સ્ટૉક માર્કેટ પર બજેટની અસર

1 min read

દેશનું આર્થિક સ્વાસ્થ્ય તેના બજારોના પ્રદર્શન દ્વારા ખાસ કરીને તેના શેર બજાર દ્વારા માપવામાં આવે છે. ખાસ કરીને, ભારત જેવા વિકાસ પામી રહેલી અર્થવ્યવસ્થા માટે, શેર બજાર અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. દેશની આર્થિક સ્થિતિઓમાં આવતી ભરતી અને ઓટને   શેર બજારમાં ભાવોમાં થતી વધ-ઘટ દ્વારા માપવામાં આવે છે અને તે શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત થાય છે.

જ્યારે શેર બજાર અર્થવ્યવસ્થાના વિકાસનો સચોટ સંકેત છે, ત્યારે તે પોતાને વિવિધ પરિબળોથી  પ્રભાવિત પણ થાય છે. જો કે,   કોઈપણ પરિબળો એટલા વિશેષ અસર કરતા નથી કે જેટલા પ્રમાણમાંવર્ષ દરમિયાન કેન્દ્રીય બજેટની જાહેરાત શેર બજારને અસર અસર કરે છે..એટલે કે બજેટ જાહેરાતોની શેરબજારના સેન્ટીમેન્ટ પર વ્યાપક અસર થતી હોય છે.  વર્ષ 2020ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોનીનાણાંકીય બજારો અને ખાસ કરીને શેર બજારમાં નોંધપાત્ર અસરનો અનુભવ થયો છે.

કેટલાક ઉદ્યોગોમાં આર્થિક સ્લોડાઉનની સ્થિતિ વચ્ચે દેશમાં બજેટ, 2020 શેર બજારમાં રોકાણકારોની અપેક્ષાને રજૂ કરવામાં આવી હતી. અલબત શું વર્ષ 2020નાબજેટમાં  રોકાણકારોની અપેક્ષા ખરેખર પૂરી થઈ છે? ચાલો બજારની અપેક્ષાઓની સમીક્ષા કરીને તે અંગે વિગતવર માહિતી ઈએ:

વર્ષ 2020ના બજેટમાંથી શેરબજારની અપેક્ષા

વર્ષ 2019ના બજેટમાંધીમી વૃદ્ધિ અને ઓછા રોકાણો હોવા છતાં, શેર બજારોએ પ્રમાણમાં સારી રીતે કાર્ય કર્યું છે. જો કે, બજેટ 2020 સાથે, મુખ્ય અપેક્ષા સંભવિત અને વર્તમાન રોકાણકારો માટે રોકડમાં વધારો કરીને રોકાણને પ્રોત્સાહન આપવામાં મદદ કરી હતી.

એવી અપેક્ષા પણ હતી કે લાંબા ગાળાના મૂડીલાભ, અથવા LTCG કર સંપૂર્ણપણે ઘટાડવામાં આવશે અથવા નાબૂદ કરવામાં આવશે. ઇક્વિટીમાં રોકાણકારો માટે વળતર સુધારવામાં અને તેમના સંપત્તિ નિર્માણના પ્રયત્નોમાં મદદ કરવામાં લાંબા સમય સુધી જશે.

ગ્રામીણ માંગ ઓટો ઉદ્યોગમાં એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ)માં કંપનીઓ માટે ચાલકબળ હોવાથી બજારના પ્રદર્શનમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. માટે બજેટ 2020 પણ ગ્રામીણ ખર્ચ વધારવાની અને વપરાશને સરળ બનાવવા માટે ઉચ્ચ આવક ઉભી કરવાની અપેક્ષા રાખવામાં આવી હતી.

શેર બજારને વેગ આપવા માટે રોકાણકારોને મળતા  ડિવિડન્ડ અને બાયબૅકને લઈ નાબૂદ  કરવામાં આવી શકે છે. શેરની બાયબૅક પર 20% કર છે અને પરિણામે રોકાણકારોને તેઓ ઓછી ચુકવણી પ્રાપ્ત થાય છે. કરવેરાની જવાબદારી તેમના ચોખ્ખી વળતરમાં ઘટાડો કરે છે અને બજારની ભાગીદારીને નિરુત્સાહિત કરે છે.

વ્યક્તિગત ક્ષેત્રો અને ઉદ્યોગોનું પ્રદર્શન શેર બજાર પર વ્યાપક અસર કરે છે. વિવિધ ક્ષેત્રો મહત્વપૂર્ણ ધીમી શરતોનો અનુભવ કરતા હોવાથી, ઉદ્યોગલક્ષી જાહેરાતો ક્ષેત્રોને ઉન્નત કરવાની અને બજારોને વેગ આપે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી.

બજેટ 2020 પછી શેર બજાર પર અસર

બજેટ 2020ની કેટલીક જાહેરાતોની શેરબજારો પર નીચે પ્રમાણેની અસર થઈ છેઃ 

બજેટની જાહેરાતોના દિવસે, મુખ્ય સૂચકાંકો એક નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો નોધાવ્યો. સેન્સેક્સ 988 પૉઇન્ટ્સ (અથવા 2.43 ટકા) ઘટાડા સાથે બંધ રહ્યો હતો અને 39,736 સપાટી પર બંધ રહ્યો હતો. ઉપરાંત, નિફ્ટી 50એ પણ 300 પૉઇન્ટ્સનો ઘટાડો દર્શાવ્યો છે. (અથવા 2.51ટકા).

અંદાજિત છે કે બોમ્બે સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીના શેરમાં રોકાણકારની સંપત્તિમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. તે રૂપિયા 3.54 લાખ કરોડ ગગડ્યું છે.. જોકે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અંગે કહ્યું, “હું શેર બજારની પ્રતિક્રિયા માટે થોડા દિવસની રાહ જોઈશ. બજેટમાં અમે જે કહ્યું છે તેમાંથી ઘણા બધાને ચોક્કસપણે સ્ટૉક માર્કેટ પર સકારાત્મક અસર થશે. મને આગામી સોમવાર માટે  વિશ્વાસ છે કે શેરબજારોમાં સુધારો પરત ફરશે.[3]”

બજેટ 2020માં એવી કોઈ ક્ષેત્રને પ્રત્યક્ષ રીતે અસર કરે તેવી કોઈ ખાસનીતિઓની માજાહેરાતો શામેલ નથી, તેમા વર્તમાન મંદીથી અસર પામેલા ક્ષેત્રોને વેગ આપવામાં કરવામાં મદદ કરી શકે તેવી જાહેરાતો છે. આ અંગે પ્રતિભાવ આપતા નાણાં મંત્રીએ જણાવ્યું છે, “અમારી અભિગમ અર્થવ્યવસ્થાને ટૂંકા ગાળાની વપરાશની જરૂરિયાત અને લાંબા ગાળાના રોકાણની જરૂરિયાત માટે સંપૂર્ણ રીતે જોવામાં આવ્યું છે., જેથી આગામી ચાર અથવા પાંચ વર્ષ માટે પાયાગત સુધારા જોવા મળશે.“.

શેર માર્કેટમાં નિરાશાનો પણ અનુભવ થયો છે કારણ કે એલટીસીજી કરમાં ઘટાડો કરવા કે અથવા દૂર કરવામાં આવ્યો નથી જે મુખ્ય રોકાણને માટે અવરોધરૂપ સ્થિતિ તરીકે જોવામાં આવે છે.

ગ્રામીણ માંગ માટે વર્ષ 2020-21 માટે કૃષિ માટે ફાળવવામાં આવેલ રકમ અગાઉના બજેટની તુલનામાં 3 ટકા વધારે છે.આ જાહેરાત હેઠળની રકમ. રૂપિયા 13,ooo કરોડ છે. જો કે, નવા બજેટમાં ખેડૂતની આવક વધારીને ગ્રામીણની માંગને વધારવાની જોગવાઈઓનો સમાવેશ થતો નથી.

નિષ્કર્ષ: રોકાણકાર અથવા સંભવિત રોકાણકાર તરીકે બજેટ પછીની અવધિ ખૂબ અસ્થિર હોઈ શકે છે. દરેક નાણાંકીય વર્ષ તેની સાથે કેટલીક ચોક્કસ શેર બજારની અપેક્ષાઓ લાવે છે, આ અપેક્ષા પૈકી કેટલીક પૂરી થાય છે અને કેટલીક પૂરી થતી નથી.   જો કે, નિરાશાઓ હોવા છતાં, બજાર અસ્થિરતાને શોષવાની અપેક્ષા ધરાવે છે. જો તમારી પાસે તમારી સેવા પર યોગ્ય બ્રોકરેજ અને માર્ગદર્શન છે તો તમે બજારમાં રોકાણની યોગ્ય પદ્ધતિ દ્વારા સંપત્તિ સર્જન કરી શકો છો.

અને અંતમાં એન્જલ બ્રોકિંગ નવી વ્યૂહરચનાઓ વિકસાવવા સાથે ટ્રાયલ ટ્રેડિંગ એકાઉન્ટથી  રોકાણકારો અને વેપારીઓને પૂરી સુવિધા પૂરી પાડે છે. તે નવા રોકાણકારોને ટેક્નોલોજી સક્ષમ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ તેમજ ટેક્નિકલ અને મૂળભૂત સંશોધન માર્ગદર્શન જેવા સાધનો સાથે શરૂ કરવામાં મદદ કરે છે અને આ માટેની યોગ્ય સુવિધા પૂરી પાડે છે.