કલમ 80C કર લાભો

1 min read
by Angel One

પરિચય

આવકવેરા અધિનિયમની કલમ 80C 1 એપ્રિલ, 2006 ના રોજ અમલમાં આવી. તે જણાવે છે કે તમે કરેલા કેટલાક ચોક્કસ ખર્ચ અને રોકાણોને કરમાંથી મુક્તિ મળશે. આ વિભાગને સારી રીતે સમજવાથી  તમે આ કર કપાતનો લાભ લઈ શકો છો જે તમને તમારા નાણાકીય યોજનાઓ બનાવવામાં મદદ કરશે.. તમે રૂ. 1.5 લાખ સુધીની કર કપાત મેળવી શકો છો અને તમારી ટેક્સ લાયબિલિટી (કરની જવાબદારી) ઓછી કરી શકો છો.  કલમ 80Cમાં કરદાતાઓને રોકાણ માટે કેટલાક વિવિધ વિકલ્પો બતાવ્યા  છે જે સારો  વળતર પણ આપશે અને એમની ટેક્સ લાયબિલિટી (કર જવાબદારી) પણ ઘટાડશે. .

કલમ 80Cમાં  શું કવર કરવામાં આવ્યું  છે?

80C કર કપાતનો લાભ લેવા માટે ઘણાં લોકો  પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), જીવન વીમા પૉલિસીઓ (LIC) અને અન્યમાં રોકાણ કરે છે. પરંતુ, આ માત્ર અમૂક  વિકલ્પો છે જે વધુ લોકપ્રિય છે. અન્ય ઘણા વિકલ્પો 80C દ્વારા  આવરી લેવામાં આવ્યા છે, જે ખાસ નોંધપાત્ર છે. કલમ 80C કર  કપાત માત્ર રોકાણ માટેજ લાગુ નથી પરંતુ કરદાતાના અન્ય વિવિધ ખર્ચ પણ કપાત માટે પાત્ર છે. પરંતુ, તમે જે ખર્ચ અથવા રોકાણનો કર કપાતનો દાવો કરવા માંગો છો તે દાવો એજ નાણાકીય વર્ષમાં થવું જોઈએ.કલમ 80C હેઠળના કર લાભો

આ વિવિધ ખર્ચ અને રોકાણોની સૂચિ છે જેચાલુ નાણાંકીય વર્ષ માટે કલમ 80C હેઠળ કર કપાતનો દાવો કરી શકા શે –

ઇપીએફ (કર્મચારી ભવિષ્ય ભંડોળ)માં રોકાણ –

મોટાભાગના પગારદાર કર્મચારીઓ પાસે નિવૃત્તિ લાભ યોજના હોય છે.સામાન્ય રીતે (EPF) એ તમારા નિયોક્તા (Employer)  દ્વારા તમારા પગારમાંથી કાપવામાં આવેલ મૂળભૂત પગાર (Basic Salary) + ડીએના (DA) 12% એ રકમ નેજે તમારા ઇપીએફ (EPF) ખાતાંમાં જમા  કરે છે. પરંતુ વ્યાજ દર સમયાંતરે બદલી શકે છે. નિયોક્તા અને કર્મચારઓ બંને આ ભંડોળમાં યોગદાન આપે છે. કર્મચારીને દર મહિને ન્યૂનતમ મૂળભૂત પગાર રૂ. 15,000 કમાવવાની જરૂર છે આ રકમ નોકરી છોડ્યાના 2 મહિના પછી કર્મચારી કાઢી શકે છે જો એ બીજે નોકરી કરે અને એ નિયોક્તા નિયમ 80c આધીન ના હોય તોજ.  EPF માટે વ્યાજ દર 8.55% છે. જો તમે સતત 5 વર્ષની સર્વિસ પછી તેને ઉપાડો છો તો આ સંપૂર્ણ રકમ  ટેક્સ-ફ્રી (કર મુક્ત) છે. આ સંપૂર્ણ રકમ જે આખા વર્ષ દરમ્યાન કાપવામાં આવે છે એને  તમારી કુલ કરપાત્ર આવકની (total taxable income) ગણતરી કરતી વખતે કર કપાત તરીકે દાવો કરી શકાય છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) અથવા PPF એ યોજના છે જે સરકાર આપે છે, અને આમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તે 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે. ભારતના નિવાસી, પગારદાર હોય અથવા બિન-પગારદાર PPF એકાઉન્ટ ખોલી શકે છે. હિન્દુ અવિભાજિત પરિવાર આ પ્રકારનું એકાઉન્ટ ખોલી શકતા નથી. એક વર્ષમાં, તમે PPF માટે સૌથી ઓછું યોગદાન રૂ. 500, જ્યારે મહત્તમ  રૂ 1.5 લાખ કરી શકો છો . આ એકાઉન્ટ પર વ્યાજ હાલમાં કરમુક્ત (Tax Free) છે અને વ્યાજ વાર્ષિક સંયોજન રૂપે જમા થાય છે.  હાલમાં, વ્યાજ દર વાર્ષિક 8% છે. પીપીએફની પરિપક્વતા અવધિ (PPF maturity period)15 વર્ષ છે, પરંતુ તમે આ સમયગાળાને વધારાના 5 વર્ષ સુધી વિસ્તૃત કરી શકો છો. તમે 7 વર્ષ પછી તમારા ખાતાંમાંથી આંશિક રકમ કાઢી શકો છો. વ્યાજ દર નિશ્ચિત નથી, પરંતુ ખાતરીપૂર્વક છે અને દર ત્રણ મહિનામાં સુધારો કરવામાં આવે છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS)

કેટલીક મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ ખાસ કર બચાવવા માટે  ડિઝાઇન કરવામાં આવી છે . ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં (ELSS) તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તે 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે. આ યોજના સામાન્ય કર-બચત રોકાણોની (tax-saving investments)તુલનામાં ઉચ્ચ વળતર મેળવવાની તક આપે છે કારણ કે તે ઇક્વિટી સાથે જોડાયેલ છે. પરંતુ, આનો અર્થ એ પણ છે કે આમાં વધુ જોખમો શામેલ છે. આ યોજનામાં રોકાણની રકમ પર કોઈ ઉપરની મર્યાદા નથી. જો કે, તમે જે કર લાભો મેળવી શકો છો તે  રૂ1.5 લાખ સુધી મર્યાદિત છે. ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં (ELSS)3 વર્ષનો લૉક-ઇન સમયગાળો છે, જે 80C હેઠળ ઉપલબ્ધ તમામ વિકલ્પોમાંથી સૌથી ઓછોછે. ઈએલએસએસથી (ELSS) તમે કરેલા મૂડી લાભો (capital gains)પર લાંબા ગાળાના મૂડી લાભ કર હેઠળ (long-term capital gains tax) કર લેવામાં આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના એક લોકપ્રિય યોજના છે જે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ ખૂબ જ નાની ઉંમરેથી જ ભારતમાં મહિલાઓનું જીવન વધુ સારું બનાવવાનું છે . આ યોજના બાળકીના જન્મ તારીખથી લઈને તેના 10 દસમા વર્ષ ની તારીખ સુધી કોઈપણ સમયે ખોલવામાં આવી શકે છે. આ યોજનામાં રોકાણ કરી શકાય તેવી ન્યૂનતમ રકમ એક નાણાંકીય વર્ષમાં  રૂ 1000 છે, જ્યારે મહત્તમ મર્યાદા  રૂ 1.5 લાખ છે. જ્યારે બાળકી  18 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યારે ડિપોઝિટ કરેલી રકમમાંથી આશરે  અડધી રકમ પહેલાંથી ઉપાડી શકો છો. આ યોજનામાં દર વર્ષે વ્યાજની સંયુક્ત ગણતરી કરવામાં આવે છે અને હાલમાં વ્યાજ દર 8.5% છે. તમને પ્રાપ્ત થયેલ વ્યાજ 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે.  સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ, ઉપાડ અને પરિપક્વતાની રકમ બધા કરમુક્ત છે.

હોમ લોનની મુદ્દલની ચુકવણી

EMI જે આપડે ભરીયે છીએ એમાં – મુદ્દલ અને વ્યાજ એમ બે ભાગ શામેલ છે. મુદ્દલની રકમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે. તમે જે વ્યાજની ચુકવણી કરો છો તે પણ આવકવેરા બચાવવામાં નોંધપાત્ર રીતે મદદ કરે છે, અને તે કલમ 80EE હેઠળ આવે છે.  જો તમે હાલમાં હોમ લોન ચુકવતા હો  તો તમે એક નાણાંકીય વર્ષમાં ચુકવણી કરેલી મૂળ રકમ કર કપાત માટે દાવો કરી શકો છો. જો તમે હોમ લોનની ચુકવણી માટે સેક્શન 80C દ્વારા આપવામાં આવતા કર કપાતનો ઉપયોગ કરો છો. તો તમારે અન્ય કર-બચત પ્રોડક્ટ્સમાં રોકાણ કરવાની જરૂર નથી. દિલ્હી વિકાસ પ્રાધિકરણ જેવા વિકાસ અધિકારીઓને અથવા કોઈ યોજના દ્વારા તમને સોંપેલ ઘરની ખરીદી માટે અન્ય સમાન ચુકવણી પણ કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે.

રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ

ભારત સરકારે આ પેન્શન યોજના શરૂ કરી હતી જે અસંગઠિત ક્ષેત્ર અને કાર્યકારી વ્યવસાયિકોને નિવૃત્તિ પછી પેન્શન પ્રાપ્ત કરવાની પરવાનગી આપે છે. આ સિસ્ટમમાં કરેલા રોકાણો પણ 80C હેઠળ કર કપાતનો લાભ લઈ શકે છે, અને મહત્તમ રૂ 1.5 લાખ સુધી દાવો કરી શકાય છે.   18 થી 60 વર્ષની વચ્ચેના દરેક ભારતીય નાગરિક રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એકાઉન્ટ ખોલી શકે  છે. આ એકાઉન્ટ 15 વર્ષ પછી વિશેષ શરતો હેઠળ આંશિક રકમ કાઢવાની પરવાનગી મળે  છે. વળતરનો દર 12% તે 14% ની વચ્ચે હોય છે, અને પરવાનગી આપેલ ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ ઉપરની મર્યાદા નથી.

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (National Saving Certificate NSC)

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર ભારતીય નાગરિકો માટે  સૌથી લોકપ્રિય કર-બચત સાધનોમાંથી એક છે. . એનએસસીની(NSC) પરિપક્વતા અવધિ 5 વર્ષ છે, અને વ્યાજ વાર્ષિક સંયોજન રૂપે જમા થાય છે. પરંતુ, વ્યાજ એકાઉન્ટમાંજ રહેવાને કારણે   તેને રિઇન્વેસ્ટમેન્ટમાનવામાં આવે છે, જે આગામી વર્ષમાં 80Cની હેઠળ કર કપાત માટે પાત્ર છે. વર્તમાન વ્યાજ દર 8% છે. રોકાણ માટેની ન્યૂનતમ રકમ રૂ. 100 જેટલી ઓછી છે, અને કોઈ ઉપરની મર્યાદા નથી. એનએસસીમાં (NSC) તમે જે રકમ રોકાણ કરો છો તે 80સી હેઠળ કર મુક્તિ માટે પાત્ર છે, આવી કર કપાત માટેની  ઉપરની મર્યાદા પ્રતિ વર્ષ  રૂ. 1.5 લાખ છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના

વરિષ્ઠ નાગરિકો માટે શ્રેષ્ઠ સંભવિત રોકાણ યોજનાઓમાંથી એક વરિષ્ઠ નાગરિક બચત યોજના છે. તે અન્ય વિકલ્પોની તુલનામાં મધ્યમ રિટર્ન આપે  છે, અને દર ૩ મહિને વ્યાજ ચુકવામાં આવે છે. 60 વર્ષથી ઉપરની  વ્યક્તિઓ આ યોજના હેઠળ લાંબા ગાળાના રોકાણ કરી શકે છે અને કલમ 80C હેઠળ તેમના માટે  રૂ.1.5 લાખ સુધીના કર લાભોનો દાવો કરી શકે છે. સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો (Voluntary Retirement Scheme VRS) ઉપયોગ કરીને નિવૃત્ત વ્યક્તિઓ પણ આ યોજના ખોલવા માટે પાત્ર છે. તેઓ 55 થી 60 વર્ષની વચ્ચે હોવાની જરૂર છે અને તેમના નિવૃત્તિના 3 મહિનાની અંદર એકાઉન્ટ ખોલવું જરૂરી છે. હાલે વાર્ષિક વ્યાજ દર 8.7%છે.

યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન્સ (ULIP)

જો તમને કોઈ એવી યોજના જોઈએ છે કે જે વીમા અને રોકાણનું મિશ્રણ હોય, તો તમારે યુનિટ-લિંક્ડ વીમા યોજનાઓ માટે જવું જોઈએ. ULIP માં રોકાણ કરેલી રકમનો એક ભાગ કવરેજ માટે ઉપયોગમ આવે છે, જ્યારે બાકી રકમ સ્ટૉક માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ પોતાના, જીવનસાથીના અથવા બાળકના લાભ માટે ULIP ખરીદી શકે છે. વ્યાજ દરો વધઘટ થતા હોય છે કારણ કે તે બજાર સાથે જોડાયેલ છે. ULIP ઇન્વેસ્ટમેન્ટમાં વળતર દર 12% – 14% ની વચ્ચે હોય છે. લાંબા ગાળામાં, ULIP નોંધપાત્ર નફો આપે છે. આ પ્લાનની કોઈ ઉપરની ઇન્વેસ્ટમેન્ટ પર મર્યાદા નથી. આ વિશેષતાઓને કારણે તાજેતરમાં  આ યોજનાને ઘણી લોકપ્રિયતા મળી છે. રોકાણ, ઉપાડ અને પરિપક્વતાની (maturity) રકમ બધુજ કર મુક્ત છે. નેશનલ બેંક દ્વારા નાબાર્ડ ગ્રામીણ બોન્ડ્સ – કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે બે પ્રકારના બોન્ડ્સ છે – નાબાર્ડ ગ્રામીણ બોન્ડ્સ અને ભાવિશ્ય નિર્માણ બોન્ડ્સ.. નાબાર્ડ ગ્રામીણ બોન્ડ આવકવેરા અધિનિયમની 80સી હેઠળ કર કપાત માટે પાત્ર છે. પરંતુ, નોંધ કરવું જરૂરી છે કે બોન્ડ્સની ઉપલબ્ધતા જે કલમ 80C કર લાભ માટે પાત્ર છે તે સરકાર પર આધારિત છે.

પાંચ વર્ષની પોસ્ટ ઑફિસ ટાઇમ ડિપોઝિટ યોજના

પોસ્ટ ઑફિસ દ્વારા ઑફર કરવામાં આવતી ડિપોઝિટ યોજનાઓ બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટની જેમ જ છે. આ યોજનાઓ નો સમયગાળો  1 વર્ષથી 5 વર્ષ સુધી હોઈ શકે છે. વ્યાજ, કલમ 80C કર કપાત માટે પાત્ર છે અને વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે, જોકે તે ત્રિમાસિક સંયુક્ત રીતે જમા થાય છે.  વ્યાજ દરો સરકાર દ્વારા  ત્રિમાસિક સુધારવામાં આવે છે. તેમજ આ વ્યાજ સંપૂર્ણપણે કરપાત્ર છે.

ટેક્સ સેવિંગ FDs

ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ નિયમિત ફિક્સ્ડ ડિપોઝિટ જેવી હોય છે પરંતુ લૉક-ઇન સમયગાળા  5 વર્ષ હોય  છે. તમે રૂ. 1.5 લાખ સુધીના રોકાણો પર 80C હેઠળ કર કપાતના લાભો મેળવી શકો છો. વ્યાજ દરો 5% થી 7.75% દરમ્યાન હોય છે. આ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટમાં ન્યૂનતમ રકમ રૂ. 1000 હોય છે.

બાળકોની ટ્યુશન ફી

તમે જે રકમ ટ્યુશન ફી તરીકે ચૂકવો છો, પ્રવેશ સમયે અથવા પછીથી, તે કર  કપાત માટે પાત્ર છે. આ વિકાસ ફીને બાદ કરે છે જે દાનમાં ચૂકવી હોય. ભરેલ ટ્યુશન ફી ભારતના   શાળા, કૉલેજ અથવા યુનિવર્સિટી હોવી જોઈએ.

નિષ્કર્ષ

લોકો હંમેશાં વિચારે કે 80C હેઠળ કર લાભ મેળવવા માટે રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે. શું નાણાંકીય (ફાઇનાન્શિયલ)વર્ષના અંતમાંકે  શરૂઆતમાં? મોટાભાગના લોકો કર કપાતના લાભો મેળવવા નાણાંકીય વર્ષના અંતમાં  રોકાણ કરવાનું શરૂ કરે છે. કર નિષ્ણાતો (Tax Expert) કહે છે કે જો તમે આ રોકાણો નાણાંકીય વર્ષની શરૂઆતમાં કરો તો  શ્રેષ્ઠ છે. આ તમને વિવિધ વિકલ્પોમાંથી  શ્રેષ્ઠ રોકાણ પસંદ કરવા માટે વધુ સમય આપશે. આ એ પણ ગેરંટી આપશે કે તમે આખા આર્થિક (ફાઇનાન્શિયલ) વર્ષ દરમિયાન વ્યાજ મેળવ.