ઘણો તફાવત ન હોવો જોઈએ. જો કે, એનએસઈ પાસે ડેરિવેટિવ્સ ટ્રેડિંગ સંબંધિત ટ્રાન્ઝૅક્શન ચાર્જીસ ધરાવે છે જ્યારે બીએસઈ પાસે કોઈ નથી.

ભારતમાં સ્ટૉક એક્સચેન્જને કોણ નિયંત્રિત કરે છે?

ભારતમાં, સ્ટૉક એક્સચેન્જ સહિતના મૂડી બજારોને ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ દ્વારા નિયમિત કરવામાં આવે છે.