એએસબીએ દ્વારા આઈપીઓ માટે કેવી રીતે અરજી કરવી

1 min read
by Angel One

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની વૃદ્ધિ ખૂબ જ નોંધપાત્ર રહી છે, જેમાં ઘણી મોટી કંપનીઓ સાથે ગોઠવણી કરીને પ્રારંભિક જાહેર તકને (આઈપીઓ) વધારવા માટે પ્રાથમિક બજારો શોધવામાં રસ ધરાવે છે. આઈપીઓને એક કંપનીના ઇક્વિટી શેરો તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જે બધા માટે ઉપલબ્ધ હોય એવું  બજાર સામાન્ય લોકોને ઑફર કરવામાં આવે છે.  અટકાવેલ રકમને (એસબીએ) એપ્લિકેશન દ્વારા ટેકો મળે એના માટેનું આ એક એવું મફતનું સાધન છે જે રોકાણકારોને તેમના બેંક ખાતાઓમાંથી પૈસા લીધા વિના શેર્સ માટે બોલી લગાવવાની મંજૂરી આપે છે – ફાળવણી નક્કી કરવામાં આવે ત્યારે જ પૈસા લેવામાં આવે છે   અને બાકીની રકમનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરી શકાય છે. જ્યારે ફાળવણી નક્કી કરવામાં આવે ત્યારે બેંક ઇશ્યૂરને ફાળવેલા શેર માટેની રકમ ટ્રાન્સફર કરે છે. એએસબીની શરૂઆત સપ્ટેમ્બર 2008 માં થઇ હતી અને જાન્યુઆરી 2016થી આ એક ફરજિયાત પ્રક્રિયા કરવામાં આવી છે.

એએસબીએનો ઉપયોગ કરવાના ફાયદાઓ

એએસબીએની સહાયથી,રોકાણકારોને આઇપીઓ માટે અરજી કરતી વખતે અગાઉ જરૂરી ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેકની જરૂર નથી. એપ્લિકેશનના નાણાં ચૂકવવા માટે રોકાણકારો પાસે મુખ્યત્વે ડિમાન્ડ ડ્રાફ્ટ્સ હોવા જરૂરી હતું અથવા તેમને ચેક જારી કરવા પડતા હતા, અને આ સમગ્ર પ્રક્રિયા નોંધપાત્ર સમય માંગી લેતી હતી એટલા માટે કે રિફંડ મેળવવા માટે પ્રતીક્ષા સમય 2 અઠવાડિયા જેટલો હતો. મોટાભાગના કિસ્સાઓમાં, રોકાણકારોને ફાળવવામાં આવેલા શેર્સ, શરૂઆતમાં અરજી કરેલી સંખ્યા કરતા ઓછા હોવાને કારણે, આ પ્રક્રિયા રોકાણકારોના બેન્ક બેલેન્સ માટે નુક્સાનપૂર્વક સાબિત થતી.

વૈકલ્પિક રીતે, એએસબીએ રોકાણકારોને આઇપીઓ એપ્લિકેશન માટે સીધા બેંક ખાતાનાથી પૈસાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે.  ફાળવણી માટે જ્યાં સુધી રોકાણકારોની એપ્લિકેશની પસંદગી ન થાયત્યાં સુધી આ રકમ ડેબિટ કરવામાં આવતી નથી. જ્યાં સુધી પસંદગી કરવામાં ન આવે, ત્યાં સુધી રોકાણકાર પૈસા પર વ્યાજ કમાવવાનું ચાલુ રાખે છે કારણ  કે આ પૈસા બેંક ખાતામાંથી ઉપડતા નથી. રોકાણકારને વળતર  વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ફાળવણી માટે માત્ર એટલા જ પૈસા તેના ખાતામાંથી લેવામાં આવે છે જેટલાની જરૂરિયાત હોય, મતલબ કે. ખાતામાં બાકી રહેલ પૈસા અન્યત્ર ઉપયોગમાં લઈ શકાય છે.

ઉદાહરણ તરીકે, જો રોકાણકારોના બેંક ખાતામાં 5,00,000 રકમ હોય અને તેઓએ 2,00,000 ના શેર્સ  માટે બોલી લગાવી હોય (જે આઈપીઓમાં રોકાણ કરવા માટે રિટેલ વ્યક્તિગત રોકાણકારોની મહત્તમ રકમ છે), તો બેંક દ્વારા ફક્ત 2,00,000 ને અવરોધિત કરવામાં આવે છે અને બાકીની રકમને સ્પર્શ કરવામાં આવતા નથી. એએસબીએ દ્વારા આઈપીઓ માટે અરજી કરવાની કાર્યવાહીએએસબીએ દ્વારા આઇપીઓ માટે અરજી કરવા માટે, રોકાણકારોને સ્વ-પ્રમાણિત સિંડિકેટ બેંકની (એસસીએસબી) સૂચિનો ભાગ પસંદ કરવો પડે છે. એસસીએસબી એ એક એવી બેંક છે જે વ્યક્તિને એએસબીની સેવાઓ આપવા સક્ષમ છે અને એસસીએસબીની સૂચિ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) વેબસાઇટ પર ઉપલબ્ધ છે.રોકાણકારો સ્ટૉક એક્સચેન્જની વેબસાઇટ પરથી એએસબીએ  ફોર્મ પ્રાપ્ત કરી શકે છે, એક વાર એસસીએસબી પૂર્ણ કરેલી અરજી સ્વીકારી લે અને તેની ચકાસણી કરે છે, પછી તેઓ પસંદ કરેલા બેંક ખાતામાંથી ભંડોળ અવરોધિત કરવા અને એનએસઈની વેબ આધારિત બિડિંગ સિસ્ટમમાં વિગતો અપલોડ કરવા આગળ વધે છે.આ પ્રક્રિયાનો પ્રથમ પગલું એ રોકાણકારો માટે સ્ટૉક એક્સચેન્જ વેબસાઇટ્સ અથવા બુક રનિંગ લીડ મેનેજર્સ પાસેથી એએસબેફોર્મ મેળવે(બુક રનિંગ લીડ મેનેજર્સ એ કંપનીના નાણાંકીય અને બજારની સ્થિતિઓનું વિશ્લેષણ કરવા માટે જવાબદાર લીડ કોઑર્ડિનેટર્સ છે જે પ્રારંભિક મૂલ્ય અને આઇપીઓમાં વેચાણ કરવામાં આવતા શેર્સની માત્રાનું નિર્ણય કરે છે). હાલમાં, બેંકો ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓ પ્રદાન કરે છે જેમાં રોકાણકારો ઑનલાઇન આઇપીઓ માટે અરજી કરી શકે છે. વૈકલ્પિક રીતે, તેઓ એવી કોઈપણ એસસીએસબી શાખામાં ભૌતિક ફોર્મ ભરી શકે છે જ્યાં રોકાણકારોનું બેન્કનું ખાતું હોય

– અરજદારનું નામ, પાન, ડિમેટ એકાઉન્ટ નંબર, બિડ ક્વૉન્ટિટી અને બિડ કિંમત વગેરે વિગતો ફોર્મ માટેની જરૂરી છે. 

– આઈપીઓની પસંદગી કર્યા પછી રોકાણકારો અરજી કરવામાં રુચિ ધરાવે છે, તેઓ 3 બોલી લગાવી શકે છે.ઉચ્ચતમ બોલી  માટે સમાન રકમ પસંદ કરવામાં આવે છે અને તેને અવરોધિત કરવામાં આવે છે, પછી એસસીએસબી બિડિંગ પ્લેટફોર્મમાં એપ્લિકેશનને અપલોડ કરવામાં આવે છે.

– રોકાણકારને ખાતરી કરવાની જરૂર છે કે ફોર્મનો  ડેટા સચોટ છે કે ,નહીં તો અસ્વીકારની સંભાવનાઓ હોઈ શકે છે.

નિષ્કર્ષ

એએસબીએ ઇન્ટરફેસએ એસસીએસબી દ્વારા આઇપીઓ માટે સરળ મફત એપ્લિકેશનની સુવિધા આપી છે, અને એએસબીએ, પ્રક્રિયાને ખૂબ ઝંઝટમુક્ત અને સમયયુક્તબનાવે છે. એકવાર રોકાણકારોના અરજીપત્રક પસાર થઈ જાય પછી નાણાંની હેરફેર ફક્ત ત્યારે થાય છે જ્યારે ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હોય અને તેમની પાસે બાકીના બાલન્સનો ઉપયોગ કરવાની અને વ્યાજ મેળવવાની સુવિધા મળે છે.